Gujarati Cinema https://khabarpatri.in Tue, 12 May 2026 12:59:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Gujarati Cinema https://khabarpatri.in 32 32 ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ https://khabarpatri.in/powerful-rap-song-chhalkapat-ni-dharpakad-released-from-the-film-dharpakad/ Tue, 12 May 2026 12:59:38 +0000 https://khabarpatri.in/?p=2017 અમદાવાદ: ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ તેની અનોખી વાર્તાને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી સ્ટારર આ ફિલ્મનું નવું આકર્ષણ એટલે કે ફિલ્મનું ટાઇટલ ટ્રેક જેવું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ આજે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ સોન્ગ ‘રેપ’ સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સાયબર ગુનાની દુનિયાના અંધકાર અને તેનાથી થતી લાચારીને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. સોન્ગના ગાયક અને ગીતકાર આર્યન સૌરવ છે, જેમણે પોતાના ધારદાર શબ્દોથી ડિજિટલ યુગમાં છુપાયેલા ગુનેગારોનો પર્દાફાશ કર્યો છે. ગીતનું સંગીત જપજી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેમાં એડિશનલ વોકલ્સ તરીકે જપજી, ધ ઇન્ડિયન કોરલ એન્સેમ્બલ અને પ્રતિકાનો સમાવેશ થાય છે.

‘છળકપટની ધરપકડ’ ગીત માત્ર મનોરંજન નથી પરંતુ એક સામાજિક જાગૃતિનું માધ્યમ છે. જે રીતે ટેકનોલોજીના નામે લોકોના ડેટા ચોરી કરીને તેમને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે લૂંટવામાં આવે છે, તે સમગ્ર પ્રક્રિયાને આ ગીતના લિરિક્સમાં વણી લેવામાં આવી છે. સોન્ગના બીટ અને મ્યુઝિક ફિલ્મના ક્રાઈમ થ્રિલર માહોલને વધુ સચોટ બનાવે છે.

ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી અને પ્રશાંત બારોટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક અનિશ શાહે આ ફિલ્મ દ્વારા દરેક સ્માર્ટફોન યુઝરને એક મહત્વની ચેતવણી આપી છે કે ઇન્ટરનેટ એક માયાવી જાળછે.

ફિલ્મ ‘ધરપકડ’ આગામી 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અત્યારે આ નવું સોન્ગ ‘છળકપટની ધરપકડ’ સોશિયલ મીડિયા અને મ્યુઝિક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે.

https://dharpakadmovie.com/chhalkapat

]]>
‘ધરપકડ – યુ આર અંડર ડિજિટલ એરેસ્ટ’ નું ચોંકાવનારું નું પોસ્ટર રિલીઝ; મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે https://khabarpatri.in/dharpakad-you-are-under-digital-arrest-unveils-a-chilling-poster-malhar-thakar-and-shruhad-goswami-come-together-for-a-high-stakes-cyber-thriller/ Wed, 15 Apr 2026 08:00:17 +0000 https://khabarpatri.in/?p=1936 ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે

અમદાવાદ, એપ્રિલ 2026 – આજના સમયમાં એક ફોન કોલ પણ હથિયાર બની શકે છે, અને આવી જ હકીકતને રજૂ કરતી વાર્તા સાથે ગુજરાતી સિનેમા એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ‘ધરપકડ’, ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ, જેનું સત્તાવાર પોસ્ટર રજૂ થઈ ચૂક્યું છે – અને તેણે ફિલ્મની રિલીઝ પેહલા જ લોકોમાં ચિંતા અને ઉત્સુકતા જગાવી દીધી છે.
‘ધૂનકી’ અને ‘ઉડન છૂ’ના નિર્માતાઓ દ્વારા નિર્મિત આ ફિલ્મ, એક અલગ અને આધુનિક વિષય સાથે અનોખી વાર્તા રજૂ કરે છે.
ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ તારીખ 15 મે, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે અને તે એક એવા ખતરાને મોટા પડદા પર લાવશે, જે આજકાલ સહજતાથી આપણા જીવનમાં પ્રવેશી રહ્યો છે.
આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ છે મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની સૌપ્રથમ વખત સ્ક્રીન પર એકસાથે હાજરી. મલ્હાર, જે હાલમાં ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’, ‘વેનિલા આઈસક્રીમ’ અને ‘જય માતાજી – લેટ્સ રૉક’ જેવી સતત હિટ ફિલ્મો સાથે ગુજરાતીના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભર્યા છે, તેઓ હવે *‘ધરપકડ’*માં એક ગંભીર ભૂમિકામાં જોવા મળશે.
તેમની સાથે છે શ્રુહદ ગોસ્વામી, જેમણે ‘લાલો’ ફિલ્મમાં કૃષ્ણના પાત્રથી દર્શકોના દિલ જીત્યા હતા – લાલો એક એવી ફિલ્મ હતી જેને 100 કરોડથી વધુ કમાણી કરીને ગુજરાતી સિનેમામાં એક ઇતિહાસ રચ્યો હતો. તેમની મજબૂત અભિનય ક્ષમતા આ ફિલ્મને વધુ ગૂઢ અને રસપ્રદ બનાવે છે.
અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, પ્રતિક રાઠોડ અને જય ભટ્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા રાહુલ બડાલ, જય શાહ અને અનિશ શાહ છે, જે એક એવી ફિલ્મ રજૂ કરવા માંગે છે જે માત્ર મનોરંજન જ નહીં પરંતુ સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ હોય.
‘ધરપકડ’ ને ખાસ બનાવે છે તેનો ગંભીર અને આધુનિક વિષય. ડિજિટલ અરેસ્ટ, એક એવો સાયબર ક્રાઇમ જેમાં વ્યક્તિને તે પોતે સતત નજરબંધ હોવાની અનુભૂતિ કરાવવામાં આવે છે.
“‘ધરપકડ’ એક ખૂબ જ વાસ્તવિક વિચારમાંથી જન્મેલી ફિલ્મ છે. એક સામાન્ય ફોન કોલને પણ કેટલું ભયજનક બનાવી શકાય – એ બતાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે. આ ફિલ્મ મનોરંજન સાથે જાગૃતિ પણ લાવે છે,” કહે છે અનિશ શાહ, ‘ધરપકડ’ના દિગ્દર્શક અને નિર્માતા.
મલ્હાર ઠાકર, ફિલ્મના મુખ્ય કલાકાર કહે છે, “‘ધરપકડ’માં જે વાત મને સૌથી વધુ ગમી, એ તેની રિયલિટી છે. આ કોઈ દૂરની થ્રિલર નથી – આ તો કોઈપણ સાથે બની શકે એવી ઘટના છે. એ કારણે આ ફિલ્મ કરવી મારા માટે ખાસ અનુભવ રહ્યો.”
આ રીતે ‘ધરપકડ’ પરંપરાગત વાર્તાઓથી અલગ જઈને એક આધુનિક અને ચેતવણી આપતી વાર્તાને રજૂ કરે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન અને થ્રિલ જ નહીં પીરસે, પરંતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ વિશે વિચારવા મજબૂર પણ કરશે.
ફિલ્મની જાહેરાત બાદથી જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે અને દર્શકો તેમજ ફિલ્મ ઉદ્યોગમાં તેને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અનોખી વાર્તા, શક્તિશાળી અભિનય અને સતત તણાવભર્યા માહોલ સાથે, ‘ધરપકડ’ આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંથી એક બનવા જઈ રહી છે.
ચેતવણી: ‘ધરપકડ’ જોયા પછી તમે અજાણ્યા નંબર પરથી આવેલા કોલ સ્વીકારતા પહેલાં બે વાર વિચારશો.

]]>
ગુજરાતી સિનેમામાં રહસ્ય અને ડરનો નવો અધ્યાય, ફિલ્મ ‘બહેરૂપિયો’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ https://khabarpatri.in/a-new-chapter-of-mystery-and-fear-in-gujarati-cinema-official-trailer-of-the-film-behrupiyo-launched/ Wed, 15 Apr 2026 04:15:54 +0000 https://khabarpatri.in/?p=1932

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે પ્રેક્ષકોના દિલ જીતવા માટે તૈયાર છે. “સત્ય તમારો અંગત ભ્રમ છે અને દરેક ભ્રમ એક નવી કથા…” આ ગાઢ અને રોમાંચક વિચાર સાથે ગુજરાતી સિનેમામાં ડરનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ‘સવનાથ એન્ટરટેઈનમેન્ટ’ અને ‘RSC ફિલ્મ્સ’ દ્વારા પ્રસ્તુત અને હાર્દિક કૌશિક પટેલ તથા કૌશિક પટેલ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આગામી ગુજરાતી ફોકલોર હોરર ફિલ્મ ‘બહેરૂપિયો’નું ઓફિશિયલ ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર જોઈને પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે, કારણ કે આ ફિલ્મ માત્ર એક હોરર સ્ટોરી નથી, પરંતુ લોકવાયકાઓ અને માનવીય ભ્રમણાઓની વચ્ચે છુપાયેલા એક ભયાનક સત્યની શોધ છે.

