રાષ્ટ્રીય https://khabarpatri.in Tue, 24 Mar 2026 05:47:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png રાષ્ટ્રીય https://khabarpatri.in 32 32 સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો https://khabarpatri.in/veeranjali-2-5-program-held-in-a-grand-manner-at-sanand/ Tue, 24 Mar 2026 05:47:09 +0000 https://khabarpatri.in/?p=1781 વીરાંજલિ સમિતિ તેમજ GTPL દ્વારા આયોજિત વંદે માતરમ્ની ઉજવણીના ઉપક્રમે ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિત્તે સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો. માં ભારતીના વીર ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો આ કાર્યક્રમ છેલ્લા ૧૮ વર્ષથી અવિરત રીતે યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો છે. વર્ષ ૨૦૨૬માં વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત આ વિશેષ સંસ્કરણમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની અજાણી અને પ્રેરણાદાયી શૌર્યગાથાઓ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી માયાભાઈ આહિર, શ્રી સાંઈરામ દવે, શ્રી રાજભા ગઢવી અને શ્રી અલ્પાબેન પટેલ જેવા લોકપ્રિય કલાકારોએ પોતાની કલાત્મક પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિત દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. ૨૩ માર્ચના શહીદ દિવસની પાવન સ્મૃતિમાં ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને નમન કરવામાં આવ્યું અને આશરે ૪૦ હજારની જન-મેદનીએ એકસ્વરે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે ક્ષણો અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ બની રહી.

આ વર્ષે ડાયરાની સાથે સાથે મેર રાસ, દિકરીઓનો તલવાર રાસ તેમજ શહીદોને વંદન કરતી “વીર જવાનોની” આરતી સાથે આકાશમાં રજૂ થયેલો ભવ્ય ડ્રોન શો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ ડ્રોન શોએ ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગમાં રંગી દીધા અને સાણંદના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આવા પ્રકારનો અદભુત દ્રશ્ય અનુભવ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી પ્રવિણભાઈ માણી, શ્રી ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી સંજયસિંહ મહીડા, શ્રી કમલેષભાઈ પટેલ, શ્રી રીવાબા જાડેજા, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઈ દવે, શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા તથા સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આમ, “વીરાંજલિ ૨.૫” એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે સાથે દેશપ્રેમની ભાવનાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડતો એક યાદગાર કાર્યક્રમ સાબિત થયો.

]]>
ઓડિશા પરબ : અમદાવાદમાં જોવા મળશે ઓડિશાના વાઇબ્રન્ટ કલ્ચર, વાનગીઓ, ક્રાફટ અને ટુરિઝમ એક્સપિરિયન્સનો સમન્વય https://khabarpatri.in/odisha-parab-brought-the-vibrant-culture-cuisine-crafts-and-tourism-experiences-of-odisha-to-ahmedabad/ Sat, 21 Mar 2026 10:50:26 +0000 https://khabarpatri.in/?p=1769
  • 21થી 23 માર્ચ, 2026 દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન & એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત
  •  

    ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યોમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય જોવા મળે છે. પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી, ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે. બેંગલુરુ અને ગુવાહાટી ખાતે અગાઉની આવૃત્તિઓની સફળતા બાદ, ઓડિશા સરકારનો પ્રવાસન વિભાગ, અમદાવાદમાં તેના મુખ્ય સાંસ્કૃતિક અને પર્યટન પ્રદર્શન ઓડિશા પરબ  લાવી રહ્યો છે. આ પહેલ ઓડિશાના અનુભવ-આધારિત પર્યટન, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ક્રિએટિવ પરંપરાઓને સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાના હેતુથી વ્યાપક રાષ્ટ્રીય પહોંચનો એક ભાગ છે.

     

    પશ્ચિમ ભારતમાં ઓડિશાની ભાવના લાવવા માટે, પ્રવાસન વિભાગ, ઓડિયા ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના સહયોગથી અને હાથશાળ, કાપડ અને હસ્તકલા વિભાગ, ORMAS, ADISHA અને મિશન શક્તિની સક્રિય ભાગીદારી સાથે, અમદાવાદ ખાતે 21 થી 23 માર્ચ 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રણ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શન ઓડિશા પરબનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંગે શ્રીમતી પ્રવતી પરિદા (માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓફ ઓડિશા) એ માહિતી આપી હતી.

     

    આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઓડિશાની જીવંત પરંપરાઓ, કલાત્મક અભિવ્યક્તિઓ અને પ્રવાસન સંભાવનાનો એક અનોખો અનુભવ રજૂ કરવાનો છે, જેમાં સંસ્કૃતિ, ભોજન, હસ્તકલા, હાથવણાટ અને ડેસ્ટિનેશન શોકેસને એક છત નીચે એકસાથે લાવવામાં આવશે.

     

     

    આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઓડિશાના નિષ્ણાત કલાકારો દ્વારા કરવામાં આવતું લાઈવ પ્રદર્શન હશે, જ્યાં મુલાકાતીઓ પરંપરાગત કલાને નજર સામે બનતી જોઈ શકશે. અહીં ખાસ સ્ટોલ્સ પર ઓડિશાના પ્રખ્યાત કાપડ અને હસ્તકલાની વસ્તુઓ, જેમ કે હાથવણાટનું કાપડ અને GI-ટેગ ધરાવતી વસ્તુઓ જોવા મળશે. મુલાકાતીઓને કલાકારો સાથે વાતચીત કરવાની અને દરેક કલા પાછળ રહેલો વારસો અને તેની ખાસ પદ્ધતિઓ વિશે જાણવાની તક પણ મળશે

    ભોજનનો વિભાગ પણ એટલો જ આકર્ષક હશે, જેમાં ખાસ ફૂડ સ્ટોલ્સ અને વાનગીઓના લાઈવ પ્રદર્શન દ્વારા ઓડિશાની વિવિધતા પીરસવામાં આવશે. મુલાકાતીઓ ઓડિશાના દરિયાકાંઠાના, આદિવાસી અને પરંપરાગત ભોજનનો અસલી સ્વાદ માણી શકશે. આ સાથે જ ઓડિશાની પ્રખ્યાત મીઠાઈ ‘છેના પોડા’ નો લ્હાવો પણ લઈ શકાશે

     

    “અમદાવાદમાં યોજાનાર ‘ઓડિશા પરબ ‘માં શાસ્ત્રીય, લોક અને આદિવાસી નૃત્યોનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે, જે ઓડિશાની વાર્તાલાપ શૈલી અને શૌર્યની પરંપરાઓને રજૂ કરશે. ઓડિસી, ગોટીપુઆ, સંબલપુરી નૃત્ય, પાઈકા અખાડા, ઘુમુરા, ઢેમસા, છાઉ અને ઘુડુકી જેવી અદભૂત કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અનોખી ઝલક જોવા મળશે

     

    સાંસ્કૃતિક પ્રદર્શનો ઉપરાંત, આ કાર્યક્રમ ઓડિશાની પર્યટન ક્ષમતાને ઉજાગર કરશે, મુલાકાતીઓને વારસો અને આધ્યાત્મિકતાથી લઈને વન્યજીવન, દરિયાકિનારા અને ઇકો-ટુરિઝમ સ્થળો સુધીના રાજ્યના વિવિધ પ્રવાસ અનુભવોનો પરિચય કરાવશે.

     

    પ્રવાસન જોડાણોને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમના ભાગ રૂપે, પ્રવાસન આઉટરીચ ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રવાસ વેપાર હિસ્સેદારો સાથે જોડાણ સહિત વિશેષ પહેલનું પણ આયોજન કરવામાં આવશે.

     

    માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ કરતાં વધુ કલ્પના કરાયેલ, ઓડિશા પરબ, અમદાવાદ સાંસ્કૃતિક વિનિમય, સંવાદ અને ઉજવણી માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, ઓડિશા અને ગુજરાત વચ્ચે જોડાણોને મજબૂત બનાવે છે જ્યારે ઓડિશાને સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન અને પર્યટન માટે એક જીવંત સ્થળ તરીકે પ્રોત્સાહન આપે છે.

