Gujarati Film https://khabarpatri.in Fri, 03 Jul 2026 09:17:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Gujarati Film https://khabarpatri.in 32 32 એક્શન અને ઍડવેન્ચરથી ભરપૂર મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર આઉટ! 7મી ઓગસ્ટથી સિનેમાઘરોમાં મચશે ધૂમ https://khabarpatri.in/teaser-released-for-the-action-and-adventure-packed-multi-starrer-film-get-set-go-it-is-set-to-create-a-buzz-in-cinemas-starting-august-7th/ https://khabarpatri.in/teaser-released-for-the-action-and-adventure-packed-multi-starrer-film-get-set-go-it-is-set-to-create-a-buzz-in-cinemas-starting-august-7th/#respond Fri, 03 Jul 2026 09:17:42 +0000 https://khabarpatri.in/?p=2187

 

  • બોલીવુડ સ્ટાર દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, , ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ જેવા પ્રતિભાશાળી કલાકારોની સેનાથી સજ્જ એડવેન્ચર ફિલ્મનું સસ્પેન્સ વધારતું ટીઝર
  • ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી બની રહેલી, મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ આધારિત ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું મોસ્ટ અવેટેડ ટીઝર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. ભવ્ય અને અનોખા મુહૂર્તથી જ દર્શકોમાં ભારે કુતૂહલ જગાવનારી અને જાણીતા ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હવે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ટીઝરની શરૂઆત જ “હાથીની સામે થવા હાથી બનવું પડે…” અને ધર્મેન્દ્ર ગોહિલના ડાયલોગ  “યુદ્ધ સાઇકલથી નહિ ફાઈટર પ્લેનથી લડાય છે…”  તથા દિપક તિજોરીના ડાયલોગ “યુદ્ધ સાઇકલ કે ફાઈટર પ્લેનથી નહિ મગજથી લડાય”- જેવા અત્યંત પાવરફુલ અને રોમાંચક ડાયલોગ્સ સાથે થાય છે, જે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દે છે. આ ટીઝરમાં દરેક કલાકારની એન્ટ્રી ખૂબ જ અદભુત અને પાવર-પેક્ડ અંદાજમાં બતાવવામાં આવી છે, જે ગુજરાતી સ્ક્રીન પર એક નવો જ માહોલ ઊભો કરે છે. આ સિવાય, ટીઝરમાં જોવા મળતા અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યોએ સ્થાનિક દર્શકોમાં આકર્ષણ અને રોમાંચ વધુ વધારી દીધા છે. ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX

આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં બોલીવુડના જાણીતા એક્ટર દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના ટોચના કલાકારો જેવા કે ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો મોટો કાફલો સ્ક્રીન શેર કરતો નજર આવશે.

આ ફિલ્મની સૌથી મોટી અને આકર્ષક કડી તેનું ટેકનિકલ પાસું છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જશે. સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને એક્શન સીન્સને VFX ના માધ્યમથી એટલા સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે કે દર્શકો પલક ઝપકાવવાનું ભૂલી જશે. પ્રાદેશિક સિનેમામાં આ કક્ષાની વિઝ્યુઅલ ટ્રીટ કદાચ પ્રથમ વાર જોવા મળશે.

ટીઝરમાં વાર્તા પરથી સસ્પેન્સનો પડદો ન હટાવતા માત્ર કલાકારોના પાત્રોની એક અનોખી ઝલક જ રજૂ કરવામાં આવી છે, જેમાં બધા માટે કહેવાયું છે કે – “આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ ‘ચિરંજીવીઝ’ છે!” ફિલ્મમાં સાઇકલિંગ, હાઈ-એનર્જી એક્શન અને ઇમોશનનો એવો જબરદસ્ત જંગ બતાવવામાં આવ્યો છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ પ્રથમ વાર જોવા મળશે.  ખાસ કરીને ટીઝરમાં અભિનેત્રી જીનલ બેલાણી પોતે સાઇકલ પર અદભુત અને સાહસિક સ્ટન્ટ્સ કરતી જોવા મળી રહી છે, જે તેમના પાત્રને વધુ મજબૂત અને રોમાંચક બનાવે છે.

