Khabarpatri News https://khabarpatri.in Sat, 18 Jul 2026 10:49:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Khabarpatri News https://khabarpatri.in 32 32 ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય: અમદાવાદના અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કલ્યાણના ભવ્ય આયોજનો https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/ https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/#respond Sat, 18 Jul 2026 10:49:21 +0000 https://khabarpatri.in/?p=2235
  • ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા સાથે ડ્રગ્સ મુક્તિ, દીકરીઓનું સ્વાસ્થ્ય અને નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સહિતના સામાજિક સરોકારના કાર્યોનો રોડમેપ જાહેર કરાયો
  • અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે જીવતી નવી પેઢીને સનાતન ધર્મના મૂળભૂત મૂલ્યો અને તેની પાછળ છુપાયેલા ગૂઢ વિજ્ઞાનથી માહિતગાર કરવા અમદાવાદના અગ્રણી સામાજિક સંગઠન અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ વૈજ્ઞાનિક અભિગમ સાથેનું નવું સામાજિક અને શૈક્ષણિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના નેજા હેઠળ પૂજ્ય બાપુએ અમદાવાદમાં આગામી પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આજના ‘જેન ઝી’ એટલે કે આધુનિક યુવાનોને જો ધાર્મિક પરંપરાઓ પાછળના લોજિકલ અને ટેકનિકલ કારણો ન સમજાવવામાં આવે, તો તેઓ સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “વિજ્ઞાન અને ધર્મ: ટુ સાઇડ ઓફ વન કોઈન” પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સવારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી થતા ફાયદા, શિખા રાખવી, ચાંદલો કરવો, આરતી ઉતારવી કે પીપળે પાણી રેડવા પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે તે તમામ ગૂઢ રહસ્યોને સરળ અને તાર્કિક ભાષામાં બાળકો અને યુવાનો સમક્ષ ‘ડીકોડ’ કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ અંધશ્રદ્ધા મુક્ત થઈ સાચી વૈદિક સંસ્કૃતિને અપનાવી શકે.

    શહેરી યુવાધનમાં વધી રહેલા ડિપ્રેશન, પરીક્ષાના ડર અને ચિંતાજનક રીતે પગપેસારો કરી રહેલા ડ્રગ્સ જેવા જીવલેણ વ્યસનો સામે પણ અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મોટું માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનું મહા-અભિયાન છેડવામાં આવ્યું છે. પૂજ્ય બાપુએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં જો યુવાનોની ઉર્જાને વ્યાયામ, યોગ, મેડિટેશન અને ગૌ-સેવા તરફ ડાયવર્ટ કરવામાં નહીં આવે, તો તેઓ ગેરમાર્ગે દોરાઈ જશે. આ માટે ટ્રસ્ટ દ્વારા માતા-પિતાને પણ પોતાના વૈભવ પાછળ દોડવાને બદલે બાળકોના ઉછેર માટે સમય ફાળવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વૈદિક યજ્ઞ પરંપરાના ફાયદા સમજાવતા ભોપાલ ગેસ દુર્ઘટનાનું ઉદાહરણ અપાયું હતું, જેમાં નિયમિત હવન કરતા પરિવારો ઝેરી ગેસની અસરોથી સુરક્ષિત રહ્યા હતા. ગાયના છાણા અને ઘીની આહુતિથી ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે અને પંચમહાભૂત તત્વોનું સંતુલન જાળવે છે, જેના કારણે ટ્રસ્ટ દ્વારા શહેરી પરિવારોને વર્ષમાં એકવાર ઘરે યજ્ઞ કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.

    સામાજિક જવાબદારીના ભાગરૂપે અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કેમ્પમાં એકત્રિત થનારું રક્ત અમદાવાદ રેડક્રોસ સોસાયટી અને સરકારી હોસ્પિટલોના જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં મોકલવામાં આવશે. તેની સાથે જ, ચાલુ માસે આવતા પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે ગણપતપુરા ગામની અંદાજે 70 જેટલી નાની બાળકીઓ (જેમાંથી વ્રત કરતી 35 થી 40 દીકરીઓ) ના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટ દ્વારા તેમને ખાસ સિંગતેલમાં બનેલી શુદ્ધ વેફર્સ અને પૌષ્ટિક સુકામેવાનું (ડ્રાયફ્રૂટ્સ) વિતરણ કરવામાં આવશે, જેથી વ્રત દરમિયાન સી-સોલ્ટ (દરિયાઈ નમક) નો ત્યાગ કરીને દીકરીઓને સાત્વિક ઉર્જા મળી રહે.

    અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં બે અત્યંત મહત્વાકાંક્ષી અને પરોપકારી પ્રોજેક્ટ્સનું પણ એલાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ ‘વૃંદાવન ધામ’ છે, જ્યાં સંપૂર્ણ માટી અને લીપણથી સજ્જ ૧૦૦૦ નંદીઓ માટે ભવ્ય ‘નંદી શાળા’, નર્મદા પરિક્રમાવાસીઓ માટે ‘અન્નપૂર્ણા ભંડાર’, પવિત્ર ‘મા ખોડલ ઘાટ’ અને વડીલો માટે વિશેષ ‘વૃદ્ધાશ્રમ’ નું નિર્માણ કરવામાં આવશે. જ્યારે બીજો પ્રોજેક્ટ ચાણોદ ખાતે ‘મા મકરવાહિની મોક્ષધામ ફાઉન્ડેશન’ નો છે, જ્યાં પોતાના સ્વજનોના અસ્થિ લઈને આવતા લોકો માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ કરી આપવામાં આવશે. પૂજ્ય બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દેશના સક્ષમ ધર્મગુરુઓ અને ધાર્મિક ટ્રસ્ટો મંદિરોમાં રહેલી સંપત્તિનો સાચો અને દુરંદેશી ઉપયોગ કરે, તો રાષ્ટ્રના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારનું સ્તર વૈશ્વિક સ્તરે ખૂબ ઊંચું આવી શકે છે.

    ]]>
    https://khabarpatri.in/synergy-of-religion-and-science-grand-social-welfare-initiatives-by-ahmedabads-antimdham-charitable-trust/feed/ 0
    ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) દ્વારા નીટ 2026 માં વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની ઉજવણી https://khabarpatri.in/physicswallah-pw-celebrates-student-performance-in-neet-2026/ https://khabarpatri.in/physicswallah-pw-celebrates-student-performance-in-neet-2026/#respond Sat, 18 Jul 2026 09:46:05 +0000 https://khabarpatri.in/?p=2231 ભારત, 2026: એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) એ તેના નીટ 2026 ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોચના નીટ  ઓલ ઇન્ડિયા રેન્ક (એઆઈઆર) માં સ્થાન મેળવ્યું છે.

