initiative https://khabarpatri.in Tue, 23 Jun 2026 07:53:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png initiative https://khabarpatri.in 32 32 ગુજરાતમાં ‘નવચક્ર યોજના’ નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ https://khabarpatri.in/navchakra-yojana-in-gujarat-a-new-momentum-for-education/ Tue, 23 Jun 2026 07:53:00 +0000 https://khabarpatri.in/?p=2143 ગતિ

  • “સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” — એક સાઇકલ, લાખો સપના

 

અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી ‘નવચક્ર યોજના’નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ  તથા તેમની માતા સીતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. “સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” અને “એક સાઇકલ, લાખો સપના” ના મુખ્ય સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

 

કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ  યોજનાના મુખ્ય ધ્યેય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ યોજનાનો મુખ્ય હેતુ “ગામની લેડીઝને રોજગાર આપવાનો અને સરકારી શાળાના છોકરાઓને સાઇકલ” વિતરણ કરીને પ્રોત્સાહિત કરવાનો છે.

 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાઇકલના માધ્યમથી લાખો બાળકોના સપનાઓને નવી પાંખો આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે, જેથી “હર બચ્ચે તક શિક્ષા” અને “હર બેટી તક સમ્માન” નો સંકલ્પ સાકાર થઈ શકે. ‘નવચક્ર યોજના’ એ માત્ર એક સાઇકલ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિ અને સન્માન પહોંચાડવાનું એક મહા-અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય “હર યુવા કો અવસર” અને “હર ઘર તક પ્રગતિ” લાવવાનો છે. આ યોજનાના સુચારુ સંચાલન અને વ્યાપક પ્રભાવ માટે મુખ્ય સ્તંભો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ અંતર્ગત ગુણવત્તાપૂર્ણ શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર ગણીને સાઇકલ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા સુધી પહોંચવું સરળ બનાવવામાં આવશે. તેમજ મહિલા સશક્તિકરણ દ્વારા ગામની બહેનો-મહિલાઓને રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર મહિલાઓ અને સશક્ત સમાજનું નિર્માણ કરવામાં આવશે.

 

આ ઉપરાંત, આ યોજના અંતર્ગત સાઇકલ નિર્માણ અને સ્થાનિક સ્તરે કૌશલ્ય વિકાસ તેમજ પ્રશિક્ષણ દ્વારા યુવા રોજગાર માટે નવી તકો ઊભી કરવામાં આવશે, જે “દેશમાં નિર્માણ, દેશ માટે સમર્પણ” ની ભાવના સાથે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વેગ આપી વૈશ્વિક સ્તરે ભારતનો વિશ્વાસ મજબૂત કરશે. “આજની સાઇકલ એ આવતીકાલનું સફળ જીવન બનશે” તેવા અતૂટ વિશ્વાસ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

]]>