Malhar Thakar https://khabarpatri.in Wed, 17 Jun 2026 06:07:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Malhar Thakar https://khabarpatri.in 32 32 એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ! https://khabarpatri.in/action-packed-blockbuster-gujarati-film-mijaaj-to-stream-on-jojo-app-from-june-25/ Wed, 17 Jun 2026 06:07:19 +0000 https://khabarpatri.in/?p=2113 ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

તપન વ્યાસ દ્વારા નિર્દેશિત અને પ્રવીણ પંડ્યા લિખિત આ ફિલ્મની વાર્તા ત્રણ નીડર અને હિંમતવાન યુવાનો – જય (મલ્હાર ઠાકર), જાનવી (ઈશા કંસારા) અને યોગેશ (રેવંત સારાભાઈ)ની આસપાસ ફરે છે, જેઓ એક ગંભીર મુશ્કેલીમાં ફસાયેલી ‘ઇન્ડિયા લોજ’  ના અસ્તિત્વને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે. આ લોજની માલિક સરિતા બેન (છાયા વોરા) અને એક અતિ લોભી મલ્ટીનેશનલ કંપની (MNC) વચ્ચે જમીનની માલિકી અંગેનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કોર્પોરેટના ઈશારે એક ક્રૂર સ્થાનિક ગુંડો લોજના નિર્દોષ રહેવાસીઓને બળજબરીથી બહાર કાઢવા અને લોજ પર ગેરકાયદેસર કબ્જો કરવા માટે ધમકીઓ આપે છે, ત્યારે આ ત્રણેય યુવાનો અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે. ગુંડાઓનો સામનો કરી, અન્યાય સામે લડીને ‘ઇન્ડિયા લોજ’ને બચાવવી એ જ તેમનું એકમાત્ર અંતિમ મિશન બની જાય છે, જેમાં મલ્હાર ઠાકરનો અદભુત એક્શન અવતાર, ઈશા કંસારાનો પ્રભાવશાળી અભિનય અને મેઘધનુષનું દમદાર સંગીત દર્શકોને રોમાંચિત કરે છે.

ફિલ્મના ડિજિટલ પ્રીમિયર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો હંમેશાં એવો દઢ પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતના અને વિશ્વભરના દર્શકો સુધી શ્રેષ્ઠ પ્રાદેશિક વાર્તાઓ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત મનોરંજન અને પ્રીમિયમ સિનેમા પહોંચાડી શકીએ. ‘મિજાજ’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે યુવા શક્તિ, સચ્ચાઈ અને અન્યાય સામે લડવાના અડગ મનોબળને દર્શાવતી વાર્તા છે. મલ્હાર ઠાકર અને સમગ્ર સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ અદભુત છે. થિયેટરોની અપાર સફળતા બાદ, અમને પૂરો વિશ્વાસ છે કે JOJO એપ પર પણ આ ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ અને પ્રતિસાદ મળશે.”

ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક્શન, રોમાંચ અને ફેમિલી ડ્રામાનો આ અદભુત ડબલ ડોઝ માણવા માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, આગામી ૨૫ જૂનથી માત્ર JOJO એપ પર જઈને ‘મિજાજ’ ફિલ્મ જુઓ અને તમારા પરિવાર સાથે ઘરબેઠા આ ધમાકેદાર પ્રાદેશિક સિનેમાનો અદભુત આનંદ માણો.

JOJO App વિશે:

JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.

]]>
‘ધરપકડ – યુ આર અંડર ડિજિટલ એરેસ્ટ’ નું ચોંકાવનારું નું પોસ્ટર રિલીઝ; મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે https://khabarpatri.in/dharpakad-you-are-under-digital-arrest-unveils-a-chilling-poster-malhar-thakar-and-shruhad-goswami-come-together-for-a-high-stakes-cyber-thriller/ Wed, 15 Apr 2026 08:00:17 +0000 https://khabarpatri.in/?p=1936 ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે

અમદાવાદ, એપ્રિલ 2026 – આજના સમયમાં એક ફોન કોલ પણ હથિયાર બની શકે છે, અને આવી જ હકીકતને રજૂ કરતી વાર્તા સાથે ગુજરાતી સિનેમા એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ‘ધરપકડ’, ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ, જેનું સત્તાવાર પોસ્ટર રજૂ થઈ ચૂક્યું છે – અને તેણે ફિલ્મની રિલીઝ પેહલા જ લોકોમાં ચિંતા અને ઉત્સુકતા જગાવી દીધી છે.
‘ધૂનકી’ અને ‘ઉડન છૂ’ના નિર્માતાઓ દ્વારા નિર્મિત આ ફિલ્મ, એક અલગ અને આધુનિક વિષય સાથે અનોખી વાર્તા રજૂ કરે છે.
ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ તારીખ 15 મે, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે અને તે એક એવા ખતરાને મોટા પડદા પર લાવશે, જે આજકાલ સહજતાથી આપણા જીવનમાં પ્રવેશી રહ્યો છે.
આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ છે મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની સૌપ્રથમ વખત સ્ક્રીન પર એકસાથે હાજરી. મલ્હાર, જે હાલમાં ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’, ‘વેનિલા આઈસક્રીમ’ અને ‘જય માતાજી – લેટ્સ રૉક’ જેવી સતત હિટ ફિલ્મો સાથે ગુજરાતીના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભર્યા છે, તેઓ હવે *‘ધરપકડ’*માં એક ગંભીર ભૂમિકામાં જોવા મળશે.
તેમની સાથે છે શ્રુહદ ગોસ્વામી, જેમણે ‘લાલો’ ફિલ્મમાં કૃષ્ણના પાત્રથી દર્શકોના દિલ જીત્યા હતા – લાલો એક એવી ફિલ્મ હતી જેને 100 કરોડથી વધુ કમાણી કરીને ગુજરાતી સિનેમામાં એક ઇતિહાસ રચ્યો હતો. તેમની મજબૂત અભિનય ક્ષમતા આ ફિલ્મને વધુ ગૂઢ અને રસપ્રદ બનાવે છે.
અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, પ્રતિક રાઠોડ અને જય ભટ્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા રાહુલ બડાલ, જય શાહ અને અનિશ શાહ છે, જે એક એવી ફિલ્મ રજૂ કરવા માંગે છે જે માત્ર મનોરંજન જ નહીં પરંતુ સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ હોય.
‘ધરપકડ’ ને ખાસ બનાવે છે તેનો ગંભીર અને આધુનિક વિષય. ડિજિટલ અરેસ્ટ, એક એવો સાયબર ક્રાઇમ જેમાં વ્યક્તિને તે પોતે સતત નજરબંધ હોવાની અનુભૂતિ કરાવવામાં આવે છે.
“‘ધરપકડ’ એક ખૂબ જ વાસ્તવિક વિચારમાંથી જન્મેલી ફિલ્મ છે. એક સામાન્ય ફોન કોલને પણ કેટલું ભયજનક બનાવી શકાય – એ બતાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે. આ ફિલ્મ મનોરંજન સાથે જાગૃતિ પણ લાવે છે,” કહે છે અનિશ શાહ, ‘ધરપકડ’ના દિગ્દર્શક અને નિર્માતા.
મલ્હાર ઠાકર, ફિલ્મના મુખ્ય કલાકાર કહે છે, “‘ધરપકડ’માં જે વાત મને સૌથી વધુ ગમી, એ તેની રિયલિટી છે. આ કોઈ દૂરની થ્રિલર નથી – આ તો કોઈપણ સાથે બની શકે એવી ઘટના છે. એ કારણે આ ફિલ્મ કરવી મારા માટે ખાસ અનુભવ રહ્યો.”
આ રીતે ‘ધરપકડ’ પરંપરાગત વાર્તાઓથી અલગ જઈને એક આધુનિક અને ચેતવણી આપતી વાર્તાને રજૂ કરે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન અને થ્રિલ જ નહીં પીરસે, પરંતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ વિશે વિચારવા મજબૂર પણ કરશે.
ફિલ્મની જાહેરાત બાદથી જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે અને દર્શકો તેમજ ફિલ્મ ઉદ્યોગમાં તેને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અનોખી વાર્તા, શક્તિશાળી અભિનય અને સતત તણાવભર્યા માહોલ સાથે, ‘ધરપકડ’ આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંથી એક બનવા જઈ રહી છે.
ચેતવણી: ‘ધરપકડ’ જોયા પછી તમે અજાણ્યા નંબર પરથી આવેલા કોલ સ્વીકારતા પહેલાં બે વાર વિચારશો.

]]>