મનોરંજન https://khabarpatri.in Mon, 06 Jul 2026 05:28:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png મનોરંજન https://khabarpatri.in 32 32 ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ https://khabarpatri.in/hit-gujarati-drama-film-behadd-to-stream-on-jojo-app-from-july-9/ https://khabarpatri.in/hit-gujarati-drama-film-behadd-to-stream-on-jojo-app-from-july-9/#respond Mon, 06 Jul 2026 05:28:28 +0000 https://khabarpatri.in/?p=2190 સંજય ગોરાડિયા, હિતુ કનોડિયા, જાનવી ચૌહાણ, દાનેશ ગાંધી અને નિમેષ દિલીપરાય જેવા મજબૂત કલાકારોની બનેલી આ સામાજિક ડ્રામા ફિલ્મ હવે ડિજિટલ પ્રીમિયર માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મમાં દાનેશ ગાંધીએ એક પડકારજનક નેગેટિવ પાત્ર ખૂબ જ શાનદાર રીતે ભજવ્યું છે.

અમદાવાદ: વૈશ્વિક સ્તરે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અને વિશ્વના સૌથી મોટા એક્સક્લુઝિવ ગુજરાતી ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પર આગામી 9 જુલાઈ 2026ના રોજ એક અત્યંત વખણાયેલી ફિલ્મ ‘બેહદ’નું સ્ટ્રીમિંગ થવા જઈ રહ્યું છે. થિયેટરોમાં દર્શકોને જકડી રાખ્યા બાદ, આ સુપરહિટ પ્રાદેશિક ડ્રામા ફિલ્મ હવે ડિજિટલ પ્રીમિયર માટે સંપૂર્ણપણે સજ્જ છે. સંજય ગોરાડિયા, હિતુ કનોડિયા, જાનવી ચૌહાણ અને દાનેશ ગાંધી જેવા પાવરહાઉસ કલાકારોથી સજ્જ આ ફિલ્મ એક સામાજિક અને ગંભીર મુદ્દા પર આધારિત છે, જે પરિવારો અને યુવા પેઢી માટે આંખ ઉઘાડનારી સાબિત થઈ છે.

આ ફિલ્મની વાર્તા ક્રિષા (જાનવી ચૌહાણ) નામની યુવતીની છે, જે શાશ્વત (દાનેશ ગાંધી) નામના યુવકના પ્રેમમાં પડે છે. ક્રિષા આ વાતથી તદ્દન અજાણ હોય છે કે શાશ્વત પોતાની સાચી ઓળખ અને નામ છુપાવી રહ્યો છે. જ્યારે ક્રિષાના પિતા (જેમનું પાત્ર નિમેષ દિલીપરાય દ્વારા ભજવવામાં આવ્યું છે) ને શાશ્વતના છુપા ઈરાદા અને ક્રિષાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના કાવતરાની ખબર પડે છે, ત્યારે તેઓ પોતાના બહેનોઈ (સંજય ગોરાડિયા) અને ‘ઈશ્વર’ નામના એક મહત્વપૂર્ણ પાત્ર (હિતુ કનોડિયા) સાથે મળીને દીકરીને આ જૂઠાણાની માયાજાળમાંથી બચાવવા માટે સમય સામે જંગે ચડે છે. સસ્પેન્સ, લાગણીઓ અને મજબૂત સામાજિક સંદેશથી ભરપૂર આ ફિલ્મ અંત સુધી દર્શકોને જકડી રાખે છે.

‘ધ કેરળ સ્ટોરી’ જેવી હૃદયદ્રાવક ઘટનાઓ આપણા શાંત અને પ્રગતિશીલ ગુજરાતમાં ન બને, તેમજ ગુજરાતની એકતા અને શાંતિ ક્યારેય ન ડહળાય તે માટે આ ફિલ્મ સમાજ અને પરિવારો માટે એક અત્યંત જરૂરી ‘ચેતવણી’ (વેક-અપ કોલ) સમાન છે.

JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ (CEO) ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “JOJO એપ પર અમારો હંમેશાં એ જ પ્રયાસ રહ્યો છે કે અમે વૈશ્વિક સ્તરે વસતા ગુજરાતી પરિવારો સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું અને અર્થસભર મનોરંજન પહોંચાડીએ. ‘બેહદ’ એ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ તે આજના સમયનો એક ખૂબ જ ગંભીર અને પ્રાસંગિક સામાજિક મુદ્દો ઉઠાવે છે. જ્યારે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ત્યારે તેને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો, અને હવે અમને ખૂબ આનંદ છે કે અમે 9 જુલાઈથી આ પાવર-પેક્ડ ડ્રામા ફિલ્મન દુનિયાભરના 177થી વધુ દેશોમાં રહેતા અમારા 50 લાખથી વધુ યૂઝર્સના ઘર સુધી સીધી ડિજિટલ સ્ક્રીન પર લાવવા જઈ રહ્યા છીએ.”

