ProcessOptimization https://khabarpatri.in Thu, 09 Apr 2026 07:36:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png ProcessOptimization https://khabarpatri.in 32 32 “3 મુખ્ય બાબતો જે મેન્યુફેક્ચરિંગ જાયન્ટ્સ નાના પ્લાન્ટ્સને ઓટોમેશન વિશે શીખવી શકે” https://khabarpatri.in/3-%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af-%e0%aa%ac%e0%aa%be%e0%aa%ac%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%9c%e0%ab%87-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%ab%e0%ab%87%e0%aa%95/ Thu, 09 Apr 2026 07:24:30 +0000 https://khabarpatri.in/?p=1890 આજના સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં, ઓટોમેશન હવે વૈભવ નથી રહ્યું- તે જરૂરિયાત બની ગયું છે. મોટા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોએ પહેલેથી જ આધુનિક ટેક્નોલોજી અપનાવી લીધી છે, જ્યારે નાના અને મધ્યમ સ્તરના પ્લાન્ટ્સ માટે ક્યાંથી શરૂઆત કરવી તે સમજવું મુશ્કેલ બને છે.

પણ સારી વાત એ છે કે, મેન્યુફેક્ચરિંગ જાયન્ટ્સ પાસેથી શીખવા માટે તમને મોટી મૂડીની જરૂર નથી. યોગ્ય રીતો અપનાવીને નાના પ્લાન્ટ્સ પણ નોંધપાત્ર કાર્યક્ષમતા (efficiency) મેળવી શકે છે. અહીં ત્રણ મહત્વપૂર્ણ પાઠ આપવામાં આવ્યા છે, જે નાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ મોટા ઉદ્યોગોથી શીખી શકે છે:

1 .ઓટોમેશન કરતા પહેલા પ્રોસેસને સમજો

નાના પ્લાન્ટ્સ સૌથી મોટી ભૂલ કરે છે કે તેઓ પ્રોસેસને સમજી્યા વગર સીધા ઓટોમેશન તરફ વળી જાય છે. મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આવું નથી કરતી- તેઓ પહેલા દરેક કામની વિગતવાર તપાસ કરે છે.

આ માટે ટાઈમ અને મોશન સ્ટડીઝ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આમાં કામને ભાગોમાં વહેંચીને ખામીઓ શોધવામાં આવે છે.

મોટી કંપનીઓ આ સ્ટેપમાં વધારે ધ્યાન આપે છે કારણ કે:
• છુપાયેલા બોટલનેક્સ (રુકાવટો) શોધી શકાય છે
• બિનજરૂરી હલનચલન દૂર થાય છે
• ઓટોમેશન માટે સ્પષ્ટ પ્લાન બને છે

2. મહત્વના અને રિપીટેટીવ કામ પર ધ્યાન આપવું

મોટી કંપનીઓ ત્યાં ઓટોમેશન કરે છે જ્યાં તેનો સૌથી વધુ ફાયદો થાય – એટલે કે વારંવાર થતા, સમય લેતા અને ભૂલ થવાની શક્યતા ધરાવતા કામોમાં.

ઉદાહરણ તરીકે:
• ડેટા એન્ટ્રી અને રિપોર્ટિંગ
• ઇન્વેન્ટરી ટ્રેકિંગ
• એસેમ્બલી લાઇનમાં વારંવાર થતી ક્રિયાઓ

આ માટે RPA (Robotic Process Automation) અને AI ટૂલ્સનો ઉપયોગ થાય છે.

આ કામોને ઓટોમેટ કરવાથી:
• ઉત્પાદન ઝડપથી થાય છે
• માનવીય ભૂલો ઘટે છે
• ખર્ચ ઓછો થાય છે

3.ઓટોમેશન સાથે ડેટા અને સતત સુધારો કમ્બાઈન કરવું

મોટા મેન્યુફેક્ચરર્સ માટે ઓટોમેશન એક વખતનો પ્રોજેક્ટ નથી- તે સતત ચાલતી પ્રક્રિયા છે.

આજકાલના ફેક્ટરીમાં ઉપયોગ થાય છે:
• AI અને મશીન લર્નિંગ (ભવિષ્યની આગાહી માટે)
• IoT સેન્સર્સ (રિયલ-ટાઈમ મોનીટરીંગ માટે)
• એનાલિટિક્સ ડેશબોર્ડ (ફૈસલા લેવા માટે)

આ સાધનો સતત માહિતી આપે છે જેથી કંપનીઓ સમય સાથે સુધારો કરી શકે.

સાથે સાથે, સતત સુધારો કરવો પણ જરૂરી છે:
• નિયમિત કામગીરીનું માપન
• કર્મચારીઓને તાલીમ અને ભાગીદારી
• સતત પ્રોસેસ સુધારો

 નિષ્કર્ષ

નાના પ્લાન્ટ્સને મોટી કંપનીઓ જેટલા મોટા બનવાની જરૂર નથી- પરંતુ તેઓ તેમની વિચારધારા અપનાવી શકે છે.

જો તેઓ પ્રોસેસને સારી રીતે સમજે, મહત્વના કામોમાં ઓટોમેશન કરે અને ડેટાનો ઉપયોગ કરીને સતત સુધારો કરે, તો તેઓ પણ સારી પ્રગતિ મેળવી શકે છે.

QeMatic મુજબ, યોગ્ય ટેકનોલોજી, ડેટા અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે કોઈપણ બિઝનેસ ઓટોમેશન અપનાવી શકે છે અને લાંબા ગાળે સફળતા મેળવી શકે છે.

રૂષિકા સાહ

અમદાવાદ

]]>