વિશેષ https://khabarpatri.in Sat, 18 Jul 2026 10:49:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png વિશેષ https://khabarpatri.in 32 32 ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય: અમદાવાદના અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કલ્યાણના ભવ્ય આયોજનો https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/ https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/#respond Sat, 18 Jul 2026 10:49:21 +0000 https://khabarpatri.in/?p=2235
  • ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા સાથે ડ્રગ્સ મુક્તિ, દીકરીઓનું સ્વાસ્થ્ય અને નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સહિતના સામાજિક સરોકારના કાર્યોનો રોડમેપ જાહેર કરાયો
  • અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે જીવતી નવી પેઢીને સનાતન ધર્મના મૂળભૂત મૂલ્યો અને તેની પાછળ છુપાયેલા ગૂઢ વિજ્ઞાનથી માહિતગાર કરવા અમદાવાદના અગ્રણી સામાજિક સંગઠન અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ વૈજ્ઞાનિક અભિગમ સાથેનું નવું સામાજિક અને શૈક્ષણિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના નેજા હેઠળ પૂજ્ય બાપુએ અમદાવાદમાં આગામી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આજના ‘જેન ઝી’ એટલે કે આધુનિક યુવાનોને જો ધાર્મિક પરંપરાઓ પાછળના લોજિકલ અને ટેકનિકલ કારણો ન સમજાવવામાં આવે, તો તેઓ સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “વિજ્ઞાન અને ધર્મ: ટુ સાઇડ ઓફ વન કોઈન” પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સવારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી થતા ફાયદા, શિખા રાખવી, ચાંદલો કરવો, આરતી ઉતારવી કે પીપળે પાણી રેડવા પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે તે તમામ ગૂઢ રહસ્યોને સરળ અને તાર્કિક ભાષામાં બાળકો અને યુવાનો સમક્ષ ‘ડીકોડ’ કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ અંધશ્રદ્ધા મુક્ત થઈ સાચી વૈદિક સંસ્કૃતિને અપનાવી શકે.

    શહેરી યુવાધનમાં વધી રહેલા ડિપ્રેશન, પરીક્ષાના ડર અને ચિંતાજનક રીતે પગપેસારો કરી રહેલા ડ્રગ્સ જેવા જીવલેણ વ્યસનો સામે પણ અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મોટું માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનું મહા-અભિયાન છેડવામાં આવ્યું છે. પૂજ્ય બાપુએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં જો યુવાનોની ઉર્જાને વ્યાયામ, યોગ, મેડિટેશન અને ગૌ-સેવા તરફ ડાયવર્ટ કરવામાં નહીં આવે, તો તેઓ ગેરમાર્ગે દોરાઈ જશે. આ માટે ટ્રસ્ટ દ્વારા માતા-પિતાને પણ પોતાના વૈભવ પાછળ દોડવાને બદલે બાળકોના ઉછેર માટે સમય ફાળવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ પરંપરાના ફાયદા સમજાવતા ભોપાલ ગેસ દુર્ઘટનાનું ઉદાહરણ અપાયું હતું, જેમાં નિયમિત હવન કરતા પરિવારો ઝેરી ગેસની અસરોથી સુરક્ષિત રહ્યા હતા. ગાયના છાણા અને ઘીની આહુતિથી ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે અને પંચમહાભૂત તત્વોનું સંતુલન જાળવે છે, જેના કારણે ટ્રસ્ટ દ્વારા શહેરી પરિવારોને વર્ષમાં એકવાર ઘરે યજ્ઞ કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.

    સામાજિક જવાબદારીના ભાગરૂપે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કેમ્પમાં એકત્રિત થનારું રક્ત અમદાવાદ રેડક્રોસ સોસાયટી અને સરકારી હોસ્પિટલોના જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં મોકલવામાં આવશે. તેની સાથે જ, ચાલુ માસે આવતા પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે ગણપતપુરા ગામની અંદાજે 70 જેટલી નાની બાળકીઓ (જેમાંથી વ્રત કરતી 35 થી 40 દીકરીઓ) ના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટ દ્વારા તેમને ખાસ સિંગતેલમાં બનેલી શુદ્ધ વેફર્સ અને પૌષ્ટિક સુકામેવાનું (ડ્રાયફ્રૂટ્સ) વિતરણ કરવામાં આવશે, જેથી વ્રત દરમિયાન સી-સોલ્ટ (દરિયાઈ નમક) નો ત્યાગ કરીને દીકરીઓને સાત્વિક ઉર્જા મળી રહે.

    અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બે અત્યંત મહત્વાકાંક્ષી અને પરોપકારી પ્રોજેક્ટ્સનું પણ એલાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ ‘વૃંદાવન ધામ’ છે, જ્યાં સંપૂર્ણ માટી અને લીપણથી સજ્જ ૧૦૦૦ નંદીઓ માટે ભવ્ય ‘નંદી શાળા’, નર્મદા પરિક્રમાવાસીઓ માટે ‘અન્નપૂર્ણા ભંડાર’, પવિત્ર ‘મા ખોડલ ઘાટ’ અને વડીલો માટે વિશેષ ‘વૃદ્ધાશ્રમ’ નું નિર્માણ કરવામાં આવશે. જ્યારે બીજો પ્રોજેક્ટ ચાણોદ ખાતે ‘મા મકરવાહિની મોક્ષધામ ફાઉન્ડેશન’ નો છે, જ્યાં પોતાના સ્વજનોના અસ્થિ લઈને આવતા લોકો માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ કરી આપવામાં આવશે. પૂજ્ય બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દેશના સક્ષમ ધર્મગુરુઓ અને ધાર્મિક ટ્રસ્ટો મંદિરોમાં રહેલી સંપત્તિનો સાચો અને દુરંદેશી ઉપયોગ કરે, તો રાષ્ટ્રના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારનું સ્તર વૈશ્વિક સ્તરે ખૂબ ઊંચું આવી શકે છે.

