Mallhar Thakar https://khabarpatri.in Tue, 12 May 2026 12:59:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Mallhar Thakar https://khabarpatri.in 32 32 ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ https://khabarpatri.in/powerful-rap-song-chhalkapat-ni-dharpakad-released-from-the-film-dharpakad/ Tue, 12 May 2026 12:59:38 +0000 https://khabarpatri.in/?p=2017 અમદાવાદ: ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ તેની અનોખી વાર્તાને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી સ્ટારર આ ફિલ્મનું નવું આકર્ષણ એટલે કે ફિલ્મનું ટાઇટલ ટ્રેક જેવું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ આજે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ સોન્ગ ‘રેપ’ સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સાયબર ગુનાની દુનિયાના અંધકાર અને તેનાથી થતી લાચારીને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. સોન્ગના ગાયક અને ગીતકાર આર્યન સૌરવ છે, જેમણે પોતાના ધારદાર શબ્દોથી ડિજિટલ યુગમાં છુપાયેલા ગુનેગારોનો પર્દાફાશ કર્યો છે. ગીતનું સંગીત જપજી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેમાં એડિશનલ વોકલ્સ તરીકે જપજી, ધ ઇન્ડિયન કોરલ એન્સેમ્બલ અને પ્રતિકાનો સમાવેશ થાય છે.

‘છળકપટની ધરપકડ’ ગીત માત્ર મનોરંજન નથી પરંતુ એક સામાજિક જાગૃતિનું માધ્યમ છે. જે રીતે ટેકનોલોજીના નામે લોકોના ડેટા ચોરી કરીને તેમને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે લૂંટવામાં આવે છે, તે સમગ્ર પ્રક્રિયાને આ ગીતના લિરિક્સમાં વણી લેવામાં આવી છે. સોન્ગના બીટ અને મ્યુઝિક ફિલ્મના ક્રાઈમ થ્રિલર માહોલને વધુ સચોટ બનાવે છે.

ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી અને પ્રશાંત બારોટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક અનિશ શાહે આ ફિલ્મ દ્વારા દરેક સ્માર્ટફોન યુઝરને એક મહત્વની ચેતવણી આપી છે કે ઇન્ટરનેટ એક માયાવી જાળછે.

ફિલ્મ ‘ધરપકડ’ આગામી 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અત્યારે આ નવું સોન્ગ ‘છળકપટની ધરપકડ’ સોશિયલ મીડિયા અને મ્યુઝિક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે.

https://dharpakadmovie.com/chhalkapat

]]>
એક અજાણ્યો કોલ અને તમે થઈ શકો છો ‘ડિજિટલ અરેસ્ટ’: ફિલ્મ ‘ધરપકડ’નું દમદાર ટ્રેલર લોન્ચ https://khabarpatri.in/indias-first-film-on-digital-arrest-powerful-trailer-of-gujarati-movie-dharpakad-released/ Sat, 02 May 2026 06:55:19 +0000 https://khabarpatri.in/?p=1992
  • મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની જોડી પહેલીવાર ફિલ્મી પડદે જોવા મળશે
  • ફિલ્મ 15મી મે ના રોજ થશે રિલીઝ
  • અમદાવાદ: ટીઝરની અપાર સફળતા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર આજના આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમના એવા પાસાને ઉજાગર કરે છે, જે સામાન્ય માણસના મનમાં ફાળ પાડી દે તેવું છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી 15 મે, 2026 ના રોજ મોટા પડદા પર દસ્તક આપવા તૈયાર છે.

    ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે એક સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે જ્યારે તેમને ફોન પર કહેવામાં આવે છે કે, “તમારા દીકરા અર્જુનની ધરપકડ કરવામાં આવી છે”. ટ્રેલરની શરૂઆતમાં જ સમજાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ એક એવું જાળું છે જ્યાં આપણે સામે ચાલીને આપણો ડેટા શેર કરીએ છીએ અને સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને ટાર્ગેટ નક્કી કરે છે. પોલીસના નામે આવતા ફેક કોલ્સ, ઘરમાં જ કેદ થઈ જવાની મજબૂરી અને “ડિજિટલ અરેસ્ટ” ના નામે થતી લાખોની ઉઘાડી લૂંટના દ્રશ્યો હચમચાવી દે તેવા છે. મલ્હાર ઠાકર એક એવા શખ્સના રોલમાં છે જે આ અદ્રશ્ય સ્કેમર્સને પકડવા માટે મેદાને ઉતરે છે અને કહે છે કે, “આ કોઈ નાની ચોરી નથી, આ તો બહુ મોટી ગેમ છે”

    દિગ્દર્શક અનિશ શાહે આ ક્રાઈમ થ્રિલરમાં માત્ર રહસ્ય જ નથી વણ્યું, પરંતુ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને તેમની સંવેદનાઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની જોડી પહેલીવાર પડદા પર આવી રહી છે, જે ટ્રેલરમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા અનુભવી કલાકારોએ ફિલ્મના પ્લોટને વધુ મજબૂતી આપી છે.

    આ ટ્રેલર જોયા બાદ પ્રેક્ષકોમાં એ વાતની ઉત્સુકતા વધી ગઈ છે કે શું આ પરિવાર આ સ્કેમની જાળમાંથી બહાર નીકળી શકશે? ફિલ્મનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સામાજિક જાગૃતિ લાવવાનો પણ છે. ‘ધરપકડ’ એ માત્ર એક ફિલ્મ નથી પણ દરેક સ્માર્ટફોન વાપરનાર વ્યક્તિ માટે એક ચેતવણી સમાન છે. 15 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો વળાંક લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

    Trailer Link- https://www.youtube.com/watch?v=4iBHI_cNgcw

    ]]>