સંદીપ પૂજારા https://khabarpatri.in Tue, 19 Aug 2025 14:55:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png સંદીપ પૂજારા https://khabarpatri.in 32 32 વિચાર્યું છે કદી? https://khabarpatri.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%95%e0%aa%a6%e0%ab%80/ Tue, 19 Aug 2025 14:55:58 +0000 https://khabarpatri.in/?p=1173 એવો તહેવાર ઉજવવાનું વિચાર્યું છે કદી?
શાંતિથી જાતને મળવાનું વિચાર્યું છે કદી?

શસ્ત્ર છે, પણ બધી જગ્યાએ ચલાવાય નહીં!
હોય હિંમત, છતાં ડરવાનું વિચાર્યું છે કદી?

પ્રાપ્ત ક્યાં થાય છે સુખ એવું તો હર કોઈને,
કોઈની યાદમાં રડવાનું વિચાર્યું છે કદી?

સૌને સમજાવી શકે એટલો ચાલાક છે તું,
અન્યની વાત સમજવાનું વિચાર્યું છે કદી?

સૌ લખે એવું તો તેં રોજ લખ્યું છે, લખશે!
ન લખે કોઈ એ લખવાનું વિચાર્યું છે કદી?

ધાડ શું મારી અભિનયનો તું એક્કો છે તો
પાત્ર ખુદનું જ ભજવવાનું વિચાર્યું છે કદી?

સંદીપ પૂજારા

]]>