અમદાવાદમાં યોજાયેલા ભવ્ય મુહૂર્ત દરમિયાન જ કલાકારોએ લાઈવ સાયકલ સ્ટન્ટ્સ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, અને હવે ટીઝરમાં પણ એ જ જબરદસ્ત એનર્જી જોવા મળી રહી છે. મેકર્સના જણાવ્યા અનુસાર, ‘ગેટ સેટ ગો’ માત્ર કોઈ સાઇકલિંગની ફિલ્મ નથી, પરંતુ આ આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટે લડાતી એક એવી ઉર્જાસભર સફર છે જે સીધી દર્શકોના દિલ સુધી પહોંચશે. હવે દર્શકોને માત્ર 7મી ઓગસ્ટની રાહ છે જ્યારે આ અનોખી જર્ની સિનેમાઘરોમાં શરૂ થશે.

 

]]>
https://khabarpatri.in/teaser-released-for-the-action-and-adventure-packed-multi-starrer-film-get-set-go-it-is-set-to-create-a-buzz-in-cinemas-starting-august-7th/feed/ 0
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ! https://khabarpatri.in/action-packed-blockbuster-gujarati-film-mijaaj-to-stream-on-jojo-app-from-june-25/ Wed, 17 Jun 2026 06:07:19 +0000 https://khabarpatri.in/?p=2113 ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

તપન વ્યાસ દ્વારા નિર્દેશિત અને પ્રવીણ પંડ્યા લિખિત આ ફિલ્મની વાર્તા ત્રણ નીડર અને હિંમતવાન યુવાનો – જય (મલ્હાર ઠાકર), જાનવી (ઈશા કંસારા) અને યોગેશ (રેવંત સારાભાઈ)ની આસપાસ ફરે છે, જેઓ એક ગંભીર મુશ્કેલીમાં ફસાયેલી ‘ઇન્ડિયા લોજ’  ના અસ્તિત્વને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે. આ લોજની માલિક સરિતા બેન (છાયા વોરા) અને એક અતિ લોભી મલ્ટીનેશનલ કંપની (MNC) વચ્ચે જમીનની માલિકી અંગેનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કોર્પોરેટના ઈશારે એક ક્રૂર સ્થાનિક ગુંડો લોજના નિર્દોષ રહેવાસીઓને બળજબરીથી બહાર કાઢવા અને લોજ પર ગેરકાયદેસર કબ્જો કરવા માટે ધમકીઓ આપે છે, ત્યારે આ ત્રણેય યુવાનો અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે. ગુંડાઓનો સામનો કરી, અન્યાય સામે લડીને ‘ઇન્ડિયા લોજ’ને બચાવવી એ જ તેમનું એકમાત્ર અંતિમ મિશન બની જાય છે, જેમાં મલ્હાર ઠાકરનો અદભુત એક્શન અવતાર, ઈશા કંસારાનો પ્રભાવશાળી અભિનય અને મેઘધનુષનું દમદાર સંગીત દર્શકોને રોમાંચિત કરે છે.

ફિલ્મના ડિજિટલ પ્રીમિયર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો હંમેશાં એવો દઢ પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતના અને વિશ્વભરના દર્શકો સુધી શ્રેષ્ઠ પ્રાદેશિક વાર્તાઓ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત મનોરંજન અને પ્રીમિયમ સિનેમા પહોંચાડી શકીએ. ‘મિજાજ’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે યુવા શક્તિ, સચ્ચાઈ અને અન્યાય સામે લડવાના અડગ મનોબળને દર્શાવતી વાર્તા છે. મલ્હાર ઠાકર અને સમગ્ર સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ અદભુત છે. થિયેટરોની અપાર સફળતા બાદ, અમને પૂરો વિશ્વાસ છે કે JOJO એપ પર પણ આ ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ અને પ્રતિસાદ મળશે.”

ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક્શન, રોમાંચ અને ફેમિલી ડ્રામાનો આ અદભુત ડબલ ડોઝ માણવા માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, આગામી ૨૫ જૂનથી માત્ર JOJO એપ પર જઈને ‘મિજાજ’ ફિલ્મ જુઓ અને તમારા પરિવાર સાથે ઘરબેઠા આ ધમાકેદાર પ્રાદેશિક સિનેમાનો અદભુત આનંદ માણો.