    ]]>
    IPL 2026: 28 માર્ચથી શરૂ થશે સીઝન, KKRને મોટો ફટકો – હર્ષિત રાણા આખી સીઝનમાંથી બહાર https://khabarpatri.in/ipl-2026-28-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b6%e0%aa%b0%e0%ab%82-%e0%aa%a5%e0%aa%b6%e0%ab%87-%e0%aa%b8%e0%ab%80%e0%aa%9d%e0%aa%a8-kkr%e0%aa%a8%e0%ab%87/ Tue, 17 Mar 2026 12:54:53 +0000 https://khabarpatri.in/?p=1721 નવી દિલ્હી, 17 માર્ચ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટાટા IPL 2026ની પ્રથમ તબક્કાની સ્ક્રેડ્યૂલ જાહેર કરવામાં આવી છે. આ સીઝન 28 માર્ચ 2026થી શરૂ થઈ 31 મે 2026 સુધી ચાલશે. ટૂર્નામેન્ટની શરૂઆત રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૂર (RCB) અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) વચ્ચેની મેચથી M. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લૂરમાં થશે.

    BCCIએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં 28 માર્ચ થી 12 એપ્રિલ 2026 વચ્ચે 20 મેચ રમાશે, જે બેંગ્લૂર, મુંબઈ, ગુવાહાટી, ન્યૂ ચંદીગઢ, લખનૌ, કોલકાતા, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ અને હૈદ્રાબાદ સહિત 10 સ્ટેડિયમ પર ખેલાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 4 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રૉયલ્સ ડબલ-હેડરમાં ખેલાશે.

    KKRને મોટો આઘાત: હર્ષિત રાણા સીઝન બહાર

    ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને IPL 2026 પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યા છે, અને 28 માર્ચ પહેલાં ફિટ ન થઈ શકે તે કારણે તેઓ સમગ્ર IPL 2026 સીઝનમાંથી બહાર થઈ ગયા છે. રાણાએ T20 વર્લ્ડ કપ વૉર્મ-અપ મૅચ દરમ્યાન ઘૂંટણ ઇજા સહન કરી હતી.

    KKR હાલ વૈભવ અરોરા, ઉમ્રાન મલિક, કાર્તિક ત્યાગી અને આકાશ ડીપ જેવા બોલર્સ પર નિર્ભર રહેશે. KKRની પ્રથમ મૅચ 29 માર્ચ 2026ના રોજ વાંખેડ સ્ટેડિયમ, મુંબઈ ખાતે Mumbai Indians સામે રમાશે.

    આ ઉપરાંત, IPL 2026 ઑક્શનમાં ઑસ્ટ્રેલિયન ઑલ-રાઉન્ડર કૅમેરૉન ગ્રીન ₹25.2 કરોડ (KKR) ના ભાવે વેચાઈ, જે IPL ઇતિહાસમાં વિદેશી ખેલાડી માટેનો સૌથી ઊંચો ભાવ છે.

    ]]>
    સંકલ્પ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહિલા આરોગ્ય અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન https://khabarpatri.in/%e0%aa%b8%e0%aa%82%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%aa-%e0%aa%ae%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%87%e0%aa%b6%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%9f/ Mon, 09 Mar 2026 09:00:15 +0000 https://khabarpatri.in/?p=1672 ડૉ. અજય શાહના માર્ગદર્શન હેઠળ સંકલ્પ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહિલા દિવસે આરોગ્ય અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન

    અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સંકલ્પ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ૮ માર્ચે સોલા રોડ સ્થિત હોસ્પિટલ ખાતે મહિલા આરોગ્ય જાગૃતિ અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

    આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન પ્રસિદ્ધ ડૉક્ટર ડૉ. અજય શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પોતાના આરોગ્ય વિશે જાગૃત બનાવવાનો અને બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરવાનો હતો.

    કેમ્પ દરમિયાન નીચે મુજબની આરોગ્ય સેવાઓ આપવામાં આવી:

    • બ્લડ ડોનેશન કેમ્પ

    • સર્વાઇકલ કેન્સર (HPV) માટે મફત વેક્સિનેશન

    • બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અને મફત કન્સલ્ટેશન

    • મફત થાઇરોઇડ ટેસ્ટ (TSH)

    • મફત ગાયનેકોલોજિસ્ટ કન્સલ્ટેશન

    • નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આરોગ્ય માર્ગદર્શન

    આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો અને અનેક મહિલાઓએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન કરી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું.

    આ પ્રસંગે ડૉ. અજય શાહે જણાવ્યું કે બ્રેસ્ટ કેન્સરની વહેલી ઓળખ, સર્વાઇકલ કેન્સરથી બચાવ માટે HPV વેક્સિનેશન અને નિયમિત આરોગ્ય ચકાસણી મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

    હોસ્પિટલ વ્યવસ્થાપને આ કેમ્પને સફળ બનાવવા સહકાર આપનાર તમામ દાતાઓ, ભાગ લેનારાઓ, વોલન્ટિયર્સ અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો.

    ]]>
    U19 વર્લ્ડ કપ ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, 80 બોલમાં ઝડપી 175 રન https://khabarpatri.in/u19-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%95%e0%aa%aa-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%ab%88%e0%aa%ad%e0%aa%b5-%e0%aa%b8/ Fri, 06 Feb 2026 14:33:16 +0000 https://khabarpatri.in/?p=1562 હરારે, 6 ફેબ્રુઆરી: ભારતીય યુવા ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશીએ આજે U19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક પરિસ્રમણ આપ્યું. માત્ર 14 વર્ષના આ રાજસ્થાન રોયલ્સના ખેલાડીએ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે જબરદસ્ત 80 બોલમાં 175 રન ફટકારી ઈતિહાસ રચ્યો.

    ત્વરિત સદીનો વિક્રમ

    વૈભવે માત્ર 55 બોલમાં સદી પૂર્ણ કરી U19 વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદીનો વિક્રમ સ્થાપ્યો. તેણે 2022માં રાજ અંગદ બાવાના 69 બોલનો વિક્રમ તોડી નાખ્યો. આ સમગ્ર U19 વર્લ્ડ કપ ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી છે.

    ફાઇનલમાં વિશેષ પ્રદર્શન

    વૈભવની ઇનિંગ્સમાં કુલ 15 ચોગ્ગા અને 15 છગ્ગા સમાવેશ થયો, જેની સ્ટ્રાઇક રેટ અદભુત 218.75 રહી. તે U19 વર્લ્ડ કપ ફાઇનલમાં 150 રન કરનાર પ્રથમ બેટ્સમેન અને આ મહત્વપૂર્ણ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

    કેપ્ટન મહાત્રે સાથે ભાગીદારી

    વૈભવે કેપ્ટન આયુષ મહાત્રે (53 રન) સાથે મળીને બીજી વિકેટ માટે જબરદસ્ત ભાગીદારી કરી. બંનેએ મળીને ઈંગ્લેન્ડની બોલિંગ પર હુમલાખોરી કરી અને ભારતને મજબૂત સ્થિતિ અપાવી.

    ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન

    આ ટૂર્નામેન્ટમાં વૈભવે કુલ 7 મેચમાં 439 રન બનાવ્યા, જે U19 વર્લ્ડ કપની એક સિઝનમાં ભારતીય ખેલાડી દ્વારા ત્રીજા સૌથી વધુ રન છે. તે શિખર ધવન (505) અને સરફરાઝ ખાન (566) પછી આ યાદીમાં સ્થાન ધરાવે છે.

    બિહારના આ યુવાન બેટ્સમેને પોતાની ઝડપી બેટિંગ અને આક્રમક શૈલીથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે. U19 વર્લ્ડ કપની ફાઇનલમાં આવી ઇનિંગ્સ રમવી એ તેમના ભવિષ્યની તેજસ્વિતાનો સંકેત છે.

    ]]>
    ઉત્તર ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિષમતા અને ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા https://khabarpatri.in/%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%ab%80-%e0%aa%85/ Mon, 02 Feb 2026 09:07:42 +0000 https://khabarpatri.in/?p=1543 Arricle By – આશિષ તળાવિયા
    Gujarat University, MMCJ

    ગુજરાતના ભૌગોલિક નકશા પર નજર કરીએ તો ઉત્તર-પૂર્વ સરહદે આવેલો બનાસકાંઠા જિલ્લો વૈવિધ્યસભર ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. આ જિલ્લાનો દાંતા તાલુકો અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલો છે, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવા છતાં સામાજિક અને આર્થિક વિકાસની દ્રષ્ટિએ અત્યંત પછાત રહ્યો છે. આ પ્રદેશમાં વસતો આદિવાસી સમુદાય સદીઓથી ગરીબી, અશિક્ષણ, અને કુપોષણ સામે લડી રહ્યો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દાંતા તાલુકાની કુલ વસ્તી ૨,૨૪,૮૩૯ છે, જેમાંથી આશરે ૫૬.૪% લોકો અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના છે. આ વસ્તીનો મોટો હિસ્સો એટલે કે ૯૨.૧% લોકો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે, જ્યાં પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આજે પણ એક લક્ઝરી સમાન છે.

