TCL https://khabarpatri.in Tue, 14 Apr 2026 09:13:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png TCL https://khabarpatri.in 32 32 સુરતમાં TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) સિઝન 4 નો ભવ્ય સમાપન — “શાઈનિંગ સ્ટાર્સ” વિજેતા, “લેજન્ડ્સ” રનર અપ https://khabarpatri.in/tcl-top-champions-league-season-4-concludes-in-surat-shining-stars-wins-legends-runners-up/ Tue, 14 Apr 2026 09:13:54 +0000 https://khabarpatri.in/?p=1927 સુરત 2026, એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી રમાયેલ TCL (ટીમ ક્રિકેટ લીગ) સુરત સિઝન 4 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનો સુંદર સમન્વય જોવા મળ્યો.

આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ,  શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમ  જેવી 8 ટીમોએ ઉત્સાહપૂર્વક પોતાની રમત રજૂ કરી.

ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં “શાઈનિંગ સ્ટાર્સ” ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી, જ્યારે “લેજન્ડ્સ” ટીમ રનર અપ રહી. બંને ટીમોએ ઉત્તમ રમત દેખાડી અને દર્શકોનું દિલ જીતી લીધું.

આ પ્રસંગે TCL ની સ્થાપક નિમિષા શાહે આ સિદ્ધિને ગૌરવભર્યો ક્ષણ ગણાવ્યો અને જણાવ્યું કે TCL ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું સ્વપ્ન  છે. તેમણે ઉમેર્યું કે આ પ્લેટફોર્મ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ખાસ વાત એ રહી કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ નોન-પ્રોફેશનલ હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અદભૂત હતો. ગૃહિણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાબિત કર્યું કે ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક જુસ્સો છે.

આ ઇવેન્ટને સફળ બનાવવા માટે વિવિધ પાર્ટનર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો:

Reliance Digital – Electronics Partner

Reliance Smart – Grocery Partner

Swad – Authentic Food Partner

Kushalbhai Jewellers – Gifting Partner

Laserbliss – Gifting Partner

Smoiky Chill – Food Partner

JK Marketing and Events – Marketing Partner

TCL સુરત સિઝન 4 એ મહિલા ક્રિકેટમાં નવી ઉર્જા ભરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્પર્ધાઓને વધુ પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

]]>