JOJO App વિશે:

JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.

]]>
રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ! https://khabarpatri.in/thrills-and-mystery-await-the-power-packed-trailer-of-gujarati-film-kadaknath-is-out-now/ Tue, 16 Jun 2026 08:38:53 +0000 https://khabarpatri.in/?p=2103
  • ટ્રેલર લિંક – https://youtu.be/eJv-V_Kdwus?si=JaYbFh6iQ1o64wpj
  • આ ફિલ્મ 26 જૂન, 2026ના રોજ થશે રિલીઝ
  • ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી અને ચોંકાવનારી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર અને અત્યંત રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતથી જ દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જોવા મળી રહી છે. “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે” જેવા ગંભીર ડાયલોગ સાથે શરૂ થતી આ ફિલ્મ માત્ર એક સામાન્ય વાર્તા નથી, પરંતુ એક પાવરફુલ “ફોક થ્રિલર”  છે, જે 26 જૂન, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

     

    ટ્રેલરની ઝલક પ્રમાણે, આખી વાર્તા એક રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક યુવાનોના ભેદી મોતના કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને લોકો ડરીને સ્થળાંતર કરી રહ્યા છે. આ ભેદ ઉકેલવા પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે પરંતુ આ કોઈ સામાન્ય ગુનો નથી, કારણ કે કોઈ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. આ બધાની વચ્ચે મુખ્ય પાત્ર આ રહસ્યમય જંગલ અને કાળા સચ્ચાઈ સુધી પહોંચવા નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, અંધારી રાતો, બળતી ચિતાઓ અને રહસ્યમય વાતાવરણ ફિલ્મને વધુ ઘેરું અને રોમાંચક બનાવે છે.

    આ શાનદાર વાર્તાનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને વૈવિધ્યસભર પીરસવાનો અદભુત પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે અને તેમની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ, સી. પી. લક્ષ્મણ, ચેતનકુમાર સોલંકી, એ. જી. કુરેશી અને ડૉ. અમિત ડામોર જેવા સક્ષમ કલાકારોએ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો છે.

     

    લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળની આ ફિલ્મ વિહંગ રાઠોડ અને  નીરવ ભાભોર દ્વારા  પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ રહસ્યમય સફર આગામી ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સસ્પેન્સ, ડ્રામા અને ફોક કલ્ચરનું આ અનોખું મિશ્રણ દરેક સિનેમાપ્રેમીઓ માટે અચૂક જોવા જેવું રહેશે.

     

     

    ]]>
    સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન https://khabarpatri.in/a-unique-journey-of-melody-music-and-unconditional-love-gujarati-film-sargam-to-resonate-in-theaters-on-june-5/ Thu, 04 Jun 2026 05:07:56 +0000 https://khabarpatri.in/?p=2075
  • અભિલાષ ઘોડા પ્રસ્તુત, ગુજરાતી ફીલ્મ ‘સરગમ’ : પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓની વાત આગામી પાંચ જૂને થશે રિલીઝ
  • ૪૫ વર્ષના અનુભવી અને જાણીતા ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડાની પ્રસ્તુતી સાથે પ્રેમ અને સંબંધોની હૃદયસ્પર્શી કહાની હવે મોટા પડદે
  • ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ તિહાઈ ટૉક (Tihai Talk) દ્વારા ફિલ્મનું સત્તાવાર ટ્રેલર  રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

    ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડા છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે. તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

    ‘સરગમ’ માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે.

    ફિલ્મમાં હર્ષલ માંકડ – હેયાન, શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

    ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા (આર્ટ કોર્પોરેશન) છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વ.સિધ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવિરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઇ મોઢવાડીયા એસોસિયેટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે.

    ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હેયાન) ના છે. જીવન, પ્રેમ અને સંબંધોના અનેક રંગોને અસરકારક રીતે રજૂ કરતો આ સ્ક્રીનપ્લે ફિલ્મની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે.