    ]]>
    https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/feed/ 0
    અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન https://khabarpatri.in/atul-auto-limited-marks-35th-foundation-day-with-grand-blood-donation-camp-for-cancer-patients/ https://khabarpatri.in/atul-auto-limited-marks-35th-foundation-day-with-grand-blood-donation-camp-for-cancer-patients/#respond Thu, 16 Jul 2026 10:27:12 +0000 https://khabarpatri.in/?p=2228

    પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રાજ્યભરમાં રક્તની ભારે અછત ઊભી થઈ છે, ત્યારે કેન્સરના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. ૧૭ જુલાઈ, શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી અતુલ ઓટો લિમિટેડ, મોગલ માતાજીના મંદિરની સામે, અમદાવાદ-રાજકોટ હાઇવે, ગામ ભાયલા, તા. બાવળા, જી. અમદાવાદ ખાતે આ કેમ્પ યોજાશે.

    આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) માં સારવાર લઈ રહેલા દર્દીઓને મદદરૂપ થવાનો છે. ઉલ્લેખનીય છે કે, GCRI માં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોમાંથી પણ કેન્સરના દર્દીઓ નિઃશુલ્ક સારવાર અર્થે આવે છે. હાલમાં રાજ્યની બ્લડ બેન્કોમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરિયાત છે, જેને પહોંચી વળવા અતુલ ઓટો પરિવાર દ્વારા આયોજિત આ સેવાકાર્ય એક મહત્વનું કદમ બની રહેશે.

    રક્તદાનનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણી જણાવે છે કે, રક્ત આપણા શરીરમાં શુદ્ધ ઑક્સિજન પહોંચાડવાની સાથે ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. માનવ શરીરમાં રક્તનો પ્રવાહી ભાગ ‘પ્લાઝમા’ કહેવાય છે, જેમાં ૯૨% પાણી અને બાકીના ભાગમાં પ્રોટીન, સુગર અને વિટામિન્સ જેવા પોષક તત્વો હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીરમાં ૫૦૦૦ થી ૬૦૦૦ ml રક્ત હોય છે, જેમાંથી માત્ર ૩૫૦ થી ૪૫૦ ml રક્તનું જ દાન કરવાનું હોય છે. એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન ત્રણ વ્યક્તિઓને નવું જીવનદાન આપી શકે છે. દાન કરેલા રક્તનો જથ્થો શરીરમાં માત્ર બે જ દિવસમાં અને તેના તમામ ઘટકો માત્ર ૨૦ દિવસમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. તેથી, દરેક સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવું જ જોઈએ.

    અમૂલ્ય માનવ જિંદગીઓને બચાવવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અતુલ ઓટો લીમીટેડ પરિવાર અને શ્રી વિનય જસાણી દ્વારા લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ અંગેની વિશેષ માહિતી કે માર્ગદર્શન માટે મો. ૯૯૦૪૩૦૦૨૨૮ અથવા મો. ૮૦૮૧૪૯૯૯૬૮ પર સંપર્ક કરી શકાશે.

    વધુમાં, સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પારિવારિક પ્રસંગો, જન્મદિવસ કે કોઈ સ્વજનના સ્મૃતિદિન નિમિત્તે આવા રક્તદાન કેમ્પ યોજીને રક્તની અછતને દૂર કરવામાં પોતાનો ફાળો આપે. રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન કે અન્ય કોઈપણ જીવદયાના સેવાકીય કાર્યો અંગેના આયોજન માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણીનો મો. ૯૪૨૮૨૦૦૬૬૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

     

    ]]>
    https://khabarpatri.in/atul-auto-limited-marks-35th-foundation-day-with-grand-blood-donation-camp-for-cancer-patients/feed/ 0
    ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન https://khabarpatri.in/shankaracharyas-chaturmas-to-be-held-in-a-gaushala-for-the-first-time-grand-event-at-pathmeda-from-july-29-to-september-26/ Tue, 30 Jun 2026 05:31:57 +0000 https://khabarpatri.in/?p=2171 ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્યના સાન્નિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ આયોજન 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે.

    સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજની પ્રેરણાથી આયોજિત થનારા આ ‘સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ’નું આયોજન હજારો ગૌમાતાઓની વચ્ચે, અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર કરવામાં આવશે. શ્રી સુરભિ શક્તિપીઠના સંરક્ષક પૂજ્ય મહંત શ્રી યોગેશ દાસજી મહારાજે જણાવ્યું હતું કે, જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (શારદા દ્વારિકા પીઠાધીશ્વર) ના પાવન સાન્નિધ્યમાં પ્રથમ વખત કોઈ ગૌશાળામાં ચાતુર્માસનું આયોજન થવા જઈ રહ્યું છે. આને ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના ક્ષેત્રમાં એક ઐતિહાસિક અવસર માનવામાં આવી રહ્યો છે.

    શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ન્યાસ, કર્ણાવતીના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચાચાણે જણાવ્યું કે, ચાતુર્માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા, શ્રીરામચરિતમાનસ કથા, નાની બાઈ કા માયરા, શ્રી શિવ મહાપુરાણ કથા, શ્રી હરિહર ભક્તમાલ કથા અને ગૌ ભક્તમાલ કથા સહિત કુલ સાત કથાઓનું આયોજન કરવામાં આવશે. કર્ણાવતી શાખાના સંરક્ષક શ્રી સુભાષભાઈ જોડીવાલે જણાવ્યું કે, આની સાથે જ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો પણ યોજાશે તેમજ દરરોજ ગૌ-અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવશે.

    કેન્દ્રીય મંત્રી શ્રી લલિતભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ આયોજન દરમિયાન ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌદુગ્ધ (ગાયના દૂધ) નો ઉપયોગ, ગૌચિકિત્સા, ગૌસંવર્ધન, દેશી નસ્લ સંરક્ષણ અને પંચગવ્ય આધારિત માનવ ચિકિત્સા જેવા વિષયો પર રાષ્ટ્રીય સ્તરના સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. આના માધ્યમથી ગૌચેતનાના વ્યાપક જનજાગરણનું અભિયાન ચલાવવામાં આવશે.

    સંસ્થાના સીઈઓ શ્રી આલોકભાઈ સિંઘલે જણાવ્યું કે, ગુજરાતના ગામેગામમાં આ મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે ગૌસેવકોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. બીજી તરફ કર્ણાવતી-ગાંધીનગર સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાઓના માધ્યમથી પથમેડા પહોંચીને ચાતુર્માસ આરાધના અને ગૌસેવાનો પુણ્ય લાભ પ્રાપ્ત કરશે. કર્ણાવતી શાખાના ચેરમેન શ્રી વિનોદભાઈ સાહીવાલે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન ગોબર-ગૌમૂત્રથી ખેતી, ગૌદુગ્ધાનના ઉપયોગથી થતા ફાયદા, ગૌચિકિત્સાના વિવિધ આયામો, ગૌસંવર્ધન, ગૌસંપોષણ, નસ્લ સંવર્ધન, પંચગવ્યથી માનવ ચિકિત્સા વગેરે વિષયો પર રાષ્ટ્રીય સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.

    સમન્વયક શ્રી આનંદભાઈ અગ્રવાલે જણાવ્યું કે, આ આયોજનના માધ્યમથી ગૌચેતના જગાડવાના કાર્યની સાથે ગુજરાતના ગામેગામમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જેના માટે વિવિધ ગૌસેવકોને જવાબદારીઓ આપવામાં આવી રહી છે. મહામંત્રી શ્રી અંજનીભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાતમાંથી આ સમયગાળા દરમિયાન હજારો ગૌભક્તો ગૌમાતાના આ અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે વિવિધ યાત્રાઓ દ્વારા જશે. આ પ્રસંગે શ્રી જશવંતભાઈ પટેલ, શ્રી દેવારામજી ડિગારી, શ્રી શ્રીરામજી હેન્ડવાડા, શ્રી ઘેવરચંદજી બિલડ, શ્રી ગિરધારીલાલજી સોઢા અને શ્રી નરેન્દ્રજી રૂપાવાસ ઉપસ્થિત રહ્યા હતા.

    ]]>
    જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન https://khabarpatri.in/breaking-the-silence-on-sex-education-a-grand-book-launch-of-know-yourself/ Fri, 26 Jun 2026 05:07:29 +0000 https://khabarpatri.in/?p=2156
  • જાતીય શિક્ષણ: મૌન નહીં, નિષ્ણાતો સાથે પેનલ ડિસ્કશન અને ‘નો યોરસેલ્ફ’ (Know Yourself )પુસ્તકનું લોકાર્પણ
  • સમાજમાં વર્ષોથી જાતીય શિક્ષણ (સેક્સ એજ્યુકેશન) પ્રત્યે પ્રવર્તતી ઓછી સમજણ, સંકોચ અને મૌનને તોડવાના એક ક્રાંતિકારી ઉદ્દેશ્ય સાથે ઝેડ કેડ ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ પુસ્તક વિમોચન કાર્યક્રમ અને પેનલ ડિસ્કશન અમદાવાદ ખાતે યોજાયું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના જે.બી. ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભારતભરમાં સેક્સ એજ્યુકેશન ક્ષેત્રના અગ્રણી વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત  પુસ્તક ‘નો યોરસેલ્ફ’ ( Know Yourself – Sexual Knowledge For You)’ નું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ‘જાતીય શિક્ષણ: મૌન નહીં’ વિષય હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડૉ. ભદ્રાયુ વછરાજાની,  પ્રસૂતિ અને સ્ત્રીરોગના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. મિતાલી વસાવડા (ગાયનેકોલોજિસ્ટ), સુરતના જાણીતા કાઉન્સેલર, થેરાપિસ્ટ અને સાયકોલોજિસ્ટ રશ્મિ ઝા તથા અમદાવાદના એસોસિએટ પ્રોફેસર ડૉ. માર્ગી હાથી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો. પેનલ ડિસ્કશનનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું

    આ પ્રસંગે ઉપસ્થિત પુસ્તકના લેખક અને લોકભારતી યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પ્રાધ્યાપક ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ પોતાના સંબોધનમાં શિક્ષણ અને સામાજિક જાગૃતિના પાસાં પર વિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષણ ક્ષેત્રે ૩૬ વર્ષની ભવ્ય કારકિર્દી ભોગવી ચૂકેલા અને આજથી ૩૮ વર્ષ પહેલાં સેક્સ એજ્યુકેશન વિષયમાં ભારતભરનું સૌપ્રથમ ડૉક્ટરેટ (Ph.D.) કરનાર ડૉ. ભદ્રાયુ એ જણાવ્યું હતું કે, જો આપણે આપણા બાળકને પાચનતંત્ર અને શ્વસનતંત્રનું વિજ્ઞાન વગર સંકોચે સમજાવી શકતા હોઈએ, તો પ્રજનનતંત્રનું વિજ્ઞાન શીખવવામાં કે સમજાવવામાં શરમ શા માટે રાખવી જોઈએ ? તેમણે ઉમેર્યું હતું કે, પ્રજનનતંત્ર એ મનુષ્યની સમગ્ર પર્સનાલિટી ઉપર અસર કરનારું અત્યંત મહત્વનું તંત્ર છે, તેથી જ ૧૩ વર્ષથી ઉપરના કિશોરો, યુવાનો, વાલીઓ અને શિક્ષકો માટે જાતીયતા અંગેનું એક સચોટ ‘સેલ્ફ- લર્નિંગ મટીરીયલ’ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી તેમણે આ પુસ્તકની રચના કરી છે. અગાઉ ગુજરાતીમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘તમારી જાતને ઓળખો’ ની ૧૨થી વધુ આવૃત્તિઓની અભૂતપૂર્વ સફળતા બાદ, બદલાતા સમયમાં સોશિયલ મીડિયાના કારણે વ્યાપ્ત બનેલી યુવાનોની જાતીય મૂંઝવણોને વૈજ્ઞાનિક ઢબે દૂર કરવા માટે જ ખાસ કરીને અંગ્રેજી માધ્યમના વાચકો માટે આ સંવર્ધિત પુસ્તક ‘Know Yourself’ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બાળકથી લઈને પિતા બનવા સુધીની સમગ્ર સફરને વૈજ્ઞાનિક આકૃતિઓ સાથે તાર્કિક રીતે વર્ણવવામાં આવી છે.

    કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન વિશેષ પેનલ ડિસ્કશનમાં તબીબી અને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો વચ્ચે ખૂબ જ ગહન અને અર્થપૂર્ણ સંવાદ યોજાયો હતો, જેનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં અમદાવાદના પ્રખ્યાત પ્રસૂતિ અને સ્ત્રીરોગના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. મિતાલી વસાવડા (ગાયનેકોલોજિસ્ટ) એ તબીબી દ્રષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વાલીઓએ પોતાના સંતાનો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખીને જાતીય સ્વાસ્થ્ય અંગેની કોઈપણ વાત શરમમાં રાખ્યા વિના યોગ્ય અને યથાર્થ વ્યક્તિ કે તબીબને પૂછી લેવી જોઈએ, જેથી ખોટી માહિતીના શિકાર બનવાથી બચી શકાય. આ જ સંવાદને આગળ ધપાવતા સુરતના જાણીતા કાઉન્સેલર, થેરાપિસ્ટ અને સાયકોલોજિસ્ટ રશ્મિ ઝાએ માનસિક સ્વાસ્થ્યના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કર્યું હતું કે સેક્સ્યુઅલ કન્ફ્યુઝન કે કમ્પલ્ઝન જેવી આંતરિક મૂંઝવણોમાં એકલા-એકલા મૂંઝાવા કે શરમાવાને બદલે પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ, જે સાચું માર્ગદર્શન આપીને વ્યક્તિને સન્માર્ગે વાળી શકે છે. આ સમગ્ર પેનલ ચર્ચામાં અમદાવાદના એસોસિએટ પ્રોફેસર ડૉ. માર્ગી હાથીએ મોડરેટર તરીકે સુંદર ભૂમિકા ભજવીને સંવાદને અત્યંત રસપ્રદ બનાવ્યો હતો.

    કાર્યક્રમના સમાપન અવસરે ઝેડ કેડ ગ્રુપના પ્રતિનિધિઓએ આ પ્રકારના પબ્લિક અવેરનેસ ફોરમને સપોર્ટ કરવા પાછળનો પોતાનો સામાજિક સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઝેડ કેડ ગ્રુપ સમાજમાં કોઈ ક્ષણિક કે ઉપરછલ્લો બદલાવ લાવવા કરતાં સમાજને સાચી દિશામાં દીર્ઘકાલીન રીતે ‘જાગૃત’ કરવા માંગે છે, જેથી આપણી આવનારી પેઢી એક સ્વસ્થ અને વૈજ્ઞાનિક માનસિકતા સાથે આગળ વધી શકે.

    આ પુસ્તક ઝેડ કેડ પબ્લિકેશન (ZCAD Publication) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તે ઝેડ કેડ પબ્લિકેશનની સત્તાવાર વેબસાઇટ, Amazon.in અને Flipkart પર ઓનલાઇન તેમજ અગ્રણી ઓફલાઇન બુકસ્ટોર્સ પર ખરીદી માટે સરળતાથી ઉપલબ્ધ છે.

    ]]>
    એમએસએમઈ વીક 2026: “તમારા GST પ્રશ્નો, અમારી પ્રાથમિકતા”–આઈસીએઆઈઅમદાવાદદ્વારાGST આઉટરીચ પહેલ https://khabarpatri.in/msme-week-2026-your-gst-issues-our-priority-icai-ahmedabad-leads-gst-outreach-initiative/ Wed, 24 Jun 2026 06:11:31 +0000 https://khabarpatri.in/?p=2152 અમદાવાદ, 23 જૂન, 2026: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા તેના GST અને ઈન્ડાયરેક્ટ ટેક્સ કમિટી મારફતે, CGST અમદાવાદ ઝોનના સહયોગથી ICAI ભવન, અમદાવાદ ખાતે MSME Week 2026 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) ને GST સહાય, જાગૃતિ અને વ્યાવસાયિક માર્ગદર્શન દ્વારા સશક્ત બનાવવાનો હતો.