આ શાનદાર ફેમિલી ડ્રામા ફિલ્મનો આનંદ ગુજરાતથી લઈને ન્યૂયોર્ક અને લંડનથી લઈને સિડની સુધી વસતા તમામ ગુજરાતીઓ માણી શકશે. આગામી 9 જુલાઈ 2026થી આ ફિલ્મ એન્ડ્રોઈડ, આઈઓએસ, સ્માર્ટ ટીવી અને ફાયર ટીવી ડિવાઈસીસ પર ઉપલબ્ધ JOJO એપ પર સબ્સ્ક્રિપ્શન દ્વારા પ્રીમિયમ અનુભવ સાથે નિહાળી શકાશે.

JOJO App વિશે: JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) პ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.

 

]]>
https://khabarpatri.in/hit-gujarati-drama-film-behadd-to-stream-on-jojo-app-from-july-9/feed/ 0
એક્શન અને ઍડવેન્ચરથી ભરપૂર મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર આઉટ! 7મી ઓગસ્ટથી સિનેમાઘરોમાં મચશે ધૂમ https://khabarpatri.in/teaser-released-for-the-action-and-adventure-packed-multi-starrer-film-get-set-go-it-is-set-to-create-a-buzz-in-cinemas-starting-august-7th/ https://khabarpatri.in/teaser-released-for-the-action-and-adventure-packed-multi-starrer-film-get-set-go-it-is-set-to-create-a-buzz-in-cinemas-starting-august-7th/#respond Fri, 03 Jul 2026 09:17:42 +0000 https://khabarpatri.in/?p=2187

 

  • બોલીવુડ સ્ટાર દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, , ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ જેવા પ્રતિભાશાળી કલાકારોની સેનાથી સજ્જ એડવેન્ચર ફિલ્મનું સસ્પેન્સ વધારતું ટીઝર
  • ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી બની રહેલી, મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ આધારિત ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું મોસ્ટ અવેટેડ ટીઝર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. ભવ્ય અને અનોખા મુહૂર્તથી જ દર્શકોમાં ભારે કુતૂહલ જગાવનારી અને જાણીતા ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હવે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ટીઝરની શરૂઆત જ “હાથીની સામે થવા હાથી બનવું પડે…” અને ધર્મેન્દ્ર ગોહિલના ડાયલોગ  “યુદ્ધ સાઇકલથી નહિ ફાઈટર પ્લેનથી લડાય છે…”  તથા દિપક તિજોરીના ડાયલોગ “યુદ્ધ સાઇકલ કે ફાઈટર પ્લેનથી નહિ મગજથી લડાય”- જેવા અત્યંત પાવરફુલ અને રોમાંચક ડાયલોગ્સ સાથે થાય છે, જે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દે છે. આ ટીઝરમાં દરેક કલાકારની એન્ટ્રી ખૂબ જ અદભુત અને પાવર-પેક્ડ અંદાજમાં બતાવવામાં આવી છે, જે ગુજરાતી સ્ક્રીન પર એક નવો જ માહોલ ઊભો કરે છે. આ સિવાય, ટીઝરમાં જોવા મળતા અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યોએ સ્થાનિક દર્શકોમાં આકર્ષણ અને રોમાંચ વધુ વધારી દીધા છે. ટીઝર લિંક- https://youtu.be/6kfksjlfXjE?si=-x_l7j_Q2-QfatCX

આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં બોલીવુડના જાણીતા એક્ટર દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના ટોચના કલાકારો જેવા કે ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો મોટો કાફલો સ્ક્રીન શેર કરતો નજર આવશે.

આ ફિલ્મની સૌથી મોટી અને આકર્ષક કડી તેનું ટેકનિકલ પાસું છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જશે. સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને એક્શન સીન્સને VFX ના માધ્યમથી એટલા સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે કે દર્શકો પલક ઝપકાવવાનું ભૂલી જશે. પ્રાદેશિક સિનેમામાં આ કક્ષાની વિઝ્યુઅલ ટ્રીટ કદાચ પ્રથમ વાર જોવા મળશે.

ટીઝરમાં વાર્તા પરથી સસ્પેન્સનો પડદો ન હટાવતા માત્ર કલાકારોના પાત્રોની એક અનોખી ઝલક જ રજૂ કરવામાં આવી છે, જેમાં બધા માટે કહેવાયું છે કે – “આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ ‘ચિરંજીવીઝ’ છે!” ફિલ્મમાં સાઇકલિંગ, હાઈ-એનર્જી એક્શન અને ઇમોશનનો એવો જબરદસ્ત જંગ બતાવવામાં આવ્યો છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ પ્રથમ વાર જોવા મળશે.  ખાસ કરીને ટીઝરમાં અભિનેત્રી જીનલ બેલાણી પોતે સાઇકલ પર અદભુત અને સાહસિક સ્ટન્ટ્સ કરતી જોવા મળી રહી છે, જે તેમના પાત્રને વધુ મજબૂત અને રોમાંચક બનાવે છે.

