Kadaknath https://khabarpatri.in Tue, 30 Jun 2026 05:54:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Kadaknath https://khabarpatri.in 32 32 ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું https://khabarpatri.in/gujarati-cinemas-first-folk-thriller-kadaknath-a-must-watch-film/ Tue, 30 Jun 2026 05:54:21 +0000 https://khabarpatri.in/?p=2175 અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક નવો જ ઇતિહાસ રચાઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી રહસ્ય અને રોમાંચથી ભરપૂર પ્રથમ ગુજરાતી ફોક-થ્રિલર ફિલ્મ ‘કડકનાથ’ને સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં દર્શકો તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બોલિવૂડની મોટા બજેટની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ નબળી સ્ક્રિપ્ટ અને અતિશય આર્ટિફિશિયલ અસરોને કારણે બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નિષ્ફળ એટલે કે ‘ફ્લોપ’ સાબિત થઈ છે. તેની સરખામણીમાં આપણી માતૃભાષાની મૌલિક ફિલ્મ ‘કડકનાથ’ કન્ટેન્ટ અને મનોરંજનની દ્રષ્ટિએ સો ટકા ‘પૈસા વસૂલ’ સાબિત થઈ રહી છે.

ફિલ્મની વાર્તા  પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલા એક એવા રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક થઈ રહેલા યુવાનોના ભેદી મોત અને ક્રૂર હત્યાઓને કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. આ ડરને લીધે લોકો ગામ છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક પોલીસ આ કાળા સચ્ચાઈ અને હત્યાઓ પાછળનો ભેદ ઉકેલવા મથી રહી છે, પરંતુ ફિલ્મનું મુખ્ય પાત્ર જંગલના અંધકાર અને રહસ્યોના મૂળ સુધી પહોંચવા જીવના જોખમે નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, તીવ્ર રહસ્યમય વાતાવરણ અને લોકમાન્યતાઓથી ઘેરાયેલી આ વાર્તા દર્શકોને અંત સુધી સીટ પર જકડી રાખે છે.

આ શાનદાર ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે કોઈ પણ જાતના શોર્ટકટ લીધા વિના સતત ૫૨ દિવસ સુધી અસલી જંગલો અને આદિવાસી વિસ્તારોમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અસલી ‘સિંક સાઉન્ડ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે થિયેટરમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને ડાયલોગ્સને અદભુત જીવંતતા આપે છે. દિગ્દર્શક પોતે આ જ પ્રદેશના હોવાથી તેમણે ગુજરાતની અસલી સંસ્કૃતિ, પરંપરા, વાસ્તવિક બોલી અને લોકગીતોને ખૂબ જ સચોટતાથી પડદા પર ઉતાર્યા છે.

લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળ વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મમાં કલાકારોની મજબૂત ફોજ (Cast) જોવા મળે છે. મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે, જેમની સાથે ડેનિશા ઘુમરા અને ચેતન દૈયા જેવા પાવરહાઉસ પર્ફોર્મર્સે અદભુત એક્ટિંગ કરી છે. આ ઉપરાંત નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ અને સ્થાનિક આદિવાસી કલાકારોએ ફિલ્મને વધુ વાસ્તવિક બનાવી છે. બોલિવૂડની ફ્લોપ ફિલ્મો પાછળ સમય બગાડવા કરતાં, આપણી પોતાની સંસ્કૃતિ દર્શાવતી આ પ્રભાવશાળી ‘મસ્ટ વોચ’ ફિલ્મ જોવા માટે આજે જ તમારી ટિકિટ બુક કરો.

]]>
રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ! https://khabarpatri.in/thrills-and-mystery-await-the-power-packed-trailer-of-gujarati-film-kadaknath-is-out-now/ Tue, 16 Jun 2026 08:38:53 +0000 https://khabarpatri.in/?p=2103
  • ટ્રેલર લિંક – https://youtu.be/eJv-V_Kdwus?si=JaYbFh6iQ1o64wpj
  • આ ફિલ્મ 26 જૂન, 2026ના રોજ થશે રિલીઝ
  • ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી અને ચોંકાવનારી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર અને અત્યંત રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતથી જ દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જોવા મળી રહી છે. “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે” જેવા ગંભીર ડાયલોગ સાથે શરૂ થતી આ ફિલ્મ માત્ર એક સામાન્ય વાર્તા નથી, પરંતુ એક પાવરફુલ “ફોક થ્રિલર”  છે, જે 26 જૂન, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

     

    ટ્રેલરની ઝલક પ્રમાણે, આખી વાર્તા એક રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક યુવાનોના ભેદી મોતના કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને લોકો ડરીને સ્થળાંતર કરી રહ્યા છે. આ ભેદ ઉકેલવા પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે પરંતુ આ કોઈ સામાન્ય ગુનો નથી, કારણ કે કોઈ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. આ બધાની વચ્ચે મુખ્ય પાત્ર આ રહસ્યમય જંગલ અને કાળા સચ્ચાઈ સુધી પહોંચવા નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, અંધારી રાતો, બળતી ચિતાઓ અને રહસ્યમય વાતાવરણ ફિલ્મને વધુ ઘેરું અને રોમાંચક બનાવે છે.

    આ શાનદાર વાર્તાનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને વૈવિધ્યસભર પીરસવાનો અદભુત પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે અને તેમની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ, સી. પી. લક્ષ્મણ, ચેતનકુમાર સોલંકી, એ. જી. કુરેશી અને ડૉ. અમિત ડામોર જેવા સક્ષમ કલાકારોએ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો છે.

     

    લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળની આ ફિલ્મ વિહંગ રાઠોડ અને  નીરવ ભાભોર દ્વારા  પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ રહસ્યમય સફર આગામી ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સસ્પેન્સ, ડ્રામા અને ફોક કલ્ચરનું આ અનોખું મિશ્રણ દરેક સિનેમાપ્રેમીઓ માટે અચૂક જોવા જેવું રહેશે.

     

     

    ]]>