    રવિકાંત દિવાકર (એઆઈઆર 55), શિવાંશ આનંદ (એઆઈઆર 152), દિવ્યાંશ જયસ્વાલ (એઆઈઆર 173), અને સાક્ષી કુમારી (એઆઈઆર 192) એ કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ છે. આ સિદ્ધિઓ પીડબ્લ્યુ દ્વારા પ્રદાન કરવામાં આવતી શિક્ષણ ઇકોસિસ્ટમની લવચીકતાનો પુરાવો છે, જેમાં વિદ્યાર્થીઓ તેમની વ્યક્તિગત પસંદગીઓ અને શીખવાની શૈલીના આધારે ઓનલાઇન કોર્સ અથવા ઓફલાઇન, ટેક-સક્ષમ પીડબ્લ્યુ વિદ્યાપીઠ કેન્દ્રો દ્વારા ઉચ્ચ સ્કોર મેળવી શક્યા છે.

    ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) ના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું હતું કે, “દરેક નીટ 2026 ના ઉમેદવારને અભિનંદન કે જેમણે આ સફરમાં પોતાની મહેનત, શિસ્ત અને હૃદય રેડી દીધું છે. તમારું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આજે જેઓ તેમના પરિણામોની ઉજવણી કરી રહ્યા છે, આ સફળતા તમારી મહેનતનું ફળ છે. અને જેઓ પોતાના લક્ષ્યોમાં થોડા પાછળ રહી ગયા છે, તેમને યાદ રહે કે આ પરીક્ષા માત્ર એક માઈલસ્ટોન છે, તે તમારા મૂલ્ય અથવા તમારા ભવિષ્યનું માપદંડ નથી. તમારી ક્ષમતાઓ વિશાળ છે, અને લાંબી, સફળ સફરમાં આ માત્ર એક પ્રકરણ છે.”

    વધુમાં, અમદાવાદમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પંદન ઠક્કર (એઆઈઆર 381) અને દર્શિલ કાપડિયા (એઆઈઆર 694) સહિતના અન્ય વિદ્યાર્થીઓ શહેરમાં ફિઝિક્સવાલાના કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ હતા.

    રવિકાંત દિવાકરે જણાવ્યું હતું કે, “મારી મહેનત રંગ લાવી તે જોઈને હું ખૂબ જ ખુશ છું. પીડબ્લ્યુની બેચોએ મારી બધી જ મૂંઝવણો સંપૂર્ણપણે દૂર કરી. શિક્ષકોએ કોન્સેપ્ટને એટલી સારી રીતે સમજાવ્યા કે મેં ફોર્મ્યુલાને માત્ર ગોખવાને બદલે તેની પાછળનું લોજિક સમજ્યું. જ્યારે પણ હું કોઈ અઘરા પ્રશ્નમાં અટવાતો, ત્યારે વીડિયો સમજૂતીએ મને તરત જ સાચા સ્ટેપ્સ બતાવ્યા, જેનાથી મારો ઘણો સમય બચ્યો.”

    શિવાંશ આનંદે કહ્યું, “આ સ્કોર મેળવવો અદ્ભુત લાગે છે, અને મને ખુશી છે કે મારી બધી મહેનત કામ આવી. મારા માટે સૌથી મોટી મદદ ડેઈલી પ્રેક્ટિસ પેપર્સ (રોજબરોજના અભ્યાસ માટેના પ્રશ્નપત્રો હતા. તે નિયમિત ટેસ્ટ આપવાથી મને ગભરાયા વિના મારો સમય કેવી રીતે મેનેજ કરવો તે શીખવા મળ્યું. શિક્ષકોએ પણ મારા ડાઉટ્સ  દૂર કરવામાં મદદ કરી અને બતાવ્યું કે હું ક્યાં ભૂલો કરી રહ્યો હતો, જેનાથી મને ફાઇનલ પરીક્ષા પહેલાં તેને સુધારવામાં મદદ મળી.”

    નીટ  કોચિંગ માટે ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) નો અભિગમ સુલભ, સસ્તું અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર આધારિત છે. આ પ્લેટફોર્મ ડેઈલી પ્રેક્ટિસ પ્રશ્નો, વીડિયો સોલ્યુશન્સ સાથે મોક ટેસ્ટ, 24×7 ડાઉટ સોલ્યુશન અને એઆઈ-પર્સનલાઈઝ્ડ રિવિઝન જેવી ટેક્નોલોજી આધારિત સુવિધાઓ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ તેમના સ્થાન અથવા બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના તેમના લક્ષ્ય પર ટકી રહે.

    આ વર્ષે, અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓએ નીટ (યુજી) 2026 ની પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ ઉમેદવારો વિવિધ અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાયક ઠર્યા છે.

    ]]>
    https://khabarpatri.in/physicswallah-pw-celebrates-student-performance-in-neet-2026/feed/ 0
    અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન https://khabarpatri.in/atul-auto-limited-marks-35th-foundation-day-with-grand-blood-donation-camp-for-cancer-patients/ https://khabarpatri.in/atul-auto-limited-marks-35th-foundation-day-with-grand-blood-donation-camp-for-cancer-patients/#respond Thu, 16 Jul 2026 10:27:12 +0000 https://khabarpatri.in/?p=2228

    પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રાજ્યભરમાં રક્તની ભારે અછત ઊભી થઈ છે, ત્યારે કેન્સરના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. ૧૭ જુલાઈ, શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી અતુલ ઓટો લિમિટેડ, મોગલ માતાજીના મંદિરની સામે, અમદાવાદ-રાજકોટ હાઇવે, ગામ ભાયલા, તા. બાવળા, જી. અમદાવાદ ખાતે આ કેમ્પ યોજાશે.

    આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) માં સારવાર લઈ રહેલા દર્દીઓને મદદરૂપ થવાનો છે. ઉલ્લેખનીય છે કે, GCRI માં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યોમાંથી પણ કેન્સરના દર્દીઓ નિઃશુલ્ક સારવાર અર્થે આવે છે. હાલમાં રાજ્યની બ્લડ બેન્કોમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરિયાત છે, જેને પહોંચી વળવા અતુલ ઓટો પરિવાર દ્વારા આયોજિત આ સેવાકાર્ય એક મહત્વનું કદમ બની રહેશે.

    રક્તદાનનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણી જણાવે છે કે, રક્ત આપણા શરીરમાં શુદ્ધ ઑક્સિજન પહોંચાડવાની સાથે ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. માનવ શરીરમાં રક્તનો પ્રવાહી ભાગ ‘પ્લાઝમા’ કહેવાય છે, જેમાં ૯૨% પાણી અને બાકીના ભાગમાં પ્રોટીન, સુગર અને વિટામિન્સ જેવા પોષક તત્વો હોય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીરમાં ૫૦૦૦ થી ૬૦૦૦ ml રક્ત હોય છે, જેમાંથી માત્ર ૩૫૦ થી ૪૫૦ ml રક્તનું જ દાન કરવાનું હોય છે. એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન ત્રણ વ્યક્તિઓને નવું જીવનદાન આપી શકે છે. દાન કરેલા રક્તનો જથ્થો શરીરમાં માત્ર બે જ દિવસમાં અને તેના તમામ ઘટકો માત્ર ૨૦ દિવસમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. તેથી, દરેક સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવું જ જોઈએ.