    વર્તમાન સમયમાં જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દાંતા જેવા અંતરિયાળ વિસ્તારોમાં બાળવિવાહ, અંધશ્રદ્ધા અને ગંભીર જળ સંકટ જેવી સમસ્યાઓ યથાવત છે. આ અહેવાલનો મુખ્ય ઉદ્દેશ્ય દાંતા તાલુકાના આદિવાસીઓની વર્તમાન સ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરવાનો અને તેમની સમસ્યાઓ પ્રત્યે ધાર્મિક સંસ્થાઓ તથા સરકારના વલણની સમીક્ષા કરવાનો છે. ખાસ કરીને એવી ધાર્મિક સંસ્થાઓ કે જે વિદેશી ધરતી પર અબજો રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિરોનું નિર્માણ કરે છે, તેમની સ્થાનિક સામાજિક જવાબદારીઓ અને દાંતાના આદિવાસી વિસ્તારોમાં તેમની નહિવત હાજરી વચ્ચેના વિરોધાભાસને અહીં તર્કબદ્ધ રીતે રજૂ કરવામાં આવ્યો છે.

    વસ્તીવિષયક પ્રોફાઇલ અને સામાજિક માળખું

    દાંતા તાલુકો વહીવટી રીતે ૧ શહેર અને ૧૮૪ ગામોમાં વિભાજિત છે. વસ્તીના આંકડાકીય વિશ્લેષણ પરથી માલૂમ પડે છે કે આ પ્રદેશમાં વસ્તીનું માળખું વિકાસની મુખ્ય ધારાથી ઘણું અલગ છે. અહીં ૩૯,૬૧૩ પરિવારો વસે છે, જેમાં પુરુષોની સંખ્યા ૧,૧૪,૮૩૬ અને મહિલાઓની સંખ્યા ૧,૧૦,૦૦૩ છે. લિંગ પ્રમાણ ૯૫૮ છે, પરંતુ ચિંતાજનક રીતે ૦-૬ વર્ષના બાળકોમાં આ પ્રમાણ ઘટીને ૯૪૬ થઈ જાય છે. આ તફાવત ભવિષ્યમાં સ્ત્રી-પુરુષ સંતુલનને બગાડી શકે છે અને તેની પાછળ કન્યા આરોગ્ય પ્રત્યેની અવગણના અથવા પરંપરાગત માનસિકતા જવાબદાર હોઈ શકે છે.

    સાક્ષરતાના દરની વાત કરીએ તો, દાંતા તાલુકાનો સરેરાશ સાક્ષરતા દર ૬૩.૪૫% છે. જોકે, જ્યારે આ આંકડાઓને શહેરી અને ગ્રામીણ દ્રષ્ટિએ વિભાજિત કરવામાં આવે છે, ત્યારે મોટો તફાવત જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં સાક્ષરતા ૭૮.૩૯% છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે માત્ર ૬૨.૦૫% છે. ખાસ કરીને મહિલા સાક્ષરતા દર ૪૦.૯૯% જેટલો નીચો છે, જે સામાજિક પછાતપણાનું મુખ્ય કારણ છે. શિક્ષણના અભાવે જ અંધશ્રદ્ધા અને કુરિવાજો આ સમાજમાં હજુ પણ મૂળ જમાવીને બેઠા છે.

    વિગત કુલ સંખ્યા/ટકાવારી પુરુષ મહિલા
    કુલ વસ્તી 2,24,839 1,14,836 1,10,003
    અનુસૂચિત જનજાતિ (ST) ૧,૨૬,૭૨૮ (૫૬.૪%) 64,173 62,555
    અનુસૂચિત જાતિ (SC) ૭,૪૧૦ (૩.૩%) 3,795 3,615
    સાક્ષરતા દર 63.45% 74.77% ૫૧.૬૬% (અન્ય ડેટા મુજબ ૪૦.૯૯%)
    બાળકો (૦-૬ વર્ષ) 46,737 24,018 22,719

     

    ધાર્મિક રચનાની દ્રષ્ટિએ, અહીં ૯૦.૯૪% હિન્દુઓ, ૮.૭૪% મુસ્લિમો અને અત્યંત ઓછી સંખ્યામાં ખ્રિસ્તી (૦.૦૪%), જૈન (૦.૧૬%) અને અન્ય ધર્મના લોકો વસે છે. દાંતા પોતે ઐતિહાસિક રીતે ભીલ રાજા દાંતરીયા ભીલ દ્વારા સ્થાપિત શહેર છે. તેમ છતાં, આજે આદિવાસી સમુદાય સત્તા અને સંસાધનોના કેન્દ્રથી દૂર હાંસિયામાં ધકેલાઈ ગયો છે.

    આર્થિક પછાતપણું અને રોજગારીની કટોકટી

    દાંતા તાલુકાના આદિવાસીઓની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પરંતુ જમીન પહાડી અને ઓછી ઉપજાઉ હોવાથી ખેતી માત્ર જીવનનિર્વાહનું સાધન બની રહી છે. દાંતા ગામના ડેટા મુજબ, કુલ ૨,૮૬૧ કામદારોમાંથી ૭૭.૯૮% મુખ્ય કામદારો છે, જ્યારે બાકીના સીઝનલ અથવા અલ્પકાલીન મજૂરી પર નિર્ભર છે. ખેતીમાં પણ ૨૯૬ ખેડૂતો છે, જ્યારે ૪૯૧ લોકો ખેતમજૂરો છે. આ આંકડો સૂચવે છે કે જમીનની માલિકી ઓછી છે અને શ્રમિકોનું શોષણ વધુ છે.

    બનાસકાંઠા જિલ્લો ભારતના ૨૫૦ સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે. આર્થિક મજબૂરીને કારણે અહીંના આદિવાસી પરિવારોએ પોતાના બાળકોને મજૂરી માટે મોકલવા પડે છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આશરે ૧.૩ લાખ બાળકો કપાસના ખેતરોમાં ‘ક્રોસ પોલીનેશન’ ના કામ માટે રોકાયેલા છે. દાંતા તાલુકો આ બાળ મજૂરીના દૂષણનું કેન્દ્ર છે, જ્યાં લઘુત્તમ વેતન અને શિક્ષણના ભોગે બાળકો પાસે કામ કરાવવામાં આવે છે.

    ગરીબીનું આ વિષચક્ર માત્ર આર્થિક નથી, પણ ભૌગોલિક પણ છે. આદિવાસીઓ પાસે બિન-આદિવાસીઓ દ્વારા જમીન હડપી લેવાના કિસ્સાઓ પણ ઇતિહાસમાં નોંધાયા છે. નવી આર્થિક નીતિઓ અને જંગલ કાપવાના કાયદાઓએ આ સમુદાયને વધુ નબળો પાડ્યો છે.

    સામાજિક કુરિવાજો અને અશિક્ષણનો અંધકાર

    દાંતાના આદિવાસી સમાજમાં શિક્ષણના નીચા દરને કારણે સામાજિક કુપ્રથાઓ હજુ પણ પ્રવર્તે છે. બાળ લગ્ન આ પ્રદેશની સૌથી મોટી સમસ્યા છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS) મુજબ, રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી પટ્ટામાં ૨૫% થી વધુ યુવતીઓના લગ્ન ૧૮ વર્ષની કાયદેસરની ઉંમર પહેલા કરી દેવામાં આવે છે. બાળ લગ્નને કારણે વહેલી ગર્ભાવસ્થા થાય છે, જે માતા અને બાળકના મૃત્યુદરમાં વધારો કરે છે. ૧૯ વર્ષથી ઓછી ઉંમરે માતા બનતી યુવતીઓના બાળકોના મૃત્યુનું જોખમ ૬૦% વધુ હોય છે.

