ભક્તિ https://khabarpatri.in Tue, 14 Jul 2026 12:20:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png ભક્તિ https://khabarpatri.in 32 32 ભગવાનને સોનાનું મંદિર જોઈએ કે તેમના સંતાનોને સોનેરી ભવિષ્ય?: – હાર્દિક હરમહેશ ઠાકર https://khabarpatri.in/hardik-thakar-on-turning-piety-into-progress-how-directing-religious-wealth-toward-education-can-transform-india/ https://khabarpatri.in/hardik-thakar-on-turning-piety-into-progress-how-directing-religious-wealth-toward-education-can-transform-india/#respond Tue, 14 Jul 2026 12:20:56 +0000 https://khabarpatri.in/?p=2222 ભગવાનને કરોડો રૂપિયાનું મંદિર વધારે ગમશે કે તેમના સંતાનોના જીવનમાં પ્રકાશ?: ભારતમાં દર વર્ષે મંદિરોમાં હજારો કરોડ રૂપિયાનું દાન કરવામાં આવે છે. જાહેરમાં ઉપલબ્ધ અંદાજિત માહિતી મુજબ કેટલાક મોટા મંદિરોમાં વાર્ષિક દાન અને આવક જોઈએ તો, તિરુમલા તિરુપતિ બાલાજીમાં રૂ.૧,૫૦૦ કરોડથી વધુ, વૈષ્ણો દેવીમાં રૂ.૫૦૦ થી ૭૦૦ કરોડ, શિરડી સાઈબાબામાં રૂ.૪૦૦ થી ૪૮૦ કરોડ અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં રૂ.૧૮૦ કરોડથી વધુનું દાન આવે છે. આ માત્ર થોડાં ઉદાહરણો છે. દેશભરના હજારો મોટા અને લાખો નાના મંદિરોમાં મળતું કુલ દાન દર વર્ષે હજારો કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે.

 

આ માત્ર થોડાં ઉદાહરણો છે. દેશભરના હજારો મોટા અને લાખો નાના મંદિરોમાં મળતું કુલ દાન દર વર્ષે હજારો કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે.

બીજી તરફ…

  • લાખો મધ્યમવર્ગીય પરિવારો બાળકોની ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
  • હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણનું સપનું અધૂરું રાખે છે.
  • લાખો યુવાનો પાસે પ્રતિભા છે, પરંતુ તાલીમ અને રોજગારની તક નથી.
  • અનેક પરિવારો સારવારના ખર્ચ સામે હારી જાય છે.
  • આજે પણ અનેક લોકો ભીખ માંગવા મજબૂર છે.

 

શું આ લોકો ભગવાનના સંતાનો નથી?

જો દરેક મંદિર, ટ્રસ્ટ અને દાતાશ્રી પોતાના કુલ દાનમાંથી માત્ર 10% રકમ શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને ગરીબોના પુનર્વસન માટે ફાળવે, તો ભારતનું ભવિષ્ય બદલાઈ શકે.

કલ્પના કરો…

  • કોઈ બાળક ફીના અભાવે અભ્યાસ છોડશે નહીં.
  • દરેક યુવાનને કૌશલ્ય અને રોજગારની તક મળશે.
  • ગરીબ પરિવારોને સમયસર સારવાર મળશે.
  • ભિક્ષાવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થશે.
  • મધ્યમવર્ગને આર્થિક રીતે મજબૂત બનવાની નવી તક મળશે.

 

આપણે ભગવાનને સોનાનો મુકુટ પહેરાવીએ છીએ…

પરંતુ શું આપણે તેમના સંતાનોને શિક્ષણનો તાજ પહેરાવી શકીએ?

આપણે મંદિરના શિખરો આકાશ સુધી ઊંચા બનાવીએ છીએ…

પરંતુ શું આપણે ગરીબોના સપનાઓને પણ એટલાં જ ઊંચા બનાવી શકીએ?

મંદિરમાં કરેલું દાન પુણ્ય છે.

પરંતુ માનવ જીવન બદલતું દાન મહાપુણ્ય છે.

મારો કોઈ વિરોધ નથી.

મારી માત્ર એક વિનંતી છે.

મંદિર પણ બનાવીએ અને માનવતા પણ બનાવીએ.

ભગવાનનું ઘર પણ ભવ્ય હોવું જોઈએ અને ભગવાનના સંતાનોનું ભવિષ્ય પણ ભવ્ય હોવું જોઈએ.

