Religion https://khabarpatri.in Sat, 18 Jul 2026 10:49:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Religion https://khabarpatri.in 32 32 ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય: અમદાવાદના અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કલ્યાણના ભવ્ય આયોજનો https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/ https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/#respond Sat, 18 Jul 2026 10:49:21 +0000 https://khabarpatri.in/?p=2235
  • ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા સાથે ડ્રગ્સ મુક્તિ, દીકરીઓનું સ્વાસ્થ્ય અને નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સહિતના સામાજિક સરોકારના કાર્યોનો રોડમેપ જાહેર કરાયો
  • અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે જીવતી નવી પેઢીને સનાતન ધર્મના મૂળભૂત મૂલ્યો અને તેની પાછળ છુપાયેલા ગૂઢ વિજ્ઞાનથી માહિતગાર કરવા અમદાવાદના અગ્રણી સામાજિક સંગઠન અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ વૈજ્ઞાનિક અભિગમ સાથેનું નવું સામાજિક અને શૈક્ષણિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના નેજા હેઠળ પૂજ્ય બાપુએ અમદાવાદમાં આગામી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આજના ‘જેન ઝી’ એટલે કે આધુનિક યુવાનોને જો ધાર્મિક પરંપરાઓ પાછળના લોજિકલ અને ટેકનિકલ કારણો ન સમજાવવામાં આવે, તો તેઓ સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “વિજ્ઞાન અને ધર્મ: ટુ સાઇડ ઓફ વન કોઈન” પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સવારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી થતા ફાયદા, શિખા રાખવી, ચાંદલો કરવો, આરતી ઉતારવી કે પીપળે પાણી રેડવા પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે તે તમામ ગૂઢ રહસ્યોને સરળ અને તાર્કિક ભાષામાં બાળકો અને યુવાનો સમક્ષ ‘ડીકોડ’ કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ અંધશ્રદ્ધા મુક્ત થઈ સાચી વૈદિક સંસ્કૃતિને અપનાવી શકે.

    શહેરી યુવાધનમાં વધી રહેલા ડિપ્રેશન, પરીક્ષાના ડર અને ચિંતાજનક રીતે પગપેસારો કરી રહેલા ડ્રગ્સ જેવા જીવલેણ વ્યસનો સામે પણ અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મોટું માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનું મહા-અભિયાન છેડવામાં આવ્યું છે. પૂજ્ય બાપુએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં જો યુવાનોની ઉર્જાને વ્યાયામ, યોગ, મેડિટેશન અને ગૌ-સેવા તરફ ડાયવર્ટ કરવામાં નહીં આવે, તો તેઓ ગેરમાર્ગે દોરાઈ જશે. આ માટે ટ્રસ્ટ દ્વારા માતા-પિતાને પણ પોતાના વૈભવ પાછળ દોડવાને બદલે બાળકોના ઉછેર માટે સમય ફાળવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ પરંપરાના ફાયદા સમજાવતા ભોપાલ ગેસ દુર્ઘટનાનું ઉદાહરણ અપાયું હતું, જેમાં નિયમિત હવન કરતા પરિવારો ઝેરી ગેસની અસરોથી સુરક્ષિત રહ્યા હતા. ગાયના છાણા અને ઘીની આહુતિથી ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે અને પંચમહાભૂત તત્વોનું સંતુલન જાળવે છે, જેના કારણે ટ્રસ્ટ દ્વારા શહેરી પરિવારોને વર્ષમાં એકવાર ઘરે યજ્ઞ કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.

    સામાજિક જવાબદારીના ભાગરૂપે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કેમ્પમાં એકત્રિત થનારું રક્ત અમદાવાદ રેડક્રોસ સોસાયટી અને સરકારી હોસ્પિટલોના જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં મોકલવામાં આવશે. તેની સાથે જ, ચાલુ માસે આવતા પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે ગણપતપુરા ગામની અંદાજે 70 જેટલી નાની બાળકીઓ (જેમાંથી વ્રત કરતી 35 થી 40 દીકરીઓ) ના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટ દ્વારા તેમને ખાસ સિંગતેલમાં બનેલી શુદ્ધ વેફર્સ અને પૌષ્ટિક સુકામેવાનું (ડ્રાયફ્રૂટ્સ) વિતરણ કરવામાં આવશે, જેથી વ્રત દરમિયાન સી-સોલ્ટ (દરિયાઈ નમક) નો ત્યાગ કરીને દીકરીઓને સાત્વિક ઉર્જા મળી રહે.

    અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બે અત્યંત મહત્વાકાંક્ષી અને પરોપકારી પ્રોજેક્ટ્સનું પણ એલાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ ‘વૃંદાવન ધામ’ છે, જ્યાં સંપૂર્ણ માટી અને લીપણથી સજ્જ ૧૦૦૦ નંદીઓ માટે ભવ્ય ‘નંદી શાળા’, નર્મદા પરિક્રમાવાસીઓ માટે ‘અન્નપૂર્ણા ભંડાર’, પવિત્ર ‘મા ખોડલ ઘાટ’ અને વડીલો માટે વિશેષ ‘વૃદ્ધાશ્રમ’ નું નિર્માણ કરવામાં આવશે. જ્યારે બીજો પ્રોજેક્ટ ચાણોદ ખાતે ‘મા મકરવાહિની મોક્ષધામ ફાઉન્ડેશન’ નો છે, જ્યાં પોતાના સ્વજનોના અસ્થિ લઈને આવતા લોકો માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ કરી આપવામાં આવશે. પૂજ્ય બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દેશના સક્ષમ ધર્મગુરુઓ અને ધાર્મિક ટ્રસ્ટો મંદિરોમાં રહેલી સંપત્તિનો સાચો અને દુરંદેશી ઉપયોગ કરે, તો રાષ્ટ્રના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારનું સ્તર વૈશ્વિક સ્તરે ખૂબ ઊંચું આવી શકે છે.

    ]]>
    https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/feed/ 0