    અંધશ્રદ્ધા પણ આ સમાજમાં ઊંડે સુધી વ્યાપેલી છે. બીમારી કે કુદરતી હોનારત વખતે લોકો ડોક્ટરોને બદલે તાંત્રિકો કે ભૂવાઓનો સહારો લે છે. સામાજિક વેર અને પરંપરાગત કાયદાઓ ક્યારેક આધુનિક ન્યાયતંત્ર કરતા વધુ શક્તિશાળી સાબિત થાય છે. ‘ચડોતરું’ જેવી વેર લેવાની પ્રથાના કારણે દાંતા તાલુકાના મોટું પીપોદરા ગામના ૨૯ આદિવાસી પરિવારોને ૧૨ વર્ષ સુધી પોતાના જ ગામમાંથી દેશનિકાલ જેવી સ્થિતિમાં રહેવું પડ્યું હતું. ૨૦૨૫ માં પોલીસ અને વહીવટીતંત્રના મધ્યસ્થી પ્રયાસો બાદ આ પરિવારોનું પુનઃસ્થાપન શક્ય બન્યું છે.

    જળ સંકટ અને આરોગ્યનો અભાવ: એક માનવીય કટોકટી

    દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે. અરવલ્લીની પહાડીઓમાં ભૂગર્ભ જળના સ્તર સતત ઘટી રહ્યા છે. ઉનાળા દરમિયાન આદિવાસી મહિલાઓએ પીવાના પાણીના એક બેડા માટે કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. ગુજરાત સરકારના અંદાજ મુજબ, ૨૦૩૦ સુધીમાં રાજ્યની ઘરેલું પાણીની માંગમાં ૩૦% નો વધારો થશે, જેની સૌથી વધુ અસર દાંતા જેવા વિસ્તારોમાં જોવા મળશે.

    આરોગ્ય ક્ષેત્રે પણ સ્થિતિ ચિંતાજનક છે. તાલુકાના ઘણા ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) નો અભાવ છે અથવા ત્યાં પૂરતો સ્ટાફ નથી. કુપોષણ અને રસીકરણના અભાવે બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. સરકાર દ્વારા બજેટમાં આદિવાસી કલ્યાણ માટે મોટી ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટાચાર અને ભૌગોલિક વિષમતાને કારણે આ સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી નથી.

    વર્ષ આદિવાસી બાબતોનું મંત્રાલય બજેટ (કરોડમાં) વૃદ્ધિ ટકાવારી
    ૨૦૧૪-૧૫ ₹ 4,497.96
    ૨૦૨૧-૨૨ ₹ 7,411.00 64.7%
    ૨૦૨૪-૨૫ ₹ 10,237.33 38.1%
    ૨૦૨૫-૨૬ (અંદાજિત) ₹ 14,925.81 45.8%

     

    આ બજેટમાં ધરખમ વધારો થયો હોવા છતાં દાંતાના આદિવાસીઓની સ્થિતિમાં કોઈ ક્રાંતિકારી ફેરફાર જોવા મળતો નથી. ૨૦૨૫ ના બજેટમાં ગુજરાત સરકારે બાળ પોષણ માટે ₹૮,૪૬૦ કરોડ અને વનબંધુ કલ્યાણ યોજના માટે ₹૩૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે. પ્રશ્ન એ છે કે આ ભંડોળનો વાસ્તવિક ઉપયોગ ગ્રાઉન્ડ લેવલ પર કેટલો થાય છે?

    ધાર્મિક સંસ્થાઓનો વિરોધાભાસ અને ભેદભાવભર્યું વલણ

    વપરાશકર્તાનો મુખ્ય આક્ષેપ એ છે કે ધાર્મિક સંસ્થાઓ વિદેશમાં અબજો રૂપિયા ખર્ચે છે પણ પોતાના જ રાજ્યના આદિવાસીઓની ઉપેક્ષા કરે છે. આ આક્ષેપને સમર્થન આપતા આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) જેવી મોટી સંસ્થાઓએ તાજેતરમાં વિશ્વભરમાં ભવ્ય પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે:

    ૧. અબુ ધાબી હિન્દુ મંદિર (UAE): આ મંદિરના નિર્માણ પાછળ ₹૯૦૦ કરોડ ($૧૦૮ મિલિયન) થી વધુનો ખર્ચ થયો છે. ૧૩.૫ એકર જમીનમાં ફેલાયેલા આ મંદિરમાં ઇટાલિયન માર્બલ અને રાજસ્થાનના પિંક સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨. રોબિન્સવિલે અક્ષરધામ (New Jersey, USA): આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹૧૨૫૦ કરોડ ($૧૫૦ મિલિયન) નો ખર્ચ થયો છે અને તે ૧૮૦ એકરમાં ફેલાયેલું છે. ૩. લંડન મંદિર (UK): ૧૯૯૫ માં બનેલા આ મંદિર પાછળ તે સમયે £૧૨ મિલિયનનો ખર્ચ થયો હતો.

    જ્યારે આ અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સની સરખામણી દાંતા તાલુકાના આદિવાસી ગામોની સ્થિતિ સાથે કરવામાં આવે છે, ત્યારે એક ઘેરો વિરોધાભાસ ઉભો થાય છે. જો આ રકમનો એક નાનકડો હિસ્સો પણ દાંતાના આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય કે પાણીની સુવિધા માટે વાપરવામાં આવ્યો હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત.

    સંસ્થાઓનો બચાવ એવો હોય છે કે તેઓ આદિવાસી વિસ્તારોમાં કાર્યરત છે. BAPS દાવા મુજબ તેઓ ૨૦૯ આદિવાસી કેન્દ્રો અને ૩૦ મંદિરો ચલાવે છે. તેઓ વ્યસનમુક્તિ, સાક્ષરતા અને તબીબી કેમ્પના આયોજનની વાતો કરે છે. પરંતુ, ટીકાકારોનું માનવું છે કે આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે ‘ધાર્મિક પ્રચાર’ ના ભાગ રૂપે હોય છે, સાચા અર્થમાં સામાજિક ઉત્થાન માટે નહીં. સંસ્થાઓ દ્વારા મંદિરોના નિર્માણ પાછળ જે પ્રકારનું ‘સ્કેલ’ અને ‘ઝનુન’ જોવા મળે છે, તે સામાજિક કાર્યોમાં ગેરહાજર હોય છે.

    ધાર્મિક સંસ્થાઓ પર એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ મોટા દાતાઓ (NRIs) ને આકર્ષવા માટે ભવ્ય ઇમારતો બનાવે છે, કારણ કે તેમાં પ્રસિદ્ધિ વધુ મળે છે. બીજી તરફ, આદિવાસી વિસ્તારોમાં પાયાનું કામ કરવામાં કોઈ ગ્લેમર નથી, માટે ત્યાં મોટા રોકાણો કરવામાં આવતા નથી.

    ધર્મ પરિવર્તન અને સાંપ્રદાયિક તણાવ

    આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓની ભૂમિકા પણ વિવાદાસ્પદ રહી છે. ૧૯મી સદીના અંતથી ખ્રિસ્તી મિશનરીઓએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યના બહાને કામ શરૂ કર્યું હતું. ટીકાકારોના મતે આ સેવાઓની આડમાં મોટા પાયે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. ૨૦૨૫ ના અહેવાલો મુજબ, ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપોને કારણે સાંપ્રદાયિક તણાવ વધ્યો છે.

    જાન્યુઆરી ૨૦૨૬ માં દાંતા તાલુકાના એક ગામમાં શાળાની પ્રાર્થનાને લઈને મોટો વિવાદ થયો હતો, જ્યાં આદિવાસી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે શાળાઓમાં ચોક્કસ ધર્મની પ્રાર્થનાઓ કરાવીને બાળકોનું માનસ પરિવર્તન કરવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે ધાર્મિક સંસ્થાઓની સેવા પ્રવૃત્તિઓ ઘણીવાર સામાજિક વિખવાદનું કારણ બને છે.

    આર્થિક ક્રાંતિના નાના કિરણો: ખેડૂત મફાભાઈની ગાથા

    નકારાત્મકતાની વચ્ચે કેટલીક સકારાત્મક ઘટનાઓ પણ આદિવાસી વિસ્તારોની શક્તિનો પરિચય કરાવે છે. દાંતા તાલુકાના મંડાલી નજીકના જોધસર ગામના આદિવાસી ખેડૂત મફાભાઈ રાયસાભાઈ ડાભીએ એક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી પોતાની પહાડી જમીનમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી છે. હિમાચલથી રોપાઓ લાવીને, ટપક સિંચાઈ અને મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને તેમણે પ્રતિકૂળ વાતાવરણમાં ₹૬૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાતો પાક તૈયાર કર્યો છે.