જો આપણે આ બંને બાબતોમાં સંતુલન લાવી શકીએ, તો ભારત માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને માનવતામાં પણ વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે.

 

આજે ભગવાનને સોનાનું સિંહાસન અર્પણ કરતાં પહેલાં, એક ગરીબ બાળકના ભવિષ્યમાં પણ થોડું રોકાણ કરીએ. કદાચ એ જ ભગવાનને સૌથી વધુ પ્રિય દાન હશે.

જય શ્રી રામ।

 

– હાર્દિક હરમહેશ ઠાકર

જાહેર નોંધ: આ પ્રેસ નોટમાં દર્શાવાયેલા દાનના આંકડા જાહેરમાં ઉપલબ્ધ અંદાજિત માહિતી પર આધારિત છે. વિવિધ મંદિરોની આવક અને દાન વર્ષ પ્રમાણે બદલાઈ શકે છે. લેખનો હેતુ કોઈ ધાર્મિક સંસ્થા અથવા મંદિરની ટીકા કરવાનો નથી, પરંતુ ધાર્મિક દાનની સાથે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસ માટે પણ વધુ સહયોગ આપવા અંગે રચનાત્મક ચર્ચા પ્રેરવાનો છે.

 

]]>
https://khabarpatri.in/hardik-thakar-on-turning-piety-into-progress-how-directing-religious-wealth-toward-education-can-transform-india/feed/ 0
કૃષ્ણજીવન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતો કાર્યક્રમ – સારથી યોજાયો https://khabarpatri.in/%e0%aa%95%e0%ab%83%e0%aa%b7%e0%ab%8d%e0%aa%a3%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b0/ Mon, 04 May 2026 12:29:17 +0000 https://khabarpatri.in/?p=1995 અમદાવાદ, ૨ મે ૨૦૨૬:

માનવ સેવા સંગ દ્વારા સંચાલિત “આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે” પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી।

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો।

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો હતો કે તેઓ જીવનની પડકારોને ભગવાન શ્રી કૃષ્ણની શિક્ષાઓમાંથી ઉકેલે. પ્રસ્તુતિઓ દ્વારા અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું કે તેમની શિક્ષાઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે અને આધુનિક જીવનની સમસ્યાઓ માટે માર્ગદર્શન પૂરું પાડે છે।

આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રીમતી દર્શના વાઘેલા, માનનીય રાજ્ય મંત્રી (શહેરી આવાસ અને શહેરી વિકાસ), તેમજ શ્રીમતી પ્રતિભા જૈન, પૂર્વ મેયર, અમદાવાદનો સમાવેશ થાય છે. સંસ્થાપક શ્રી કમલ મંગલ, ટ્રસ્ટી શ્રી શિવકુમાર ચૌધરી, પ્રિન્સિપાલ શ્રીમતી રચના ભટનાગર તેમજ અન્ય ગણમાન્ય મહેમાનો જેમાં Virupaksha Dasji શ્રી વિરુપક્ષા દાસજી (આધ્યાત્મિક વક્તા, હરેકૃષ્ણ મંદિર) , શ્રી જૈનિલ શાહ ( GCCI ), અને વિઝન રાવલ (AI & ટેક્નોલોજી એક્સપર્ટ) ની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી.

અંતમાં, ગણમાન્ય મહાનુભાવો અને માતા-પિતાએ શાળાના પ્રયત્નોની પ્રશંસા કરી, જે મૂલ્યઆધારિત શિક્ષણને પ્રોત્સાહન આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક વારસા અને આધુનિક શિક્ષણના સુમેળનું ઉત્તમ ઉદાહરણ બની પ્રેરણાદાયી સંદેશ સાથે પૂર્ણ થયો।

]]>
સફળતાના એક વર્ષનો ઉત્સવ: ખોજ ઓફિસની પ્રથમ વર્ષગાંઠ ઉજવણી https://khabarpatri.in/khoj-by-punitji-1-year/ Thu, 30 Apr 2026 11:22:08 +0000 https://khabarpatri.in/?p=1985 એક સુંદર સફર, વિશ્વાસ અને પ્રેરણાથી ભરેલો એક વર્ષ પૂર્ણ કરીને ખોજ ઓફિસ તેની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા જઈ રહી છે. આ પ્રસંગ માત્ર એક વર્ષ પૂરું થવાનું નથી, પરંતુ વિકાસ, પ્રગતિ અને અનેક લોકોના જીવનમાં લાવવામાં આવેલા સકારાત્મક પરિવર્તનોનું ઉજવણી છે.
ખોજ ઓફિસની સ્થાપના લોકોના જીવનમાં માર્ગદર્શન, સકારાત્મકતા અને આંતરિક શક્તિ શોધવા માટે કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં, ખોજે અનેક લોકોના જીવનને સ્પર્શ્યું છે અને તેમને તેમની સાચી દિશા શોધવામાં મદદ કરી છે.