    અમૂલ્ય માનવ જિંદગીઓને બચાવવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા અતુલ ઓટો લીમીટેડ પરિવાર અને શ્રી વિનય જસાણી દ્વારા લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ અંગેની વિશેષ માહિતી કે માર્ગદર્શન માટે મો. ૯૯૦૪૩૦૦૨૨૮ અથવા મો. ૮૦૮૧૪૯૯૯૬૮ પર સંપર્ક કરી શકાશે.

    વધુમાં, સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પારિવારિક પ્રસંગો, જન્મદિવસ કે કોઈ સ્વજનના સ્મૃતિદિન નિમિત્તે આવા રક્તદાન કેમ્પ યોજીને રક્તની અછતને દૂર કરવામાં પોતાનો ફાળો આપે. રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન કે અન્ય કોઈપણ જીવદયાના સેવાકીય કાર્યો અંગેના આયોજન માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનય જસાણીનો મો. ૯૪૨૮૨૦૦૬૬૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

     

    ]]>
    https://khabarpatri.in/atul-auto-limited-marks-35th-foundation-day-with-grand-blood-donation-camp-for-cancer-patients/feed/ 0
    મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક https://khabarpatri.in/golden-opportunity-in-media-careers-ksv-journalism-admissions-now-open-until-july-30/ https://khabarpatri.in/golden-opportunity-in-media-careers-ksv-journalism-admissions-now-open-until-july-30/#respond Thu, 16 Jul 2026 05:57:51 +0000 https://khabarpatri.in/?p=2225

    ગાંધીનગર,  મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (PGDJMC) અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2026 છે.

    આ બે સેમિસ્ટરના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા, સમાચાર લેખન, રિપોર્ટિંગ, સંપાદન, એન્કરિંગ, જનસંપર્ક, ફોટો જર્નાલિઝમ અને મીડિયા મેનેજમેન્ટ જેવા વિષયોમાં થિયરી સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. મીડિયા ક્ષેત્રના અનુભવી અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક મીડિયા ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવવાની તક મળશે.

    કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર છે. ખાસ વાત એ છે કે વર્ગો સાંજના સમયે યોજાતા હોવાથી નોકરી કરતા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ અભ્યાસક્રમ અનુકૂળ રહેશે.

    મીડિયા ક્ષેત્રમાં રિપોર્ટર, ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ રાઇટર, ડિજિટલ મીડિયા એક્ઝિક્યુટિવ, સોશિયલ મીડિયા મેનેજર, પીઆર પ્રોફેશનલ અને ફોટો જર્નાલિસ્ટ જેવી વિવિધ કારકિર્દીની તકોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

    પ્રવેશ અને અભ્યાસક્રમ અંગે વધુ માહિતી માટે મો. 8401863229 પર સંપર્ક કરી શકાય છે અથવા પત્રકારત્વ વિભાગ, એલ.ડી.આર.પી. કેમ્પસ, સેક્ટર-15, ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકાય છે.

    સંપર્ક :

    પત્રકારત્વ વિભાગ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેક્ટર-15, ગાંધીનગર

    મો. : 8401863229

    ]]>
    https://khabarpatri.in/golden-opportunity-in-media-careers-ksv-journalism-admissions-now-open-until-july-30/feed/ 0
    ભગવાનને સોનાનું મંદિર જોઈએ કે તેમના સંતાનોને સોનેરી ભવિષ્ય?: – હાર્દિક હરમહેશ ઠાકર https://khabarpatri.in/hardik-thakar-on-turning-piety-into-progress-how-directing-religious-wealth-toward-education-can-transform-india/ https://khabarpatri.in/hardik-thakar-on-turning-piety-into-progress-how-directing-religious-wealth-toward-education-can-transform-india/#respond Tue, 14 Jul 2026 12:20:56 +0000 https://khabarpatri.in/?p=2222 ભગવાનને કરોડો રૂપિયાનું મંદિર વધારે ગમશે કે તેમના સંતાનોના જીવનમાં પ્રકાશ?: ભારતમાં દર વર્ષે મંદિરોમાં હજારો કરોડ રૂપિયાનું દાન કરવામાં આવે છે. જાહેરમાં ઉપલબ્ધ અંદાજિત માહિતી મુજબ કેટલાક મોટા મંદિરોમાં વાર્ષિક દાન અને આવક જોઈએ તો, તિરુમલા તિરુપતિ બાલાજીમાં રૂ.૧,૫૦૦ કરોડથી વધુ, વૈષ્ણો દેવીમાં રૂ.૫૦૦ થી ૭૦૦ કરોડ, શિરડી સાઈબાબામાં રૂ.૪૦૦ થી ૪૮૦ કરોડ અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં રૂ.૧૮૦ કરોડથી વધુનું દાન આવે છે. આ માત્ર થોડાં ઉદાહરણો છે. દેશભરના હજારો મોટા અને લાખો નાના મંદિરોમાં મળતું કુલ દાન દર વર્ષે હજારો કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે.

     

    આ માત્ર થોડાં ઉદાહરણો છે. દેશભરના હજારો મોટા અને લાખો નાના મંદિરોમાં મળતું કુલ દાન દર વર્ષે હજારો કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે.

    બીજી તરફ…

    • લાખો મધ્યમવર્ગીય પરિવારો બાળકોની ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
    • હજારો તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણનું સપનું અધૂરું રાખે છે.
    • લાખો યુવાનો પાસે પ્રતિભા છે, પરંતુ તાલીમ અને રોજગારની તક નથી.
    • અનેક પરિવારો સારવારના ખર્ચ સામે હારી જાય છે.
    • આજે પણ અનેક લોકો ભીખ માંગવા મજબૂર છે.

     

    શું આ લોકો ભગવાનના સંતાનો નથી?

    જો દરેક મંદિર, ટ્રસ્ટ અને દાતાશ્રી પોતાના કુલ દાનમાંથી માત્ર 10% રકમ શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને ગરીબોના પુનર્વસન માટે ફાળવે, તો ભારતનું ભવિષ્ય બદલાઈ શકે.