અમદાવાદમાં યોજાયેલા ભવ્ય મુહૂર્ત દરમિયાન જ કલાકારોએ લાઈવ સાયકલ સ્ટન્ટ્સ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, અને હવે ટીઝરમાં પણ એ જ જબરદસ્ત એનર્જી જોવા મળી રહી છે. મેકર્સના જણાવ્યા અનુસાર, ‘ગેટ સેટ ગો’ માત્ર કોઈ સાઇકલિંગની ફિલ્મ નથી, પરંતુ આ આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટે લડાતી એક એવી ઉર્જાસભર સફર છે જે સીધી દર્શકોના દિલ સુધી પહોંચશે. હવે દર્શકોને માત્ર 7મી ઓગસ્ટની રાહ છે જ્યારે આ અનોખી જર્ની સિનેમાઘરોમાં શરૂ થશે.

 

]]>
https://khabarpatri.in/teaser-released-for-the-action-and-adventure-packed-multi-starrer-film-get-set-go-it-is-set-to-create-a-buzz-in-cinemas-starting-august-7th/feed/ 0
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું https://khabarpatri.in/gujarati-cinemas-first-folk-thriller-kadaknath-a-must-watch-film/ Tue, 30 Jun 2026 05:54:21 +0000 https://khabarpatri.in/?p=2175 અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક નવો જ ઇતિહાસ રચાઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી રહસ્ય અને રોમાંચથી ભરપૂર પ્રથમ ગુજરાતી ફોક-થ્રિલર ફિલ્મ ‘કડકનાથ’ને સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં દર્શકો તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બોલિવૂડની મોટા બજેટની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ નબળી સ્ક્રિપ્ટ અને અતિશય આર્ટિફિશિયલ અસરોને કારણે બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નિષ્ફળ એટલે કે ‘ફ્લોપ’ સાબિત થઈ છે. તેની સરખામણીમાં આપણી માતૃભાષાની મૌલિક ફિલ્મ ‘કડકનાથ’ કન્ટેન્ટ અને મનોરંજનની દ્રષ્ટિએ સો ટકા ‘પૈસા વસૂલ’ સાબિત થઈ રહી છે.

ફિલ્મની વાર્તા  પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલા એક એવા રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક થઈ રહેલા યુવાનોના ભેદી મોત અને ક્રૂર હત્યાઓને કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. આ ડરને લીધે લોકો ગામ છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક પોલીસ આ કાળા સચ્ચાઈ અને હત્યાઓ પાછળનો ભેદ ઉકેલવા મથી રહી છે, પરંતુ ફિલ્મનું મુખ્ય પાત્ર જંગલના અંધકાર અને રહસ્યોના મૂળ સુધી પહોંચવા જીવના જોખમે નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, તીવ્ર રહસ્યમય વાતાવરણ અને લોકમાન્યતાઓથી ઘેરાયેલી આ વાર્તા દર્શકોને અંત સુધી સીટ પર જકડી રાખે છે.

આ શાનદાર ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે કોઈ પણ જાતના શોર્ટકટ લીધા વિના સતત ૫૨ દિવસ સુધી અસલી જંગલો અને આદિવાસી વિસ્તારોમાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અસલી ‘સિંક સાઉન્ડ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે થિયેટરમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને ડાયલોગ્સને અદભુત જીવંતતા આપે છે. દિગ્દર્શક પોતે આ જ પ્રદેશના હોવાથી તેમણે ગુજરાતની અસલી સંસ્કૃતિ, પરંપરા, વાસ્તવિક બોલી અને લોકગીતોને ખૂબ જ સચોટતાથી પડદા પર ઉતાર્યા છે.

લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળ વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મમાં કલાકારોની મજબૂત ફોજ (Cast) જોવા મળે છે. મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે, જેમની સાથે ડેનિશા ઘુમરા અને ચેતન દૈયા જેવા પાવરહાઉસ પર્ફોર્મર્સે અદભુત એક્ટિંગ કરી છે. આ ઉપરાંત નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ અને સ્થાનિક આદિવાસી કલાકારોએ ફિલ્મને વધુ વાસ્તવિક બનાવી છે. બોલિવૂડની ફ્લોપ ફિલ્મો પાછળ સમય બગાડવા કરતાં, આપણી પોતાની સંસ્કૃતિ દર્શાવતી આ પ્રભાવશાળી ‘મસ્ટ વોચ’ ફિલ્મ જોવા માટે આજે જ તમારી ટિકિટ બુક કરો.