    સંગીતપ્રેમીઓ માટે પણ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે. ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે.

    ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં ‘સરગમ’ એક એવી ફિલ્મ બની શકે છે જે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંબંધો અને જીવન વિશે વિચારવા માટે પણ પ્રેરિત કરશે. ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.

    આવતી ૫ જૂને પરિવાર સાથે માણો પ્રેમ, લાગણીઓ, હાસ્ય અને સંબંધોની અનોખી સફર — ‘સરગમ’.

    અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ — એક એવી ફિલ્મ જે દિલને સ્પર્શશે અને લાંબા સમય સુધી યાદ રહેશે.

    ફિલ્મની ટિકિટો બુક માય શો (BookMyShow) તેમજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ઉપલબ્ધ રહેશે.

    ગ્રુપ બુકિંગ, બલ્ક બુકિંગ અથવા ફિલ્મ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો :

    📞 +૯૧ ૭૯૮૪૮ ૨૧૦૪૪ (79848 21044)

    📞 +૯૧ ૮૭૮૦૮ ૬૮૭૮૨ (87808 68782)

     

    ]]>
    27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં ગુંજશે નારી શક્તિનો અવાજ, આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’ https://khabarpatri.in/the-voice-of-womens-power-will-resonate-in-cinemas-on-february-27-gujarati-film-shakti-is-coming/ Mon, 09 Feb 2026 07:04:00 +0000 https://khabarpatri.in/?p=1598
  • 27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “શક્તિ”નું ટ્રેલર લોન્ચ કરાયું
  • ગુજરાત : ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે ફિલ્મ ‘શક્તિ’  આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ટ્રેલરમાં મહિલાઓના આત્મસન્માન અને તેમના અદમ્ય સાહસની ઝલક જોવા મળે છે, જે પ્રેક્ષકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી રહી છે.

    આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે રિલીઝ પહેલા જ તેને પ્રતિષ્ઠિત ‘જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (JIFF) 2026’ માં સત્તાવાર નોમિનેશન પ્રાપ્ત થયું છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની ક્ષણ છે અને ફિલ્મની ગુણવત્તા પર મહોર મારે છે. ફિલ્મના પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મમાં સામાજિક કુરીતિઓ સામેનો આક્રોશ આ ફિલ્મમાં જોવા મળશે, જે સૂચવે છે કે આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ અન્યાય સામે લડતી મહિલાઓની વાર્તા છે.

    સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, જાણીતી અભિનેત્રી મોના થીબા કનોડિયા આ ફિલ્મમાં એક પાવરફુલ ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ચેતન દૈયા, દિનેશ લાંબા અને શ્રી કાકડે જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વના રોલમાં નજર આવશે. નિલેશ સખીયા અને હસમુખ રામાણી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પૂર્વેશ દવેનું સંગીત અને પ્રહલાદ કે.ની સિનેમેટોગ્રાફી છે. ભાવિન ત્રિવેદી અને બ્રિજેશ પંચાલ દ્વારા લિખિત આ વાર્તા દરેક વર્ગના પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહેશે તેવું જણાય છે.

    અભિનેત્રી મોના થીબા કનોડિયા એ જણાવ્યું હતું કે, “ભાવિન ત્રિવેદી જે એક એવોર્ડ વિનર ડિરેક્ટર છે, તેમની ફિલ્મમાં કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. આ ફિલ્મમાં મેં પહેલીવાર નો મેકઅપ લુકમાં અભિનય કર્યો છે, જે મારા માટે એક તદ્દન નવો અનુભવ હતો. મેં અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી છે, પરંતુ આ ફિલ્મમાં કામ કરીને મને જે સંતોષ અને અનુભૂતિ થઈ છે તે ખૂબ જ અનોખી છે. અમે આ ફિલ્મ ‘શક્તિ’ ખૂબ જ પ્રેમ અને મહેનતથી બનાવી છે અને મને આશા છે કે પ્રેક્ષકો અમને આશીર્વાદ અને પ્રેમ આપશે.”

