Official Trailer https://khabarpatri.in Sat, 02 May 2026 06:55:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Official Trailer https://khabarpatri.in 32 32 એક અજાણ્યો કોલ અને તમે થઈ શકો છો ‘ડિજિટલ અરેસ્ટ’: ફિલ્મ ‘ધરપકડ’નું દમદાર ટ્રેલર લોન્ચ https://khabarpatri.in/indias-first-film-on-digital-arrest-powerful-trailer-of-gujarati-movie-dharpakad-released/ Sat, 02 May 2026 06:55:19 +0000 https://khabarpatri.in/?p=1992
  • મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની જોડી પહેલીવાર ફિલ્મી પડદે જોવા મળશે
  • ફિલ્મ 15મી મે ના રોજ થશે રિલીઝ
  • અમદાવાદ: ટીઝરની અપાર સફળતા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર આજના આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમના એવા પાસાને ઉજાગર કરે છે, જે સામાન્ય માણસના મનમાં ફાળ પાડી દે તેવું છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી 15 મે, 2026 ના રોજ મોટા પડદા પર દસ્તક આપવા તૈયાર છે.

    ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે એક સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે જ્યારે તેમને ફોન પર કહેવામાં આવે છે કે, “તમારા દીકરા અર્જુનની ધરપકડ કરવામાં આવી છે”. ટ્રેલરની શરૂઆતમાં જ સમજાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ એક એવું જાળું છે જ્યાં આપણે સામે ચાલીને આપણો ડેટા શેર કરીએ છીએ અને સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને ટાર્ગેટ નક્કી કરે છે. પોલીસના નામે આવતા ફેક કોલ્સ, ઘરમાં જ કેદ થઈ જવાની મજબૂરી અને “ડિજિટલ અરેસ્ટ” ના નામે થતી લાખોની ઉઘાડી લૂંટના દ્રશ્યો હચમચાવી દે તેવા છે. મલ્હાર ઠાકર એક એવા શખ્સના રોલમાં છે જે આ અદ્રશ્ય સ્કેમર્સને પકડવા માટે મેદાને ઉતરે છે અને કહે છે કે, “આ કોઈ નાની ચોરી નથી, આ તો બહુ મોટી ગેમ છે”

    દિગ્દર્શક અનિશ શાહે આ ક્રાઈમ થ્રિલરમાં માત્ર રહસ્ય જ નથી વણ્યું, પરંતુ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને તેમની સંવેદનાઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની જોડી પહેલીવાર પડદા પર આવી રહી છે, જે ટ્રેલરમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા અનુભવી કલાકારોએ ફિલ્મના પ્લોટને વધુ મજબૂતી આપી છે.

    આ ટ્રેલર જોયા બાદ પ્રેક્ષકોમાં એ વાતની ઉત્સુકતા વધી ગઈ છે કે શું આ પરિવાર આ સ્કેમની જાળમાંથી બહાર નીકળી શકશે? ફિલ્મનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સામાજિક જાગૃતિ લાવવાનો પણ છે. ‘ધરપકડ’ એ માત્ર એક ફિલ્મ નથી પણ દરેક સ્માર્ટફોન વાપરનાર વ્યક્તિ માટે એક ચેતવણી સમાન છે. 15 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો વળાંક લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

    Trailer Link- https://www.youtube.com/watch?v=4iBHI_cNgcw

    ]]>