South Asia Film https://khabarpatri.in Sat, 09 May 2026 12:12:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png South Asia Film https://khabarpatri.in 32 32 સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી-થ્રિલર ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ https://khabarpatri.in/south-asia-film-productions-upcoming-comedy-thriller-film-gadbad-thai-gayi-yaar/ Sat, 09 May 2026 12:12:43 +0000 https://khabarpatri.in/?p=2011
  • મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’
  • બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઈરાની સહીત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, હીના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં
  •  

    ગુજરાત : સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત મહત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ ની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. નિર્માતા એશિકા રાજપૂત   અને ધર્મસિંહ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકાદારના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ એક હાઈ-સ્ટેક્સ કોમેડી-થ્રિલર છે, જે દર્શકોને મનોરંજનની સાથે જબરદસ્ત સસ્પેન્સનો અનુભવ કરાવશે. સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન એક પ્રીમિયમ ફિલ્મ નિર્માણ કંપની છે, જે ભારતીય અને વૈશ્વિક પ્રેક્ષકો માટે સાંસ્કૃતિક રીતે જોડાયેલી અને મજબૂત વાર્તાઓ રજૂ કરવા માટે કટિબદ્ધ છે.

     

    ફિલ્મની સ્ટારકાસ્ટ અત્યંત દમદાર છે, જેમાં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતા ભરત ચાવડા ‘દીપુ’ તરીકે નજર આવશે. તેમની સાથે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર ધર્મેશ વ્યાસ ‘ઓમ’ ના પાત્રમાં અને  બોલિવૂડના જાણીતા અભિનેતા આદિ ઈરાની ‘DSP’ ની ભૂમિકામાં જોવા મળશે.આ ઉપરાંત, ફિલ્મમાં હીના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે.

     

    આ ફિલ્મની વાર્તા ત્રણ એવા યુવાનો- દીપુ, અક્કી અને રોનીની આસપાસ ફરે છે, જેમને એક શ્રીમંત ઉદ્યોગપતિ દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરવા માટે ૬ મહિનાની મહેતલ આપવામાં આવે છે. વાર્તામાં રોમાંચક વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓને અચાનક 5 કરોડ રૂપિયા ભરેલી એક બિનવારસી કાર મળી આવે છે. પોતાની પ્રામાણિકતા બતાવવા જતાં તેઓ પોલીસને આ રકમ સોંપે છે, પણ આગળ અણધાર્યો વળાંક આવે છે અને શું થાય છે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે.

     

    ફિલ્મની જાહેરાત અંગે ઉત્સાહ વ્યક્ત કરતા સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનના નિર્માતા ધર્મસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા એવી વાર્તાઓ રજૂ કરવાનો રહ્યો છે જે પ્રેક્ષકોને મનોરંજનની સાથે સાથે કંઈક નવું પ્રદાન કરે. ‘ગડબડ થઈ ગઈ યાર’ એક એવી ફિલ્મ છે જેમાં હાસ્યની સાથે જબરદસ્ત સસ્પેન્સનો તડકો છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારની કોમેડી-થ્રિલર એક નવો અનુભવ સાબિત થશે.”

     

    મુખ્યત્વે શહેરી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાર લેતી આ ફિલ્મ દરેક ઉંમરના લોકોને ગમશે. આ ફિલ્મમાં સિચ્યુએશનલ કોમેડી અને ફાસ્ટ-પેસ્ડ થ્રિલરનું અદ્ભુત મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થયા બાદ OTT અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે.

    ]]>