    આ સફળતા સાબિત કરે છે કે આદિવાસીઓ પછાત નથી, પણ તેમને ‘તક’ અને ‘ટેકનોલોજી’ ની જરૂર છે. જો ધાર્મિક સંસ્થાઓ અને સરકાર માત્ર અનાજ વહેંચવાના બદલે આવા કૃષિ પ્રયોગોમાં આર્થિક મદદ કરે, તો આદિવાસીઓ પોતે જ ગરીબીમાંથી બહાર આવી શકે છે.

    કાયદાકીય માળખું અને સામાજિક જવાબદારી

    ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા ટ્રસ્ટોની એક નૈતિક અને કાયદાકીય જવાબદારી છે કે તેઓ જનકલ્યાણ માટે કામ કરે. આવકવેરામાં મળતી છૂટછાટો (80G વગેરે) આ શરતે જ આપવામાં આવે છે કે સંસ્થાઓ ‘ચેરિટેબલ’ પ્રવૃત્તિઓ કરશે. પરંતુ, ‘ચેરિટી’ ની વ્યાખ્યામાં મંદિરોનું બાંધકામ પણ સામેલ હોવાથી, મોટાભાગનું ભંડોળ ઈમારતોમાં વપરાઈ જાય છે.

    નિષ્ણાતો સૂચવે છે કે ધાર્મિક સંસ્થાઓએ પણ કોર્પોરેટ સેક્ટરની જેમ CSR (Corporate Social Responsibility) જેવું મોડેલ અપનાવવું જોઈએ, જેમાં તેમની આવકનો નિશ્ચિત હિસ્સો પછાત વિસ્તારોના વિકાસ માટે ખર્ચવો ફરજિયાત હોય.

    વિશ્લેષણાત્મક તારણો અને સૂચનો

    દાંતા તાલુકાના આદિવાસીઓની સ્થિતિનું વિશ્લેષણ કરતા કેટલાક મહત્વના મુદ્દાઓ ઉભરી આવે છે:

    ૧. સેવા વિરુદ્ધ પ્રદર્શન: ધાર્મિક સંસ્થાઓનું ધ્યાન ‘સેવા’ કરતા ‘પ્રદર્શન’ (Visibility) પર વધુ છે. વિદેશમાં બનતા મંદિરો તેમની વૈશ્વિક બ્રાન્ડ બનાવે છે, જ્યારે દાંતાના આદિવાસીઓની સેવા કરવાથી તેમને કોઈ આંતરરાષ્ટ્રીય એવોર્ડ કે પ્રસિદ્ધિ મળતી નથી. ૨. સરકારી નિર્ભરતા: સરકાર દ્વારા ફાળવવામાં આવતું મોટું બજેટ ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાકીય ખામીઓને કારણે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતું નથી. આદિવાસીઓ માટેની યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે. ૩. પાણી અને આરોગ્યની તાતી જરૂરિયાત: દાંતામાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. જો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય, તો અહીંના ખેડૂતો મફાભાઈ ડાભીની જેમ ક્રાંતિ કરી શકે છે. ૪. શિક્ષણ જ અંતિમ ઉકેલ છે: સ્ત્રી સાક્ષરતાના નીચા દરને કારણે જ બાળ લગ્ન અને અંધશ્રદ્ધા જેવી બદીઓ ટકી રહી છે. આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત નિવાસી શાળાઓની ભારે અછત છે.

    અંતિમ વિચાર

    દાંતા તાલુકાના આદિવાસીઓ આજે પણ વિકાસના સૂર્યોદયની રાહ જોઈ રહ્યા છે. આ દેશના નાગરિક તરીકે તેમને પણ ગૌરવભેર જીવન જીવવાનો અધિકાર છે. ધાર્મિક સંસ્થાઓએ પણ સમજવું પડશે કે પથ્થરની મૂર્તિઓમાં ભગવાન શોધવા કરતા જીવતા માણસની પીડા હરવી એ સાચી ભક્તિ છે. વિદેશોમાં અબજોના મંદિરો ભલે બને, પણ જો તેનાથી પાંચ કિલોમીટર દૂર વસતો આદિવાસી બાળક ભૂખ્યું સૂઈ જતું હોય, તો તે આધ્યાત્મિકતા પોકળ છે. સરકાર, ધાર્મિક સંસ્થાઓ અને સક્ષમ નાગરિકોએ સાથે મળીને દાંતાના આદિવાસીઓને ગરીબીના અંધકારમાંથી બહાર લાવવા માટે ઈમાનદાર પ્રયાસો કરવા પડશે. ‘વિકસિત ગુજરાત’ ના બણગાં ત્યારે જ સાર્થક થશે જ્યારે દાંતાનો છેલ્લો આદિવાસી પરિવાર પણ આત્મનિર્ભર અને શિક્ષિત બનશે.

    ]]>
    https://khabarpatri.in/1522-2/ Fri, 23 Jan 2026 09:29:52 +0000 https://khabarpatri.in/?p=1522 વોશિંગ્ટન / દાવોસ:

    અમેરિકાના રાષ્ટ્રપતિ  Donald Trump એ 22 જાન્યુઆરી, 2026ના રોજ એર ફોર્સ વનમાંથી પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે અમેરિકા **Iran**ની આંતરિક તથા વૈશ્વિક પ્રવૃત્તિઓ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યું છે. ઈરાનમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને તેના પર થયેલી કડક કાર્યવાહી બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, જેને ધ્યાનમાં રાખીને અમેરિકા ગલ્ફ પ્રદેશ તરફ “મસીવ” નૌકાદળ તૈનાત કરી રહ્યું છે.

    નૌકાદળની તૈનાતી: સંકેત પણ અને ચેતવણી પણ

    ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ તબક્કે અમેરિકા કોઈ સીધી સૈન્ય કાર્યવાહી કરવા જઈ રહ્યું નથી, પરંતુ સુરક્ષા અને સ્થિરતા માટે સજ્જ રહેવું જરૂરી છે. આ અંતર્ગત USS Abraham Lincoln જેવા શક્તિશાળી વિમાનવાહિની જૂથને મધ્ય પૂર્વ તરફ વાળવામાં આવ્યું છે. સૈન્ય વિશ્લેષકો માને છે કે આ પગલું ઈરાનને સીધી ચેતવણી આપતું “ડિટરન્સ સિગ્નલ” છે—અર્થાત્, યુદ્ધ નહીં પરંતુ દબાણ દ્વારા સંતુલન જાળવવાનો પ્રયાસ.

    ઈરાન તરફથી અગાઉ સૈન્ય હુમલાની સંભાવનાના સંકેતો આપવામાં આવ્યા હતા, પરંતુ હાલ માટે તે ધમકીઓ પાછી ખેંચાઈ હોવા છતાં અમેરિકા કોઈ જોખમ લેવા તૈયાર નથી. ગલ્ફ ક્ષેત્રમાં નૌકાદળની હાજરી તેલ માર્ગો, સાથી દેશોની સુરક્ષા અને વૈશ્વિક વેપારના હિતોને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    દાવોસ મંચ પર ટ્રમ્પ: વૈશ્વિક અને ઘરઆંગણાની ચિંતા

    World Economic Forum (દાવોસ)માં ભાગ લઈને પરત ફરતાં ટ્રમ્પે અમેરિકાની આંતરિક રાજનીતિ પર પણ ખુલ્લી વાત કરી. તેમણે ચેતવણી આપી કે 30 જાન્યુઆરીની ફંડિંગ ડેડલાઇન પહેલાં જો સમજૂતી ન થાય તો ફરી એકવાર સરકારી શટડાઉન સર્જાઈ શકે છે. આ માટે તેમણે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે વારંવારના શટડાઉનથી અમેરિકાની અર્થવ્યવસ્થા, સરકારી કર્મચારીઓ અને વૈશ્વિક વિશ્વસનીયતા પર નકારાત્મક અસર પડે છે.

    દાવોસમાં ટ્રમ્પે માત્ર આર્થિક મુદ્દાઓ જ નહીં, પરંતુ ભૂ-રાજનીતિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. તેમણે Greenland સાથે સંભવિત વ્યૂહાત્મક કરારની ચર્ચા ફરી ઉછાળી અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે **Gaza**ના પુનર્નિર્માણ માટે “બોર્ડ ઓફ પીસ” જેવી પહેલની જાહેરાત કરી. તેમના અનુસાર, આ બોર્ડનો હેતુ રાજકીય નહીં પરંતુ માનવતાવાદી અને પુનર્નિર્માણ કેન્દ્રિત રહેશે.