]]>
માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી https://khabarpatri.in/the-shooting-of-maa-kripa-films-upcoming-grand-gujarati-film-sooraj-karan-has-been-successfully-completed-the-actors-and-team-members-celebrated-by-cutting-a-cake-on-the-sets/ Fri, 19 Jun 2026 08:33:54 +0000 https://khabarpatri.in/?p=2116 કેતન રાઠોડ દ્વારા દિગ્દર્શિત, નિર્મિત અને લિખિત ફિલ્મ છે  ‘સૂરજ કરણ’

માં કૃપા ફિલ્મ પ્રેઝેન્ટ્ સ ના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’નું શૂટિંગ સત્તાવાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ પૂરું થતાં જ આખી ટીમે સેટ પર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શૂટિંગ ની પૂર્ણાહુતિ ની શાનદાર ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર, લેખક  અને પ્રોડ્યુસર કેતન રાઠોડ,  પુષ્પા રાઠોડ , દર્શીલ રાઠોડ,પ્રવીણ સાગર ની વિશેષ ઉપસ્થિતિમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારો અને ટેકનિકલ ટીમે સાથે મળીને કેક કટિંગ કર્યું હતું. આ સેલિબ્રેશન માં કલાકારોની સાથે-સાથે તેમના પરિવારો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા, જેનાથી વાતાવરણ વધુ યાદગાર અને આનંદમય બન્યું હતું. ફિલ્મ ‘સૂરજ કરણ’ એક શાનદાર અને મનોરંજક વાર્તા પર આધારિત છે, જે ગુજરાતી દર્શકોને સિનેમા ગૃહો સુધી ખેંચી લાવવામાં સફળ રહેશે તેવો ટીમને પૂરો વિશ્વાસ છે.

આ ફિલ્મમાં ઈશ્વર સમીકર, કેતન રાઠોડ ,વિશ્વાપંડ્યા, મુંબઈ બોલીવુડ અભિનેત્રી  પુજા ભાનુશાળી, જીતુ પંડયા, દિવ્યા વાણીયા, રિન્કુ રાઠોડ, પાર્થ ગોહેલ અપેક્ષા રાઠોડ, જયદીપ પંડ્યા ફોરમ રાઠોડ રાકેશ સીલુ, નિતીન પટેલ, જયંત શાહ, ઇન્દુ સરકાર, રમીલા મિસ્ત્રી, અમર વાઘેલા બાપુ, માધવ, કાકા, શર્માજી, કિરણ પરમાર, દીક્ષિત પંચાલ, મુંબઈ રોકસ્ટાર રોકી આહીર, ડાન્સ ગ્રુપ ડી. એચ. અમીન તેમજ કવિ ખામોશ  સહિતના નામાંકિત કલાકારોએ પોતાના અભિનયના રંગ ઓજસ પાથર્યા છે. ફિલ્મનું સંગીત જયકર ભોજક અને કમલેશ વૈદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે આ મધુર ગીતોને જયકર ભોજક, કેતન રાઠોડ, ભૂમિકા જોશી, ડિમ્પલ પંચોલી, અર્પિતા, અને કિરીટ કનોડીયા એ પોતાના અવાજથી શણગાર્યા છે. આ ફિલ્મના સુંદર ગીતોનું લેખન જયકર ભોજક,  અને કેતન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મને પડદા પર આબેહૂબ કંડારવા માટે ડી.ઓ.પી અજય રાણા અને કાળુભાઈ ભરવાડ દ્વારા અદભુત સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે અને એસોસિએટ ડિરેક્ટર તરીકે મહેશ પ્રજાપતિએ જવાબદારી નિભાવી છે. આ આખા પ્રોજેક્ટનું સચોટ સંચાલન પ્રોડક્શન મેનેજર રીન્કુ રાઠોડ, અપેક્ષા રાઠોડ, ફોરમ રાઠોડ, દર્શિલ રાઠોડ અને ઉન્નતી ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. શૂટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં પોસ્ટ-પ્રોડક્શન ના તબક્કામાં પ્રવેશ શે.છે ફિલ્મના પ્રમોશનલ વીડિયો ઝ સેટ પરથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના સત્તાવાર ટેઝર, ટ્રેલર અને રિલીઝ ડેટ ની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

]]>
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ! https://khabarpatri.in/action-packed-blockbuster-gujarati-film-mijaaj-to-stream-on-jojo-app-from-june-25/ Wed, 17 Jun 2026 06:07:19 +0000 https://khabarpatri.in/?p=2113 ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

તપન વ્યાસ દ્વારા નિર્દેશિત અને પ્રવીણ પંડ્યા લિખિત આ ફિલ્મની વાર્તા ત્રણ નીડર અને હિંમતવાન યુવાનો – જય (મલ્હાર ઠાકર), જાનવી (ઈશા કંસારા) અને યોગેશ (રેવંત સારાભાઈ)ની આસપાસ ફરે છે, જેઓ એક ગંભીર મુશ્કેલીમાં ફસાયેલી ‘ઇન્ડિયા લોજ’  ના અસ્તિત્વને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે. આ લોજની માલિક સરિતા બેન (છાયા વોરા) અને એક અતિ લોભી મલ્ટીનેશનલ કંપની (MNC) વચ્ચે જમીનની માલિકી અંગેનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કોર્પોરેટના ઈશારે એક ક્રૂર સ્થાનિક ગુંડો લોજના નિર્દોષ રહેવાસીઓને બળજબરીથી બહાર કાઢવા અને લોજ પર ગેરકાયદેસર કબ્જો કરવા માટે ધમકીઓ આપે છે, ત્યારે આ ત્રણેય યુવાનો અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે. ગુંડાઓનો સામનો કરી, અન્યાય સામે લડીને ‘ઇન્ડિયા લોજ’ને બચાવવી એ જ તેમનું એકમાત્ર અંતિમ મિશન બની જાય છે, જેમાં મલ્હાર ઠાકરનો અદભુત એક્શન અવતાર, ઈશા કંસારાનો પ્રભાવશાળી અભિનય અને મેઘધનુષનું દમદાર સંગીત દર્શકોને રોમાંચિત કરે છે.

