રમત https://khabarpatri.in Fri, 03 Jul 2026 06:09:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png રમત https://khabarpatri.in 32 32 અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત યોજાયેલા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનો ઐતિહાસિક પ્રારંભ https://khabarpatri.in/historic-fiba-basketball-world-cup-qualifiers-debut-in-gujarat-draws-packed-crowd-at-veer-savarkar-indoor-stadium-ahmedabad/ https://khabarpatri.in/historic-fiba-basketball-world-cup-qualifiers-debut-in-gujarat-draws-packed-crowd-at-veer-savarkar-indoor-stadium-ahmedabad/#respond Fri, 03 Jul 2026 06:09:07 +0000 https://khabarpatri.in/?p=2182 અમદાવાદ, ગુજરાત |  જુલાઈ, 2026 : ગુજરાતે આજે એક ઐતિહાસિક રમતગમત ક્ષણનો સાક્ષી બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો, જ્યારે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનું આયોજન રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ભારત અને કતાર વચ્ચે રમાયેલી પ્રથમ મેચે ગુજરાતમાં બાસ્કેટબોલ રમતના વિકાસ માટે એક નવો અધ્યાય શરૂ કર્યો અને રાજ્યને દેશના અગ્રણી રમતગમત કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવ્યું.

આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મુકાબલો નિહાળવા માટે સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરાઈ ગયું હતું. રમતપ્રેમીઓ, મહાનુભાવો, રમતગમત સંચાલકો તથા અમદાવાદના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું.

ભારતીય બાસ્કેટબોલ ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને મેચના મોટા ભાગ દરમિયાન લીડ જાળવી રાખી હતી. જોકે અંતે કતારે 65-56થી જીત મેળવી હતી.

મેચની શરૂઆતમાં હર્ષ ડાગરે ત્રણ પોઇન્ટર સાથે ભારત માટે ખાતું ખોલાવ્યું હતું. ભારતે પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થતાં 12-7ની સરસ લીડ મેળવી હતી. બીજા ક્વાર્ટરમાં પ્રણવ પ્રિન્સે બે ત્રણ પોઇન્ટર સહિત કુલ 8 પોઇન્ટ નોંધાવ્યા હતા, જેના કારણે ભારતે કતાર સામે દબદબો જાળવી રાખીને 30-22ની હાફ-ટાઇમ લીડ મેળવી હતી.

ભારતીય ટીમે મેચના લગભગ 33મા મિનિટ સુધી લીડ જાળવી રાખી હતી, પરંતુ ત્યારબાદ કતારે જોરદાર વાપસી કરી હતી. ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતની લીડ માત્ર 44-42 સુધી સીમિત રહી હતી. ચોથા ક્વાર્ટરમાં કતારે પોતાની ગતિ જાળવી રાખી અને મેચમાં શાનદાર કમબેક કરીને જીત મેળવી હતી.

કતાર તરફથી અબ્દુલરહમાન સાદે સર્વાધિક 24 પોઇન્ટ નોંધાવ્યા હતા, જ્યારે ભારત તરફથી હર્ષ ડાગર અને પ્રણવ પ્રિન્સે 13-13 પોઇન્ટ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

ભારત હાલમાં FIBA વર્લ્ડ રેન્કિંગમાં 76મા ક્રમે છે, જ્યારે કતાર 78મા ક્રમે છે. ગ્રુપ-Dમાં ભારતે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચોમાં પરાજય ભોગવ્યો છે અને હવે FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગયું છે.

ભારત 16 એશિયન ટીમોમાંથી એક ટીમ તરીકે આ ક્વોલિફાયર્સમાં ભાગ લઈ રહ્યું છે અને તેને લેબનોન, સાઉદી અરેબિયા અને કતાર સાથે ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના 80 દેશો FIBAના આફ્રિકા, એશિયા-ઓશિઆનિયા, યુરોપ અને અમેરિકા ક્ષેત્રોમાંથી 2027 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે વિવિધ ક્વોલિફિકેશન વિન્ડોઝમાં ભાગ લઈ રહ્યા છે.

આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું સફળ આયોજન FIBA, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI), ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન (GSBA) તથા BFIની ટેક્નિકલ ટીમના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું છે. તમામ આયોજન, સ્પર્ધાત્મક વ્યવસ્થા અને સંચાલન અત્યંત વ્યાવસાયિક અને સફળ રહ્યું હતું.

ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટુર્નામેન્ટના આયોજન માટે સતત અને અભૂદપૂર્વ સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના સમર્થનના કારણે ગુજરાતમાં આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું સફળ આયોજન શક્ય બન્યું છે, જે રાજ્યને એક અગ્રણી રમતગમત હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે.

ભાગ લેનાર ખેલાડીઓ, કોચ, અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ સ્ટેડિયમની વિશ્વસ્તરીય સુવિધાઓ, ઉત્તમ આયોજન, ઉત્સાહી દર્શકો અને ગુજરાતની અતિથિ દેવો ભવઃની પરંપરાની વિશેષ પ્રશંસા કરી હતી.

