Pathmeda https://khabarpatri.in Tue, 30 Jun 2026 05:31:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Pathmeda https://khabarpatri.in 32 32 ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન https://khabarpatri.in/shankaracharyas-chaturmas-to-be-held-in-a-gaushala-for-the-first-time-grand-event-at-pathmeda-from-july-29-to-september-26/ Tue, 30 Jun 2026 05:31:57 +0000 https://khabarpatri.in/?p=2171 ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્યના સાન્નિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ આયોજન 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે.

સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજની પ્રેરણાથી આયોજિત થનારા આ ‘સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ’નું આયોજન હજારો ગૌમાતાઓની વચ્ચે, અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર કરવામાં આવશે. શ્રી સુરભિ શક્તિપીઠના સંરક્ષક પૂજ્ય મહંત શ્રી યોગેશ દાસજી મહારાજે જણાવ્યું હતું કે, જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (શારદા દ્વારિકા પીઠાધીશ્વર) ના પાવન સાન્નિધ્યમાં પ્રથમ વખત કોઈ ગૌશાળામાં ચાતુર્માસનું આયોજન થવા જઈ રહ્યું છે. આને ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના ક્ષેત્રમાં એક ઐતિહાસિક અવસર માનવામાં આવી રહ્યો છે.

શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ન્યાસ, કર્ણાવતીના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચાચાણે જણાવ્યું કે, ચાતુર્માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા, શ્રીરામચરિતમાનસ કથા, નાની બાઈ કા માયરા, શ્રી શિવ મહાપુરાણ કથા, શ્રી હરિહર ભક્તમાલ કથા અને ગૌ ભક્તમાલ કથા સહિત કુલ સાત કથાઓનું આયોજન કરવામાં આવશે. કર્ણાવતી શાખાના સંરક્ષક શ્રી સુભાષભાઈ જોડીવાલે જણાવ્યું કે, આની સાથે જ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો પણ યોજાશે તેમજ દરરોજ ગૌ-અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી શ્રી લલિતભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ આયોજન દરમિયાન ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌદુગ્ધ (ગાયના દૂધ) નો ઉપયોગ, ગૌચિકિત્સા, ગૌસંવર્ધન, દેશી નસ્લ સંરક્ષણ અને પંચગવ્ય આધારિત માનવ ચિકિત્સા જેવા વિષયો પર રાષ્ટ્રીય સ્તરના સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. આના માધ્યમથી ગૌચેતનાના વ્યાપક જનજાગરણનું અભિયાન ચલાવવામાં આવશે.

સંસ્થાના સીઈઓ શ્રી આલોકભાઈ સિંઘલે જણાવ્યું કે, ગુજરાતના ગામેગામમાં આ મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે ગૌસેવકોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. બીજી તરફ કર્ણાવતી-ગાંધીનગર સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાઓના માધ્યમથી પથમેડા પહોંચીને ચાતુર્માસ આરાધના અને ગૌસેવાનો પુણ્ય લાભ પ્રાપ્ત કરશે. કર્ણાવતી શાખાના ચેરમેન શ્રી વિનોદભાઈ સાહીવાલે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન ગોબર-ગૌમૂત્રથી ખેતી, ગૌદુગ્ધાનના ઉપયોગથી થતા ફાયદા, ગૌચિકિત્સાના વિવિધ આયામો, ગૌસંવર્ધન, ગૌસંપોષણ, નસ્લ સંવર્ધન, પંચગવ્યથી માનવ ચિકિત્સા વગેરે વિષયો પર રાષ્ટ્રીય સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.

સમન્વયક શ્રી આનંદભાઈ અગ્રવાલે જણાવ્યું કે, આ આયોજનના માધ્યમથી ગૌચેતના જગાડવાના કાર્યની સાથે ગુજરાતના ગામેગામમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જેના માટે વિવિધ ગૌસેવકોને જવાબદારીઓ આપવામાં આવી રહી છે. મહામંત્રી શ્રી અંજનીભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાતમાંથી આ સમયગાળા દરમિયાન હજારો ગૌભક્તો ગૌમાતાના આ અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે વિવિધ યાત્રાઓ દ્વારા જશે. આ પ્રસંગે શ્રી જશવંતભાઈ પટેલ, શ્રી દેવારામજી ડિગારી, શ્રી શ્રીરામજી હેન્ડવાડા, શ્રી ઘેવરચંદજી બિલડ, શ્રી ગિરધારીલાલજી સોઢા અને શ્રી નરેન્દ્રજી રૂપાવાસ ઉપસ્થિત રહ્યા હતા.

]]>