ફિલ્મના ડિજિટલ પ્રીમિયર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો હંમેશાં એવો દઢ પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતના અને વિશ્વભરના દર્શકો સુધી શ્રેષ્ઠ પ્રાદેશિક વાર્તાઓ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત મનોરંજન અને પ્રીમિયમ સિનેમા પહોંચાડી શકીએ. ‘મિજાજ’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે યુવા શક્તિ, સચ્ચાઈ અને અન્યાય સામે લડવાના અડગ મનોબળને દર્શાવતી વાર્તા છે. મલ્હાર ઠાકર અને સમગ્ર સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ અદભુત છે. થિયેટરોની અપાર સફળતા બાદ, અમને પૂરો વિશ્વાસ છે કે JOJO એપ પર પણ આ ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ અને પ્રતિસાદ મળશે.”

ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક્શન, રોમાંચ અને ફેમિલી ડ્રામાનો આ અદભુત ડબલ ડોઝ માણવા માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, આગામી ૨૫ જૂનથી માત્ર JOJO એપ પર જઈને ‘મિજાજ’ ફિલ્મ જુઓ અને તમારા પરિવાર સાથે ઘરબેઠા આ ધમાકેદાર પ્રાદેશિક સિનેમાનો અદભુત આનંદ માણો.

JOJO App વિશે:

JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.

]]>
જોજો ઓટીટી એપ વીઝેડવાય એપ પર લાઈવ થઈ, દેશભરમાં ડીશ ટીવી યુઝર્સ સુધી પહોંચનો વિસ્તાર કરશે https://khabarpatri.in/jojo-ott-app-goes-live-on-vzy-app-expanding-reach-to-dish-tv-users-nationwide/ Wed, 17 Jun 2026 05:22:55 +0000 https://khabarpatri.in/?p=2110 મુંબઈ, ભારત — : ડિજિટલ મનોરંજનની પહોંચ વધારવા તરફ એક મોટું પગલું ભરતા, જોજો ઓટીટી સત્તાવાર રીતે વીઝેડવાય એપ પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગઈ છે, જે હવે ભારતભરના લાખો ડીશ ટીવી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ વ્યૂહાત્મક જોડાણ જોજો ઓટીટીની વિસ્તાર યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ડીશ ટીવીના વીઝેડવાય  ઇકોસિસ્ટમ દ્વારા તેના પ્રીમિયમ કન્ટેન્ટની વિવિધ લાઇબ્રેરીને સીધી ટેલિવિઝન સ્ક્રીન પર લાવે છે. આ લોન્ચ સાથે, ડીશ ટીવી  યુઝર્સ વીઝેડવાય  એપ દ્વારા જોજો ઓટીટીને સરળતાથી એક્સેસ કરી શકશે, અને પોતાના ઘરના આરામદાયક વાતાવરણમાં ફિલ્મો, વેબ સિરીઝ, પ્રાદેશિક કન્ટેન્ટ અને એક્સક્લુઝિવ ઓરિજિનલ્સના સમૃદ્ધ કેટલોગનો આનંદ માણી શકશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય જોજો ઓટીટીના આકર્ષક કન્ટેન્ટને ડીશ ટીવીના વિશાળ ગ્રાહક વર્ગ અને અત્યાધુનિક વિતરણ તકનીક સાથે જોડીને દર્શકોના અનુભવને નવો આયામ આપવાનો છે.

આ જોડાણ યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, સરળ નેવિગેશન અને હાઇ-ક્વોલિટી સ્ટ્રીમિંગ સુનિશ્ચિત કરે છે, જેનાથી દર્શકો અન્ય ડિવાઇસ બદલ્યા વિના જ કન્ટેન્ટ શોધી અને તેનો આનંદ માણી શકે છે. પછી ભલે તે સતત જોવી ગમે તેવી (બિંજ-વૉર્ધી) સિરીઝ હોય, બ્લોકબસ્ટર ફિલ્મો હોય કે પછી ખાસ પસંદ કરાયેલા પ્રાદેશિક પ્રોગ્રામ્સ હોય, JOJO OTT દરેક વર્ગના દર્શકો માટે કંઈક ને કંઈક ખાસ લાવવાનું વચન આપે છે.