આ ખાસ પ્રસંગને ઉજવવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે *1 મે, 2026 (શુક્રવાર)*ના રોજ સાંજે 6:30 થી 8:30 વાગ્યા સુધી, ખોજ બાય પુનિતજી, ટાઇટેનિયમ મોલ, શ્યામળ ખાતે.
આ પ્રસંગને વધુ ગૌરવ આપશે ગુજરાતીના જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી જિતેન્દ્ર ઠક્કરની ઉપસ્થિતિ. તેમનું આગમન આ ઉજવણીને વધુ વિશેષ બનાવશે.

આ સાંજ ખોજની સફરનું પ્રતિબિંબ હશે — સકારાત્મકતા, આધ્યાત્મિક વિકાસ અને સંબંધોની મીઠાશથી ભરેલી. આ માત્ર એક ઉજવણી નથી, પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે જેમણે આ સફરમાં સાથ આપ્યો છે.
“એક વર્ષ સાથે, વિકાસ અને પ્રેરણાનું — તમારી ઉપસ્થિતિ અમારી ઉજવણીને વધુ ખાસ બનાવશે.” – Punitji Lulla

]]>
અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન https://khabarpatri.in/grand-celebration-of-shri-mahavir-janma-kalyanak-mahotsav-and-kavi-sammelan-in-ahmedabad-on-march-30th/ Sat, 28 Mar 2026 11:08:08 +0000 https://khabarpatri.in/?p=1834
  • 30મી માર્ચે સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે
  • જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે
  • અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે  અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે શિરોમણી સંરક્ષક સોભાગ મલ જી કટારિયા એ પણ ખાસ માહિતી આપી.

    શ્રી પારસ જૈન બજએ જણાવ્યું હતું કે, “આ મહોત્સવ 30 માર્ચના રોજ સાંજે 7-00 કલાકે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભારતની શાન અને સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે, જેમની સાથે હાસ્ય કવિ શ્રી ગોવિંદ રાઠી અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કવિ શ્રી ચેતન ચર્ચિત પણ મંચ ગજાવશે. આ ઉપરાંત, પ્રખ્યાત સંગીતકાર શ્રી વૈભવ બાગમાર દ્વારા ભક્તિમય ‘જૈન કોન્સર્ટ’ રજૂ કરવામાં આવશે, જે ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ રચશે.”

    આ ધાર્મિક મહોત્સવમાં મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના વૈભવશાળી રાજદરબારની ઝાંખી સાથે ૨૪ સામ્રાજ્યોના મહારાજા-મહારાણીઓનું આગમન અત્યંત આકર્ષક બની રહેશે.ભગવાનનું દિવ્ય ધ્વનિ સાથે અલૌકિક આગમન, પારણું ઝુલાવવાનો પવિત્ર લહાવો અને ભવ્ય મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે IAS પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી મોનાબેન ખંધાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી દ્વારા અમદાવાદની તમામ જૈન સમાજ અને ભક્તજનોને આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

    ]]>
    વર્તમાન સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વૈશ્વિક સંતુલન માટે માર્ગદર્શન આપવાની છે- પ.પૂ. આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબ https://khabarpatri.in/opening-ceremony-of-vasudhaiva-kutumbakam-ki-oar-4-0/ Tue, 06 Jan 2026 06:36:51 +0000 https://khabarpatri.in/?p=1429 વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય, કાનૂની અને આર્થિક વ્યવસ્થાઓ વર્તમાન સંકટો સામે અપૂરતા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ મળશે ૧૬ થી ૨૨ જાન્યુઆરી મુંબઈમાં યોજાનારા “વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0”(VK 4.0) કોંકલેવ અને પ્રદર્શનમાંથી. આ મહાસંમેલનના આયોજન પૂર્વે “જ્યોત”ના સંસ્થાપક પ.પૂ.આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી (પંડિત મહારાજ સાહેબ) ના આ આયોજન પાછળના વિચારો જાણવા અત્યંત રસપ્રદ થશે.