    કલ્પના કરો…

    • કોઈ બાળક ફીના અભાવે અભ્યાસ છોડશે નહીં.
    • દરેક યુવાનને કૌશલ્ય અને રોજગારની તક મળશે.
    • ગરીબ પરિવારોને સમયસર સારવાર મળશે.
    • ભિક્ષાવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થશે.
    • મધ્યમવર્ગને આર્થિક રીતે મજબૂત બનવાની નવી તક મળશે.

     

    આપણે ભગવાનને સોનાનો મુકુટ પહેરાવીએ છીએ…

    પરંતુ શું આપણે તેમના સંતાનોને શિક્ષણનો તાજ પહેરાવી શકીએ?

    આપણે મંદિરના શિખરો આકાશ સુધી ઊંચા બનાવીએ છીએ…

    પરંતુ શું આપણે ગરીબોના સપનાઓને પણ એટલાં જ ઊંચા બનાવી શકીએ?

    મંદિરમાં કરેલું દાન પુણ્ય છે.

    પરંતુ માનવ જીવન બદલતું દાન મહાપુણ્ય છે.

    મારો કોઈ વિરોધ નથી.

    મારી માત્ર એક વિનંતી છે.

    મંદિર પણ બનાવીએ અને માનવતા પણ બનાવીએ.

    ભગવાનનું ઘર પણ ભવ્ય હોવું જોઈએ અને ભગવાનના સંતાનોનું ભવિષ્ય પણ ભવ્ય હોવું જોઈએ.

    જો આપણે આ બંને બાબતોમાં સંતુલન લાવી શકીએ, તો ભારત માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને માનવતામાં પણ વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બની શકે.

     

    આજે ભગવાનને સોનાનું સિંહાસન અર્પણ કરતાં પહેલાં, એક ગરીબ બાળકના ભવિષ્યમાં પણ થોડું રોકાણ કરીએ. કદાચ એ જ ભગવાનને સૌથી વધુ પ્રિય દાન હશે.

    જય શ્રી રામ।

     

    – હાર્દિક હરમહેશ ઠાકર

    જાહેર નોંધ: આ પ્રેસ નોટમાં દર્શાવાયેલા દાનના આંકડા જાહેરમાં ઉપલબ્ધ અંદાજિત માહિતી પર આધારિત છે. વિવિધ મંદિરોની આવક અને દાન વર્ષ પ્રમાણે બદલાઈ શકે છે. લેખનો હેતુ કોઈ ધાર્મિક સંસ્થા અથવા મંદિરની ટીકા કરવાનો નથી, પરંતુ ધાર્મિક દાનની સાથે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસ માટે પણ વધુ સહયોગ આપવા અંગે રચનાત્મક ચર્ચા પ્રેરવાનો છે.

     

    ]]>
    https://khabarpatri.in/hardik-thakar-on-turning-piety-into-progress-how-directing-religious-wealth-toward-education-can-transform-india/feed/ 0
    અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નું ભવ્ય ઉદ્ઘાટન, ઉદયપુરના મહારાજા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ રહ્યા ઉપસ્થિત https://khabarpatri.in/selvera-studio-marks-grand-debut-in-ahmedabad-with-royal-presence-of-maharaja-dr-lakshyaraj-singh-mewar/ https://khabarpatri.in/selvera-studio-marks-grand-debut-in-ahmedabad-with-royal-presence-of-maharaja-dr-lakshyaraj-singh-mewar/#respond Tue, 14 Jul 2026 09:26:54 +0000 https://khabarpatri.in/?p=2219 અમદાવાદ:અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત સિંધુ ભવન માર્ગ પર 92.5 સિલ્વર લક્ઝરી જ્વેલરીના એક્સક્લુઝિવ કલેક્શન સાથે ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. 12 અને 13 જુલાઈના રોજ આયોજિત આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉદયપુરના મહારાજા અને હાઉસ ઓફ મેવાડના 77મા કસ્ટોડિયન, શ્રીજી હુઝુર ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શોરૂમમાં રહેલી વસ્તુઓ કરતાં પણ વધુ, રૂષભજીના પરિવારને અને અહીં એકત્રિત થયેલા તમામ લોકોને એકસાથે જોઈને મને અત્યંત આનંદ થયો છે. સેલ્વેરા (Selverra) નામથી શરૂ થયેલા તેમના આ પ્રથમ સિલ્વર સ્ટોર માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.”

    ]]>
    https://khabarpatri.in/selvera-studio-marks-grand-debut-in-ahmedabad-with-royal-presence-of-maharaja-dr-lakshyaraj-singh-mewar/feed/ 0
    ટ્રાઈ દ્વારા ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં (ગુજરાત એલએસએ) મોબાઇલ નેટવર્કની ગુણવત્તાનું મૂલ્યાંકન https://khabarpatri.in/trai-assesses-mobile-network-quality-across-bharuch-city-and-nearby-areas-in-gujarat-lsa/ https://khabarpatri.in/trai-assesses-mobile-network-quality-across-bharuch-city-and-nearby-areas-in-gujarat-lsa/#respond Tue, 14 Jul 2026 04:33:20 +0000 https://khabarpatri.in/?p=2216

    Bharuch,  July 2026: સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) એ મે 2026 દરમિયાન ગુજરાત એલએસએ હેઠળના ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલ ઇંડિપેંડેન્ટ ડ્રાઇવ ટેસ્ટ (IDT) ના પરિણામો જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (ટીએસપી) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વૉઇસ તથા ડેટા બંને) ની વાસ્તવિક સમયની ગુણવત્તાનું મૂલ્યાંકન અને તેની ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, ટ્રાઈ કવરેજ, કોલ ડ્રોપ રેટ (CDR), કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), ડેટા ડાઉનલોડ (DL) અને અપલોડ (UL) થ્રૂપુટ વગેરે જેવા સેવા ગુણવત્તાના (QoS) મુખ્ય પરિમાણો માટે ટીએસપી ની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ આ માહિતી ગ્રાહકોને માહિતગાર કરવા તેમજ ટીએસપી ને તેમની સેવાઓમાં સુધારો કરવા પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવે છે.

