પ્રેમમાં વિરહ જોયો હશે, તમે પ્રેમમાં વેદના જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય ‘વાંકો ચૂકો’ પ્રેમ જોયો છે? નથી જોયો ને? તો હવે જોવા મળશે, ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનો ડંકો વગાડવા માટે તૈયાર છે એક નવી અને રસપ્રદ ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’. ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત.
આ ફિલ્મની વાર્તા આજના યુવાનોના જીવન અને તેમના ગૂંચવાયેલા પ્રેમ સંબંધો પર આધારિત છે. ફિલ્મ એક એવા યુવકની સફર છે જે પોતાના ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવા માંગે છે, પરંતુ અચાનક જ ભૂતપૂર્વ પ્રેમિકાનું પુનરાગમન જીવનમાં કેવી ‘વાંકી ચૂકી’ પરિસ્થિતિઓ સર્જે છે, તે જોવું પ્રેક્ષકો માટે મુખ્ય આકર્ષણ રહેશે.
ફિલ્મમાં પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, ભાવિન ભાનુશાલી, શેખર શુક્લા, હેમાંગ દવે, ચેતન દૈયા, મિલોની ઝોન્સા અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ જેવા કલાકારોના પાવરફુલ પરફોર્મન્સ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ કચ્છના સુંદર રણ અને મનોહર સ્થળો પર કરવામાં આવ્યું છે.
પૂજાએ જણાવ્યું કે, મને લવ સ્ટોરીઝ કરવી ખૂબ ગમે છે અને મેં ઘણી ફિલ્મો કરી છે, પણ આ ફિલ્મ બાકી બધી લવ સ્ટોરી કરતાં સાવ અલગ છે. ધ્વનિ ગૌતમ હંમેશા બેસ્ટ ફિલ્મો બનાવે છે. અમે કચ્છના લોકેશન્સને આ ફિલ્મમાં ખૂબ એક્સપ્લોર કર્યા છે. પરીક્ષિતના મતે ગુજરાતી ફિલ્મોને પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં ગીતો મહત્વનો ભાગ ભજવે છે. આ ફિલ્મમાં કુલ 8 ગીતો છે અને દરેક ગીતનો રસ અલગ છે. હેમાંગ દવે જણાવ્યું ગુજરાતી ફિલ્મોમાં ઘણી રોમાઇન્ટિક ફિલ્મ બનતી આવી છે. પણ આ ફિલ્મ કઈંક અલગ છે. આ ફિલ્મનું વિષય વસ્તુ અલગ છે. એક સરસ મજાના વણાંક વાડી ફિલ્મ છે.
ધ્વનિ ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંગીતનો અદભૂત જાદુ પણ chhe.. તો શું અંતે આ વાંકી ચૂકી પરિસ્થિતિઓ થાળે પડશે? તે જાણવા માટે તમારે જોવી પડશે ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’. આ ફિલ્મ 8 મે ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