     

    આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને કીનોટ સ્પીકર તરીકે CA. શ્રી સુનીલ કુમાર મલ્લ (IRS), ચીફ કમિશનર, CGST અમદાવાદ ઝોનની પ્રતિષ્ઠિત ઉપસ્થિતિ રહી હતી.

     

    આ પહેલ ICAI ના રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેમાં GST પાલન મજબૂત બનાવવું અને MSMEs માટે વ્યવસાય પ્રક્રિયાઓને સરળ બનાવવાનું મુખ્ય લક્ષ્ય રહ્યું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં ઉદ્યોગ સહાયતા કેન્દ્રો (Udyam Sahayata Kendras) ની સ્થાપના, ટાર્ગેટેડ Outreach કાર્યક્રમો અને GST સંબંધિત મુદ્દાઓ જેમ કે રજિસ્ટ્રેશન અને રિફંડ માટે ઝડપી નિરાકરણનો સમાવેશ થયો હતો.

    મુખ્ય અતિથિનો ઉલ્લેખ – શ્રી સુનીલ કુમાર મલ્લ: “GST માત્ર ટેક્સ સુધારણા નથી, પરંતુ એક પરિવર્તનાત્મક યાત્રા છે. વિભાગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા વ્યાવસાયિકો વચ્ચેનો સહકાર પારદર્શિતા, કાર્યક્ષમતા અને MSMEs માટે વ્યવસાય સરળતા સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી છે.”

     

    ચેરમેન, ICAI અમદાવાદ બ્રાંચ – CA. રિંકેશ શાહનો ઉલ્લેખ: “ICAI અમદાવાદ ટેક્સપેયર્સ અને GST પ્રશાસન વચ્ચેનો અંતર ઘટાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. MSME Week જેવી પહેલ દ્વારા, અમે પ્રાયોગિક ઉકેલો પ્રદાન કરવા, પાલન મજબૂત બનાવવા અને MSMEs ને તેમના વિકાસમાં સહાય કરવા પ્રયત્નશીલ છીએ—કારણ કે MSMEs વિકાસ કરે ત્યારે ભારત વિકાસ કરે છે.”

     

    આ કાર્યક્રમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને MSME પ્રતિનિધિઓની ઉત્સાહી ભાગીદારી જોવા મળી, જે ICAI અને GST સત્તાઓ વચ્ચે મજબૂત સહભાગિતાને વધુ મજબૂત બનાવે છે અને એક સશક્ત અને પાલનયોગ્ય કર પ્રણાલી નિર્માણમાં સહાયક બની છે.

    ]]>
    સુરતમાં 15 જૂને યોજાશે શ્રીલંકા ટૂરિઝમનો વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડશો, દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ બિઝનેસ પર રહેશે ફોકસ https://khabarpatri.in/sri-lanka-tourisms-special-travel-trade-roadshow-to-be-held-in-surat-on-june-15-focus-will-be-on-the-travel-business-of-south-gujarat/ Fri, 12 Jun 2026 04:31:25 +0000 https://khabarpatri.in/?p=2092
  • ભારતથી આવતા પ્રવાસીઓ શ્રીલંકાના કુલ વિદેશી પ્રવાસીઓના આશરે 23 ટકા, 2026માં 30 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો લક્ષ્યાંક
  •  

    સુરત, 10 જૂન 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (SLTPB) મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી 15 જૂન 2026ના રોજ સુરતમાં એક વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડશો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ ઉદ્યોગ સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો અને શ્રીલંકાને એક પસંદગીના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવાનો છે.

     

    તાજેતરના વર્ષોમાં ગુજરાત, ખાસ કરીને સુરત, આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે ઝડપથી ઊભરી રહેલા બજાર તરીકે સામે આવ્યું છે. અહીં પરિવારો, યુવાનો અને કોર્પોરેટ પ્રવાસીઓ વચ્ચે વિદેશ પ્રવાસ, ડેસ્ટિનેશન વેડિંગ, લક્ઝરી વેકેશન અને MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સિસ એન્ડ એક્ઝિબિશન્સ) ટૂરિઝમની માંગ સતત વધી રહી છે. આ જ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ટૂરિઝમ આ ક્ષેત્રમાં પોતાની પહોંચ અને ભાગીદારીનો વિસ્તાર કરી રહ્યું છે.

     

    વર્ષ 2025 શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્ર માટે એક રેકોર્ડ બ્રેક વર્ષ સાબિત થયું. દેશમાં 23 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પહોંચ્યા, જેમાં ભારત સૌથી મોટું સોર્સ માર્કેટ (સ્ત્રોત બજાર) રહ્યું. ભારતથી 5.31 લાખથી વધુ પ્રવાસીઓ શ્રીલંકા ગયા, જે કુલ વિદેશી પ્રવાસીઓના આશરે 23 ટકા છે. આ જ ઉત્સાહજનક પ્રદર્શનના આધારે શ્રીલંકામાં વર્ષ 2026માં 30 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

    સુરતમાં યોજાનારા આ રોડશોમાં શ્રીલંકાના અગ્રણી હોટેલ જૂથો, રિસોર્ટ્સ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ, પ્રવાસન સેવા પ્રદાતાઓ અને પ્રવાસન આકર્ષણ કેન્દ્રો ભાગ લેશે. તેઓને દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ, MICE પ્લાનર્સ, કોર્પોરેટ ટ્રાવેલ બાયર્સ, મીડિયા પ્રતિનિધિઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે સીધા જોડાવાની તક મળશે.