    VK4.0ના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પંડિત મહારાજ સાહેબ છે.તેઓ ભગવાન મહાવીર સ્વામીના ૭૯માં વંશજ અને અજોડ વિદ્વાન સંત છે. છ દર્શનોની સાથે તેમણે કાયદા, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ભૂ રાજનીતિ જેવી આધુનિક શાખાઓનો ગહન અભ્યાસ કરેલો છે.૧૯૭૯માં સંન્યાસ લીધા બાદ તેમણે વૈશ્વિક વ્યવસ્થાના વિકાસ પર ગહન મનન-ચિંતન કરી આત્મસાત કર્યું કે ભારતીય ધર્મો અને સંસ્કૃતિઓ સામેના અનેક પડકારો માત્ર સ્થાનિક પરિબળોમાંથી નહીં પરંતુ મજબૂત વૈશ્વિક શક્તિ કેન્દ્રોમાંથી ઉદભવે છે. આ પડકારોનો ઉકેલ આપવા “વસુધૈવ કુટુંબકમ કી ઔર”સંકલ્પનાની તેમણે રચના કરી.

    પંડિત મહારાજ સાહેબના મતાનુસાર VK 4.0 એ વિશ્વને એક પરિવાર તરીકે જોવાની સંકલ્પનાને નૈતિકતા,પરસ્પર નિર્ભરતા અને સામૂહિક કલ્યાણ પર આધારિત શાસન સિદ્ધાંત તરીકે પુનઃ વિચારણા કરવા આમંત્રણ આપે છે.આ સંકલ્પના હેઠળ ગંભીર સંવાદ, વિદ્વત ચર્ચા અને આબાલ-વૃદ્ધ સહુને જકડી રાખતા પ્રદર્શન દ્વારા કાયદા,શાસન અને ભૂ રાજનીતિ જેવા આધુનિક પડકારો સામે પ્રાચીન ભારતીય જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે તે દર્શાવાશે.

    VK4.0 નો વિષય “સંક્રમણ કાળ” છે.તેના પર વિચારો વ્યક્ત કરતા પંડિત મહારાજ સાહેબ કહે છે કે દરેક યુગમાં એવી ક્ષણો આવે છે જ્યારે પરંપરાગત વિચારો અને માળખાઓ પોતાની ઉપયોગીતા ગુમાવવા લાગે છે.સંક્રમણ કાળ એ વિશ્વ માટે એવો સમય છે જ્યાં બાહ્ય પ્રગતિ ઝડપી થઈ છે પરંતુ તેને સંભાળતી વ્યવસ્થાઓ જૂની અને પરંપરાગત છે.  શોષણ અને તાનાશાહીના યુગમાંથી જવાબદારી,સંયમ અને પરસ્પર નિર્ભરતાના યુગ તરફ જવાની આજે મનાવતા માટે તક ઊભી થઈ રહી છે.ન્યાયનું શાસન અને વસુધૈવ કુટુંબકમ જેવા સર્વકાલીન સિદ્ધાંતો આ ઉથલપાથલના સમયમાં માર્ગદર્શક બની શકે છે.

    આજે માત્ર ભારતીય સમાજ સામેના પડકારો ભારતમાં જ ઉભા નથી થયા પણ તે વૈશ્વિક સ્તરે છવાયેલા છે. જો વિશ્વ વ્યવસ્થા સદીઓથી વિજયો,વંશવેલા અને કાનૂની સંકલ્પના ઉપર ઊભી કરવામાં આવી હોય તો તેની અસર સ્વાભાવિક રીતે અહિંસા,બહુવિધતા અને આત્મસંયમને મૂલ્ય આપતી સંસ્કૃતિ પર પડે છે. જો આપણે આ વ્યવસ્થાઓ કઈ રીતે રચાઈ તે ન સમજીએ તો ભારતની આધ્યાત્મિક ધરોહરને સુરક્ષિત નહીં રાખી શકીએ.

    એટલે જ VK4.0 માં યોજાનારા પ્રદર્શનને મુલાકાતીઓ એક વિચારમંથનના ભાગરૂપે જુએ તો જરૂરી છે.અહીં ન્યાય શું છે?પ્રગતિની વ્યાખ્યા કોણ નક્કી કરે છે? વૈશ્વિક વ્યવહારમાં ધર્મ (કર્તવ્ય/ જવાબદારી)ની ભૂમિકા શું છે આવા અત્યંત મહત્વના પ્રશ્નોના જવાબો દરેક વયની વ્યક્તિને મળશે.

