Entertainment https://khabarpatri.in Wed, 17 Jun 2026 06:07:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Entertainment https://khabarpatri.in 32 32 એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ! https://khabarpatri.in/action-packed-blockbuster-gujarati-film-mijaaj-to-stream-on-jojo-app-from-june-25/ Wed, 17 Jun 2026 06:07:19 +0000 https://khabarpatri.in/?p=2113 ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

તપન વ્યાસ દ્વારા નિર્દેશિત અને પ્રવીણ પંડ્યા લિખિત આ ફિલ્મની વાર્તા ત્રણ નીડર અને હિંમતવાન યુવાનો – જય (મલ્હાર ઠાકર), જાનવી (ઈશા કંસારા) અને યોગેશ (રેવંત સારાભાઈ)ની આસપાસ ફરે છે, જેઓ એક ગંભીર મુશ્કેલીમાં ફસાયેલી ‘ઇન્ડિયા લોજ’  ના અસ્તિત્વને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે. આ લોજની માલિક સરિતા બેન (છાયા વોરા) અને એક અતિ લોભી મલ્ટીનેશનલ કંપની (MNC) વચ્ચે જમીનની માલિકી અંગેનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કોર્પોરેટના ઈશારે એક ક્રૂર સ્થાનિક ગુંડો લોજના નિર્દોષ રહેવાસીઓને બળજબરીથી બહાર કાઢવા અને લોજ પર ગેરકાયદેસર કબ્જો કરવા માટે ધમકીઓ આપે છે, ત્યારે આ ત્રણેય યુવાનો અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે. ગુંડાઓનો સામનો કરી, અન્યાય સામે લડીને ‘ઇન્ડિયા લોજ’ને બચાવવી એ જ તેમનું એકમાત્ર અંતિમ મિશન બની જાય છે, જેમાં મલ્હાર ઠાકરનો અદભુત એક્શન અવતાર, ઈશા કંસારાનો પ્રભાવશાળી અભિનય અને મેઘધનુષનું દમદાર સંગીત દર્શકોને રોમાંચિત કરે છે.

ફિલ્મના ડિજિટલ પ્રીમિયર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો હંમેશાં એવો દઢ પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતના અને વિશ્વભરના દર્શકો સુધી શ્રેષ્ઠ પ્રાદેશિક વાર્તાઓ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત મનોરંજન અને પ્રીમિયમ સિનેમા પહોંચાડી શકીએ. ‘મિજાજ’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે યુવા શક્તિ, સચ્ચાઈ અને અન્યાય સામે લડવાના અડગ મનોબળને દર્શાવતી વાર્તા છે. મલ્હાર ઠાકર અને સમગ્ર સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ અદભુત છે. થિયેટરોની અપાર સફળતા બાદ, અમને પૂરો વિશ્વાસ છે કે JOJO એપ પર પણ આ ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ અને પ્રતિસાદ મળશે.”

ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક્શન, રોમાંચ અને ફેમિલી ડ્રામાનો આ અદભુત ડબલ ડોઝ માણવા માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, આગામી ૨૫ જૂનથી માત્ર JOJO એપ પર જઈને ‘મિજાજ’ ફિલ્મ જુઓ અને તમારા પરિવાર સાથે ઘરબેઠા આ ધમાકેદાર પ્રાદેશિક સિનેમાનો અદભુત આનંદ માણો.

JOJO App વિશે:

JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.

]]>
શ્રીકૃષ્ણ ભક્તિની વૈશ્વિક લહેર: “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” ની સ્ટારકાસ્ટ રંગીલા શહેર રાજકોટની મહેમાન બની https://khabarpatri.in/the-global-wave-of-krishna-devotion-the-star-cast-of-krishnavataram-part-1-hridayam-visits-rangilu-rajkot/ Fri, 22 May 2026 06:50:34 +0000 https://khabarpatri.in/?p=2038 ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ અને સનાતન સંસ્કૃતિની ભવ્યતાને મોટા પડદા પર રજૂ કરતી ફિલ્મ “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” રિલીઝ થતાની સાથે જ પોતાની સફળતાનો સફર જાળવી રાખીને નવો ઇતિહાસ રચી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શિત થતી આ ફિલ્મ હવે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મના કલાકારો સિદ્ધાર્થ ગુપ્તા, સંસ્કૃતિ જયાના, ડિરેક્ટર હાર્દિક ગજ્જર અને પ્રોડ્યુસર સજ્જન રાજ કુરૂપ રંગીલા શહેર રાજકોટના મહેમાન બન્યા હતા. પરિવારો, યુવાનો, વડીલો અને બાળકોમાં ફિલ્મ માટે વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે.

લેખક-દિગ્દર્શક હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત અને સજ્જન રાજ કુરુપ દ્વારા નિર્મિત આ ભવ્ય ફિલ્મ લેખક રામ મોરીના પ્રસિદ્ધ પુસ્તક “સત્યભામા” પર આધારિત છે.ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા (શ્રીકૃષ્ણ), સુષ્મિતા ભટ્ટ (રાધા), નિવાશિની કૃષ્ણન (રુક્મિણી), સંસ્કૃતિ જયાના (સત્યભામા) અને જે. કાર્તિક (સત્રાજિત) જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે અને તેમના અભિનયથી વાર્તાને જીવંત બનાવી છે.

