Brahm Swaranjali Music Academy https://khabarpatri.in Wed, 17 Jun 2026 04:54:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Brahm Swaranjali Music Academy https://khabarpatri.in 32 32 અમદાવાદમાં બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો”નું ભવ્ય ઉદ્ઘાટન https://khabarpatri.in/acoustika-recording-studio-by-brahm-swaranjali-music-academy-opened-in-ahmedabad/ Wed, 17 Jun 2026 04:54:02 +0000 https://khabarpatri.in/?p=2106 બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્થાપિત “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો” ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન મંગળવાર, 16 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે જાણીતા રેડિયો જોકી આર.જે. રાધિકા (રેડિયો સિટી) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્ટુડિયો ગાયન, વોઇસ-ઓવર, ડબિંગ, પોડકાસ્ટ રેકોર્ડિંગ, મ્યુઝિક પ્રોડક્શન, મિક્સિંગ-માસ્ટરિંગ તેમજ સંગીત શિક્ષણ માટેની આધુનિક અને વ્યાવસાયિક સુવિધાઓથી સજ્જ છે. તેનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી યુવાનો, ગાયકો, કલાકારો અને સર્જકોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ સમગ્ર પહેલ ડૉ. મિતાલી નાગ દ્વારા કરવામાં આવી છે તથા સંચાલન સપ્તક વ્યાસ દ્વારા કરવામાં આવશે.

સ્થળ:  એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો, 18, પ્લેટિનમ પ્લાઝા, IOC પેટ્રોલ પંપ સામે, સત્યા માર્ગ, બોડકદેવ, અમદાવાદ – 380054.

સંગીતપ્રેમીઓ, કલાકારો, વિદ્યાર્થીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા શુભેચ્છકો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા શુભકામનાઓ પાઠવી હતી.

]]>