    આ મહાસંમેલનમાં યોજનારી કાનૂની અને સંવિધાનિક પેનલમાં મૂળભૂત અધિકારો, સંવિધાનિક નૈતિકતા અને શાસન પર સુપ્રીમ કોર્ટ,હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો, સિનિયર ધારાશાસ્ત્રીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ વિદ્વત ચર્ચા કરશે. તથા ભૂ રાજનીતિ વિદ્વાનોની પેનલ “પ્રાચીન જ્ઞાનના મૂળમાં રહેલી નૈતિક કૂટનીતિ તરીકે રાજનીતિ” જેવા વૈશ્વિક પરિપ્રેક્ષ્યના વિષય પર વિશદ ચર્ચા કરશે.જેમાં વર્તમાન અને પૂર્વ ડિપ્લોમેટ્સ,  ભૂ રાજનીતિ સાથે સંકળાયેલા વિદ્વાનો અને યુવાઓ જોડાશે.આ કોંકલેવમાં વિદેશ મંત્રાલય સહિતની અગ્રગણ્ય સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો છે.

    આ તકે ભારતીય સંસ્કૃતિ સામેના પડકારોનો ઉકેલ આપતા પંડિત મહારાજ સાહેબ ત્રણ મહત્વપૂર્ણ પગલાં સૂચવે છે.૧) બૌદ્ધિક ડીકોલોનાઈઝેશન,૨) સાંસ્કૃતિક આત્મવિશ્વાસ અને ૩)વ્યૂહાત્મક ભાગીદારી.ભારતે બહારથી આયાત કરેલી વ્યવસ્થાઓને બદલે પોતાના સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી,આત્મગ્લાનિ અનુભવ્યા વગર સ્વમૂલ્યાંકન કરવું જોઈએ તથા વૈશ્વિક સંસ્થાઓમાં કોઈનું અનુકરણ કર્યા વિના પોતાના હિતોની સ્પષ્ટતા સાથે ભાગ લેવો જોઈએ. વસુધૈવ કુટુંબકમને માત્ર સૂત્ર તરીકે નહીં પરંતુ વિશ્વદ્રષ્ટિ તરીકે સમજવું પડશે.વિશ્વ ત્યારે જ એક પરિવાર બની શકે જ્યારે દરેક સભ્ય અન્યના ગૌરવ અને આધ્યાત્મિક સ્વતંત્રતાનું સન્માન કરે.આ સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વિશ્વ પર શાસન કરવાની નહીં પરંતુ તેને સંતુલન તરફ લઈ જવા માટે માર્ગદર્શન આપવાની છે.જ્ઞાન  મૈત્રીભાવ સાથે અને સત્તા સંયમ સાથે જોડાય તે VK4.0 ના આયોજનનું હાર્દ છે.

    આ મહાસંમેલનની સાથે સાથે અનેક યુવાલક્ષી બૌદ્ધિક પ્રવૃત્તિઓ જેવી કે મોડેલ યુનાઇટેડ નેશન્સ, નાલંદાવાદ(ડીબેટ) સ્ટ્રીટ પ્લે, ડ્રોન-શો સહિતના કાર્યક્રમો યોજાશે.મહાસંમેલનના ભાગરૂપે VK4.0 પ્રદર્શન મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં અને કાનૂની-ભૂ રાજનીતિ પરની પેનલ ચર્ચા ગોકુલદાસ તેજપાલ પરિસરમાં યોજાશે.કાર્યક્રમમાં ભાગ લેવા અને વધુ વિગતો માટે વેબસાઈટ vk.jyot.in ની મુલાકાત લો.

    (સિદ્ધાર્થ દવેની પંડિત મહારાજ સાહેબ સાથેની મુલાકાત પરથી સંકલન: પ્રો.(ડૉ) શિરીષ કાશીકર)

    ( પ્રો.(ડૉ)શિરીષ કાશીકર NIMCJ ના નિયામક છે અને VK 4.0 ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય છે)

    ]]>
    શિવજી નો અમોધ મંત્ર જે વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે.. https://khabarpatri.in/sravan-shiva/ Wed, 11 Dec 2024 18:49:55 +0000 http://sh028/cgi/addon_GT.cgi?s=GT::WP::Install::Cpanel+%28renewedm%29+-+10.0.87.40+%5BWordpress%3b+/var/hp/common/lib/Wordpress.pm%3b+536%3b+Hosting::gap_call%5D/?p=1 પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ ભક્ત અને દરેક હિન્દુઓ ભક્તિમય અને આનંદ સાથે આ પવિત્ર માસ ઉજવે છે.’