    1. આ આઈડીટી શહેરો, હોટસ્પોટ્સ, જાહેર પરિવહન કેન્દ્રો વગેરે જેવા ઉપયોગના વિવિધ વાતાવરણમાં તમામ ટીએસપી ની જમીનસ્તરની મોબાઇલ નેટવર્ક કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની ડ્રાઇવ ટેસ્ટિંગમાં, 2G, 3G, 4G અને 5G નેટવર્ક પર તમામ ટીએસપી ના સીમ કાર્ડનો ઉપયોગ કરીને લાઇવ ડેટા અને વૉઇસ સેશન સ્થાપિત કરવામાં આવે છે. અનેક અદ્યતન ટેસ્ટ હેન્ડસેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સની મદદથી આ સેશનનું વાસ્તવિક સમયમાં નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવે છે.
    2. ટ્રાઈએ તેની નિયુક્ત એજન્સી મારફતે ગુજરાત એલએસએ માં તારીખ 5 મે 2026 થી 8 મે 2026 દરમિયાન ભરૂચ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં2 કિલોમીટરની સિટી ડ્રાઇવ, 11 હોટસ્પોટ લોકેશન્સ અને 1.5 કિલોમીટરના વૉક ટેસ્ટ દ્વારા ડ્રાઇવ ટેસ્ટ હાથ ધરી હતી.. આ ટેસ્ટ ટ્રાઈના જયપુર ક્ષેત્રીય કચેરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ ટેસ્ટ અહેવાલોમાં રજૂ કરવામાં આવેલા અવલોકનો, ડ્રાઇવ ટેસ્ટ હાથ ધરવામાં આવેલા દિવસે અને સમયે ટેસ્ટ હેઠળના વિસ્તાર/માર્ગ પર ટીએસપી ની કામગીરીનું પ્રતિનિધિત્વ કરે છે.
    3. ડ્રાઇવ ટેસ્ટ રૂટ મેપ: નકશા પર દર્શાવેલ સંકેતો મુજબ, નીચે આપેલ નકશો સિટી ડ્રાઇવ, ઇન્ટર-ઓપરેટર કોલિંગ, હોટસ્પોટ્સ અને વૉક ટેસ્ટ્સ દર્શાવતા ડ્રાઇવ ટેસ્ટના રૂટોની ઝાંખી પૂરી પાડે છે: -:-

     

    1. મૂલ્યાંકન કરાયેલા મુખ્ય પરિમાણો
    2. a) કવરેજ ગેપ: નમૂનાઓની ટકાવારી, જેમાં સંબંધિત ટેક્નોલોજી (2G/3G/4G/5G) માટે નિર્ધારિત લઘુત્તમ સિગ્નલ ક્ષમતા કરતાં ઓછી સિગ્નલ ક્ષમતા જોવા મળી હોય.
    3. b) વૉઇસ સેવાઓ: કોલ સેટઅપ સક્સેસ રેટ (CSSR), કોલ ડ્રોપ રેટ (DCR), કોલ સેટઅપ ટાઇમ, કોલ સાઇલન્સ રેટ, વાણીની ગુણવત્તા (MOS).
    4. c) કોલ સાઇલન્સ ઘટના: કોલ દરમિયાન નોંધાયેલી કોલ સાઇલન્સ ઘટનાઓની સંખ્યા.
    5. d) ડેટા સેવાઓ: ડાઉનલોડ/અપલોડ થ્રૂપુટ, લેટન્સી, જિટર, પેકેટ ડ્રોપ રેટ

     

    1. ભરુચ શહેર અને આસપાસના વિસ્તારોમાં મુખ્ય પરિમાણો માટેની એકંદર મોબાઇલ નેટવર્ક કામગીરીનો સારાંશ નીચે મુજબ છે:

     

    1. કવરેજ ગેપ – ઓટો-સિલેક્શન મોડ (5G/4G/3G/2G) માં ડ્રાઇવ ટેસ્ટ રૂટ પર વૉઇસ ટેસ્ટ દરમિયાન જોવા મળેલી સિગ્નલ ક્ષમતા, એકત્રિત કરાયેલા કુલ નમૂનાઓમાંથી નબળી સિગ્નલ ક્ષમતા ધરાવતા નમૂનાઓની સંખ્યાના આધારે માપવામાં આવી હતી, જે Airtel માટે 618/42053, BSNL માટે 3289/40866, RJIL માટે 377/42071 અને VIL માટે 1311/41818 હતી. કવરેજ ગેપની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.
    2. ડ્રોપ થયેલા કોલ્સ – સફળતાપૂર્વક સ્થાપિત થયેલા કોલ્સની સંખ્યામાંથી ડ્રોપ થયેલા કોલ્સની સંખ્યાના આધારે માપવામાં આવેલા ડ્રોપ થયેલા કોલ્સ Airtel માટે 0/378, BSNL માટે 10/365, RJIL માટે 1/380 અને VIL માટે 0/380 હતા. ડ્રોપ થયેલા કોલ્સના સ્થળોની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.
    3. કોલ સાઇલન્સની ઘટનાઓ – સ્થાપિત થયેલા કુલ કોલ્સમાંથી 3 સેકન્ડથી વધુ સમય સુધી નોંધાયેલી સાઇલન્સ ઘટનાઓની કુલ સંખ્યાના આધારે માપવામાં આવેલી કોલ સાઇલન્સ ઘટનાઓ Airtel માટે 6/365, BSNL માટે 41/309, RJIL માટે 4/366 અને VIL માટે 28/363 હતી. કોલ સાઇલન્સની ઘટનાઓના સ્થળોની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.

     

    1. ડેટા ડાઉનલોડ અને અપલોડ થ્રૂપુટ:
    2. ડેટા ડાઉનલોડની કામગીરી (એકંદર): સરેરાશ ડાઉનલોડ સ્પીડ Airtel (5G/ 4G) માટે 72 Mbps, BSNL (4G/3G/ 2G) માટે 12.93 Mbps, RJIL (5G/ 4G) માટે 180.22 Mbps અને VIL (5G/ 4G/ 2G) માટે 31.14 Mbps નોંધાઈ હતી. ડાઉનલોડ થ્રૂપુટની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.

     

    1. ડેટા અપલોડની કામગીરી (એકંદર): સરેરાશ અપલોડ સ્પીડ Airtel (5G/4G) માટે 53 Mbps, BSNL (4G/3G/2G) માટે 4.59 Mbps, RJIL (5G/4G) માટે 24.09 Mbps અને VIL (5G/4G/2G) માટે 17.38 Mbps નોંધાઈ હતી. અપલોડ થ્રૂપુટની વિગતો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં આપવામાં આવી છે.

     

    ડ્રોપ થયેલા કોલ્સ અને કોલ સાઇલન્સની ઘટનાઓના સ્થળો પરિશિષ્ટમાં જોડાયેલા નકશામાં દર્શાવેલા લાલ બિંદુ પર ક્લિક કરીને જોઈ શકાય છે.

     

    1. આઈડીટી દરમિયાન આવરી લેવામાં આવેલા ડ્રાઇવ ટેસ્ટ રૂટ અને વિસ્તારની વિગતો નીચે મુજબ છે: –

     

    શહેર (City)દેરોલ, સામણી, વાગરા, પાખાજણ, ગાલેંદા, દહેજ, લાખીગામ, લુવારા, અંબેઠા, જોલવા, એક્સલ, દેહગામ, અંડાડા, અંકલેશ્વર, કોસમડી, ગોવાલી બેટ, ઝનોર, નબીપુર, પાલેજ અને ટંકારીયા વગેરે.

