રોયલ એનફિલ્ડ દ્વારા આજે તેના હેરિટેજ કલેકશનના લોન્ચની ઘોષણા કરાઈ હતી, જે પ્રીમિયમ લાઈફસ્ટાઈલ એપરલ રેન્જ આધુનિક વોર્ડરોબમાં બ્રાન્ડનો 125 વર્ષનો ઈતિહાસ લાવે છે. કંપનીના મોટરસાઈકલિંગ અને મૂળથી પ્રેરિત કલેકશન આકર્ષક અને સુસંગત ગારમેન્ટ્સ ઉત્પાદન કરવા માટે કાળજીપૂર્વક પસંદ કરાયેલાં ફેબ્રિક્સ અને વર્સેટાઈલ સિલ્હટ્સ સાથે આર્કાઈવલ લોગોને
જોડતાં કંપનીના મોટરસાઈલિંગ અને મૂળ દ્વારા પ્રેરિત છે.
રોયલ એનફિલ્ડ ખાતે ચીફ કમર્શિયલ ઓફિસર યાદવિંદર સિંહ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, "હેરિટેજ કલેકશન એપરલ થકી રોયલ એનફિલ્ડના એક સદીના વારસાને લાવવાની અમારી રીત છે. દરેક એલીમેન્ટ- ફેબ્રિકની પસંદગી અને સિલ્હટથી આર્કાઈવલ લોગોને જોડવા સુધી બ્રાન્ડની ડિઝાઈન લેન્ગ્વજથી પ્રત્યક્ષ પ્રેરિત હોઈ વર્ષોની અચૂકતા, સ્થિતિસ્થાપકતા અને વિચારપૂર્વકની
હસ્તકળા કારીગરી પર નિર્મિત વારસાનું સ્વર્ગ છે. આ ગારમેન્ટ્સ ભૂતકાળના પડઘા સાથે સક્રિય, હેતુપ્રેરિત અને સમકાલીન અર્થઘટન છે, જે લોકોને રોયલ એનફિલ્ડના વારસા સાથે અર્થપૂર્ણ રીતે જોડાવા માટે અનુકૂળતા આપે છે. રાઈડરો અને સ્ટાઈલનો શોખીનો માટે પણ તૈયાર કરાયેલું આ કલેકશન હસ્તકળા કારીગરીને હેતુના સ્પષ્ટ ભાનમાં વિલીન કરે છે. દરેક બારીકાઈ રિફાઈન્ડ
ડિઝાઈનની કદર કરનારા માટે હેરિટેજની વાર્તા કહેવા માટે તૈયાર કરાઈ છે.
શહેરમાં નિર્મિત, ઈતિહાસમાં મૂળ સાથે હેરિટેજ કલેકશન હસ્તકળા કારીગરી, યુટિલિટી અને વિચારપૂર્વકની ડિઝાઈનની રોયલ એનફિલ્ડની ફિલોસોફી પ્રદર્શિત કરે છે. કોટન ટ્વિલ્સ, કેન્વાસ બ્લેન્ડ્સ અને સ્ટ્રેચ- એનેબલ્ડ મટીરિયલ્સ ટકાઉપણું, ટેક્સ્ચર અને મુવમેન્ટ માટે પસંદ કરાયા છે, જે ગારમેન્ટ બ્રાન્ડની પ્રગતિશીલ ખૂબીઓને સાર્થક રાખતાં આધુનિક શહેરી જીવનને અનુકૂળ બની રહે તેની ખાતરી રાખે છે. રિલેક્સ્ડથી વધુ માળખાબદ્ધ સ્વરૂપો સુધીની સિલ્હટ્સની શ્રેણી વિઝ્યુઅલ પ્રપોર્શન સાથે મુવમેન્ટની આઝાદી સંતુલિત કરે છે અને રોજબરોજના એપરલમાં એક સદીની યાંત્રિક અચૂકતાને પરિવર્તિત કરે છે.
અર્ધી ટોન્સ કલર પેલે થકી કલેકશનમાં નમ્ર રીતે ઐતિહાસિક લોગો ભળી જાય છે. 1910 કેનન લોગો, 1893 ‘‘મેડ લાઈક અ ગન’’ સૂત્ર અને 1969 સિરીઝ ॥ ઈન્ટરસેપ્ટર ટેન્ક બેજ ગારમેન્ટ્સમાં વણાટ, એમ્બોસ્ડ અને મુદ્રિત કરાય છે, જે રોયલ એનફિલ્ડની યાંત્રિક નાવીન્યતા અને મોટરસાઈકલિંગ હેરિટેજ સાથે મજબૂત જોડાણ પ્રદાન કરે છે. આ સંદર્ભો આધુનિક વેરેબિલિટી અને એસ્થેટિક રિસ્ટ્રેઈન્ટ જાળવવા સાથે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે નંગોને સમૃદ્ધ બનાવે છે.
હેરિટેજ કલેકશન હવે ભારતમાં રોયલ એનફિલ્ડની ડીલરશિપ, તેની વિધિસર વેબસાઈટ (https://store.royalenfield.com/) અને
ચુનંદાં ઈ-કોમર્સ મંચો થકી ઉપલબ્ધ થઈ શકશે.