    નિર્દેશક ભાવિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મની વાર્તા આપણા જ રાજ્યની અને આપણા સમાજની છે. આ સંપૂર્ણ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ  પર આધારિત છે. સામાન્ય રીતે આવી ફિલ્મોના વિષય પર કામ કરવું ખૂબ જ કઠિન હોય છે, પરંતુ એક લેખક તરીકે મારા મનમાં આ વિષય લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આશરે બે-ત્રણ વર્ષના રિસર્ચ અને મહેનત બાદ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ છે અને સારા નિર્માતાઓ મળતા જ અમે આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. હું પ્રેક્ષકોને એટલી જ વિનંતી કરીશ કે જ્યારે આવા સામાજિક વિષયો પર ફિલ્મો બને છે, ત્યારે અમને પૂરતો સપોર્ટ કરો.”

    આ ફિલ્મ સ્ત્રી શક્તિ અને સંગઠનની તાકાત પર આધારિત છે, જે સમાજની ગંભીર કુરીતિઓ જેમ કે શોષણ સામે અવાજ ઉઠાવે છે. આ આધુનિક યુગમાં નારી કઈ રીતે લડત આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ‘શક્તિ’ માં જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે દર્શકોને એક યાદગાર અનુભવ પૂરો પાડશે.

    Trailer Link :- https://www.youtube.com/watch?v=Ktljfy0lsps

    ]]>
    બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક : ફિલ્મ ‘બિચારો બેચલર’ના ટ્રેલરે મચાવી ધમાલ https://khabarpatri.in/auto-draftrelatable-for-bachelors-a-flashback-for-the-married-bicharo-bachelor-trailer-creates-a-buzz/ Mon, 22 Dec 2025 11:16:03 +0000 https://khabarpatri.in/?p=1378 ગુજરાત : 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ ‘બિચારો બેચલર’નું મચ – અવેઇટેડ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ ફિલ્મ કોમેડી અને ડ્રામાથી ભરપૂર હશે. બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક બતાવતી આ ફિલ્મમાં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે. ફૂલ ફેમિલી સાથે હસી હસીને લોટ – પોટ થઈ જવાય તેવી આ ફિલ્મની કહાની 28 વર્ષના યુવાન અનુજની આસપાસ ફરતી છે, જે પોતાના પરિવાર સાથે ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની મજેદાર, લાગણીઓથી ભરપૂર અને સંબંધોને સ્પર્શતી સફર પર નીકળે છે. ટ્રેલરમાંથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ હળવા-ફુલકા હાસ્ય સાથે પરિવારિક લાગણીઓ, સમાજની રમૂજી પરિસ્થિતિઓ અને સંબંધોની મીઠાશને સુંદર રીતે રજૂ કરે છે.

     

    વીર સ્ટુડિયોઝની સાથે રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગથી બનેલી આ ફિલ્મને એસ. આર. પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) પ્રોડ્યુસ કરી રહ્યા છે. ગુજરાતી સિનેમાના જાણીતા દિગ્દર્શક વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ડૉ. જયેશ પટેલ (જર્સી સિટી) અને નિખિલ રાયકુંડલીયા (જર્સી સિટી) કો-પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં તુષાર સાધુ  સાથે 9 પ્રતિભાશાળી અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં છે.

     

    ‘બિચારો બેચલર’માં તુષાર સાધુ સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જેવા કલાકારો નજરે પડશે. અભિનેત્રીઓમાં ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા, ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે.

     