હવે તમામની નજર આગામી મહત્વપૂર્ણ મુકાબલા પર છે, જેમાં ભારતનો મુકાબલો વિશ્વ ક્રમાંક 33 અને ગ્રુપ-Dની ટોચની ટીમ લેબનોન સામે 5 જુલાઈ, 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે આ જ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. મોટી સંખ્યામાં દર્શકો ફરી એકવાર ભારતીય ટીમને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ એશિયન ક્વોલિફાયર્સનું સફળ આયોજન સમગ્ર રાજ્ય માટે ગૌરવ અને આનંદની બાબત છે. આ ઐતિહાસિક પ્રસંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત આયોજન માટે પણ દેશના અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

]]>
https://khabarpatri.in/historic-fiba-basketball-world-cup-qualifiers-debut-in-gujarat-draws-packed-crowd-at-veer-savarkar-indoor-stadium-ahmedabad/feed/ 0
અમદાવાદમાં ‘UBS એથ્લેટિક કિડ્સ કપ સીઝન- 3′ યોજાશે : ભારતના ભાવિ ઓલિમ્પિયનોને પ્રોત્સાહન https://khabarpatri.in/ubs-athletics-kids-cup-season-3-launches-in-ahmedabad/ Thu, 14 May 2026 09:16:16 +0000 https://khabarpatri.in/?p=2025 અમદાવાદ ગુજરાત, મે 2026 — અમદાવાદ હવે રમતગમત ક્ષેત્રે એક શક્તિશાળી શહેર તરીકે ઉભરી રહ્યું છે. યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ (એકેસી) સીઝન 3 ના લોન્ચ સાથે, દેશભરમાં પાયાના સ્તરેથી બાળકોને રમતગમત સાથે જોડવા માટે એક નવી ચળવળ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોમાં એથ્લેટિક્સ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં ભારતને સફળતા અપાવવા માટે એક મજબૂત માર્ગ તૈયાર કરવાનો છે. આ કાર્યક્રમમાં ઓલિમ્પિયન આનંદ મીનેજીસ, યુબીએસ એથ્લેટિક કિડ્સ કપના CEO ડેનિયલ શન્કર, COO એન્ડ્રિયાસ કુએની અને પ્રોજેક્ટ ડિરેક્ટર ઝાહિર ખાન ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલનું નેતૃત્વ ડીએસપાવરપાર્ટ્સ  દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સ્વિસ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કંપની છે, જે સ્વિટ્ઝર્લેન્ડની અત્યંત સફળ એથ્લેટિક્સ ઇકોસિસ્ટમનો વર્ષોનો અનુભવ અને કુશળતા ભારત લાવી રહી છે. છેલ્લા દાયકામાં, સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વના સૌથી ઝડપથી ઉભરતા એથ્લેટિક્સ રાષ્ટ્રોમાંનું એક બન્યું છે. મજબૂત પાયાની વ્યવસ્થા, શાળાના રમતગમતમાં સંકલન અને વ્યાવસાયિક કોચિંગ શિક્ષણ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડે વિશ્વ કક્ષાના શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કર્યા છે.

સ્વિટ્ઝર્લેન્ડની સૌથી સફળ યુવા એથ્લેટિક્સ પહેલ ‘ યુબીએસ કિડ્સ કપ’ હવે મોટા પાયે ભારતમાં કાર્યરત કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ અને ગુજરાત આ પરિવર્તનના મુખ્ય કેન્દ્રો બનશે. આ કાર્યક્રમ ખાસ કરીને 7 થી 15 વર્ષની વયના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સમગ્ર ભારતમાં સફળતાનું સાબિત થયેલું પ્રમાણ

સીઝન 2 ની ભવ્ય સફળતા બાદ, યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ અત્યારથી જ ભારતની સૌથી મોટી ગ્રાસરૂટ એથ્લેટિક્સ પહેલ તરીકે ઉભરી આવી છે:

  • આ કાર્યક્રમ ભારતનાં 5 મુખ્ય શહેરો — અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે.
  • 2,500 થી વધુ શાળાઓની સહભાગિતા
  • સમગ્ર દેશમાં ૨,૫૦,૦૦૦ થી વધુ બાળકોની સક્રિય ભાગીદારી

સીઝન 3 હવે તેના વ્યાપને વધુ વિસ્તારવાના લક્ષ્ય સાથે, સમગ્ર ભારતમાં ૧૦ લાખ બાળકોને રમતગમત ક્ષેત્રે સક્રિય કરવાના મહત્વાકાંક્ષી ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે.

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા આ પહેલના સત્તાવાર એમ્બેસેડર તરીકે ચાલુ રહેશે, જે પાયાના સ્તરની ભાગીદારી અને રમતગમતની સર્વોચ્ચ સિદ્ધિઓ વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવશે.

અમદાવાદની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ

સીઝન 3 નો એક મુખ્ય સ્તંભ ‘ટ્રેન ધ ટ્રેનર’ (ટી3) પ્રોગ્રામ છે, જે પી.ટી. શિક્ષકો અને કોચને પાયાના સ્તરના એથ્લેટિક્સ માર્ગદર્શક અને પ્રતિભા શોધનારા બનવા માટે સશક્ત બનાવે છે.

આ પહેલ અમદાવાદના વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરવા અને મોટા આયોજનોથી આગળ વધીને એક ટકાઉ એથ્લેટિક્સ સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે શાળાઓ, સ્થાનિક હિતધારકો અને રમતગમત સત્તામંડળો સાથે મળીને કામ કરશે.