વિશ્વભરના સિનેમાઘરોમાં એક અદ્ભુત લહેર જોવા મળી રહી છે. આ ફિલ્મ હવે માત્ર બોક્સ ઓફિસની સફળતા પૂરતી મર્યાદિત નથી રહી પરંતુ એક વિશાળ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે.

એક ફિલ્મ તરીકે શરૂ થયેલી આ સફર હવે એક ભાવનાત્મક અનુભવમાં પરિવર્તિત થઈ ગઈ છે. શહેરો અને ગામડાઓમાં લોકો ભજન ગાઈ રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે અને ભગવાન શ્રીકૃષ્ણની કથામાં સંપૂર્ણ રીતે જોડાઈ રહ્યા છે.

પરિવારો મિત્રો, બાળકો અને વડીલો સાથે વારંવાર ફિલ્મ જોવા જઈ રહ્યા છે, જેના કારણે આ ફિલ્મ પેઢીઓ વચ્ચે વહેંચાયેલ આધ્યાત્મિક અનુભવ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પ્રતિસાદ અને ઉજવણીના વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ભાષાના દર્શકો તરફથી પણ ફિલ્મને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાત, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં લોકો તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાથી જોડાયેલ ઐતિહાસિક સિનેમેટિક અનુભવ તરીકે ઉજવી રહ્યા છે.

કૃષ્ણાવતારમ હવે માત્ર ફિલ્મ નથી રહી, પરંતુ શ્રદ્ધા, ભાવના અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના અવિનાશી પ્રેમથી પ્રેરિત લોકોનું આંદોલન બની રહી છે.

]]>
મનોરંજનનો ધમાકેદાર ડોઝ! 1 એપ્રિલ, 2026 થી JOJO એપ પર સ્ટ્રીમ થશે એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ https://khabarpatri.in/a-power-packed-dose-of-entertainment-action-drama-film-pagalpanti-to-stream-on-jojo-app-from-april-1-2026/ Thu, 26 Mar 2026 04:29:26 +0000 https://khabarpatri.in/?p=1806 ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની રહેશે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ સ્ટારકાસ્ટ છે. જેમાં મહેશ માંજરેકર, સોનુ સૂદ, રાહુલ દેવ, મુકુલ દેવ, અલી અસગર અને ભવિક ભોજક જેવા દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે. આ કલાકારોના દમદાર પર્ફોર્મન્સ અને મજબૂત ડાયલોગ્સે ફિલ્મને ગુજરાતી સિનેમાની એક હાઈ-વોલ્ટેજ એક્શન-ડ્રામા તરીકે સ્થાપિત કરી છે. આ પ્રભાવશાળી કલાકારોનો મેળાવડો ફિલ્મને વધુ આકર્ષક અને જોવાલાયક બનાવે છે.

 

આ પ્રસંગે JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતી પ્રેક્ષકોને વિશ્વસ્તરીય અને મનોરંજક કન્ટેન્ટ પહોંચાડીએ.. ‘પાગલપંતી’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે મનોરંજનનો એક એવો સંગમ છે જે દરેક વયના દર્શકોને ગમશે. આટલા મોટા કલાકારોને એકસાથે ગુજરાતી સ્ક્રીન પર જોઈને દર્શકો રોમાંચિત થશે અને અમને ખાતરી છે કે JOJO એપ પર આ ફિલ્મ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કરશે.”

 

ફિલ્મની વાર્તામાં અદ્ભુત વળાંકો, રોમાંચક એક્શન સિક્વન્સ અને કોમેડીનો સંગમ છે. ફિજી જેવા સુંદર લોકેશન પર ફિલ્માવાયેલી આ વાર્તા મનોરંજનની સાથે સાથે દેશભક્તિ અને સંઘર્ષની લાગણીઓ પણ જગાવે છે. જેકી પટેલ દ્વારા નિર્દિશિત આ ફિલ્મ તેના યુનિક ટ્રીટમેન્ટ અને લાર્જર-ધેન-લાઈફ એક્શન માટે જાણીતી છે, જે હવે JOJO એપના માધ્યમથી ઘરે-ઘરે પહોંચવા માટે તૈયાર છે.

 

JOJO એપ હંમેશા તેના સબસ્ક્રાઇબર્સ માટે કંઈક નવું અને ગુણવત્તાસભર મનોરંજન લાવવા માટે પ્રતિબદ્ધ છે.  જો તમે પણ ધમાકેદાર એક્શન અને ડ્રામા જોવાના શોખીન હોવ, તો 1લી એપ્રિલથી તૈયાર થઈ જાવ માત્ર JOJO એપ પર.

