AhmedabadEvents https://khabarpatri.in Mon, 15 Dec 2025 11:54:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png AhmedabadEvents https://khabarpatri.in 32 32 અમદાવાદમાં પ્રેમનો જશ્ન, ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના મૂડમાં જોવા મળ્યા કાર્તિક–અનન્યા https://khabarpatri.in/ahmedabad-celebrates-love-as-kartik-aaryan-and-ananya-panday-soak-in-the-spirit-of-tu-meri-main-tera-main-tera-tu-meri/ Mon, 15 Dec 2025 11:54:31 +0000 https://khabarpatri.in/?p=1350 અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: પ્રેમની નઝાકત, સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો, જ્યારે બહુચર્ચિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી ના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. હયાત રીજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું અને ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ અનુભવો શેર કર્યા. બંને કલાકારોને અમદાવાદમાં આવીને  ઘણી જ મજા આવી. કાર્તિક આર્યને અમદાવાદમાં જલેબીનો સ્વાદ પણ માણ્યો.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનું વાતાવરણ સંપૂર્ણપણે ફિલ્મના રોમાંચક રંગમાં રંગાયેલું જોવા મળ્યું. કાર્તિક અને અનન્યાની કેમેસ્ટ્રી સ્ટેજ પર પણ એટલી જ સહજ અને આકર્ષક દેખાઈ, જેટલી પડદા પર જોવા મળવાની છે. બંને કલાકારોએ ફિલ્મના પ્લોટ, તેમના પાત્રો અને શૂટિંગના અનુભવોને ખૂબ જ ખુલ્લા દિલથી શેર કર્યા, જેનાથી એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ એક ભાવનાત્મક સફર રહી છે.

કાર્તિક આર્યને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ મારા દિલની ખૂબ નજીક છે. તેમાં મારું પાત્ર પ્રેમ, ગૂંચવણ અને સાચી લાગણીઓથી ભરેલું છે. દર્શકો મને આ વખતે એક અલગ જ અંદાજમાં જોશે. આ ફિલ્મ સંબંધોની તે બારીકાઈઓને સ્પર્શે છે, જેને આપણે અવારનવાર અનુભવીએ છીએ, પણ કહી શકતા નથી. દર્શકોને ફિલ્મની વાર્તા ખૂબ જ ગમશે.”

ફિલ્મની લીડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ પોતાના અનુભવો શેર કરતાં કહ્યું, “આ ફિલ્મની વાર્તા ખૂબ જ સાચી અને દિલથી જોડાયેલી છે. આમાં પ્રેમ માત્ર પરીઓની વાર્તા જેવો નહીં, પણ આજના સમયના સંબંધોની વાસ્તવિકતા સાથે સામે આવે છે. મને પૂરો વિશ્વાસ છે કે દર્શકો અમારા પાત્રો સાથે ક્યાંક ને ક્યાંક પોતાને જરૂર જોડાયેલા અનુભવશે. કાર્તિક સાથે કામ કરવું હંમેશાં ખાસ રહ્યું છે અને આ ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી દર્શકોને જરૂર પસંદ આવશે.”

ફિલ્મના ટીઝરમાં કાર્તિક-અનન્યાની ખાટી-મીઠી નોક-ઝોકને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. ફિલ્મનું મ્યુઝિક પણ પહેલેથી જ શ્રોતાઓના દિલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. તેના ગીતો વાર્તાની ભાવનાઓને વધુ ઊંડાણ આપે છે અને રોમાન્સના તે અહેસાસને જીવંત કરે છે, જેના માટે આ ફિલ્મ જાણીતી થશે. કલરફુલ લોકેશન્સ, હળવા-ફુલકા ડાયલોગ્સ અને લાગણીઓથી ભરેલા સીન આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં એક ફીલ-ગુડ ટચ ઉમેરવાનું કામ કરે છે.

‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને નમઃ પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાસએ કર્યું છે, જેઓ આ પહેલા પણ ભાવનાત્મક વાર્તાઓને સાદગી સાથે પડદા પર ઉતારવા માટે જાણીતા છે.

આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ક્રિસમસના અવસરે આ ફિલ્મ દર્શકો માટે પ્રેમ, સ્મિત અને મનોરંજનથી ભરેલી એક ખાસ ભેટ સાબિત થવાની છે. કુલ મળીને, ‘તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે સંબંધોની વાર્તા છે, જેને દિલ અનુભવે છે અને સ્મિત સાથે જીવવા માંગે છે.

]]>
ઇન્ડસ યુનિવર્સિટીમાં iAGNi ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન https://khabarpatri.in/grand-inauguration-of-iagni-institute-at-indus-university/ Sat, 06 Dec 2025 09:33:44 +0000 https://khabarpatri.in/?p=1334
  • ગ્રીન નેનોટેક્નોલોજી અને બાયો-મેડિકલ વિજ્ઞાનના સમન્વય તરફ નવો અધ્યાય
  • અમદાવાદ: તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (iAGNi) નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.. દીપ પ્રજ્વલનથી કાર્યક્રમની શરૂઆત થતાં જ સમગ્ર કેમ્પસમાં વૈજ્ઞાનિક નવોત્થાન અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો .આ ઇન્સ્ટિટ્યૂટ ભારત તેમજ એશિયામાં પોતાની પ્રકારનું પ્રથમ સંશોધન કેન્દ્ર બની રહ્યું છે.

    સમારોહના મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને પદ્મભૂષણ સન્માનિત  પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાત ડૉ. તેજસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ગ્રીન નેનોટેક્નોલોજીના આરોગ્ય, પર્યાવરણ તેમજ સંશોધન ક્ષેત્રોમાં વધી રહેલા મહત્વ પર પ્રકાશ પાડયો હતો . તેમણે ભારતીય જ્ઞાન પરંપરાની મહાનતા, આયુર્વેદની પ્રાચીન સંશોધન પરંપરા, ચરકની  શસ્ત્રક્રિયા વિજ્ઞાનના યોગદાન અને આધુનિક ટેક્નોલોજી સાથેના તેની સુસંગત સમન્વય વિશે વિશદ રીતે સમજાવ્યું હતું .તેમણે જણાવ્યું કે iAGNi ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજી, બાયોમેડિકલ સાયન્સ અને ભારતીય જ્ઞાનપદ્ધતિઓના સંકલનની એક અનોખી કડી બનશે, જે આગામી વર્ષોમાં આરોગ્યક્ષેત્ર તથા એકેડમીક  સંશોધનને ઉત્તમ ગતિ આપશે.

    ગેસ્ટ ઓફ ઓનર ડૉ. કે. એસ. નાગેશે આંતરવિષયક સંશોધનની વધતી આવશ્યકતા અંગે ભારપૂર્વક વાત કરી અને જણાવ્યું કે ગ્રીન નેનોટેક્નોલોજી ભાવિ આરોગ્ય અને પર્યાવરણના પડકારોને ઉકેલવામાં મદદરૂપ થશે.

    ઇન્ડસ યુનિવર્સિટીના  પ્રમુખ ડૉ. નાગેશ ભંડારી, ભૂતપૂર્વ સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા. શ્રી અનંતકુમાર હેગડે અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. કટ્ટેશ વી. કટ્ટીએ પણ પોતાના વિચાર રજૂ કર્યા. તેમણે ઇન્સ્ટિટ્યૂટના ભાવિ સંશોધન, ઉદ્યોગ સાથેના સહકાર અને વૈશ્વિક સ્તર પર ભારતને પ્રધાન સ્થાન અપાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી.

    ઉદ્ઘાટન સમારોહ બાદ મહેમાનોને iAGNi ઇન્સ્ટિટ્યૂટની અદ્યતન સુવિધાઓ, સંશોધન પ્રયોગશાળાઓ અને ગ્રીન નેનો -ઇનોવેશન મોડ્યુલોની મુલાકાત કરાવવામાં આવી. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આગામી વર્ષોમાં આરોગ્ય ટેક્નોલોજી, બાયોઈન્વેશન અને ગ્રીન મટિરિયલ્સની નવી દિશાઓ વિકસશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી .

     

     

    ]]>