     

    કાર્યક્રમ દરમિયાન બિઝનેસ-ટુ-બિઝનેસ નેટવર્કિંગ, ડેસ્ટિનેશન પ્રેઝન્ટેશન, વન-ટુ-વન બાયર-સેલર મીટિંગ્સ, મીડિયા ઇન્ટરેક્શન, શ્રીલંકન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, નેટવર્કિંગ ડિનરની સાથે-સાથે આકર્ષક લકી ડ્રો અને ભેટ સોગાદોનું પણ આયોજન કરવામાં આવશે.

     

    શ્રીલંકા ટૂરિઝમના અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતનું મજબૂત અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રત્યે વધતી જતી રુચિ તેને તેમના માટે એક મહત્વપૂર્ણ બજાર બનાવે છે. ભારતથી ઓછું અંતર, સરળ કનેક્ટિવિટી, સુંદર દરિયા કિનારા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વન્યજીવ પ્રવાસન, વેલનેસ અનુભવો અને એડવેન્ચર પ્રવૃત્તિઓ શ્રીલંકાને ભારતીય પ્રવાસીઓ માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.

     

    શ્રીલંકા ટૂરિઝમને આશા છે કે સુરત રોડશોથી નવા વ્યાપારિક અવસરો ઊભા થશે, ટ્રાવેલ ઉદ્યોગ વચ્ચે સહયોગ વધશે અને આગામી સમયમાં દક્ષિણ ગુજરાતથી શ્રીલંકા જનારા પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો જોવા મળશે.

    ]]>
    અમદાવાદમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા ‘જૂનાગઢ ચેપ્ટર’ નો ભવ્ય શુભારંભ: વેપાર જગતમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે https://khabarpatri.in/grand-inauguration-of-junagadh-chapter-by-vaishnav-business-network-vbn-in-ahmedabad/ Wed, 27 May 2026 07:30:23 +0000 https://khabarpatri.in/?p=2055 અમદાવાદ: દેશભરના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને એક મજબૂત બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડતી અગ્રણી સંસ્થા વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તેના બહુપ્રતિક્ષિત અને ભવ્ય ‘જૂનાગઢ ચેપ્ટર’ નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રતિષ્ઠિત ‘એકા ક્લબ’ (લેક ગેટ-૩) ખાતે ૨૭ મે, ૨૦૨૬ના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે આ ભવ્ય લોન્ચિંગ સમારોહ યોજાયો હતો. આ લોન્ચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ નેટવર્કિંગનો વ્યાપ વધારવાનો તેમજ “C = Culture (સંસ્કૃતિ), P = Professionalism (વ્યવસાયિકતા) અને J = Joy (આનંદ-સંબંધો)” ના મૂળ મંત્રો સાથે વેપારીઓને પરસ્પર સહયોગથી આગળ વધારવાનો છે. ‘સાથે મળીને મજબૂત બનીએ, સાથે મળીને પ્રગતિ કરીએ’ ના સૂત્ર સાથે જૂનાગઢ ચેપ્ટરની સમગ્ર ટીમ આ ગ્રાન્ડ ઓપનિંગ માટે અત્યંત ઉત્સાહિત જોવા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને આમંત્રિત વિઝિટર્સે હાજરી આપી હતી.

    આ ભવ્ય લોન્ચિંગ પ્રસંગે સંસ્થાના ગવર્નિંગ અને રીઝનલ ટીમના તમામ મુખ્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં VBN ગવર્નિંગ ટીમના પ્રેસિડેન્ટ ચિત્રાંગ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહ અને સેક્રેટરી-ટ્રેઝરર જીજ્ઞેશ શાહ દ્વારા નવનિયુક્ત ટીમને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ઇવેન્ટને સફળ બનાવવા માટે અમદાવાદ રીઝનલ ટીમમાંથી પ્રેસિડેન્ટ નિહાલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સાગર શાહ અને સેક્રેટરી ટ્રેઝરર અંકિત શાહ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને વ્યાપારી નેટવર્કિંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

    આ સમારોહમાં VBN જૂનાગઢ ચેપ્ટરની નવી મેનેજમેન્ટ ટીમના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરીને તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. આ નવી ટીમમાં પ્રમુખ (President) તરીકે ડો. અમી શાહ, ઉપપ્રમુખ (Vice President) તરીકે હિતાર્થ પરીખ અને સેક્રેટરી ટ્રેઝરર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ચેપ્ટરના સંચાલનને વેગ આપવા માટે લીડ VGD તરીકે અશિત શાહ તેમજ લીડ ઇવેન્ટ મા દર્શન શાહ અને ઉત્સવ શાહ, સપોર્ટ ડેલિગેટ તરીકે સૌરિન શાહ અને વિવેક શાહ ઉત્સાહભેર જવાબદારી સંભાળી રહ્યા છે.