    અભિનેતા તુષાર સાધુ જણાવે છે કે , જ્યારે કોઈ પુરુષ 26-27 વર્ષની ઉંમરે પહોંચે અને હજુ અપરિણિત હોય, ત્યારે તેના માતા-પિતા પર તેને પરણાવવાનું દબાણ વધવા લાગે છે. ધીમે-ધીમે આ દબાણ તે વ્યક્તિ પર પણ આવવા લાગે છે તેને લાગવા માંડે છે કે ઉંમર વધી રહી છે, લગ્ન બાકી છે, અને તેના મિત્રો તો પરણીને એક-બે બાળકોના પિતા પણ બની ગયા છે. તેની આસપાસના દરેક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા હોય છે અને લોકો તેને સતત એક જ સવાલ પૂછ્યા કરે છે, ‘તું ક્યારે પરણીશ?’ આ માનસિક દબાણ સતત રહ્યા કરતું હોય છે. મેં વિપુલ સરને પણ કહ્યું હતું કે આપણે આ વિષય પર એક ફિલ્મ બનાવવી જોઈએ. તેમણે પોતે પણ આવો જ અનુભવ કર્યો હતો, એટલે અમે સાથે મળીને આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું. અમે બીજા ઘણા લોકો સાથે વાત કરી અને તેમની વાર્તાઓ પણ સાંભળી. આ રીતે આ ફિલ્મની પટકથા તૈયાર થઈ. આ એક 28 વર્ષના યુવાનની સફર છે જે લગ્નના દબાણ સામે ઝઝૂમી રહ્યો છે, અને તેના માતા-પિતા પણ આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે તે આમાં વણી લેવાયું છે.”

     

    દિગ્દર્શક વિપુલ શર્મા જણાવે છે કે, “આ ફિલ્મની વાર્તા  એક સાર્વત્રિક સત્ય દર્શાવે છે: માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આ વિચારમાંથી જ ‘બિચારો બેચલર’નું નિર્માણ થયું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક 27-28 વર્ષની વ્યક્તિને લગ્નની વાતોમાં ધકેલવામાં આવે છે, માતા-પિતા કેવી રીતે પાત્રો શોધવાનું શરૂ કરે છે, અને છોકરા-છોકરીઓની એકબીજા પાસેથી શું અપેક્ષાઓ હોય છે. આ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાઈ શકશે, કારણ કે તે ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સમાજનું દબાણ પરિવાર અને યુવાનો પર કેવી અસર કરે છે.”

     

     

    ‘બિચારો બેચલર’ 2 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. હાસ્ય, લાગણી અને શુદ્ધ મનોરંજનનું આ સરસ મિશ્રણ ગુજરાતી દર્શકો માટે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર બનશે એવી અપેક્ષા છે.

    ]]>
    ‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ https://khabarpatri.in/jeev-film-receives-blessings-from-pujya-shri-morari-bapu/ Tue, 02 Dec 2025 09:41:51 +0000 https://khabarpatri.in/?p=1318 અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.

    વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ રચાયેલી જીવ’ ફિલ્મ 12 ડિસેમ્બરથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મહેતા અને વિક્કી મહેતા છે.

    ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અને અસરકારક અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમની સાથે સન્ની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ જીવદયા, કરુણા અને માનવીય મૂલ્યોને સ્પર્શે છે અને દર્શકોને હૃદયસ્પર્શી અનુભૂતિ અપાવવાનો વાયદો કરે છે.

    જય શ્રી રામ । ગૌ માતા સદા સહાયતે

    ]]>
    જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા https://khabarpatri.in/gujarati-film-jeev-begins-its-promotion-with-the-noble-message-of-compassion-for-all-living-beings-team-seeks-blessings-from-jain-acharya-mahashramanji/ Tue, 04 Nov 2025 08:47:30 +0000 https://khabarpatri.in/?p=1244 અમદાવાદ :  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

    આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી સહિત ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી, જેમણે આચાર્યશ્રી પાસેથી આશીર્વાદ મેળવીને ફિલ્મના પ્રચાર અભિયાનનો શુભારંભ કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે  જીવદયાનો સંદેશ આપતી  આ ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

    ફિલ્મ ‘જીવ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે વેલજીભાઈ મહેતાના પ્રેરણાદાયી જીવન અને તેમના જીવદયાના કાર્યને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ‘જીવ’ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોના દિલમાં દરેક પશુ-પંખી પ્રત્યે કરુણા અને દયાની ભાવના પ્રજ્વલિત કરવાનો છે.

    ફિલ્મની ટીમે જણાવ્યું હતું કે, આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ સાથે પ્રચાર શરૂ કરવો એ તેમના માટે ગર્વની વાત છે, અને તેઓ આશા રાખે છે કે આ ફિલ્મ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ થશે

    આ પ્રેરક અને ભાવનાત્મક ફિલ્મ ૨૧મી નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

    ]]>