JEEV https://khabarpatri.in Sat, 13 Dec 2025 13:04:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png JEEV https://khabarpatri.in 32 32 ‘જીવ’ ફિલ્મ રિવ્યૂ: અભિનય શાનદાર, સ્ટોરી દમદાર; એક મસ્ટ-વૉચ ગુજરાતી ફિલ્મ https://khabarpatri.in/jeev-gujarati-movie-review/ Sat, 13 Dec 2025 05:35:54 +0000 https://khabarpatri.in/?p=1342 એક સાચી અને પ્રેરણાદાયી વાર્તા, ‘જીવ’, આ શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ, દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માત્ર એક પડદા પરની રજૂઆત નથી, પરંતુ કચ્છના રાપર ગામના વીર હૃદય વેલજીભાઈ મહેતાના નિઃસ્વાર્થ જીવનનો અને જીવદયાના મહાન આદર્શનો જીવંત અનુભવ છે.

ફિલ્મની સ્ટોરીટેલિંગ ખૂબ જ રસપ્રદ છે. મૂળજીભાઈ (યતીન કાર્યેકર) તેમના પૌત્રને વાતો કહે છે, જે ભૂતકાળના રાપર ગામની ગરીબી, સંપ અને વેલજીભાઈ (ધર્મેન્દ્ર ગોહિલ)ના ઉમદા કાર્યોની દુનિયામાં દર્શકને લઈ જાય છે.

વેલજીભાઈ દ્વારા ગેરકાયદેસર તસ્કરીમાંથી ઘેટાં-બકરાઓને બચાવવાની ઘટના, ગરીબ ગામલોકો દ્વારા પશુઓને સાચવવાનો નિષ્ફળ પ્રયાસ અને ત્યારબાદ ‘જીવદયા મંડળી’ની સ્થાપના… આ તમામ ઘટનાઓ ક્રમબદ્ધ રીતે રજૂ થઈ છે. આર્થિક પડકારો વચ્ચે પશુઓ માટે વરંડો ઊભો કરવો અને 2001ના ભૂકંપ બાદ ફરીથી તબાહીમાંથી ઉભું થવું, આ સંઘર્ષો કથાના હાર્દમાં છે. દિગ્દર્શક જીગર કાપડીએ આ ભાવનાત્મક વળાંકોને ખૂબ જ સંતુલિત રીતે રજૂ કર્યા છે.

ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈના પાત્રમાં ખરા અર્થમાં જીવ પૂરે છે. તેમની આંખોમાં દેખાતી કરુણા અને પશુઓ માટેની દૃઢતા આ પાત્રને માત્ર અભિનય નહીં, પણ એક અનુભૂતિ બનાવે છે.

સની પંચોલીનું મિહિરનું પાત્ર આધુનિક યુગના ‘વર્કોહોલિક’ યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પારિવારિક લાગણીઓથી દૂર છે. તેમનો સંઘર્ષ વેલજીભાઈના નિઃસ્વાર્થ જીવન સાથે વિરોધાભાસ ઊભો કરે છે અને આ જ વિરોધાભાસ વાર્તાને મજબૂત બનાવે છે.

શ્રદ્ધા ડાંગર અને અન્ય કલાકારો (આકાશ ઝાલા, હેમાંગ શાહ)એ પણ સહાયક ભૂમિકાઓમાં ઉત્તમ યોગદાન આપ્યું છે.

આ ફિલ્મમાં કદાચ એક પણ એવો મજબૂત સીન નથી કે જે વેલજીભાઇ અને કોઈ એક અબોલ જીવ (જેમ કે એક ઘેટું કે બકરું) વચ્ચેનું ઊંડું વ્યક્તિગત બોન્ડિંગ દર્શાવે. બે કલાકના સમયગાળામાં ઘણી બધી ઘટનાઓને આવરી લેવાના પ્રયાસમાં, કદાચ વેલજીભાઈના પશુઓ પ્રત્યેના વ્યક્તિગત લગાવનું ભાવનાત્મક ઊંડાણ દર્શાવવાનું છૂટી ગયું છે.

“જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” પસંદ આવી રહ્યાં છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે.

‘જીવ’ એક એવી ફિલ્મ છે જે તમને તમારા જીવનની પ્રાથમિકતાઓ પર વિચાર કરવા મજબૂર કરશે. ગામડાના સામૂહિક સંપ અને 2001 ના ભૂકંપ જેવી આફત સામે પણ અડગ રહેવાની ભાવના ફિલ્મને પ્રેરણાદાયી બનાવે છે. ટેક્નિકલ રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ આ ફિલ્મ ગુજરાતી સિનેમાના મસ્ટ-વોચલિસ્ટમાં ટોચ પર છે.

પરિવાર સાથે આ ‘જીવ’નો અનુભવ સિનેમાઘરોમાં જ માણવો જોઈએ!