    યુક્રેન, શાંતિ પ્રયાસો અને નોબેલ ચર્ચા

    દાવોસ દરમિયાન ટ્રમ્પે Volodymyr Zelenskyy સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ **Ukraine**માં ચાલી રહેલા સંઘર્ષ, શાંતિ પ્રયાસો અને ભવિષ્યની વ્યૂહરચના પર ચર્ચા કરી. ટ્રમ્પે આ મુલાકાત બાદ કહ્યું કે શાંતિ માત્ર ભાષણોથી નહીં, પરંતુ કડક અને વ્યવહારુ નિર્ણયો દ્વારા શક્ય બને છે.

    નોબેલ શાંતિ પુરસ્કાર અંગે પૂછાયેલા પ્રશ્ન પર ટ્રમ્પે ટિપ્પણી કરતા જણાવ્યું કે તેમણે “શુદ્ધ શાંતિ”ની વિચારધારા કરતાં પરિણામકેન્દ્રિત શાંતિ પ્રયાસો પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમના શબ્દોમાં, “ઇતિહાસ પુરસ્કારોથી નહીં, પરિણામોથી યાદ રાખે છે.”

    કુલ મળીને સંદેશ શું છે?

    ઈરાન પર નજર, નૌકાદળની મજબૂત હાજરી, દાવોસમાં સક્રિય કૂટનીતિ અને ઘરઆંગણાની રાજકીય ચેતવણી—આ તમામ પગલાં મળીને ટ્રમ્પ પ્રશાસનની એક સ્પષ્ટ દિશા દર્શાવે છે. તે દિશા છે:

    • વિદેશ નીતિમાં કડકાઈ સાથે સંતુલન,

    • સૈન્ય શક્તિ દ્વારા દબાણ, પરંતુ યુદ્ધથી દૂર રહેવાનો પ્રયાસ,

    • અને અમેરિકાની વૈશ્વિક નેતૃત્વ ભૂમિકા ફરી મજબૂત કરવાની ઈચ્છા.

    આ પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકાની આંતરિક રાજનીતિ—ત્રણેય મોરચા પર ટ્રમ્પના પગલાં વૈશ્વિક રાજકારણ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

    ]]>
    જમીન ગીરવે મૂકી જીવન જીવવાની સ્થિતિ: પરિવારના જીવન પર અસર નિખિલ સોલંકી, https://khabarpatri.in/%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%97%e0%ab%80%e0%aa%b0%e0%aa%b5%e0%ab%87-%e0%aa%ae%e0%ab%82%e0%aa%95%e0%ab%80-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%b5/ Thu, 22 Jan 2026 09:59:12 +0000 https://khabarpatri.in/?p=1514 – નિખિલ સોલંકી,
    (સંદેશાવ્યવહાર અને પત્રકારત્વ વિભાગ)

    ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન માત્ર જમીન નથી, પરંતુ જીવનની ચાવી છે. ગામડાના દૂર-દૂરના ખેતરો, ધરતીની મીઠી સુવાસ અને ગૌરવભર્યું વારસો એ દર્શાવે છે કે જમીન સમૃદ્ધિનો સ્ત્રોત છે. ખાસ કરીને ગરીબ, આદિવાસી અને મજૂરી આધારિત પરિવારો માટે તો જમીન જીવન કરતા પણ વધુ મૂલ્યવાન છે, કારણ કે એ તેમના જીવનનો આધાર, ઈજ્જત-સન્માન અને પેઢીથી પેઢી સુધીની ઓળખ છે.

    ગામડાંમા ઇન્ટર્નશિપ દરમિયાન જોયું કે જ્યારે અર્થતંત્રમાં તંગી આવે, પાક નિષ્ફળ થાય કે રોજગારી અસ્થિર બને, ત્યારે ગામડાના પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, ગાજીપુર ગામમાં અમારી એજન્સીની ફીલ્ડ સર્વેમાં 15 પરિવારોમાં જોવા મળ્યું કે 6 (40%) પરિવારે પોતાના તાત્કાલિક નાણાકીય ખર્ચ માટે પોતાની જમીન ગીરવે મૂકી નાખી હતી. માત્ર ગાજીપુરનું આ કિસ્સો નથી; સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. જમીન ગીરવે મૂકવાથી તરત રાહત મળી શકે છે, પરંતુ તેનું લાંબા ગાળાનું પરિણામ પરિવારના ભવિષ્ય પર ગંભીર અસર કરે છે.’


    જમીન ગીરવેના મુખ્ય કારણો

    ઓછી આવક અને ઋતુચક્ર આધારિત જીવન: ગુજરાતના અનેક ગામડાઓમાં પરિવારોએ ખેતી અને ઋતુચક્ર આધારિત મજૂરી પર જ નિર્ભર રહેવું પડે છે. અનિયમિત વરસાદ, પાક નિષ્ફળતા કે બજારમાં પાકની કિંમતોમાં આવનાર અચાનક ફેરફારના કારણે આવક અસ્થિર રહે છે. પરિણામે, ખેડૂતોની ખેતીમાંથી મળતી આવક ઓછી રહે છે અને મજૂરીની આવક પણ ઋતુચક્ર મુજબમાં ફરતી રહે છે. સંશોધન દ્વારા (NAFIS 2021–22) અનુસાર, લગભગ 70%થી વધુ ગ્રામ્ય પરિવારો પાસે એક કરતાં વધુ આવકના સ્ત્રોત હોય છે, છતાં તેમનો સરેરાશ માસિક આવક ફક્ત ₹12,698 જેટલી જ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, લોકો વારંવાર ઉધાર માંગવાને બદલે પોતાનો એકમાત્ર સંપત્તિ (જમીન) ગીરવે મુકી દેતા હોય છે, એમને લાગે છે કે તે મુસીબતમાંથી બહાર નીકળવાની એક રીત છે.

    આરોગ્ય ખર્ચ અને તાત્કાલિક જરૂરિયાતો: ગરીબ ગામડાઓમાં આરોગ્ય સુવિધા હોવાની સ્થિતિ ન હોવાથી ઘણીવાર પરિવારો પાસે આયુષ્માન કાર્ડ કે કોઈ સરકારી આરોગ્ય યોજના પણ નથી. બીમારી કે અકસ્માતની સ્થિતિમાં તેમને ખાનગી હોસ્પિટલોમાં જ સારવાર કરાવવી પડે છે, જેમાં ખર્ચ ખૂબ ઉંચો થાય છે. હૃદયરોગ, ડાયાબિટીસ, સાંધાનો દુઃખાવો, ઉંચી તાવ જેવી તાકીદની સારવાર માટે પરિવારો પાસે પૂરતી બચત ન હોવાથી, તેઓ તરત નાણાં મેળવવા માટે નાના-મોટા વ્યાજવાળા ગેરફોર્મલ ઉધાર લે છે. પરિણામે, ઘરેલૂ ખર્ચ માટે લેવાયેલી આ ઉધારો ગામડાં પરિવારને વધારે મુસીબતમાં મૂકી દે છે – ખાસ કરીને જયારે વ્યાજ સાથે દેવું વધતું જાય છે.

    સામાજિક અને સાંસ્કૃતિક જવાબદારીઓ: ગુજરાતમાં લગ્ન, સગાઈ, અંતિમવિધિ, જન્મોત્સવ જેવા પ્રસંગો પર ભારે ખર્ચ થાય છે. ગામડામાં ‘લોકો શું કહે?’ જેવા સામાજિક દબાણ હોય છે, તેથી લોકો પોતાના શોખ અને ઓળખ બતાવવા માટે વધારે ખર્ચ કરવાનું પસંદ કરે છે. આવા પ્રસંગોના ખર્ચને પૂરું કરવા માટે ઘણીવાર પરિવારો ઉધાર લે છે અથવા પોતાનો જમીન ગીરવે મુકી દે છે. ઉદાહરણ તરીકે, ગાજીપુરમાં એક લગ્ન સમારોહ માટે પરિવારએ પોતાના ખેતરો જમીન ગીરવે મૂકી નાખ્યાં, જેથી તેઓ ચોક્કસ ખર્ચ કરી શકે. આવા સામાજિક દબાણો વગર રહેવું મુશ્કેલ છે, અને પરિણામે ખેડૂતો જમીન ગુમાવવા સુધી મજબૂર થાય છે.