જોજો ઓટીટીના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે: “અમે ડીશ ટીવી સાથે ભાગીદારી કરીને અને જોજો ઓટીટી ને વીઝેડવાય એપ પ્લેટફોર્મ પર લાવીને ખૂબ જ ઉત્સાહિત છીએ. આ જોડાણ અમને વિશાળ ઓડિયન્સ સુધી પહોંચવા અને યુઝર્સની ટેલિવિઝન સ્ક્રીન પર સીધું જ હાઇ-ક્વોલિટી મનોરંજન પૂરું પાડવાની મંજૂરી આપે છે. અમારો ધ્યેય હંમેશા પ્રીમિયમ કન્ટેન્ટને સરળતાથી સુલભ બનાવવાનો રહ્યો છે, અને આ તે દિશામાં એક મોટું પગલું છે.”

ડીશ ટીવી ઇન્ડિયાના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી મનોજ દોભલે જણાવ્યું હતું કે: “વીઝેડવાય ઇકોસિસ્ટમમાં જોજો ઓટીટીનું જોડાણ ગ્રાહકોને કન્ટેન્ટના વધુ વિકલ્પો આપવા અને વધુ સમૃદ્ધ મનોરંજનનો અનુભવ પ્રદાન કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શકોની આદતો જે રીતે બદલાઈ રહી છે, તેને જોતા આ પ્રકારની ભાગીદારી આપણને એક હોલિસ્ટિક મનોરંજન સ્થળ બનાવવામાં મદદ કરે છે. VZY પર સ્ટ્રીમિંગ સેવાઓના અમારા વધતા પોર્ટફોલિયોમાં JOJO OTT ની અનન્ય કન્ટેન્ટ ઓફર પૂરક ભૂમિકા ભજવશે, જે અમને વિવિધ દર્શકોની પસંદગીઓને પૂરી કરવામાં સક્ષમ બનાવશે અને સાથે જ VZY ને તમામ મનોરંજન જરૂરિયાતો માટેનું મનપસંદ હબ બનાવના અમારા વિઝનને મજબૂત કરશે.”

લોન્ચના મુખ્ય આકર્ષણો:

JOJO OTT હવે DishTV પર VZY એપ દ્વારા એક્સેસ કરી શકાશે.

ફિલ્મો, સિરીઝ અને ઓરિજિનલ્સ સહિત કન્ટેન્ટની વિશાળ શ્રેણી ઉપલબ્ધ.

કોઈ પણ વધારાના હાર્ડવેર વગર સીમલેસ ટીવી જોવાનો અનુભવ.

DishTV ના ગ્રાહક આધાર દ્વારા JOJO OTT ની પહોંચનો વિસ્તાર.

આ ભાગીદારી ભારતમાં OTT અને DTH પ્લેટફોર્મના વધતા જતા જોડાણને રેખાંકિત કરે છે, કારણ કે કન્ટેન્ટ પ્રદાતાઓ અને વિતરકો વધુ સંકલિત અને સુલભ મનોરંજન ઉકેલો પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. VZY પર JOJO OTT ની હાજરીથી સ્પર્ધાત્મક સ્ટ્રીમિંગ ક્ષેત્રમાં તેના વિકાસ અને દર્શકોના જોડાણને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

JOJO OTT વિશે

JOJO OTT એ ઝડપથી વિકસતું ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જે આધુનિક દર્શકોને અનુરૂપ ઓરિજિનલ પ્રોડક્શન્સ, ફિલ્મો અને સિરીઝ સહિત વિવિધ શૈલીઓ (genres) અને ભાષાઓમાં કન્ટેન્ટની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

Dish TV India Ltd. વિશે

Dish TV India Ltd. ભારતની અગ્રણી DTH સેવા પ્રદાતાઓમાંની એક છે, જે દેશભરના લાખો ગ્રાહકોને ચેનલો અને મૂલ્ય-વર્ધિત સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

]]>
અમદાવાદમાં બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો”નું ભવ્ય ઉદ્ઘાટન https://khabarpatri.in/acoustika-recording-studio-by-brahm-swaranjali-music-academy-opened-in-ahmedabad/ Wed, 17 Jun 2026 04:54:02 +0000 https://khabarpatri.in/?p=2106 બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્થાપિત “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો” ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન મંગળવાર, 16 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે જાણીતા રેડિયો જોકી આર.જે. રાધિકા (રેડિયો સિટી) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્ટુડિયો ગાયન, વોઇસ-ઓવર, ડબિંગ, પોડકાસ્ટ રેકોર્ડિંગ, મ્યુઝિક પ્રોડક્શન, મિક્સિંગ-માસ્ટરિંગ તેમજ સંગીત શિક્ષણ માટેની આધુનિક અને વ્યાવસાયિક સુવિધાઓથી સજ્જ છે. તેનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી યુવાનો, ગાયકો, કલાકારો અને સર્જકોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ સમગ્ર પહેલ ડૉ. મિતાલી નાગ દ્વારા કરવામાં આવી છે તથા સંચાલન સપ્તક વ્યાસ દ્વારા કરવામાં આવશે.

સ્થળ:  એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો, 18, પ્લેટિનમ પ્લાઝા, IOC પેટ્રોલ પંપ સામે, સત્યા માર્ગ, બોડકદેવ, અમદાવાદ – 380054.