ધ લોન્ગ ટર્મ વિઝન

  • અમદાવાદ અને સમગ્ર ગુજરાતની શાળાઓને સક્રિય કરવી
  • બાળકો માટે વધુ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીનું નિર્માણ કરવું.
  • ભવિષ્યના મેડલ વિજેતાઓને તૈયાર કરવા
  • સીડબ્લયુજી(CWG) 2030 અને ત્યારબાદના ભવિષ્ય માટે એક ટકાઉ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું

પાયાના સ્તરથી સર્વોચ્ચ શિખર સુધી

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ અમદાવાદને ભારતની ભાવિ એથ્લેટિક્સ ઇકોસિસ્ટમમાં કેન્દ્રીય ભૂમિકા ભજવતા નિહાળે છે, જે પાયાના સ્તરની ભાગીદારીને ઉચ્ચ સ્તરીય પ્રદર્શનના માર્ગો સાથે જોડે છે.

પાયાના સ્તરની હિલચાલ ત્યારે જ કાયમી પ્રભાવ પાડી શકે છે જ્યારે યુવા પ્રતિભાઓ તેમની સામે સફળતાનું આગામી ડગલું સ્પષ્ટપણે જોઈ શકે. આથી જ, ડીએસપાવરપાર્ટ્સ ભારતની આગામી પેઢીના ચેમ્પિયન્સ માટે એક સર્વોચ્ચ પ્લેટફોર્મ તરીકે, વિશ્વસ્તરીય એથ્લેટિક્સ સ્પર્ધા ‘ભારત ગોલ્ડ કપ’  ને અમદાવાદમાં લાવવાનું લક્ષ્ય રાખે છે.

આ પહેલનો ઉદ્દેશ્ય એ પણ છે કે યુવા સ્પર્ધાઓ, સામુદાયિક જોડાણ અને પ્રતિભાના વિકાસ દ્વારા અમદાવાદના સ્ટેડિયમ અને એથ્લેટિક્સ સ્થળો આખું વર્ષ સંપૂર્ણપણે સક્રિય રહે.

અમદાવાદને એક આહવાન

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ સમગ્ર અમદાવાદની ઇકોસિસ્ટમને સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે:

  • શાળાઓ માટે: નિઃશુલ્ક નોંધણી અને અમલીકરણમાં સંપૂર્ણ સહાય
  • વાલીઓ માટે: બાળકોને જોડાવા માટે પ્રોત્સાહિત કરો — એથ્લેટિક્સના કોઈ પૂર્વ અનુભવની જરૂર નથી
  • કોચ અને પી.ટી. શિક્ષકો: ટી3 સર્ટિફિકેશન પાથવેમાં સહભાગી બનો
  • કોર્પોરેટ સંસ્થાઓ માટે: ભારતના ભાવિ ચેમ્પિયન્સના વિકાસમાં સહભાગી બનો

સ્વિસ નિષ્ણાતોના અનુભવ, મજબૂત સંસ્થાકીય ભાગીદારી અને અમદાવાદના સતત વિકસતા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, યુબીએસ  એથ્લેટિક્સ કિડ્સ કપ એશિયાની સૌથી શક્તિશાળી યુવા એથ્લેટિક્સ ઇકોસિસ્ટમ પૈકીની એકનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખે છે.

]]>
સુરતમાં TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) સિઝન 4 નો ભવ્ય સમાપન — “શાઈનિંગ સ્ટાર્સ” વિજેતા, “લેજન્ડ્સ” રનર અપ https://khabarpatri.in/tcl-top-champions-league-season-4-concludes-in-surat-shining-stars-wins-legends-runners-up/ Tue, 14 Apr 2026 09:13:54 +0000 https://khabarpatri.in/?p=1927 સુરત 2026, એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી રમાયેલ TCL (ટીમ ક્રિકેટ લીગ) સુરત સિઝન 4 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનો સુંદર સમન્વય જોવા મળ્યો.

આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ,  શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમ  જેવી 8 ટીમોએ ઉત્સાહપૂર્વક પોતાની રમત રજૂ કરી.

ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં “શાઈનિંગ સ્ટાર્સ” ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી, જ્યારે “લેજન્ડ્સ” ટીમ રનર અપ રહી. બંને ટીમોએ ઉત્તમ રમત દેખાડી અને દર્શકોનું દિલ જીતી લીધું.

આ પ્રસંગે TCL ની સ્થાપક નિમિષા શાહે આ સિદ્ધિને ગૌરવભર્યો ક્ષણ ગણાવ્યો અને જણાવ્યું કે TCL ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું સ્વપ્ન  છે. તેમણે ઉમેર્યું કે આ પ્લેટફોર્મ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ખાસ વાત એ રહી કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ નોન-પ્રોફેશનલ હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અદભૂત હતો. ગૃહિણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાબિત કર્યું કે ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક જુસ્સો છે.

આ ઇવેન્ટને સફળ બનાવવા માટે વિવિધ પાર્ટનર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો:

Reliance Digital – Electronics Partner

Reliance Smart – Grocery Partner

Swad – Authentic Food Partner

Kushalbhai Jewellers – Gifting Partner

Laserbliss – Gifting Partner

Smoiky Chill – Food Partner

JK Marketing and Events – Marketing Partner

TCL સુરત સિઝન 4 એ મહિલા ક્રિકેટમાં નવી ઉર્જા ભરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્પર્ધાઓને વધુ પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

]]>
IPL 2026: 28 માર્ચથી શરૂ થશે સીઝન, KKRને મોટો ફટકો – હર્ષિત રાણા આખી સીઝનમાંથી બહાર https://khabarpatri.in/ipl-2026-28-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%82-%e0%aa%a5%e0%aa%b6%e0%ab%87-%e0%aa%b8%e0%ab%80%e0%aa%9d%e0%aa%a8-kkr%e0%aa%a8%e0%ab%87/ Tue, 17 Mar 2026 12:54:53 +0000 https://khabarpatri.in/?p=1721 નવી દિલ્હી, 17 માર્ચ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટાટા IPL 2026ની પ્રથમ તબક્કાની સ્ક્રેડ્યૂલ જાહેર કરવામાં આવી છે. આ સીઝન 28 માર્ચ 2026થી શરૂ થઈ 31 મે 2026 સુધી ચાલશે. ટૂર્નામેન્ટની શરૂઆત રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૂર (RCB) અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) વચ્ચેની મેચથી M. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લૂરમાં થશે.

BCCIએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં 28 માર્ચ થી 12 એપ્રિલ 2026 વચ્ચે 20 મેચ રમાશે, જે બેંગ્લૂર, મુંબઈ, ગુવાહાટી, ન્યૂ ચંદીગઢ, લખનૌ, કોલકાતા, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ અને હૈદ્રાબાદ સહિત 10 સ્ટેડિયમ પર ખેલાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 4 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રૉયલ્સ ડબલ-હેડરમાં ખેલાશે.

KKRને મોટો આઘાત: હર્ષિત રાણા સીઝન બહાર

ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને IPL 2026 પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યા છે, અને 28 માર્ચ પહેલાં ફિટ ન થઈ શકે તે કારણે તેઓ સમગ્ર IPL 2026 સીઝનમાંથી બહાર થઈ ગયા છે. રાણાએ T20 વર્લ્ડ કપ વૉર્મ-અપ મૅચ દરમ્યાન ઘૂંટણ ઇજા સહન કરી હતી.

KKR હાલ વૈભવ અરોરા, ઉમ્રાન મલિક, કાર્તિક ત્યાગી અને આકાશ ડીપ જેવા બોલર્સ પર નિર્ભર રહેશે. KKRની પ્રથમ મૅચ 29 માર્ચ 2026ના રોજ વાંખેડ સ્ટેડિયમ, મુંબઈ ખાતે Mumbai Indians સામે રમાશે.

આ ઉપરાંત, IPL 2026 ઑક્શનમાં ઑસ્ટ્રેલિયન ઑલ-રાઉન્ડર કૅમેરૉન ગ્રીન ₹25.2 કરોડ (KKR) ના ભાવે વેચાઈ, જે IPL ઇતિહાસમાં વિદેશી ખેલાડી માટેનો સૌથી ઊંચો ભાવ છે.

]]>
આજથી શરૂ થયો T20 વર્લ્ડ કપ 2026, ભારત આજે રમશે પ્રથમ મેચ https://khabarpatri.in/%e0%aa%86%e0%aa%9c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%82-%e0%aa%a5%e0%aa%af%e0%ab%8b-t20-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa-2026-%e0%aa%ad%e0%aa%be/ Sat, 07 Feb 2026 12:46:15 +0000 https://khabarpatri.in/?p=1570 આજથી પ્રારંભ થયો T20 વર્લ્ડ કપ 2026

ક્રિકેટપ્રેમીઓ માટે સારો ખબર! આજથી આઈસીસી પુરુષો T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ રહી છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પોતાનો પ્રથમ મુકાબલો આજે રમવા ઉતરશે.

ભારતનું પ્રથમ મેચ આજે સાંજે 7 વાગ્યે (IST)

પ્રથમ મેચ આજે સાંજે 7 વાગ્યે (IST) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સંયુક્ત રાજ્ય અમેરિકા (યુએસએ) સામે ગ્રુપ ‘A’નો મુકાબલો શરૂ થશે. ટીમ ઇન્ડિયા પોતાનું T20 વર્લ્ડ કપ ટિટલ ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરી રહી છે.

આ સ્પર્ધા T20 ફોર્મેટમાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ભારત અને શ્રીલંકાની સહ-યજમાની હેઠળ યોજાઈ રહ્યો છે.

ભારતના T20 વર્લ્ડ કપ 2026 મેચ શેડ્યૂલ (ગ્રુપ સ્ટેજ)

1. ભારત vs યુએસએ – 07 ફેબ્રુઆરી 2026 – વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

2. ભારત vs નામિબિયા – 12 ફેબ્રુઆરી 2026 – અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્લી

3. ભારત vs પાકિસ્તાન – 15 ફેબ્રુઆરી 2026 – આર. પ્રેમદાસ સ્ટેડિયમ, કોલંબો, શ્રીલંકા

4. ભારત vs નેધરલેન્ડ્સ – 18 ફેબ્રુઆરી 2026 – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

(ભારત સુપર 8, સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે તો તેના મુકાબલા પછી જાહેર થશે)

ટીમ ઇન્ડિયાને માટે શુભકામનાઓ!

#T20WorldCup #TeamIndia #Cricket #IndiaVsUSA #Cricket2026

]]>
U19 વર્લ્ડ કપ ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, 80 બોલમાં ઝડપી 175 રન https://khabarpatri.in/u19-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%ab%88%e0%aa%ad%e0%aa%b5-%e0%aa%b8/ Fri, 06 Feb 2026 14:33:16 +0000 https://khabarpatri.in/?p=1562 હરારે, 6 ફેબ્રુઆરી: ભારતીય યુવા ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશીએ આજે U19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક પરિસ્રમણ આપ્યું. માત્ર 14 વર્ષના આ રાજસ્થાન રોયલ્સના ખેલાડીએ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે જબરદસ્ત 80 બોલમાં 175 રન ફટકારી ઈતિહાસ રચ્યો.