    આ સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા અને નેટવર્કિંગ ઇવેન્ટને સફળ બનાવવામાં અમદાવાદ રીઝન VGD ટીમનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. જેમાં પ્રણવ પારેખ, કૃતિ નાગોરી, કેતન શાહ, ભાવેશ શેઠ, પુષ્પક શાહ, પ્રિયંક શાહ અને જીજ્ઞેશ ગાંધીએ અને આખી ઇવેન્ટ ટીમ એ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઇવેન્ટમાં બિઝનેસ ઓબ્ઝર્વર્સ અને વિઝિટર્સ તરીકે હાજર રહેલા સેંકડો સ્થાનીય વેપારીઓએ વ્યાપારિક આદાન-પ્રદાન કર્યું હતું. નવનિયુક્ત જૂનાગઢ મેનેજમેન્ટ ટીમે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવું ચેપ્ટર આગામી દિવસોમાં અમદાવાદ ના ઉદ્યોગસાહસિકોના વેપારને એક નવી ઊંચાઈએ લઈ જવામાં માઇલસ્ટોન સાબિત થશે.

    ]]>
    સફળતાના એક વર્ષનો ઉત્સવ: ખોજ ઓફિસની પ્રથમ વર્ષગાંઠ ઉજવણી https://khabarpatri.in/khoj-by-punitji-1-year/ Thu, 30 Apr 2026 11:22:08 +0000 https://khabarpatri.in/?p=1985 એક સુંદર સફર, વિશ્વાસ અને પ્રેરણાથી ભરેલો એક વર્ષ પૂર્ણ કરીને ખોજ ઓફિસ તેની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા જઈ રહી છે. આ પ્રસંગ માત્ર એક વર્ષ પૂરું થવાનું નથી, પરંતુ વિકાસ, પ્રગતિ અને અનેક લોકોના જીવનમાં લાવવામાં આવેલા સકારાત્મક પરિવર્તનોનું ઉજવણી છે.
    ખોજ ઓફિસની સ્થાપના લોકોના જીવનમાં માર્ગદર્શન, સકારાત્મકતા અને આંતરિક શક્તિ શોધવા માટે કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં, ખોજે અનેક લોકોના જીવનને સ્પર્શ્યું છે અને તેમને તેમની સાચી દિશા શોધવામાં મદદ કરી છે.


    આ ખાસ પ્રસંગને ઉજવવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે *1 મે, 2026 (શુક્રવાર)*ના રોજ સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી, ખોજ બાય પુનિતજી, ટાઇટેનિયમ મોલ, શ્યામળ ખાતે.
    આ પ્રસંગને વધુ ગૌરવ આપશે ગુજરાતીના જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી જિતેન્દ્ર ઠક્કરની ઉપસ્થિતિ. તેમનું આગમન આ ઉજવણીને વધુ વિશેષ બનાવશે.

    આ સાંજ ખોજની સફરનું પ્રતિબિંબ હશે — સકારાત્મકતા, આધ્યાત્મિક વિકાસ અને સંબંધોની મીઠાશથી ભરેલી. આ માત્ર એક ઉજવણી નથી, પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે જેમણે આ સફરમાં સાથ આપ્યો છે.
    “એક વર્ષ સાથે, વિકાસ અને પ્રેરણાનું — તમારી ઉપસ્થિતિ અમારી ઉજવણીને વધુ ખાસ બનાવશે.” – Punitji Lulla

    ]]>
    અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે https://khabarpatri.in/the-grand-go-samman-kankrej-go-mahakumbh-will-be-held-from-april-20-to-22-at-kathwada-ahmedabad/ Mon, 13 Apr 2026 05:19:22 +0000 https://khabarpatri.in/?p=1917 અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450-500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે.

    આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્યલુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત, ગૌ-આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે.

    ત્રણ દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે કાંકરેજ ગો મહાકુંભનો શુભારંભ ગોવંશ અને ગૌપાલકોના ભવ્ય સામૈયા સાથે થશે, ત્યારબાદ સુરભિ યજ્ઞ, ગોવંશ સ્પર્ધા અને ગો વિજ્ઞાન ગોષ્ઠિના સત્રો યોજાશે. મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ‘ગોદાન મૂવી’ બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગોવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ જામશે. છેલ્લે ૨૨ એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

    આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાલાભાઈ રણછોડભાઈ રબારી (મુખ્ય આયોજક – કઠવાડા/નરોડા), જયરામભાઈ સેંધાભાઇ રબારી (થલતેજ), દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (પોર), વિનુભાઈ ભગવાનભાઈ દેસાઈ (મોકાપુરા), સંદીપભાઈ બળદેવભાઈ દેસાઈ (શેડયા), ભરતભાઈ સાંકાભાઈ દેસાઈ (કુહા), ટીનાભાઈ બળદેવભાઈ દેસાઈ (એદરાડ),  ગોવિંદભાઈ કનુભાઈ દેસાઈ (દેહગામ), હિરેનભાઈ સુખદેવભાઈ દેસાઈ (નાની કડી), વિહાભાઈ ખોડાભાઈ દેસાઈ (છારોડી), દિનેશભાઈ હરેશભાઈ દેસાઈ (અડીસણાનાપરા), જયેશભાઈ ભીખાભાઈ દેસાઈ (ચરીયાળા), વિષ્ણુભાઈ ભલાભાઈ દેસાઈ (વહેલાલ), લાલાભાઈ હીરાભાઈ દેસાઈ (કઠવાડા) સહિતના અનેક ગૌભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.

