SortMyCollege Summit https://khabarpatri.in Mon, 29 Jun 2026 08:26:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png SortMyCollege Summit https://khabarpatri.in 32 32 સોર્ટમાયકોલેજ દ્વારાઅમદાવાદમાં ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘SMC સમિટ’ ની બીજી એડિશનનું ભવ્ય આયોજન https://khabarpatri.in/sortmycollege-hosts-2nd-edition-of-smc-summit-indias-leading-edutainment-festival-in-ahmedabad/ Mon, 29 Jun 2026 08:26:55 +0000 https://khabarpatri.in/?p=2167 અમદાવાદ, ગુજરાત: શિક્ષણ અને મનોરંજનના અનોખા સમન્વય સમાન ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘સોર્ટમાયકોલેજ સમિટ’ (SMC) ની બીજી આવૃત્તિનું આજે ૨૭ જૂનના રોજ અમદાવાદના એએમએ (AMA) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દક્ષ કલાલ દ્વારા સ્થાપિત આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ જ્યારે શાળા જીવનમાંથી ઉચ્ચ શિક્ષણ તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેમના મનમાં કારકિર્દીને લઈને ઊભા થતા મૂંઝવણભર્યા પ્રશ્નો અને ગેપને દૂર કરવાનો છે. આ સમિટ ખાસ કરીને ધોરણ ૧૨ પાસ કરી ચૂકેલા અથવા હાલમાં અભ્યાસ કરી રહેલા એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેઓ પોતાના શૈક્ષણિક ભવિષ્યને લઈને અસમંજસમાં હોય છે. આ કાર્યક્રમમાં હાજર નિષ્ણાત મેન્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય કોલેજની પસંદગી કરવી, દેશમાં અભ્યાસ કરવો કે વિદેશમાં, અને કયો પ્રવાહ કે કોર્સ પસંદ કરવો જેવી તમામ મૂંઝવણોનું સ્થળ પર જ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ વર્ષે યોજાયેલી આ સમિટમાં વિવિધ શાળાઓ અને કોલેજોના ૧,૦૦૦ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રેરણા અને સાચો રાહ ચિંધવા માટે ૨૫ જેટલા જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ, સફળ ઉદ્યોગસાહસિકો (એન્ટરપ્રિન્યોર્સ) અને અગ્રણી યુનિવર્સિટીના લીડર્સ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત, ભારત અને વિદેશની આશરે ૨Specify૫ જેટલી નામાંકિત યુનિવર્સિટીઓ આ સમિટમાં સહભાગી થઈ છે, જે વિદ્યાર્થીઓને સીધું માર્ગદર્શન અને કાઉન્સિલિંગ આપી રહી છે. આ આખા આયોજન પાછળનો હેતુ વિદ્યાર્થીઓના મનમાં ઉચ્ચ શિક્ષણને લઈને રહેલી હજારો શંકાઓ અને પ્રશ્નોનું નિવારણ કરવાનો છે.

 

અમદાવાદમાં યોજાયેલી સોર્ટમાયકોલેજ સમિટની આ બીજી આવૃત્તિ છે. આ પૂર્વે યોજાયેલી પ્રથમ સમિટ પણ ભારે સફળ રહી હતી, જેમાં ૭૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી આનંદ કુમારે હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના સ્થાપક દક્ષ કલાલે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સમિટનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને વધુ યુનિવર્સિટીઓને એક મંચ પર લાવવામાં આવી છે, જેનાથી ભાગ લેનાર યુવાધનને નેટવર્કિંગ અને શિક્ષણની વધુ શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.

]]>