ત્વરિત સદીનો વિક્રમ

વૈભવે માત્ર 55 બોલમાં સદી પૂર્ણ કરી U19 વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદીનો વિક્રમ સ્થાપ્યો. તેણે 2022માં રાજ અંગદ બાવાના 69 બોલનો વિક્રમ તોડી નાખ્યો. આ સમગ્ર U19 વર્લ્ડ કપ ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી છે.

ફાઇનલમાં વિશેષ પ્રદર્શન

વૈભવની ઇનિંગ્સમાં કુલ 15 ચોગ્ગા અને 15 છગ્ગા સમાવેશ થયો, જેની સ્ટ્રાઇક રેટ અદભુત 218.75 રહી. તે U19 વર્લ્ડ કપ ફાઇનલમાં 150 રન કરનાર પ્રથમ બેટ્સમેન અને આ મહત્વપૂર્ણ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

કેપ્ટન મહાત્રે સાથે ભાગીદારી

વૈભવે કેપ્ટન આયુષ મહાત્રે (53 રન) સાથે મળીને બીજી વિકેટ માટે જબરદસ્ત ભાગીદારી કરી. બંનેએ મળીને ઈંગ્લેન્ડની બોલિંગ પર હુમલાખોરી કરી અને ભારતને મજબૂત સ્થિતિ અપાવી.

ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન

આ ટૂર્નામેન્ટમાં વૈભવે કુલ 7 મેચમાં 439 રન બનાવ્યા, જે U19 વર્લ્ડ કપની એક સિઝનમાં ભારતીય ખેલાડી દ્વારા ત્રીજા સૌથી વધુ રન છે. તે શિખર ધવન (505) અને સરફરાઝ ખાન (566) પછી આ યાદીમાં સ્થાન ધરાવે છે.

બિહારના આ યુવાન બેટ્સમેને પોતાની ઝડપી બેટિંગ અને આક્રમક શૈલીથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે. U19 વર્લ્ડ કપની ફાઇનલમાં આવી ઇનિંગ્સ રમવી એ તેમના ભવિષ્યની તેજસ્વિતાનો સંકેત છે.

]]>
યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે https://khabarpatri.in/ubs-athletics-kids-cup-to-host-ahmedabad-city-final-on-12-january-2026/ Sat, 10 Jan 2026 04:37:49 +0000 https://khabarpatri.in/?p=1441 યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલ સાથે તેની બીજી સીઝનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. આ ઇવેન્ટ અમદાવાદના નિકોલ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

અમદાવાદ, જાન્યુઆરી 2026 – માત્ર બે મહિના પહેલાં શરૂ થયેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાયલોટે ગ્રાસરૂટ એથ્લેટિક્સ (પાયાના સ્તરના એથ્લેટિક્સ) માટે મજબૂત ઉત્સાહ જગાવ્યો છે. 20 શાળાઓ અને બે સ્પોર્ટ્સ એકેડેમીઓથી શરૂ થયેલી આ પહેલે શાળા-સ્તરની સ્પર્ધાઓમાં 5,000થી વધુ બાળકોને સામેલ કર્યા હતા. તેમાંથી, ટોચના 500 યુવા એથ્લેટ્સ અમદાવાદ સિટી ફાઇનલમાં સ્પર્ધા કરવા માટે ક્વોલિફાય થયા છે – જે રમતગમતમાં હલનચલન, આત્મવિશ્વાસ અને આનંદની ઉજવણી છે.

અમદાવાદ પાયલોટ પર એક નજર

  • 5,000 બાળકોએ સ્કુલ- લેવલની સ્પર્ધાઓમાં ભાગ લીધો
  • 500 ફાઇનલિસ્ટ સિટી ફાઇનલમાં સ્પર્ધા કરશે
  • ભાગ લેનાર શાળાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, એ-વન ઝેવિયર્સ સ્કૂલ, મહારાજા અગ્રસેન પબ્લિક સ્કૂલ, અને અન્યનો સમાવેશ થાય છે
  • સ્પોર્ટ્સ એકેડેમીઓ: ગ્રો એકેડેમી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)

 સિટી ફાઇનલમાં, 7 થી 15 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓ આ પહેલના મુખ્ય એથ્લેટિક શિસ્તમાં ભાગ લેશે: 60 મીટર સ્પ્રિન્ટ, લાંબી કૂદ (long jump), અને બોલ થ્રો (ball throw). ફાઇનલિસ્ટ્સ એક વ્યાવસાયિક રીતે આયોજિત ઇવેન્ટના વાતાવરણનો અનુભવ કરશે જે યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે – સમાવેશકતા, ભાગીદારી અને સર્વાંગી શારીરિક વિકાસ. અમદાવાદ સિટી ફાઇનલના વિજેતાઓને મેડલ, પ્રમાણપત્રો અને ઇનામોથી નવાજવામાં આવશે, જે તમામ ભાગ લેનાર બાળકો અને શાળાઓ માટે એક યાદગાર હાઇલાઇટ બની રહેશે.