    ]]>
    અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું https://khabarpatri.in/gujarat-media-awards-2026-celebrates-excellence-in-journalism-honors-22-outstanding-media-professionals-in-ahmedabad/ Thu, 09 Apr 2026 11:40:58 +0000 https://khabarpatri.in/?p=1901 અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે  7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે  શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ પત્રકારોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની ભૂમિકા સમાજ ઘડતરમાં અત્યંત મહત્વની છે અને આવા એવોર્ડ્સથી પાયાના સ્તરે કામ કરતા પત્રકારોને નવી ઉર્જા મળે છે.

    આ ગૌરવશાળી સમારોહમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના અનેક દિગ્ગજો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે એવોર્ડ્ સમારંભ માં નિર્ણાયક તરીકે ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી, ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના હેડ ડૉ. સોનલ પંડ્યા, તેમજ NIMCJ ના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશીકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. આ પ્રસંગે ભરત પંડ્યા (બીજેપીના પ્રવક્તા), અજયભાઈ ઉમટ (ગ્રુપ એડિટર, અમદાવાદ મિરર & નવગુજરાત સમય), ડૉ. નીતિન સુમંત શાહ (હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), ડૉ. મોહિલ પટેલ (અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક), ગોવિંદ વરમોરા (સનહાર્ટ સીરામીક), પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ  ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

    આ ગૌરવશાળી સમારોહમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના અનેક દિગ્ગજો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પરિવર્તન લાવનારા મીડિયાકર્મીઓના કાર્યને બિરદાવવાનો છે. ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) ના ભવ્ય સમારોહમાં પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૨૨ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલને ‘લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મેઘના દેવને જ્યુરી સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો.

    આ વર્ષના વિજેતાઓમાં બેસ્ટ એન્કર (ફીમેલ) તરીકે તોરલ કવી અને બેસ્ટ એન્કર (મેલ) તરીકે જનક દવે, ખ્યાતિ બાજપાઈ જૈન (બેસ્ટ બિઝનેસ સ્ટોરી), ભરત રબારી (બેસ્ટ કાર્ટૂનિસ્ટ), દેવલ થોરિયા (બેસ્ટ કોલમિસ્ટ), પાયલ રાઠોડ (બેસ્ટ એજ્યુકેશન સ્ટોરી), અસ્મિતા દવે (બેસ્ટ એન્ટરટેઈનમેન્ટ સ્ટોરી), વિજય ચૌહાણ (બેસ્ટ ફીચર સ્ટોરી), પ્રતિક જાદવ (બેસ્ટ હેલ્થ સ્ટોરી), જીગ્નેશ પટેલ (બેસ્ટ ઇન્સ્પિરેશન સ્ટોરી), ક્રિષ્ના પટેલ (બેસ્ટ ઈફેક્ટિવ સ્ટોરી), જયદીપકુમાર પરમાર (બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સ્ટોરી), અમિત દવે (બેસ્ટ ફોટોગ્રાફર), જય થડેશ્વર  (બેસ્ટ પોડકાસ્ટર), યાજ્ઞિક પરીખ (બેસ્ટ પોલિટિકલ સ્ટોરી), રમેશ તન્ના (બેસ્ટ પોઝિટિવ સ્ટોરી), ભાવિની ડબગર (બેસ્ટ રિજનલ સ્ટોરી), મિત ત્રિવેદી (બેસ્ટ આર.જે.), કુશલ ગોલવેલકર (બેસ્ટ સ્પોર્ટ્સ સ્ટોરી) અને જય શુક્લાને બેસ્ટ વેબ સ્ટોરી માટે એવોર્ડ એનાયત કરાયા હતા.

    ગુજરાત મીડિયા એવોર્ડના મુખ્ય આયોજક અંકિત હિંગુ, નેહા હિંગુ અને સન મીડિયા સર્વિસીસની ટીમ દ્વારા પધારેલા આમંત્રિત મહેમાનો, મીડિયા જગતના દિગ્ગજો અને મહાનુભાવોનું  સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજક  અંકિત હિંગુ જણાવે છે કે ,ગુજરાત મીડિયા એવોર્ડ્સનું લક્ષ્ય ગુજરાતનું સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી મીડિયા પ્લેટફોર્મ બનીને ઉભરવાનું છે. અમે પત્રકારત્વના ક્ષેત્રમાં આવનારી નવી પેઢીને પ્રેરણા આપવા અને લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવાનું છે. પત્રકારત્વના આ વારસાને સત્યનિષ્ઠા સાથે આગળ વધારવોએ જ સન મીડિયા સર્વિસીસ અને GMA ની ટીમનો મુખ્ય સંકલ્પ છે. જે મીડિયા વ્યાવસાયિકો સત્ય અને જવાબદારી થી પોતાનું કામ કરે છે, તેમના કાર્યની કદર કરી તેમને વૈશ્વિક મંચ પૂરું પાડવાનું અમારું મિશન છે.”

    આ આયોજન સહયોગી તરીકે જીએમડીસી, સનહાર્ટ સિરામિક્સ ,અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક, ઇવોલ્વ ઇન્ડસ્ટ્રીઝ, ફીડુલિસ , પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ,અયોધ્યા,હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જીઓ ન્યૂઝ,શ્રી ભગવાન સિલેક્શન, પટેલ કેટરર્સ, માન્ઝા આઈસ્ક્રીમ, વિઝન રાવલ, જેનિશ સાઈન, ઇમેજબોક્સ ફિલ્મ્સ, કેન ડિઝાઇન સ્ટુડિયો, પાની વાલે, સેતુ મીડિયા જેવી સંસ્થાઓએ વિવિધ શ્રેણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    ]]>