Gujarati Movie https://khabarpatri.in Tue, 30 Jun 2026 05:54:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Gujarati Movie https://khabarpatri.in 32 32 ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું https://khabarpatri.in/gujarati-cinemas-first-folk-thriller-kadaknath-a-must-watch-film/ Tue, 30 Jun 2026 05:54:21 +0000 https://khabarpatri.in/?p=2175 અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક નવો જ ઇતિહાસ રચાઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી રહસ્ય અને રોમાંચથી ભરપૂર પ્રથમ ગુજરાતી ફોક-થ્રિલર ફિલ્મ ‘કડકનાથ’ને સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં દર્શકો તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બોલિવૂડની મોટા બજેટની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ નબળી સ્ક્રિપ્ટ અને અતિશય આર્ટિફિશિયલ અસરોને કારણે બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નિષ્ફળ એટલે કે ‘ફ્લોપ’ સાબિત થઈ છે. તેની સરખામણીમાં આપણી માતૃભાષાની મૌલિક ફિલ્મ ‘કડકનાથ’ કન્ટેન્ટ અને મનોરંજનની દ્રષ્ટિએ સો ટકા ‘પૈસા વસૂલ’ સાબિત થઈ રહી છે.

ફિલ્મની વાર્તા  પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલા એક એવા રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક થઈ રહેલા યુવાનોના ભેદી મોત અને ક્રૂર હત્યાઓને કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. આ ડરને લીધે લોકો ગામ છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક પોલીસ આ કાળા સચ્ચાઈ અને હત્યાઓ પાછળનો ભેદ ઉકેલવા મથી રહી છે, પરંતુ ફિલ્મનું મુખ્ય પાત્ર જંગલના અંધકાર અને રહસ્યોના મૂળ સુધી પહોંચવા જીવના જોખમે નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, તીવ્ર રહસ્યમય વાતાવરણ અને લોકમાન્યતાઓથી ઘેરાયેલી આ વાર્તા દર્શકોને અંત સુધી સીટ પર જકડી રાખે છે.

આ શાનદાર ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે કોઈ પણ જાતના શોર્ટકટ લીધા વિના સતત ૫૨ દિવસ સુધી અસલી જંગલો અને આદિવાસી વિસ્તારોમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અસલી ‘સિંક સાઉન્ડ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે થિયેટરમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને ડાયલોગ્સને અદભુત જીવંતતા આપે છે. દિગ્દર્શક પોતે આ જ પ્રદેશના હોવાથી તેમણે ગુજરાતની અસલી સંસ્કૃતિ, પરંપરા, વાસ્તવિક બોલી અને લોકગીતોને ખૂબ જ સચોટતાથી પડદા પર ઉતાર્યા છે.

લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળ વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મમાં કલાકારોની મજબૂત ફોજ (Cast) જોવા મળે છે. મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે, જેમની સાથે ડેનિશા ઘુમરા અને ચેતન દૈયા જેવા પાવરહાઉસ પર્ફોર્મર્સે અદભુત એક્ટિંગ કરી છે. આ ઉપરાંત નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ અને સ્થાનિક આદિવાસી કલાકારોએ ફિલ્મને વધુ વાસ્તવિક બનાવી છે. બોલિવૂડની ફ્લોપ ફિલ્મો પાછળ સમય બગાડવા કરતાં, આપણી પોતાની સંસ્કૃતિ દર્શાવતી આ પ્રભાવશાળી ‘મસ્ટ વોચ’ ફિલ્મ જોવા માટે આજે જ તમારી ટિકિટ બુક કરો.

]]>
‘જીવ’ ફિલ્મ રિવ્યૂ: અભિનય શાનદાર, સ્ટોરી દમદાર; એક મસ્ટ-વૉચ ગુજરાતી ફિલ્મ https://khabarpatri.in/jeev-gujarati-movie-review/ Sat, 13 Dec 2025 05:35:54 +0000 https://khabarpatri.in/?p=1342 એક સાચી અને પ્રેરણાદાયી વાર્તા, ‘જીવ’, આ શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ, દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માત્ર એક પડદા પરની રજૂઆત નથી, પરંતુ કચ્છના રાપર ગામના વીર હૃદય વેલજીભાઈ મહેતાના નિઃસ્વાર્થ જીવનનો અને જીવદયાના મહાન આદર્શનો જીવંત અનુભવ છે.