તેની બીજી સીઝન સાથે, આ પહેલ હવે ભારતના પાંચ શહેરોમાં 250,000થી વધુ બાળકો સુધી પહોંચી છે, જે દેશભરમાં તેની વધતી અસર અને સુસંગતતા દર્શાવે છે. શહેરની શાળાઓથી લઈને દૂરના સમુદાયો સુધી, યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ બાળકોને હલનચલન, સ્પર્ધા અને વિકાસ કરવાની તક આપે છે. સમગ્ર દેશમાં, શાળાઓ નોંધપાત્ર સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે દરિયાકિનારા પર, આંગણાઓમાં અથવા તો કામચલાઉ રીતે બંધ કરાયેલા રસ્તાઓ પર સ્થાનિક સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ પ્રયાસો દર્શાવે છે કે હલનચલન માટેના જુસ્સાને સંપૂર્ણ માળખાગત સુવિધાની જરૂર નથી – ફક્ત તેને સાકાર કરવાની ઇચ્છાશક્તિ હોવી જોઈએ.

“યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ ઝડપથી ભારતના રમતગમત ભવિષ્યને આકાર આપવાનું એક શક્તિશાળી સાધન બની ગયું છે,” એમ ડીએસપાવરપાર્ટ્સ  (Dspowerparts) ના સીઇઓ અને આ પહેલના સહ-સ્થાપક, ડેનિયલ શેન્કર કહે છે. “જ્યારે અમારી બીજી સીઝનમાં જ 250,000થી વધુ બાળકો આ મુવમેન્ટનો ભાગ બની ચૂક્યા છે, ત્યારે કોઈ કલ્પના કરી શકે છે કે દસ વર્ષમાં આનો અર્થ શું થઈ શકે છે – કેટલા બાળકો વધુ સક્રિય, આત્મવિશ્વાસપૂર્ણ બનવા માટે અને કદાચ ભારતીય ચેમ્પિયનની આગામી પેઢી બનાવવાની પ્રેરણા મેળવી શકે છે.”

આગામી પેઢી માટે પ્રેરણા

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા, યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના એમ્બેસેડર, આ પહેલને સમગ્ર ભારતમાં ગતિ પકડતી જોઈને ગર્વ અનુભવે છે. નીરજ ચોપરા કહે છે, “આટલા બધા બાળકોને આટલી આનંદદાયક અને સુલભ રીતે એથ્લેટિક્સ શોધતા જોઈને આનંદ થાય છે.” “મને યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ વિશે જે ગમે છે તે એ છે કે તે દરેક બાળકને – તેમના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના – રમતગમત રમવાની, પોતાને પડકારવાની અને મોટા સપના જોવાની તક આપે છે. આ અનુભવો જીવન બદલી શકે છે અને રમતગમતના મેદાનથી ઘણે દૂર સુધી આત્મવિશ્વાસનું નિર્માણ કરી શકે છે.”

1 નવેમ્બર અને 17 જાન્યુઆરીની વચ્ચે, ‘UBS એથ્લેટિક્સ કિડ્સ કપ દ્વારા મુંબઈ, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ અને અમદાવાદમાં ૧૪ રીજનલ અને ગ્રાન્ડ સિટી ફાઈનલ્સનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ્સ સેંકડો શાળાઓના શ્રેષ્ઠ યુવા રમતવીરોને એક મંચ પર લાવે છે, જેઓ વ્યાવસાયિક વાતાવરણમાં પોતાની મહેનત, પ્રતિભા અને ખેલદિલીના જોશ સાથે સ્પર્ધા કરશે.

“આ માત્ર મેડલ જીતવા વિશે નથી,” એમ યુબીએસ ઇન્ડિયા સર્વિસ કંપનીના હેડ, મેથિયાસ શેક કહે છે. “તે એક એવી સંસ્કૃતિને પોષવા વિશે છે જ્યાં રમતગમત દરેક બાળકના જીવનનો કુદરતી ભાગ બની જાય છે – તેમને મજબૂત, સ્વસ્થ અને તેમના સમુદાયો સાથે વધુ જોડાયેલા બનવા માટે સશક્ત બનાવે છે. આ રીતે આપણે સાથે મળીને એક સારું ભવિષ્ય બનાવીએ છીએ.”

 

 

ઇવેન્ટની વિગતો

  • તારીખ: 12 જાન્યુઆરી 2026
  • સ્થળ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ, નિકોલ, અમદાવાદ
]]>
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 નો ફાઇનલ રાઉન્ડ સ્વામીનારાયણ યુનિવર્સિટીમાં ભવ્ય રીતે સંપન્ન https://khabarpatri.in/smart-india-hackathon-2025-grand-finale-concludes-successfully-at-swaminarayan-university-gujarat/ Sun, 14 Dec 2025 09:14:41 +0000 https://khabarpatri.in/?p=1388 સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 – ફાઈનલ રાઉન્ડ નો ઉદ્ઘાટન  08 ડિસેમ્બર 2025 ની સવારે 8:૦૦ કલાકે મેડીકાલ હોલ,સ્વામીનારાયણ યુનિવર્સિટી,કલોલ,ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય સ્વામી શ્રી ડૉ.પ્રેમસ્વરુપદાસજી, વાઈસ પ્રેસિડેન્ટ આદરણીય સ્વામી શ્રી ભક્તવત્સલ સ્વામીજી અને આદરણીય સ્વામી શ્રી ભકિતનંદન દાસજી તેમજ સંતવૃંદ , યુનિવર્સિટી માનનીય વાઈસ ચાન્સેલરશ્રી ડૉ રૂપેશ વસાણી, યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી , વિભાગ ના ડીન શ્રીઓ તથા આમંત્રિત ઉદ્યોગ નિષ્ણાતોની સાથે  નોડલ ઓફીસરશ્રીઓ શ્યામ સુંદર સનાથાન તેમજ મનીષ પાટીલ તથા શ્રીમતી પ્રીતીબેન વ્યાસ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર દેશમાંથી પસંદગી પ્રાપ્ત કરેલી ટીમોના વિદ્યાર્થીઓ, મેન્ટર્સ, જજેસ તથા ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્વાગત ભાષણમાં યુનિવર્સિટીના  કુલપતિ શ્રી એ  હેકાથોનના રાષ્ટ્રીય મહત્વ, નવીનતા-આધારિત શિક્ષણ અને Problem-Solving Culture અંગે પ્રકાશ પાડ્યો. મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન, ટેક્નોલોજીકલ એક્સલન્સ અને સ્ટાર્ટઅપ-ઓરિએન્ટેડ વિચારસરણી તરફ પ્રેરિત કર્યા તથા રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા પર ભાર મુક્યો. ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના આયોજન, ટેક્નિકલ સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરની હોસ્ટિંગ ક્ષમતા માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. સમારોહ બાદ તમામ ટીમોને તેમની સમસ્યા-નિવેદન સમજાવતું સત્ર તથા મેન્ટર ઇંટરએકશન સાથે હેકાથોનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી. આ ઉદ્ઘાટન સમારોહે સમગ્ર કાર્યક્રમ માટે ઊર્જા સભર, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી માહોલનું નિર્માણ કર્યું. સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય સ્વામી શ્રી ડૉ.પ્રેમસ્વરુપદાસજી ના આશીર્વચન સાથે ઉદઘાટન સત્ર નું સમાપન કરવામાં આવ્યું .

આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી કુલ 20  ટીમોએ  ભાગ  લીધો હતો જેમાં 38 છોકરીઓ અને 82 છોકરાઓ ઉપસ્થિત હતા જેમણે સરકાર અને ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી સમસ્યાઓ માટે નવીન અને પ્રાયોગિક સોલ્યુશન તૈયાર કર્યા. 36 કલાકના સતત હેકિંગ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના ટેક્નિકલ કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. ઉદ્યોગ નિષ્ણાતો અને મેન્ટર્સે ટીમોને સતત માર્ગદર્શન આપ્યું, જ્યારે અંતિમ દિવસે પ્રેઝેન્ટેશન અને મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ ટીમોને સન્માનિત કરવામાં આવી .

સ્વામીનારાયણ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ વિકાસની દિશામાં આગળ વધતા*“ઝિરો વેસ્ટ હેકેથોન”નું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી વિકસાવવી, પર્યાવરણમૈત્રી ઉકેલો શોધવા, અને કેમ્પસ તેમજ સામાજિક સ્તરે કચરામુક્ત જીવનશૈલી નિર્માણ કરવા માટે ટેક્નોલોજી આધારિત પ્રયોગાત્મક કાર્યને પ્રોત્સાહન આપવાનો હતો. આ હેકેથોનમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આંતરવિષયક દૃષ્ટિકોણ સાથે ગ્રીન મેનેજમેન્ટ, રિસાયક્લિંગ-અપસાયક્લિંગ ટેકનિક્સ, ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ ડિઝાઇન, કચરો વિભાજન સિસ્ટમ્સ, સ્માર્ટ ડસ્ટબિન મોડ્યુલ, અને ઝિરો-વેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતના વિષયો પર પ્રોજેક્ટ રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓને પર્યાવરણ નિષ્ણાતો, ઉદ્યોગજગતના માર્ગદર્શકો અને ફેકલ્ટી મેન્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે તેઓ સમસ્યાઓને હોલિસ્ટિક રીતે સમજી શક્યા અને ન માત્ર ટેક્નિકલ પરંતુ સામાજિક જવાબદારી ધરાવતા ઉકેલોની રચના કરી શક્યા. હેકેથોને વિદ્યાર્થીઓમાં સર્જનશીલતા, ટીમવર્ક, સમસ્યા-ઉકેલવાની ક્ષમતા, અને ગ્રીન ટેક્નોલોજી પ્રત્યેની જાગૃતિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણ જાગૃતિ (Environmental Consciousness), સામાજિક જવાબદારી (Social Responsibility), નવીનતા અને રીસર્ચ અભિગમ  (Innovation & Research Orientation) તેમજ સમગ્ર વિદ્યાર્થી વિકાસ (Holistic Development) જેવા મહત્વના સૂચકોને મજબૂત બનાવ્યા. હેકેથોનના અંતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સનું સન્માન કરવામાં આવ્યું અને વિજેતા ટીમોને યુનિવર્સિટી સ્તરે તેમની કલ્પનાઓને સ્ટાર્ટઅપ અથવા કેમ્પસ–ઈમ્પેક્ટ મોડેલ તરીકે વિકસાવવા માર્ગદર્શન આપવા વિશેષ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કુલ મળીને આ “ઝિરો વેસ્ટ હેકેથોન”એ વિદ્યાર્થીઓમાં ગ્રીન ફ્યુચર પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારી અને યુનિવર્સિટી કેમ્પસને વધુ ટકાઉ અને પર્યાવરણમૈત્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું.