    ફોર્મલ લોનની અછત: બેંકો, કૃષિ વિકાસ બેંકો અથવા સહકારી બેંકો જેવી સંસ્થાઓનો લાભ ગામમાં દરેક પરિવારે સરળતાથી લાવી શકતો નથી. ઘણા ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અથવા સરકારની સબસિડી સહિતની યોજનાઓ વિશે પૂરતી માહિતી પણ નથી. પરિણામે, તેઓ સ્થાનિક ગેરફોર્મલ ઉધારદાતાઓ પાસેથી પૈસા ઉધાર લેતા રહે છે, જ્યાં વ્યાજ દર 20–60% જેટલો ઊંચો હોય છે. આવી સ્થિતિમાં, વધતા વ્યાજ સાથે લેણદારો પાછળ પડવાથી વિકલ્પ તરીકે ઘણા પરિવારો જમીન ગીરવે મૂકી દે છે.

    પડકારરૂપ પરિણામો (ચેન રિએક્શન)

    જમીન ગીરવે માત્ર એક કાયદેસર કરાર નથી; એ પગલાનો સંકલિત પ્રભાવ પરિવારના જીવનમાં અનેક રીતે દૂષ્પ્રભાવ લાવે છે. ગાજીપુરના 15 પરિવારમાંના 6 પરિવારો આ બિંદુ માટે ઉદાહરણ છે: તેઓએ જમીન ગીરવે મૂક્યા બાદ એમના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો અનુભવ્યા.

    રોજગાર અને જીવનનિર્વાહ પર અસર: જ્યારે જમીન ગીરવે મૂકી દેવામાં આવે છે, ત્યારે ખેતી અટકી જાય છે અને ખેડૂત પોતાની મુખ્ય આવક ગુમાવી લે છે. પરિણામે, તેમને અન્ય કામો માટે જવું પડે છે. દૂરસ્થ સ્થળે મજૂરી કે નાના વ્યવસાયમાં જોડાવું પડે છે. સંશોધન મુજબ, 69% જેટલા ગ્રામ્ય પરિવારોને ખેતી સિવાયના બીજા વ્યવસાયોમાં આવક મેળવવી પડે છે. જોકે આવા કામમાં પગાર ઓછી હોય છે અને પ્રવાસ ખર્ચ વધારે હોવાથી, પરિવારે એમની સામાન્ય જીવનવ્યવસ્થા ચલાવવી વધુ મુશ્કેલ બની જાય છે. આરોગ્ય પણ ખરાબ થાય છે કેમ કે ભારે કામ અને સમયસર આરામ મળતો નથી, જેના કારણે પરિવારો વધુ તકલીફમાં રહે છે.

    ખોરાક અને પોષણ: જમીન ગુમાવવાથી પરિવાર પોતાનું શાકભાજી-અનાજ ઉગાડવાનું સ્વતંત્ર સ્ત્રોત ગુમાવે છે. પરિણામે, હવે બજારમાંથી મળતું સસ્તું પણ પોષણમાં ગરીબ ખોરાક (જેમ કે પેકેજ્ડ ચીપ્સ, બિસ્કિટ) લેવું પડે છે. આથી પરિવારે ખાસ કરીને બાળકોમાં પોષણની અછત અનુભવવી પડે છે. સરકારી અહેવાલો મુજબ, ખાદ્ય સુરક્ષાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં બાળકોનો વજન અને વૃદ્ધિ સામાન્ય કરતાં ઓછી જોવા મળે છે. કારણ એ કે ભોજન માટે પૈસા બચાવતા જતા, બાળકોની સ્કૂલ ફી કે પુસ્તકો માટે પૈસા બચે નહીં, જેના કારણે શિક્ષણ પણ અસરિત થાય છે.

    સ્ત્રીઓ પર વધતો ભાર: જમીન ગુમાવવાથી, પરિવારનું ઘર-વ્યવહાર બહુ જ મુશ્કેલ બની જાય છે. ગૃહણે મહિલાઓએ બજેટ સંભાળવું, કિરાણા-રેશન ખરીદી અને બાળકોની સંભાળ જેવી જવાબદારીઓ એટલી વધી જાય છે કે એમના પર અદૃશ્ય ભાર પડી જાય છે. ગરીબ પરિવારમાં રોજિંદા ભોજન અને આરોગ્ય-સેવામાંના ખર્ચ માટે પણ મોટા ભાગે મહિલાઓ જ જવાબદાર રહે છે. આવા સંજોગોમાં, પરિવારના કોઇપણ અવરોધ (જેમ કે કોઈના સ્વાસ્થ્ય કે મૃત્યુનું ઘટવું) સામે પણ ચુસ્ત વહીવટની જવાબદારી મહિલાઓ પર જ હોય છે. પરિણામે, મહિલાઓ પર શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે ભાર વધારે પડે છે.

    બાળકોનું ભવિષ્ય: જમીન ગીરવેથી પરિવારમાં આવક ઘટે છે, જેથી બાળકોની શિક્ષણ ફી, પુસ્તકો અને આરોગ્ય ખર્ચ માટે પૈસા બચાતી નથી. પરિણામે, ઘણા બાળકોને શાળામાં જ ન મોકલીને કામ પર લાગવામાં આવી જાય છે. આવું થતું રહેવા પર તેમનું શિક્ષણ અધૂરુ પડી જાય છે અને તેઓ ગરીબ પડોશી વિતાવે છે. જો આરોગ્યસેવામાં ખામી હોય અને બાળક ભૂખ કે બીમાર રહે, તો યોગ્ય સારવાર માટે પણ અવરોધ ઉભો થાય છે. સંક્ષિપ્તમાં, જમીન ગીરવે કુટુંબે પોતાના બાળકોનું ભવિષ્ય જ નબળું કરી દે છે.

    સંશોધન દૃષ્ટિ

    કેટલાક સંશોધનકારોએ પણ ગ્રામ્ય ખેડૂતોએ જમીન ગીરવે મુકી પડકારોને ધ્યાનથી જોઈને અભ્યાસ કર્યો છે. સુખપાલ સિંહ (IIM અમદાવાદ)ના અભ્યાસ પ્રમાણે માળખાકીય ગરીબીમાં રહેલા નાના-મધ્યમ ખેડૂતોએ તેમની જમીનની નોંધપાત્ર માત્રા ગીરવે મૂકી છે: નાના ખેડૂતોએ લગભગ 52%, મધ્યમ ખેડૂતોએ 38% અને મોટા ખેડૂતોએ 25% જમીન ગીરવે મુકેલી હોવાનું જોવા મળે છે. તેઓ મુખ્ય કારણો તરીકે લગ્ન-ઉત્સવો અને દેતોની ચુકવણી જેવી સામાજિક-આર્થિક જવાબદારીઓને જણાવે છે.

    “The Price of Prestige” (International Journal for Multidisciplinary Research, 2024) સંશોધન જણાવે છે કે ભવ્ય લગ્નોત્સવ, સોશિયલ મીડિયાનો દબાણ અને “લોક શું કહે?” જેવા સામાજિક માપદંડોને કારણે પરિવારો વધુ દેવામાં ફસે છે. પરિણામે, તેઓ સરકારી સહાયિત લોન મેળવી શકતા નથી; તેના બદલે જમીન ગીરવે મુકીને વધારે ઊંચા વ્યાજવાળા ઉધાર લેતા રહે છે. એકવાર વ્યાજદર વધતા, પરિવારે પોતાની જમીન વેચી કે ગીરવે મૂકી દેવી પડે છે – જેથી સામાન્ય ખેડૂતોએ પોતાની જમીન નીચી કિંમતે મોટા જમીન દારોને આપી દેવી પડે છે. આ અભ્યાસ સૂચવે છે કે આવું ચલણ ગરીબ ખેડૂતને વધુ ઉપેક્ષિત બનાવે છે અને જમીન ધનિક વર્ગમાં વધારે કેન્દ્રિત કરે છે.

    આ સર્વે અને અભ્યાસો જણાવે છે કે જમીન ગીરવે ફક્ત વ્યક્તિગત સમસ્યા નથી; તે સમગ્ર સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું પરિણામ છે. જમીન ગીરવે દ્વારા વધતી ગરીબી, ભૂખમરી અને સામાજિક તાણવણાને કારણે સમાજમાં અર્થતંત્ર સુધરતું નથી.