    હોટસ્પોટ (Hotspot)અંકલેશ્વર જીએસઆટીસી બસ સ્ટેન્ડ, અંકલેશ્વર રેલવે સ્ટેશન, ભરુચ જીએસઆટીસી બસ સ્ટેન્ડ, ભરુચ રેલવે સ્ટેશન, સિટી સેન્ટર ભરુચ, સિવિલ હોસ્પિટલ ભરુચ, કલેક્ટર કચેરી ભરુચ, આઈનોક્સ શાલીમાર મોલ, મતરિયા તળાવ, પંચબત્તી ચૌરાહા અને ઝાડેશ્વર ચોકડી.

    વૉક ટેસ્ટ (Walk Test)સોનેરી મહેલથી ધોધી કુઈ બજાર.

    1. આ આઈડીટી અહેવાલના તારણો, જો જરૂરી હોય તો, સંબંધિત ટીએસપી દ્વારા આગળની જરૂરી કાર્યવાહી કરવા માટે તેમની સાથે શેર કરવામાં આવ્યા છે. આઈડીટી નો વિગતવાર અહેવાલ ટ્રાઈની વેબસાઇટ trai.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ સ્પષ્ટતા અથવા વધારાની માહિતી માટે, જયપુર ખાતે આવેલી ટ્રાઈની ક્ષેત્રીય કચેરીને ઈમેલ આઈડી adv.jaipur@trai.gov.in પર ઈમેલ મોકલી શકાય છે. આ ઉપરાંત, ટ્રાઈની જયપુર ક્ષેત્રીય કચેરીનો (RO) ટેલિફોન નંબર 0141-2701919 પર સંપર્ક કરી શકાય છે.

     

     

    (રાજેશ કુમાર અગરવાલ)
    સલાહકાર, ટ્રાઈ
    ક્ષેત્રીય કચેરી, જયપુર

     

    જોડાયેલ: જોડાણ

    Annexure

    Bharuch City

    1. Coverage Gap – The coverage distribution found less than the minimum specified signal strength for the drive test route in auto-selection mode (5G/4G/3G/2G) during voice testing, is as below:

     

    Parameter AIRTEL BSNL RJIL VIL
    Total Number of Samples captured on Drive test route 42053 40866 42071 41818
    Number of Samples having poor signal strength 618 3289 377 1311
    Number of Samples having limited service (No Coverage) 0 383 0 0

    Note: Signal strength has been considered poor if it falls below −110 dBm for 5G & 4G, −90 dBm for 3G, and −85 dBm for 2G.

    RJIL
    VIL
    BSNL
    AIRTEL

    Note: Plot is based on Dynamic Drive Test results only.

     

     

     

     

     

     

    1. Dropped Calls – The TSP-wise details of dropped calls in auto-selection mode (5G/ 4G/ 3G/ 2G) are as below:

     

    Parameter AIRTEL BSNL RJIL VIL
    Number of successful Calls Established 378 365 380 380
    Number of dropped Calls 0 10 1 0

    Locations of Dropped Calls

    BSNL  
     

     

     

     

     

     

     

     

     

    RJIL  
     

     

     

     

     

     

     

    Note: Dropped calls locations are shown in red colour and which can be clicked to know the exact location (latitude and longitude) on the map.

    1. Call Silence Instance – The TSP-wise details of Call silence instance in Auto-selection mode (5G/4G) are as below:

     

    Parameter AIRTEL BSNL RJIL VIL
    Call Established

    (within service provider network)

    365 309 366 363
    Number of silences calls for >3 Sec 5 29 3 16
    Total number of silence instances for >3 Sec 6 41 4 28
       
     

     

       
     

     

    Locations of Call Silence Instance

     

     

    AIRTEL

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

    BSNL

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

    RJIL

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

    VIL

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

       
     

     

       
     

     

    Note: Call silence instances are shown in red colour and which can be clicked to know the exact location (latitude and longitude) on the map.

     

    1. Data Download and Upload throughput: The TSP-wise details of Average Download (DL) and Upload (UL) throughput against declared typical DL/UL Throughput for month, in Auto-selection mode (5G/4G/3G/2G) are as below: –

     

    (i)     Download Throughput

     

    Parameter Measured in AIRTEL

    (upto 5G)

    BSNL

    (upto 4G)

    RJIL

    (upto 5G)

    VIL

    (upto 5G)

    Typical Download throughput declared by TSP (Mbits/s) 27.99 5.00 15.00 15.00
    Average Download Throughput measured during IDT (Mbits/s) 117.72 12.93 180.22 31.14
    VIL
    RJIL
    BSNL
    AIRTEL

    Note: Plot is based on Dynamic Drive Test results only.

     

    (ii)   Upload Throughput

     

    Parameter Measured in AIRTEL

    (upto 5G)

    BSNL

    (upto 4G)

    RJIL

    (upto 5G)

    VIL

    (upto 5G)

    Typical upload throughput declared by TSP (Mbits/s) 5.86 3.00 7.00 8.00
    Average Upload Throughput measured during IDT (Mbits/s) 24.53 4.59 24.09 17.38
    VIL
    RJIL
    BSNL
    AIRTE

    Note: Plot is based on Dynamic Drive Test results only.

    ]]>
    https://khabarpatri.in/trai-assesses-mobile-network-quality-across-bharuch-city-and-nearby-areas-in-gujarat-lsa/feed/ 0
    રિજનલ પ્લેટફોર્મથી મિલિયન્સ વ્યુઝ સુધી: ધ્રુવિન શાહના વિઝનરી નેતૃત્વ હેઠળ ‘JOJO એપ’ એ ગ્લોબલ ગુજરાતી મનોરંજનમાં સર્જ્યો નવો ઈતિહાસ https://khabarpatri.in/jojo-app-makes-global-history-with-unprecedented-viewership/ https://khabarpatri.in/jojo-app-makes-global-history-with-unprecedented-viewership/#respond Mon, 13 Jul 2026 10:05:59 +0000 https://khabarpatri.in/?p=2212

    OTT પ્લેટફોર્મ JOJO એપ એ ડિજિટલ મનોરંજનની દુનિયામાં એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કર્યો છે. માત્ર એક પ્રાદેશિક પ્લેટફોર્મ તરીકે શરૂ થયેલી JOJO એપ આજે મિલિયન્સ વ્યુઝ સાથે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની પહેલી પસંદ બની ગઈ છે. JOJO લિમિટેડની યાત્રા આજે 177 થી વધુ દેશોમાં 6.5 મિલિયનથી વધુ યુઝર્સ સુધી પહોંચી ચૂકી છે.