 

3.5/5 સ્ટાર્સ

]]>
‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ https://khabarpatri.in/jeev-film-receives-blessings-from-pujya-shri-morari-bapu/ Tue, 02 Dec 2025 09:41:51 +0000 https://khabarpatri.in/?p=1318 અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.

વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ રચાયેલી જીવ’ ફિલ્મ 12 ડિસેમ્બરથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મહેતા અને વિક્કી મહેતા છે.

ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અને અસરકારક અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમની સાથે સન્ની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ જીવદયા, કરુણા અને માનવીય મૂલ્યોને સ્પર્શે છે અને દર્શકોને હૃદયસ્પર્શી અનુભૂતિ અપાવવાનો વાયદો કરે છે.

જય શ્રી રામ । ગૌ માતા સદા સહાયતે

]]>
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક https://khabarpatri.in/trailer-launch-of-gujarati-film-jeev-a-glimpse-into-a-heart-touching-story-of-humanity-and-compassion/ Thu, 20 Nov 2025 11:27:09 +0000 https://khabarpatri.in/?p=1299
  • વાર્તાનું કેન્દ્રીય પાત્ર વેલજીભાઇ એટલ કે એક એવો ‘જીવ’ જે બીજા લાખો જીવોનો આધાર બન્યો.
  • અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું  પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે.

    વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 12 ડિસેમ્બરે રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મેહતા અને વિક્કી મેહતા છે.

    ટ્રેલરમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમના સાથે સની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડે છે. ટ્રેલરની શરૂઆતમાં એક હૃદયસ્પર્શી ડાયલોગ છે કે, “આ મૂંગા પ્રાણીઓનો શું વાંક? એટલો જ કે તેમનામાં જીવ છે પણ બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા?…..”. એક માનવી અને મૂંગા પ્રાણી વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમ આ ફિલ્મમાં જોવા મળશે.

    ટ્રેલર અનુસાર કહાનીનું કેન્દ્રિય પાત્ર વેલજીભાઈ મહેતા છે જેઓ એક એવા મહાન વ્યક્તિ જેઓએ તેમનું સમગ્ર જીવન પ્રાણીઓની સેવા અને સંભાળ માટે સમર્પિત કર્યું હતું. ફિલ્મનું ટ્રેલર મનુષ્ય અને મૌન જીવજાત વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને સ્પર્શક રીતે દર્શાવે છે. વેલજીભાઇ એટલકે એક એવો ‘જીવ’ જે બીજા લાખો જીવોનો આધાર બન્યો.  માણસાઈનો પરચો આપતી આ જીવ ફિલ્મ તમને ગર્વ કરાવશે.

    ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલર લોન્ચ પ્રસંગે જણાવ્યું કે, “‘જીવ’ માત્ર એક ફિલ્મ નથી, એ માનવતા, સહાનુભૂતિ અને જીવદયા તરફ દોરી જતો એક મજબૂત સંદેશ છે. ટ્રેલર દર્શકોને ફિલ્મની આત્મા સાથે જોડવાનું પ્રથમ પગથિયું છે, અને અમને વિશ્વાસ છે કે આ કહાની દરેક હૃદયને સ્પર્શશે.”

    ‘જીવ’ નું ટ્રેલર હવે યુટ્યૂબ સહિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

    ટ્રેલર લિંક- https://www.youtube.com/watch?v=X_FnQoizqXU

    ]]>
    જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા https://khabarpatri.in/gujarati-film-jeev-begins-its-promotion-with-the-noble-message-of-compassion-for-all-living-beings-team-seeks-blessings-from-jain-acharya-mahashramanji/ Tue, 04 Nov 2025 08:47:30 +0000 https://khabarpatri.in/?p=1244 અમદાવાદ :  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

    આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી સહિત ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી, જેમણે આચાર્યશ્રી પાસેથી આશીર્વાદ મેળવીને ફિલ્મના પ્રચાર અભિયાનનો શુભારંભ કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે  જીવદયાનો સંદેશ આપતી  આ ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

    ફિલ્મ ‘જીવ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે વેલજીભાઈ મહેતાના પ્રેરણાદાયી જીવન અને તેમના જીવદયાના કાર્યને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ‘જીવ’ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોના દિલમાં દરેક પશુ-પંખી પ્રત્યે કરુણા અને દયાની ભાવના પ્રજ્વલિત કરવાનો છે.

    ફિલ્મની ટીમે જણાવ્યું હતું કે, આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ સાથે પ્રચાર શરૂ કરવો એ તેમના માટે ગર્વની વાત છે, અને તેઓ આશા રાખે છે કે આ ફિલ્મ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ થશે

    આ પ્રેરક અને ભાવનાત્મક ફિલ્મ ૨૧મી નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

    ]]>