    નિષ્કર્ષ

    ગુજરાતના ગ્રામ્ય પરિવારોમાં જમીન ગીરવે કોઈ સહેલુ પ્રશ્ન નથી; તે ગંભીર સંજોગોની આગાહી છે. એક તરફ, ખેડૂતો પાસે સસ્તી લોનની અછત છે, તો બીજી તરફ પરંપરાગત સાંસ્કૃતિક મર્યાદાઓ અને સામાજિક દબાણ તેમને વધુ કચોટમાં મુકે છે. મારા ઇન્ટર્નશિપ દરમિયાન મેં જોયું કે જમીન વેચવાની કે ગીરવે મૂકવાની તૈયારી કુટુંબ માટે સતત સંઘર્ષરૂપે રહે છે. આવી સ્થિતિમાં પરિવારની જવાબદારીઓને નિભાવવા મહિલાઓને વધતા કામ-જોવાઈનો સામનો કરવો પડે છે અને બાળકોનું ભવિષ્ય પણ આ નિર્ણયની અસરથી અસરિત થાય છે.

    જમીન ગીરવે કોઇ એકચોટ ઉકેલ નથી; આ અનેક પરિબળોથી બંધાયેલું જટિલ પ્રશ્ન છે. સરકાર અને સંસ્થાઓએ મળીને આ પરિસ્થિતિનું સમજૂતીપૂર્વક વિશ્લેષણ કરવું અને ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ – ખેડૂત લોનની સુવિધા ઉપલબ્ધ કરવી, આરોગ્ય સહાયકાર્યો વધારવી, અને સામાજિક ખર્ચ (લગ્ન, ઉત્સવ) માટે સહાયક યોજનાઓ લાવવી. એક સામાજિક-પત્રકારત્વના વિદ્યાર્થીઓ તરીકે હું માનું છું કે આ હકીકતના વિશ્વસનીય આંકડા અને સંશોધન પર આધારિત જાણકારી લોકોમાં ફેલાવી જાગૃતિ લાવવી જોઈએ. યોગ્ય માહિતી, સંશોધન અને સામાજિક સહમતી સાથે પગલાં લીધા જ જાય, જેથી “જમીન ગીરવે”ના કારણે પરિવારની જીવનયાત્રા અનાવશ્યક વિક્ષેપથી આગળ ના વધે.

    સંદર્ભો

    Sukhpal Singh, “Landed in Trouble?: Changing role of land in rural livelihoods in India”, IIM Ahmedabad

    macmillan.yale.edu

    “The Price of Prestige: Wedding Expenditures, Social Media Influence, Debt and Landholding Displacement in Rural India”, International Journal for Multidisciplinary Research, Vol. 6, Issue 6 (2024)

    ijfmr.com

    ijfmr.com

    Abhishek Mukherjee, “How rural households manage their financial lives – Insights from the NAFIS Report 2021-22”, Dvara Research (Dec 2024)

     

     

    ]]>
    ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન https://khabarpatri.in/renowned-pharmaceutical-company-corona-remedies-limited-sets-new-world-record-for-diabetes-screening/ Tue, 23 Dec 2025 12:28:50 +0000 https://khabarpatri.in/?p=1384
  • પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે એક જ દિવસે સૌથી વધુ ડાયાબિટીસ સ્ક્રિનિંગ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો
  • અમદાવાદ, ગુજરાત : વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે, અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ AURA PMTએ એક ઐતિહાસિક સિદ્ધિ  પ્રાપ્ત કરી છે. ટીમે “એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ” કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી & સીઈઓ શ્રી નિરવ કે. મહેતા, ચેરમેન ડૉ. કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના એડિટર & ચીફ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા અને વધુ માહિતી આપી હતી.

    આ સિદ્ધિ “PANDA STUDY” (Pan-India Assessment for Diabetes Awareness) અંતર્ગત દેશવ્યાપી સ્તરે આયોજિત માસ અવેરનેસ અને ફ્રી ડાયાબિટીસ સ્ક્રિનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીસ અંગે જનજાગૃતિ ફેલાવવી, સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને મજબૂત બનાવવાનો હતો.

    આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના 233 સ્થળોથી 434 ડોક્ટરોએ ભાગ લીધો હતો અને 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે કુલ 7,086 બ્લડ શુગર સ્ક્રિનિંગ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. આ નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.

    આ પ્રસંગે શ્રી નિરવ કે. મહેતા, મેનેજિંગ ડિરેક્ટર અને CEO, કોરોના રેમેડીઝ લિમિટેડએ જણાવ્યું હતું કે, “આ વર્લ્ડ રેકોર્ડ માત્ર આંકડો નથી, પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થકેર અને સમાજના સ્વાસ્થ્ય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. PANDA સ્ટડી દ્વારા અમારો હેતુ ડાયાબિટીસ અંગે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવાનો અને સમયસર નિદાનને પ્રોત્સાહિત કરવાનો છે, જે લાંબા ગાળાના આરોગ્ય પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું ટીમ AURA PMT, તમામ ડોક્ટરો અને આ અભિયાનને સફળ બનાવનાર દરેક સહયોગીને અભિનંદન પાઠવું છું.”

    આ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધિ કોરોના રેમેડીઝ લિમિટેડની સામાજિક જવાબદારી, આરોગ્ય સેવા ક્ષેત્રે શ્રેષ્ઠતા અને દેશના આરોગ્ય પડકારોને સામૂહિક પ્રયાસોથી ઉકેલવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

    સહયોગી ટીમ સભ્યોમાં ડૉ. વિજય ચાર્લુ,  સિસિલ ક્રિશ્ચિયન,  ભાવેશકુમાર શુક્લા, તુષાર ટૂહી, ધ્વનિબહેન અરવિંદભાઈ પટેલ, એમ. સદાનંદ જોડાયા હતા.

    આ વર્લ્ડ રેકોર્ડ પહેલ આરોગ્ય ક્ષેત્રમાં સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે અને ડાયાબિટીસ સામે જાગૃતિ, સ્ક્રિનિંગ અને સમયસર સારવાર દ્વારા લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે.

    ]]>
    પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : અમદાવાદમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન https://khabarpatri.in/22nd-edition-of-premier-schools-exhibition-two-day-showcase-of-indias-top-schools-returns-to-ahmedabad/ Mon, 08 Dec 2025 07:47:20 +0000 https://khabarpatri.in/?p=1338 ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે.  આપણા શહેર અમદાવાદમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ અમદાવાદની હોટલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાશે.

    એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.

    તમામ વાલીઓ કે જેઓ ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના હેડ તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્‌સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.

    30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં અમદાવાદ સાથે દેહરાદૂન, બેંગલોર, હૈદરાબાદ ,મસૂરી,  નાસિક,રાજકોટ,રાજસ્થાન,કોઈમ્બતુર,ગ્વાલિયર, રાયપુર,ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે.

    વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.

    પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.

    વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે  પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.

    આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે યુનિસન વર્લ્ડ સ્કૂલ- દેહરાદૂન, આગા ખાન એકેડેમી – હૈદરાબાદ, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ – બેંગલુરુ, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ – અમદાવાદ, જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ – અમદાવાદ, જિનેવા લિબરલ સ્કૂલ – અમદાવાદ, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ – ઓગણજ અમદાવાદ, ગ્રીન વેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન – ગાંધીનગર, એશિયા ઇંગ્લિશ સ્કૂલ – અમદાવાદ, બિરલા પબ્લિક સ્કૂલ – કિશનગઢ (અજમેર), સિંધિયા કન્યા વિદ્યાલય – ગ્વાલિયર, દિલ્હી પબ્લિક સ્કૂલ – નાશિક, ધ પેસ્ટલ વીડ સ્કૂલ – દેવભૂમિ દેહરાદૂન, વેંકટેશ્વર સિગ્નેચર સ્કૂલ – રાયપુર, એસ.એસ.વી.એમ. રેસિડેન્શિયલ સ્કૂલ – કોયમ્બતુર વગેરે  સામેલ છે.

    દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ  વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવશે.

    પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 22  વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. વિવેક શુક્લા – ડિરેક્ટર અને સીઈઓ, અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ.  એ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય  છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’

    આ એક્ઝિબિશન ભારત, થાઈલેન્ડ, યુએઈ,ઓમાન,બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.

    વધુ માહિતી માટે https://premierschoolsexhibition.com/ahmedabad/ની મુલાકાત લઇ શકાય છે.

    ]]>