સંગીતપ્રેમીઓ, કલાકારો, વિદ્યાર્થીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા શુભેચ્છકો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા શુભકામનાઓ પાઠવી હતી.

]]>
રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ! https://khabarpatri.in/thrills-and-mystery-await-the-power-packed-trailer-of-gujarati-film-kadaknath-is-out-now/ Tue, 16 Jun 2026 08:38:53 +0000 https://khabarpatri.in/?p=2103
  • ટ્રેલર લિંક – https://youtu.be/eJv-V_Kdwus?si=JaYbFh6iQ1o64wpj
  • આ ફિલ્મ 26 જૂન, 2026ના રોજ થશે રિલીઝ
  • ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી અને ચોંકાવનારી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર અને અત્યંત રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતથી જ દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જોવા મળી રહી છે. “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે” જેવા ગંભીર ડાયલોગ સાથે શરૂ થતી આ ફિલ્મ માત્ર એક સામાન્ય વાર્તા નથી, પરંતુ એક પાવરફુલ “ફોક થ્રિલર”  છે, જે 26 જૂન, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

     

    ટ્રેલરની ઝલક પ્રમાણે, આખી વાર્તા એક રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક યુવાનોના ભેદી મોતના કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને લોકો ડરીને સ્થળાંતર કરી રહ્યા છે. આ ભેદ ઉકેલવા પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે પરંતુ આ કોઈ સામાન્ય ગુનો નથી, કારણ કે કોઈ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. આ બધાની વચ્ચે મુખ્ય પાત્ર આ રહસ્યમય જંગલ અને કાળા સચ્ચાઈ સુધી પહોંચવા નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, અંધારી રાતો, બળતી ચિતાઓ અને રહસ્યમય વાતાવરણ ફિલ્મને વધુ ઘેરું અને રોમાંચક બનાવે છે.

    આ શાનદાર વાર્તાનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને વૈવિધ્યસભર પીરસવાનો અદભુત પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે અને તેમની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ, સી. પી. લક્ષ્મણ, ચેતનકુમાર સોલંકી, એ. જી. કુરેશી અને ડૉ. અમિત ડામોર જેવા સક્ષમ કલાકારોએ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો છે.

     

    લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળની આ ફિલ્મ વિહંગ રાઠોડ અને  નીરવ ભાભોર દ્વારા  પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ રહસ્યમય સફર આગામી ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સસ્પેન્સ, ડ્રામા અને ફોક કલ્ચરનું આ અનોખું મિશ્રણ દરેક સિનેમાપ્રેમીઓ માટે અચૂક જોવા જેવું રહેશે.

     

     

    ]]>
    ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ 11મી જૂનથી ‘JOJO એપ’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે https://khabarpatri.in/blockbuster-gujarati-family-film-jai-kanhaiyalall-ki-to-create-waves-on-jojo-app-ott-platform-from-june-11th/ Thu, 04 Jun 2026 06:11:59 +0000 https://khabarpatri.in/?p=2078
  • 11 જૂન, 2026થી અગ્રણી ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ JOJO એપ પર એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ શરૂ થશે
  • સિદ્ધાર્થ રાંદેરીયા, હિતુ કનોડિયા, વૈશાલી અશોક ઠક્કર, અનેરી વજાણી અને શ્રેય મારડિયા જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં.
  • ગુજરાતી મનોરંજન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ ‘JOJO App’ એ તેના દર્શકો માટે વધુ એક શાનદાર જાહેરાત કરી છે. થિયેટરોમાં દર્શકોના દિલ જીત્યા બાદ, અત્યંત લોકપ્રિય ગુજરાતી કૌટુંબિક ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આગામી 11મી જૂન, 2026ના રોજથી  JOJO એપ પર ડિજિટલ પ્રીમિયર માટે તૈયાર છે. પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ SVF ના સહયોગ સાથે નમનરાજ પ્રોડક્શન્સ પ્રા. લિ. અને સિદ્ધાર્થ રાંદેરીયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત આ ફિલ્મ દરેક વર્ગના દર્શકોને મનોરંજન પૂરું પાડશે.

     

    ‘જય કનૈયાલાલ કી’ એ એક સાદગીથી ભરેલા અને પ્રામાણિક પિતાની વાર્તા છે, જે પોતાની પુત્રીના સપના પૂરા કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થાય છે. જ્યારે આ મધ્યમવર્ગીય પિતા પોતાના આદર્શો અને પિતા તરીકેની ફરજો વચ્ચે ફસાઈ જાય છે, ત્યારે પુત્રીના લગ્નનું આયોજન એક અવિસ્મરણીય સફર બની જાય છે જે અંધાધૂંધી, હાસ્ય, લાગણીઓ અને અણધાર્યા વળાંકોથી ભરેલી છે. આ હૃદયસ્પર્શી ફેમિલી એન્ટરટેનર પિતાના બિનશરતી પ્રેમને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે.

