Dharmendra Gohil https://khabarpatri.in Tue, 02 Dec 2025 09:41:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Dharmendra Gohil https://khabarpatri.in 32 32 ‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ https://khabarpatri.in/jeev-film-receives-blessings-from-pujya-shri-morari-bapu/ Tue, 02 Dec 2025 09:41:51 +0000 https://khabarpatri.in/?p=1318 અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.

વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ રચાયેલી જીવ’ ફિલ્મ 12 ડિસેમ્બરથી રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મહેતા અને વિક્કી મહેતા છે.

ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અને અસરકારક અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમની સાથે સન્ની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ જીવદયા, કરુણા અને માનવીય મૂલ્યોને સ્પર્શે છે અને દર્શકોને હૃદયસ્પર્શી અનુભૂતિ અપાવવાનો વાયદો કરે છે.

જય શ્રી રામ । ગૌ માતા સદા સહાયતે

]]>
જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા https://khabarpatri.in/gujarati-film-jeev-begins-its-promotion-with-the-noble-message-of-compassion-for-all-living-beings-team-seeks-blessings-from-jain-acharya-mahashramanji/ Tue, 04 Nov 2025 08:47:30 +0000 https://khabarpatri.in/?p=1244 અમદાવાદ :  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી સહિત ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી, જેમણે આચાર્યશ્રી પાસેથી આશીર્વાદ મેળવીને ફિલ્મના પ્રચાર અભિયાનનો શુભારંભ કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે  જીવદયાનો સંદેશ આપતી  આ ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ ‘જીવ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે વેલજીભાઈ મહેતાના પ્રેરણાદાયી જીવન અને તેમના જીવદયાના કાર્યને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ‘જીવ’ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોના દિલમાં દરેક પશુ-પંખી પ્રત્યે કરુણા અને દયાની ભાવના પ્રજ્વલિત કરવાનો છે.

ફિલ્મની ટીમે જણાવ્યું હતું કે, આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ સાથે પ્રચાર શરૂ કરવો એ તેમના માટે ગર્વની વાત છે, અને તેઓ આશા રાખે છે કે આ ફિલ્મ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ થશે

આ પ્રેરક અને ભાવનાત્મક ફિલ્મ ૨૧મી નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

]]>