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025નો ફાઈનલ રાઉન્ડ 08–09 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીનારાયણ યુનિવર્સિટી, ગુજરાત ખાતે રાષ્ટ્રીય સ્તરની ભવ્યતા અને શૈક્ષણિક ગૌરવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત હેકાથોનમાં સમગ્ર દેશમાંથી પસંદ થયેલ પ્રતિભાશાળી વિદ્યાર્થી ટીમોએ ભાગ લીધો, જેમાં ટેક્નોલોજી, ઈનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ સહિતના ક્ષેત્રોને આવરી લેતા સમસ્યા-નિવેદનો પર સતત 36 કલાક સુધી કાર્ય intense problem-solving mode માં કાર્ય કર્યું. યુનિવર્સિટી દ્વારા અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-એન્ડ ઇન્ટરનેટ સુવિધા, ટેક્નિકલ લેબ સપોર્ટ, આરામદાયક કાર્યસ્થળ, ફૂડ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી, જેના કારણે તમામ ટીમો ઉચ્ચ ઊર્જા અને ઉત્સાહ સાથે હેકિંગ સત્રમાં નિરંતર જોડાયેલી રહી. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં માનનીય વાઈસ ચાન્સેલર, પ્રો-વાઈસ ચાન્સેલર, રેજિસ્ટ્રાર, ડીન, વિભાગાધ્યક્ષો, ઉદ્યોગ નિષ્ણાતો તથા વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેતા સમગ્ર કાર્યક્રમનું શૈક્ષણિક મૂલ્ય વધ્યું. દરમ્યાન ટેક્નિકલ મેન્ટર્સ, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને જજેસે દરેક ટીમને ઉચ્ચ સ્તરના  માર્ગદર્શન અને પ્રાયોગિક સૂચનો આપ્યા, જેના કારણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વધુ સુદૃઢ અને ઇમ્પેક્ટ-ડ્રિવન બન્યા. હેકાથોનના અંતિમ દિવસે તમામ ટીમોએ તેમના પ્રોજેક્ટ્સનો પ્રોટોટાઇપ, ડેમો અને પ્રેઝન્ટેશન જજિંગ પેનલ સમક્ષ રજૂ કર્યા, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટેક્નિકલ કૌશલ્ય અને ઇનોવેટિવ વિચારોનું અનોખું સંયોજન જોવા મળ્યું. નિષ્ણાત સમિતિએ મૂલ્યાંકન માપદંડો અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને વિશેષ પ્રશંસા, સર્ટિફિકેટ અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી સન્માનિત કર્યા.

આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટી માટે ગૌરવમય ક્ષણ તરીકે સાબિત થયો, કેમ કે આ આયોજન દ્વારા યુનિવર્સિટીએ નેશનલ લેવલ ઇનોવેશન ઇવેન્ટનું સફળ હોસ્ટિંગ કરીને પોતાની શૈક્ષણિક ક્ષમતા, આયોજનાત્મક મજબૂતાઈ અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. હેકાથોન દ્વારા વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજીકલ ઇનોવેશન, ટીમવર્ક, સમસ્યા વિશ્લેષણ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને વ્યવહારૂ અમલીકરણની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઈ, જે તેમને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ અને પ્રોફેશનલ કરિયરમાં મજબૂત પાયો પૂરું પાડશે. સ્વામીનારાયણ યુનિવર્સિટીએ આ સફળ આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક, ટેક્નિકલ અને સંસ્થાકીય પ્રતિષ્ઠામાં વધુ એક સોનેરી પાનું ઉમેર્યું.

]]>
ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન https://khabarpatri.in/for-the-first-time-in-gujarat-a-state-level-judo-tournament-for-visually-impaired-players-was-successfully-organized/ Thu, 13 Nov 2025 05:41:15 +0000 https://khabarpatri.in/?p=1262 ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન

લાયન સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, ઇન્ડિયન બ્લાઇન્ડ એન્ડ પેરા જુડો એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ઇન્ડિયન સ્પોર્ટ્સ ન્યૂ દિલ્હી અને પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાનું જુડો ટુર્નામેન્ટ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું.

આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 44 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર કુલ 24 ખેલાડીઓ હવે આવનારા 19 થી 22 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના શ્રી ગંગાનગર ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ અવસરે લાયન સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી દિપાલીબેન રાખી, ઈએમસીના વોટર કમિટી ચેરમેન બગડીયા સાહેબ, બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી શ્રી કલ્પેશ ત્રિવેદી તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

શ્રી કલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો છે. ગુજરાતમાં પ્રથમવાર આવી જુડો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ એ અમારો ગૌરવનો વિષય છે. રાજ્યના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે, જે દરેક માટે પ્રેરણાદાયી છે.”

આ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો નમ્ર પ્રયાસ હતો, જે સૌપ્રથમ વખત ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

]]>
Microsoft announces native Teams https://khabarpatri.in/microsoft-announces-native-teams/ Thu, 04 Aug 2022 17:01:31 +0000 https://demo.adorethemes.com/adore-news-pro/?p=408 Montes, esse hendrerit erat. Minima dolorem dolore, id repellendus repellendus etiam ultrices tellus voluptates ac taciti, enim quod natoque sodales! Ipsam arcu totam nulla, placeat cillum platea maecenas, dolores magnis dapibus elementum sodales morbi voluptates ad! Placeat dolore sapien. Hic magnam recusandae, sociis iste! Repellat excepteur dolor blanditiis? Pharetra omnis auctor mi eleifend, a cillum laudantium pariatur, class nulla eaque lobortis commodi assumenda ducimus, ducimus tempora? Voluptatem maiores quisque? Sunt morbi! In provident earum ratione qui, aliquet repudiandae? Inventore turpis, occaecati, diam nibh rerum. Nesciunt voluptatem urna. Quo delectus cras ipsam exercitationem! Nihil vestibulum, justo asperiores. Magni purus itaque unde.

]]>