    મંદિર માં થતા ઉત્સવ , પૂજા પાઠ , યાગ આદિ અને અનુષ્ઠાન ચાલતા હોય છે. ભગવાન શિવની આરાધના સૌથી શ્રેષ્ઠ છે સંસાર ની દરેક ઈચ્છા ભગવાન આસુતોષ પૂર્ણ કરે છે આ પવિત્ર માસ દરમિયાન એવું તો શું કરીએ કે ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય..?? શાસ્ત્રો માંપાર્થિવ પૂજન, શિવલિંગ અર્ચન, રુદ્રાભિષેક, આદિ ઘણા માધ્યમ છે જેથી શિવ કૃપા પ્રાપ્ત કરી શકાય છે પણ કળિયુગ માં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે શિવ મહાપુરાણ , સ્કંદ પુરાણ આદિ પુરાણો માં એક વિશેષ મંત્ર છે ભગવાન શિવજી નો જેનો જાપ સ્ત્રી પુરુષ ચાંડાલ આદિ બધા જ કરી શકે છે બીજા બધાં મંત્ર માં દીક્ષા લેવું જરૂરી છે વગર દીક્ષા એ જપ કરે એને માત્ર હાનિ ને હાનિ જ થાય છે એટલે ગુરુ ની જરૂર પડે છે પણ ભગવાન શિવ એટલા સરળ અને કરુણામય છે કે એમનો પંચાક્ષર મંત્ર માં એમણે એવો કોઈ નિયમ નથી રાખ્યો બધાં જ એ જપ કરીને શિવ કૃપા પ્રાપ્ત કરી શકે છે આપણે બધા એ મંત્ર ને જાણીએ છે પણ એ મંત્ર છ અક્ષર વાળો છે ૐ નમઃ શિવાય પણ આ મંત્ર માટે દીક્ષા આવશ્યક છે પણ આ મંત્ર ને “શિવાય નમઃ” આ રીતે જપવા માં આવે તો વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે આ શિવ પંચાક્ષર મહાવિદ્યા છે જે કલ્પવૃક્ષ સમાન છે ઇચ્છિત ફળ આપનારું છે પંચ તત્વ જળ આકાશ અગ્નિ પૃથ્વી અને વાયુ આ તત્વો આ પાંચ અક્ષર માં સમાયેલી છે..

    આ મંત્ર ના જાપ માત્રથી શિવગણ સિદ્ધ થઈ જાય છે, યોગિનીઓ રક્ષા કરે છે, સિદ્ધો ની કૃપા પ્રાપ્ત થાય છે, સંપૂર્ણ દેવતા , કુલ દેવી આદિ સહજ પ્રસન્ન થઈ જાય છે, જેનો ચન્દ્ર પીડિત હોય, કાલસર્પ દોષ , શ્રાપ, પિતૃ દોષ આદિ આ જપ થી નષ્ટ થઈ જાય છે “શિવાય નમઃ” આ મંત્ર ના જાપ માત્ર થી યોગ્ય પત્ની અને પતી પ્રાપ્ત થાય છે, રોગથી મુક્તિ મળે છે, શાસ્ત્ર માં છે કે માતા અંજલી આ જ મંત્ર જપ થી હનુમાન જી ને પુત્ર રૂપ માં પ્રાપ્ત કરે છે.. ૐ નમઃ શિવાય આ મંત્ર માં બીજ છે જે માત્ર સંન્યાસીઓ માટે છે બધા જપવા ના અધિકારી નથી એવું શિવ પુરાણ માં ઉલ્લેખ છે પણ શિવાય નમઃ આ મંત્ર કોઈ પણ જપ કરી શકે છે ,મંત્ર દોષ આદિ નથી લાગતું.. આ મંત્રનું પુરચ્ચરણ પાંચ લાખ નું છે ગ્રહણકાળ માં જપ કરવાં થી પણ મંત્ર સિદ્ધ થઈ જાય છે યોગ્ય આસન પર બેસી, માળા થી આ પંચાક્ષરી મહાવિદ્યા નુ જપ કરવું જોઈએ પવિત્ર શ્રાવણ માસ ને દિવ્ય અને શિવમય બનાવવા માટે જરૂર શિવ ઉપાસના કરવી જોઇએ….

     

    ~: લખન પોનિકર

    ]]>