ફિલ્મની સ્ટોરીટેલિંગ ખૂબ જ રસપ્રદ છે. મૂળજીભાઈ (યતીન કાર્યેકર) તેમના પૌત્રને વાતો કહે છે, જે ભૂતકાળના રાપર ગામની ગરીબી, સંપ અને વેલજીભાઈ (ધર્મેન્દ્ર ગોહિલ)ના ઉમદા કાર્યોની દુનિયામાં દર્શકને લઈ જાય છે.

વેલજીભાઈ દ્વારા ગેરકાયદેસર તસ્કરીમાંથી ઘેટાં-બકરાઓને બચાવવાની ઘટના, ગરીબ ગામલોકો દ્વારા પશુઓને સાચવવાનો નિષ્ફળ પ્રયાસ અને ત્યારબાદ ‘જીવદયા મંડળી’ની સ્થાપના… આ તમામ ઘટનાઓ ક્રમબદ્ધ રીતે રજૂ થઈ છે. આર્થિક પડકારો વચ્ચે પશુઓ માટે વરંડો ઊભો કરવો અને 2001ના ભૂકંપ બાદ ફરીથી તબાહીમાંથી ઉભું થવું, આ સંઘર્ષો કથાના હાર્દમાં છે. દિગ્દર્શક જીગર કાપડીએ આ ભાવનાત્મક વળાંકોને ખૂબ જ સંતુલિત રીતે રજૂ કર્યા છે.

ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈના પાત્રમાં ખરા અર્થમાં જીવ પૂરે છે. તેમની આંખોમાં દેખાતી કરુણા અને પશુઓ માટેની દૃઢતા આ પાત્રને માત્ર અભિનય નહીં, પણ એક અનુભૂતિ બનાવે છે.

સની પંચોલીનું મિહિરનું પાત્ર આધુનિક યુગના ‘વર્કોહોલિક’ યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પારિવારિક લાગણીઓથી દૂર છે. તેમનો સંઘર્ષ વેલજીભાઈના નિઃસ્વાર્થ જીવન સાથે વિરોધાભાસ ઊભો કરે છે અને આ જ વિરોધાભાસ વાર્તાને મજબૂત બનાવે છે.

શ્રદ્ધા ડાંગર અને અન્ય કલાકારો (આકાશ ઝાલા, હેમાંગ શાહ)એ પણ સહાયક ભૂમિકાઓમાં ઉત્તમ યોગદાન આપ્યું છે.

આ ફિલ્મમાં કદાચ એક પણ એવો મજબૂત સીન નથી કે જે વેલજીભાઇ અને કોઈ એક અબોલ જીવ (જેમ કે એક ઘેટું કે બકરું) વચ્ચેનું ઊંડું વ્યક્તિગત બોન્ડિંગ દર્શાવે. બે કલાકના સમયગાળામાં ઘણી બધી ઘટનાઓને આવરી લેવાના પ્રયાસમાં, કદાચ વેલજીભાઈના પશુઓ પ્રત્યેના વ્યક્તિગત લગાવનું ભાવનાત્મક ઊંડાણ દર્શાવવાનું છૂટી ગયું છે.

“જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” પસંદ આવી રહ્યાં છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે.

‘જીવ’ એક એવી ફિલ્મ છે જે તમને તમારા જીવનની પ્રાથમિકતાઓ પર વિચાર કરવા મજબૂર કરશે. ગામડાના સામૂહિક સંપ અને 2001 ના ભૂકંપ જેવી આફત સામે પણ અડગ રહેવાની ભાવના ફિલ્મને પ્રેરણાદાયી બનાવે છે. ટેક્નિકલ રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ આ ફિલ્મ ગુજરાતી સિનેમાના મસ્ટ-વોચલિસ્ટમાં ટોચ પર છે.

પરિવાર સાથે આ ‘જીવ’નો અનુભવ સિનેમાઘરોમાં જ માણવો જોઈએ!

 

3.5/5 સ્ટાર્સ

]]>