    આ અભૂતપૂર્વ સફળતા પાછળ પ્લેટફોર્મના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહનું વિઝન અને સ્ટ્રેટેજી જવાબદાર છે. ધ્રુવિન શાહે શરૂઆતથી જ માત્ર અને માત્ર શુદ્ધ ગુજરાતી સંસ્કૃતિ, રમૂજ અને જીવનશૈલીને વરેલું ‘હાઈપર-લોકલ’ કન્ટેન્ટ આપવાનો આગ્રહ રાખ્યો છે. એક સાહસિક ઉદ્યોગપતિ, કલાકાર અને ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકેની તેમની બહુમુખી પ્રતિભાના કારણે જ JOJO એપ વૈશ્વિક સ્તરે ડાયસ્પોરા (NRI) ઓડિયન્સના દિલ જીતવામાં સફળ રહી છે.

    ઓટીટી માર્કેટમાં કન્ટેન્ટના બદલાતા પ્રવાહ વિશે વાત કરતા ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “હાલમાં પ્રાદેશિક ભાષાઓમાં ઓડિયન્સનો વિકાસ ખૂબ ઝડપી છે. ભારતમાં હિન્દી અને સાઉથની ભાષાઓ પછી પ્રાદેશિક ભાષાઓમાં ગુજરાતી માર્કેટ ખૂબ જ આકર્ષક બન્યું છે.”

    ગુજરાતના ઓટીટી ઓડિયન્સની એક ખાસિયત એ છે કે તેઓ માત્ર ગુજરાતી જ નહીં, પણ હિન્દી વેબ સિરીઝ અને ડબ થયેલું ગ્લોબલ કન્ટેન્ટ પણ ખૂબ મોટા પ્રમાણમાં જુએ છે. આ જ કારણે હવે નેશનલ પ્લેટફોર્મ્સ પણ ગુજરાતી નાટકો અને ફિલ્મોના રાઈટ્સ ખરીદવા પાછળ મોટું રોકાણ કરી રહ્યા છે, જે ઓરિજિનલ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ્સનો વ્યાપ વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.

    તાજેતરમાં જ JOJO એપ એ પોતાની પહોંચ ઘર-ઘર સુધી વધારવા માટે ડિશ ટીવીના VZY એપ પ્લેટફોર્મ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે, જેનાથી દેશભરના કરોડો ટીવી સ્ક્રીન પર આ કન્ટેન્ટ ઉપલબ્ધ બન્યું છે.

    જોજો એપ હાલમાં દર્શકોને અદભૂત કન્ટેન્ટ લાઈબ્રેરી પ્રદાન કરે છે, જેમાં અગ્રણી કલાકારોની નવી ફિલ્મો, ઓરિજિનલ વેબ સિરીઝ, નાટકો અને સંગીતનો સમાવેશ થાય છે. આગામી સમયમાં પ્લેટફોર્મ દર્શકોના અલગ-અલગ વર્ગો માટે કન્ટેન્ટને વધુ વૈવિધ્યસભર બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.

    JOJO App વિશે:

    JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.

    ]]>
    https://khabarpatri.in/jojo-app-makes-global-history-with-unprecedented-viewership/feed/ 0
    ન્યુવોકો વિસ્ટાસે સુરતમાં લીમલા સિમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, પશ્ચિમ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી https://khabarpatri.in/nuvoco-vistas-inaugurates-limla-cement-plant-in-suratstrengthening-its-footprint-in-western-india/ https://khabarpatri.in/nuvoco-vistas-inaugurates-limla-cement-plant-in-suratstrengthening-its-footprint-in-western-india/#respond Sat, 11 Jul 2026 09:22:40 +0000 https://khabarpatri.in/?p=2206
  • વડરાજ સિમેન્ટ લિમિટેડ (ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ.ની પેટાકંપની)ની 6 એમએમટીપીએ સ્થાપિત ક્ષમતામાંથી લીમલા, સુરત ખાતે 2 એમએમટીપીએ ગ્રાઇન્ડિંગ ક્ષમતાનું ઉદ્ઘાટન કરીને ન્યુવોકો ગુજરાતમાં પ્રવેશ કર્યો.
  • પશ્ચિમ ક્ષેત્રમાં ન્યુવોકો ની હાજરી મજબૂત થઈ; કચ્છ ખાતેની તેની ક્લિંકર સુવિધાને પૂરક બનાવશે.
  • નાણાકીય વર્ષ 2028 (FY2028) સુધીમાં એકીકૃત સિમેન્ટ ક્ષમતા 35 એમએમટીપીએ સુધી પહોંચશે.
  • ગુજરાત, 11 જુલાઈ, 2026: ભારતની અગ્રણી બિલ્ડિંગ મટીરીયલ કંપની, ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ. એ વડરાજ સિમેન્ટ લિમિટેડ ના મુખ્ય ઉત્પાદન એકમોમાંના એક એવા ગુજરાતના સુરતમાં તેના લીમલા સિમેન્ટ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન ન્યુવોકો  દ્વારા વડરાજ સિમેન્ટ લિમિટેડના વ્યૂહાત્મક સંપાદન અને પુનઃજીવિતકરણમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે, જે પશ્ચિમ ભારતના બજારમાં કંપનીના વિસ્તરણને વધુ મજબૂત બનાવે છે. કંપનીએ જૂન 2025 માં રૂ. 1,800 કરોડની ચૂકવણી કરીને વડરાજ સિમેન્ટ લિમિટેડ નું સંપાદન પૂર્ણ કર્યું હતું, જે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હેઠળ ચાલી રહી હતી. વડરાજ સિમેન્ટની અસ્કયામતોમાં કચ્છ અને લીમલા, સુરત ખાતે અનુક્રમે એક ક્લિંકર યુનિટ અને એક ગ્રાઇન્ડિંગ યુનિટનો સમાવેશ થાય છે. વડરાજ સિમેન્ટ પાસે કચ્છમાં ઉચ્ચ ગુણવત્તાવાળો પોતાનો ચૂનાના પત્થરનો અનામત જથ્થો અને ખાનગી જેટી પણ છે, જે લોજિસ્ટિક્સની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ અસ્કયામતો હસ્તગત કર્યા પછી, ન્યુવોકો એ બંને સ્થળોએ નવીનીકરણ અને વિસ્તરણની કામગીરી હાથ ધરી છે, જેના પરિણામે આજે લીમલા સુવિધાની શરૂઆત થઈ છે.

    આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી કરતા, ન્યુવોકો  વિસ્ટાસ કોર્પ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયકુમાર કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે: “લીમલા ગ્રાઇન્ડિંગ યુનિટ (સુરત) નું ઉદ્ઘાટન ન્યુવોકો ની વિકાસ યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે અને તે શિસ્તબદ્ધ, મૂલ્ય-વર્ધક વિસ્તરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. ગુજરાત એ ન્યુવોકો  માટે વ્યાપારીક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બજાર છે, જે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ, ઝડપી શહેરીકરણ અને હાઉસિંગ તેમજ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સતત રહેલી માંગને કારણે વિકાસની પ્રચંડ તકો પુરી પાડે છે. આ સિદ્ધિ આપણી પકડ મજબૂત કરે છે, આપણી કાર્યક્ષમતા વધારે છે અને ઉત્તર તેમજ પશ્ચિમ બજારના ગ્રાહકોને વધુ વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સાથે સેવા આપવાની આપણી ક્ષમતાનો વિસ્તાર કરે છે.”