     

    આ પ્રસંગે JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “JOJO એપ પર અમારો હંમેશાં એ પ્રયાસ રહ્યો છે કે અમે વૈશ્વિક સ્તરે વસતા ગુજરાતી દર્શકો સુધી શ્રેષ્ઠ, અર્થપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રાદેશિક કન્ટેન્ટ પહોંચાડીએ. ‘જય કનૈયાલાલ કી’ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ દરેક પરિવારની પોતાની લાગણીઓની વાર્તા છે. સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા અને આ અદભુત સ્ટાર કાસ્ટ સાથેની આ હૃદયસ્પર્શી ફિલ્મને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરતા અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ. અમને ખાતરી છે કે 11 મી જૂનથી જ્યારે આ ફિલ્મ અમારી એપ પર રિલીઝ થશે, ત્યારે તે વિશ્વભરના ગુજરાતી પરિવારોને એકસાથે લાવશે અને તેમના ચહેરા પર સ્મિત સાથે ખુશીના આંસુ લાવશે.”

     

    ગુજરાતી સિનેમાના કિંગ ગણાતા સિદ્ધાર્થ રાંદેરીયાએ આ ફિલ્મમાં એક નમ્ર, મક્કમ અને અત્યંત વહાલા પિતાનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. ફિલ્મની પ્રભાવશાળી સ્ટાર કાસ્ટમાં તેમની સાથે લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયા, જાણીતી અભિનેત્રી વૈશાલી અશોક ઠક્કર, ટેલિવિઝન અને ફિલ્મ સ્ટાર અનેરી વજાણી અને પ્રતિભાશાળી કલાકાર શ્રેય મારડિયા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. પ્રખ્યાત દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતાના કુશળ માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે એક સાર્વત્રિક કૌટુંબિક અનુભવ પૂરો પાડે છે.

     

    આ વાર્તા સામાન્ય જીવનની સાદગી, શ્રદ્ધા અને પરિવાર માટે અપાતા બલિદાનની વાત કરે છે. થિયેટરો બાદ હવે JOJO એપના માધ્યમથી આ ફિલ્મ દરેક ઘર સુધી પહોંચશે. દર્શકો આ વાર્તા સાથે માનસિક રીતે ખૂબ જ સહજતાથી જોડાશે.

     

    આખા પરિવાર સાથે હસવા અને ભાવુક ક્ષણો માણવા આવી રહી છે આ ફિલ્મ 11મી જૂનથી JOJO એપ પર.

    ]]>
    સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન https://khabarpatri.in/a-unique-journey-of-melody-music-and-unconditional-love-gujarati-film-sargam-to-resonate-in-theaters-on-june-5/ Thu, 04 Jun 2026 05:07:56 +0000 https://khabarpatri.in/?p=2075
  • અભિલાષ ઘોડા પ્રસ્તુત, ગુજરાતી ફીલ્મ ‘સરગમ’ : પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓની વાત આગામી પાંચ જૂને થશે રિલીઝ
  • ૪૫ વર્ષના અનુભવી અને જાણીતા ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડાની પ્રસ્તુતી સાથે પ્રેમ અને સંબંધોની હૃદયસ્પર્શી કહાની હવે મોટા પડદે
  • ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ તિહાઈ ટૉક (Tihai Talk) દ્વારા ફિલ્મનું સત્તાવાર ટ્રેલર  રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

    ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માંતા અભિલાષ ઘોડા છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે. તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

    ‘સરગમ’ માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે.

    ફિલ્મમાં હર્ષલ માંકડ – હેયાન, શ્રી માંડવિયા, દર્શીના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

    ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા (આર્ટ કોર્પોરેશન) છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સ્વ.સિધ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવિરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઇ મોઢવાડીયા એસોસિયેટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે.

    ફિલ્મની કથા, પટકથા અને સંવાદ હર્ષલ માંકડ (હેયાન) ના છે. જીવન, પ્રેમ અને સંબંધોના અનેક રંગોને અસરકારક રીતે રજૂ કરતો આ સ્ક્રીનપ્લે ફિલ્મની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે.

    સંગીતપ્રેમીઓ માટે પણ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે. ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે.

    ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં ‘સરગમ’ એક એવી ફિલ્મ બની શકે છે જે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંબંધો અને જીવન વિશે વિચારવા માટે પણ પ્રેરિત કરશે. ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.

    આવતી ૫ જૂને પરિવાર સાથે માણો પ્રેમ, લાગણીઓ, હાસ્ય અને સંબંધોની અનોખી સફર — ‘સરગમ’.

    અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ — એક એવી ફિલ્મ જે દિલને સ્પર્શશે અને લાંબા સમય સુધી યાદ રહેશે.

    ફિલ્મની ટિકિટો બુક માય શો (BookMyShow) તેમજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ઉપલબ્ધ રહેશે.

    ગ્રુપ બુકિંગ, બલ્ક બુકિંગ અથવા ફિલ્મ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો :

    📞 +૯૧ ૭૯૮૪૮ ૨૧૦૪૪ (79848 21044)

    📞 +૯૧ ૮૭૮૦૮ ૬૮૭૮૨ (87808 68782)

     

    ]]>