 

ઉલ્લેખનીય છે કે JOJO એપ એ વિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપથી વિકસતું ગુજરાતી OTT પ્લેટફોર્મ છે, જે 177 થી વધુ દેશોમાં ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજનને પહોંચાડી રહ્યું છે. આ એપ પર ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને રિયલિટી શોનો ખજાનો ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ દરેક ગુજરાતીના મોબાઈલ સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું કન્ટેન્ટ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

 

 

]]>
પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ https://khabarpatri.in/pratik-gandhi-and-janki-bodiwala-starrer-tamburo-to-stream-on-jojo-app-from-march-12/ Sat, 07 Mar 2026 09:27:05 +0000 https://khabarpatri.in/?p=1665 ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ધમાકેદાર કોમેડી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ હવે ઓટીટી પ્લેટફોર્મ JOJO APP (જોજો એપ) પર સ્ટ્રીમ થવા જઈ  રહી છે. પોતાની અનોખી વાર્તા અને શાનદાર કોમેડીને કારણે થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ, હવે આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે 12 મી માર્ચ, 2026 ના રોજ JOJO એપ પર આવી રહી છે. હળવા અંદાજમાં ગંભીર પરિસ્થિતિઓને હાસ્યમાં પલટાવતી આ ફિલ્મ ગુજરાતી પરિવારો માટે એક પરફેક્ટ એન્ટરટેઈનર સાબિત થઈ છે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની પ્રતિભાશાળી સ્ટારકાસ્ટ છે, જેમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળે છે. ‘સ્કેમ 1992’ ફેમ પ્રતીક ગાંધી, લોકપ્રિય અભિનેત્રી જાનકી બોડીવાલા, ભરત ચાવડા અને અદભૂત કોમિક ટાઈમિંગ ધરાવતા ઓજસ રાવલે પોતાના અભિનયથી ફિલ્મમાં પ્રાણ ફૂંક્યા છે. આ કલાકારોની જુગલબંધી અને કથામાં આવતા ટ્વિસ્ટ દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. ફિલ્મની વાર્તા મિત્રતા, અણધાર્યા સંજોગો અને તેનાથી સર્જાતી રમુજની આસપાસ વણાયેલી છે, જે દરેક ઉંમરના પ્રેક્ષકોને આકર્ષે છે.

આ પ્રસંગે JOJO એપના ફાઉન્ડર અને CEO ધ્રુવિન શાહે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેષ્ઠ ગુજરાતી કન્ટેન્ટને ટેકનોલોજીના માધ્યમથી વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો છે. ‘તંબુરો’ જેવી સુપરહિટ કોમેડી ફિલ્મ જ્યારે અમારા પ્લેટફોર્મ પર આવી રહી છે, ત્યારે અમને ગર્વ છે કે અમે દર્શકોને શુદ્ધ પારિવારિક મનોરંજન પીરસી રહ્યા છીએ. પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા જેવા કલાકારોની આ ફિલ્મને ડિજિટલ માધ્યમ પર અદભૂત પ્રતિસાદ મળશે તેવી અમને પૂરી આશા છે.”

સિચ્યુએશનલ કોમેડીથી ભરપૂર આ ફિલ્મ 12 માર્ચથી JOJO એપ પર સ્ટ્રીમ થશે. JOJO એપ દ્વારા શ્રેષ્ઠ ગુણવત્તામાં આ ફિલ્મ રજૂ કરીને ગુજરાતી સિનેમાના વારસાને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે JOJO એપ એ વિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપથી વિકસતું ગુજરાતી OTT પ્લેટફોર્મ છે, જે 177 થી વધુ દેશોમાં ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજનને પહોંચાડી રહ્યું છે. આ એપ પર ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને રિયલિટી શોનો ખજાનો ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ દરેક ગુજરાતીના મોબાઈલ સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું કન્ટેન્ટ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

ગુજરાતી મનોરંજન જગતમાં ક્રાંતિ લાવનાર JOJO એપ આજે માત્ર એક પ્લેટફોર્મ નથી, પણ એક વૈશ્વિક ઓળખ બની ગયું છે. વર્ષ 2026 સુધીમાં આ એપ 70 લાખ (7 Million+) થી વધુ યુઝર્સનો અતૂટ વિશ્વાસ જીતી ચૂકી છે, જે તેની વધતી જતી લોકપ્રિયતાનો પુરાવો છે. એટલું જ નહીં, એપ પર જોવા મળતો 63% રિટેન્શન રેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રેક્ષકોને તેનું કન્ટેન્ટ ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને તેઓ સતત પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહે છે. હાલમાં આ પ્લેટફોર્મ પર 200 થી વધુ વૈવિધ્યસભર ટાઇટલ ઉપલબ્ધ છે, જેનો કુલ વૉચ ટાઈમ 700 કલાકથી પણ વધુ છે, જે દર્શકોને મનોરંજનનો ખજાનો પૂરો પાડે છે. JOJO એપ માત્ર ડિજિટલ મનોરંજન સુધી સીમિત નથી, પરંતુ તે ગુજરાતી સંસ્કૃતિની ધરોહરને પણ સાચવી રહ્યું છે. ‘શેરી ગરબા’ અને ‘ચલ મન વૃંદાવન’ જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાને કારણે એપને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. JOJO એપ પ્રતિષ્ઠિત ‘ફેમિના એવોર્ડ્સ 2024’ ની ઓફિશિયલ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ રહી ચૂકી છે.

]]>