તાજેતરમાં લોન્ચ થયેલું ટ્રેલર પ્રેક્ષકોને પ્રથા અને પરંપરાઓના એવા પિંજરામાં લઈ જાય છે, જ્યાં રહસ્યોની પરત એક પછી એક ખૂલે છે. વાર્તાના કેન્દ્રમાં એક એવું ગામ છે જે કોઈ અજાણ્યા શ્રાપ કે શક્તિના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. વિસરાઈ ગયેલી લોકકથાઓ અને 21 જેટલી યુવતીઓના ગૂમ થવાના રહસ્યમયી તાણાવાણા સાથે વણાયેલી આ ફિલ્મ દર્શકોને અંત સુધી જકડી રાખશે તેવું ટ્રેલર પરથી સ્પષ્ટ દેખાય છે. ‘બહેરૂપિયો’ શબ્દ જે અત્યાર સુધી માત્ર મનોરંજન માટે જાણીતો હતો, તેને અહીં એક ભયાનક અને રહસ્યમય સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં ગુજરાતી સિનેમાના મજબૂત કલાકારોનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિકામાં કિંજલ રાજપ્રિયા, જયેશ મોરે, મૌલિક ચૌહાણ અને ડેનિશા ઘુમરા જોવા મળશે. તેમની સાથે નીતા પર્યાણી, આકાશ આહુજા, આશિમા વરદાન અને દીપ શેઠે પણ પોતાના અભિનયથી વાર્તામાં જીવ પૂર્યો છે. ફિલ્મનું સચોટ નિર્દેશન રાજા સંજય ચોક્સીએ કર્યું છે, જેમણે કપિલ સહેત્યા સાથે મળીને વાર્તા અને પટકથા તૈયાર કરી છે. ફિલ્મના સંવાદો કપિલ સહેત્યાએ લખ્યા છે, જે ટ્રેલરમાં પણ ખૂબ પ્રભાવશાળી લાગે છે.

ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર (BGM) અને સંગીત આ વાર્તાની કરોડરજ્જુ સમાન છે. જાણીતા સંગીતકાર રુશિન દલાલ અને કૈઝાદ ઘેરડાએ તૈયાર કરેલું સંગીત ફિલ્મના ડર અને સસ્પેન્સના માહોલને વધુ ઘેરો બનાવે છે. સંગીત નિર્દેશન અથર્વ સંજય જોશીએ સંભાળ્યું છે, જ્યારે મધુર અને અર્થસભર ગીતો વત્સલ સંજય જોશીએ લખ્યા છે.

રહસ્ય, લોકકથા અને હૉરરના અદ્ભુત સંગમ સમાન આ ફિલ્મ24 એપ્રિલ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો તમે પણ સત્ય અને ભ્રમ વચ્ચેની આ પાતળી રેખાને ઓળખવા માંગતા હોવ, તો ‘બહેરૂપિયો’નું ટ્રેલર નિહાળો અને ફિલ્મ જોવા તૈયાર થઈ જાઓ.

]]>
ફિલ્મ “મિસરી” – ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી – 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ https://khabarpatri.in/film-misri-a-biggest-love-story-of-gujarati-cinemas-is-here-releasing-on-31st-october/ Tue, 28 Oct 2025 12:11:52 +0000 https://khabarpatri.in/?p=1230 ગુજરાત: ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિસરી — હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી, જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે.

મિસરીની કહાની એક મુક્તભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાસ જમતી જાય છે, ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે — ધીરજ, વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે.

ચમકદાર ઉર્જા, હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસરી એક ફીલ-ગૂડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે, જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે — સાદગીભર્યું, લાગણીભર્યું અને સંબંધિત.

વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ, મિસરીનું નિર્માણ A Jugaad Media Production દ્વારા, ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ. નાયક દ્વારા કરવામાં આવ્યું છે, અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે. સહ-નિર્માતા છે ધ્રુવિન શાહ, મીત કારિયા, અને જય કારિયા.

લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે. ફિલ્મમાં ટીકૂ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવી શાસ્ત્રી, કૌસંભી ભટ્ટ, અને બાળકલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે. સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે.

ફિલ્મના દિગ્દર્શક કુશલ એમ. નાયક કહે છે, “મિસરી એ એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે, જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે, ક્યારેક ઊંડો લાગણીસભર, પરંતુ હંમેશાં અસલી અને સાચો હોય છે.”

પ્રદર્શન, હાસ્ય અને લાગણીઓનો આ સંતુલન મિસરીને દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે, જે ક્રેડિટ્સ પછી પણ મનમાં રહશે.

પ્રેમની મીઠાશનો અનુભવ કરો — મિસરી 31 ઓક્ટોબરે નજીકના થિયેટર્સમાં.

]]>