FilmPromotion https://khabarpatri.in Mon, 15 Dec 2025 11:54:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png FilmPromotion https://khabarpatri.in 32 32 અમદાવાદમાં પ્રેમનો જશ્ન, ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના મૂડમાં જોવા મળ્યા કાર્તિક–અનન્યા https://khabarpatri.in/ahmedabad-celebrates-love-as-kartik-aaryan-and-ananya-panday-soak-in-the-spirit-of-tu-meri-main-tera-main-tera-tu-meri/ Mon, 15 Dec 2025 11:54:31 +0000 https://khabarpatri.in/?p=1350 અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: પ્રેમની નઝાકત, સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો, જ્યારે બહુચર્ચિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી ના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. હયાત રીજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું અને ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ અનુભવો શેર કર્યા. બંને કલાકારોને અમદાવાદમાં આવીને  ઘણી જ મજા આવી. કાર્તિક આર્યને અમદાવાદમાં જલેબીનો સ્વાદ પણ માણ્યો.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનું વાતાવરણ સંપૂર્ણપણે ફિલ્મના રોમાંચક રંગમાં રંગાયેલું જોવા મળ્યું. કાર્તિક અને અનન્યાની કેમેસ્ટ્રી સ્ટેજ પર પણ એટલી જ સહજ અને આકર્ષક દેખાઈ, જેટલી પડદા પર જોવા મળવાની છે. બંને કલાકારોએ ફિલ્મના પ્લોટ, તેમના પાત્રો અને શૂટિંગના અનુભવોને ખૂબ જ ખુલ્લા દિલથી શેર કર્યા, જેનાથી એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ એક ભાવનાત્મક સફર રહી છે.

કાર્તિક આર્યને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ મારા દિલની ખૂબ નજીક છે. તેમાં મારું પાત્ર પ્રેમ, ગૂંચવણ અને સાચી લાગણીઓથી ભરેલું છે. દર્શકો મને આ વખતે એક અલગ જ અંદાજમાં જોશે. આ ફિલ્મ સંબંધોની તે બારીકાઈઓને સ્પર્શે છે, જેને આપણે અવારનવાર અનુભવીએ છીએ, પણ કહી શકતા નથી. દર્શકોને ફિલ્મની વાર્તા ખૂબ જ ગમશે.”

ફિલ્મની લીડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ પોતાના અનુભવો શેર કરતાં કહ્યું, “આ ફિલ્મની વાર્તા ખૂબ જ સાચી અને દિલથી જોડાયેલી છે. આમાં પ્રેમ માત્ર પરીઓની વાર્તા જેવો નહીં, પણ આજના સમયના સંબંધોની વાસ્તવિકતા સાથે સામે આવે છે. મને પૂરો વિશ્વાસ છે કે દર્શકો અમારા પાત્રો સાથે ક્યાંક ને ક્યાંક પોતાને જરૂર જોડાયેલા અનુભવશે. કાર્તિક સાથે કામ કરવું હંમેશાં ખાસ રહ્યું છે અને આ ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી દર્શકોને જરૂર પસંદ આવશે.”

ફિલ્મના ટીઝરમાં કાર્તિક-અનન્યાની ખાટી-મીઠી નોક-ઝોકને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. ફિલ્મનું મ્યુઝિક પણ પહેલેથી જ શ્રોતાઓના દિલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. તેના ગીતો વાર્તાની ભાવનાઓને વધુ ઊંડાણ આપે છે અને રોમાન્સના તે અહેસાસને જીવંત કરે છે, જેના માટે આ ફિલ્મ જાણીતી થશે. કલરફુલ લોકેશન્સ, હળવા-ફુલકા ડાયલોગ્સ અને લાગણીઓથી ભરેલા સીન આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં એક ફીલ-ગુડ ટચ ઉમેરવાનું કામ કરે છે.

‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને નમઃ પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાસએ કર્યું છે, જેઓ આ પહેલા પણ ભાવનાત્મક વાર્તાઓને સાદગી સાથે પડદા પર ઉતારવા માટે જાણીતા છે.

આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ક્રિસમસના અવસરે આ ફિલ્મ દર્શકો માટે પ્રેમ, સ્મિત અને મનોરંજનથી ભરેલી એક ખાસ ભેટ સાબિત થવાની છે. કુલ મળીને, ‘તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે સંબંધોની વાર્તા છે, જેને દિલ અનુભવે છે અને સ્મિત સાથે જીવવા માંગે છે.

]]>
બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે : ફિલ્મ ‘બિચારો બેચલર’નું ટીઝર લોન્ચ https://khabarpatri.in/bicharo-bachelor-teaser-promises-a-laughter-packed-ride-ahead-of-2nd-january-release/ Tue, 02 Dec 2025 10:49:36 +0000 https://khabarpatri.in/?p=1321 ગુજરાત : બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે. જી હા !  ‘બિચારો બેચલર’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 2 જાન્યુઆરી, 2026 ના રોજ. આ  કોમેડી-ડ્રામા ફિલ્મ હાસ્યનો ઓવરડોઝ  આપવા માટે તૈયાર છે. વીર સ્ટુડિયોઝની રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગ સાથેની આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. એસ આર પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) દ્વારા પ્રોડ્યુસ કરાયેલ અને ગુજરાતી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર વિપુલ શર્મા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ડૉ. જયેશ પટેલ (જર્સી સિટી) અને નિખિલ રાયકુંડલીયા (જર્સી સિટી) કો- પ્રોડ્યુસર્સ છે. તુષાર સાધુની સાથે આ ફિલ્મમાં ૯ ટેલેન્ટેડ અભિનેત્રીઓ જોવા મળે છે.

‘બિચારો બેચલર’ માં તુષાર સાધુ સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી,સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જોવા મળશે. આ સાથે જ અભિનેત્રીઓમાં ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા , ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહ એવા અનેક કલાકારો મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મની વાર્તાની વાત કરીયે તો અભિનેતા તુષાર સાધુ આ ફિલ્મમાં 28 વર્ષના યુવાન અનુજનું પાત્ર ભજવે છે, જે પોતાના પરિવાર સાથે ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની હાસ્યસભર, લાગણીઓથી ઝળહળતી અને સંબંધોને સ્પર્શતી સફર પર નીકળે છે.  હળવી-ફૂલઝડપ અંદાજમાં રજૂ થયેલી આ કહાની દર્શકોને મનોરંજનની સાથે ભાવનાત્મક જોડાણ પણ આપશે. જેની ઝલક ટીઝરમાં પણ જોઈ શકાય છે.

ફિલ્મના દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે, ‘બિચારો બેચલર’ માત્ર કોમેડી ફિલ્મ નથી, પરંતુ દરેક ગુજરાતી પરિવારમાં આ પરિસ્થિતિમાંથી પસાર થાય જ છે,અને એ દરમ્યાન બનતી નાની-મોટી ઘટનાઓ, લાગણીઓ અને રોજિંદા સંબંધોને નાજુક રીતે સ્પર્શતી મીઠી સફર છે. આ ફિલ્મ દ્વારા અમે સમાજમાં જોવા મળતી રમૂજી પરિસ્થિતિઓ, પરિવારજનો વચ્ચેનો અખંડ પ્રેમ અને સંબંધોની સૌમ્યતા ને હળવી, સરળ અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.”

ફિલ્મ 2 જાન્યુઆરી 2026ના રોજ પ્રેક્ષકો સુધી પહોંચવા તૈયાર છે. ગુજરાતી દર્શકો માટે હાસ્ય, લાગણી અને શુદ્ધ મનોરંજનનું આકર્ષક સંયોજન બનતી આ ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.

Teaser Link- https://www.youtube.com/watch?v=GGCdttUttw8

]]>