    લીમલા સિમેન્ટ પ્લાન્ટના ગ્રાઇન્ડિંગ યુનિટે નિર્ધારિત સમય કરતાં વહેલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, જેમાં 2 ગ્રાઇન્ડિંગ ક્ષમતાનું સફળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ન્યુવોકો ના સ્કેલ અને બજારની પહોંચને વધુ વિસ્તૃત કરે છે. વડરાજ સિમેન્ટની અસ્કયામતો સંપૂર્ણપણે કાર્યરત થતાં જ, ન્યુવોકો ની કુલ સિમેન્ટ ક્ષમતામાં ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રોમાં આવેલા તેના સિમેન્ટ પ્લાન્ટ્સ આશરે 40% યોગદાન આપશે. આનાથી કંપનીનું મેન્યુફેક્ચરિંગ નેટવર્ક મજબૂત થશે, ઝડપથી વિકસતા બજારો સુધી પહોંચ સુધરશે અને ન્યુવોકો  નાણાકીય વર્ષ 2028 સુધીમાં તેની કુલ સિમેન્ટ ક્ષમતાને 35 એમએમટીપીએ સુધી એકીકૃત કરવા માટે સક્ષમ બનશે, જે તેના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને વધુ મજબૂત બનાવે છે.

    લીમલા સિમેન્ટ પ્લાન્ટ ગુજરાતમાં તબક્કાવાર વોલ્યુમ વધારવામાં મુખ્ય આધાર બનવાની અપેક્ષા છે. આ પ્લાન્ટ ન્યુવોકો ને પશ્ચિમ મહારાષ્ટ્રના નજીકના બજારોમાં સેવા આપવા માટે પણ સક્ષમ બનાવશે, જ્યારે કંપનીના ઉત્તર ભારતના પ્લાન્ટ્સમાંથી અગાઉ સપ્લાય કરવામાં આવતી સિમેન્ટની ક્ષમતા હવે સંપૂર્ણપણે ઉત્તર ભારતના બજારો માટે ફાળવી શકાશે. આ સુવિધા ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ અને પોર્ટલેન્ડ કમ્પોઝિટ સિમેન્ટ સહિતના સિમેન્ટ ઉત્પાદનોના સંપૂર્ણ પોર્ટફોલિયોનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત, તે ન્યુવોકો  દુરગાર્ડ શ્રેણીના તમામ ઉત્પાદનો ઓફર કરશે, જેમાં તેના પ્રીમિયમ ઉત્પાદન ‘ન્યુવોકો  દુરગાર્ડ માઇક્રોફાઇબર’ નો પણ સમાવેશ થાય છે. આ સોદાથી રાજસ્થાનમાં નિમ્બોલ અને ચિત્તોડગઢ ખાતે ન્યુવોકો ની હાલની ઉત્પાદન સુવિધાઓ સાથે સારો તાલમેલ સર્જાવાની અપેક્ષા છે, જે મુખ્ય પ્રદેશોમાં લોજિસ્ટિક્સના સુધારા અને બજારની પહોંચને મજબૂત બનાવશે.

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વડરાજ સિમેન્ટના સંપાદનના ભાગરૂપે, અમે એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અસ્કયામતનું સફળતાપૂર્વક નવીનીકરણ અને પુનઃજીવિતકરણ કર્યું છે, જેને તમામ ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સહયોગ દ્વારા રેકોર્ડ સમયમાં ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આ સિદ્ધિએ હસ્તગત કરેલી અસ્કયામતોમાંથી મૂલ્ય ઊભું કરવાની, અમારી પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાની અને અમારા હિતધારકોનો વિશ્વાસ જીતવાનું ચાલુ રાખવાની અમારી ક્ષમતા દર્શાવી છે. આ સીમાચિહ્નરૂપ સફળતા અમારા પ્રોજેક્ટ અમલીકરણની મજબૂત ક્ષમતાઓ અને લાંબા ગાળાના ટકાઉ નફાકારક વિકાસ પરના અમારા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.”

    ]]>
    https://khabarpatri.in/nuvoco-vistas-inaugurates-limla-cement-plant-in-suratstrengthening-its-footprint-in-western-india/feed/ 0
    અમદાવાદમાં ‘જ્વેલરી વર્લ્ડ’ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ: વાયએમસીએ ખાતે 12 જુલાઈ સુધી આયોજન https://khabarpatri.in/jewellery-world-commences-in-ahmedabad/ https://khabarpatri.in/jewellery-world-commences-in-ahmedabad/#respond Fri, 10 Jul 2026 10:25:14 +0000 https://khabarpatri.in/?p=2200 અમદાવાદ, 10 જુલાઈ 2026: ભારતના સૌથી પ્રીમિયમ અને પ્રતિષ્ઠિત જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું ‘જ્વેલરી વર્લ્ડ’ આજથી અમદાવાદના આંગણે ભવ્ય રીતે શરૂ થઈ ગયું છે. આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુ શાહ તેમજ અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા વાયએમસીએ ખાતે શરૂ થયેલું આ ત્રિ-દિવસીય પ્રદર્શન આગામી 12 જુલાઈ 2026 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ ખાસ આયોજનમાં દેશભરના 40 જેટલા શ્રેષ્ઠ અને નામાંકિત ઝવેરીઓ તેમની અદભુત કારીગરી અને લક્ઝરી કલેક્શન સાથે એક જ મંચ પર એકત્રિત થયા છે. જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ ના સહયોગથી યોજાઈ રહેલું આ પ્રદર્શન ઘરેણાંના શોખીનો, થનારી નવવધૂઓ, લગ્નવાળા પરિવારો અને લક્ઝરી બાયર્સ માટે ઉત્કૃષ્ટ કારીગરી અને લેટેસ્ટ જ્વેલરી કલેક્શનને નજીકથી નિહાળવા તથા ખરીદવાની સુવર્ણ તક પૂરી પાડે છે.

    આ એક્ઝિબિશન અંગે વાત કરતા ઇન્સિગ્નિયા એક્ઝિબિશન્સ એન્ડ ઇવેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર્સ અને જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર્સ સોનિયા ચાવલા અને શાન ચાવલાએ જણાવ્યું હતું કે, અમારા માટે અમદાવાદ હંમેશાં એક પ્રબળ અને મહત્વનું બજાર રહ્યું છે, કારણ કે અહીંના ગ્રાહકો ઝીણવટભરી કારીગરી અને પ્રીમિયમ જ્વેલરીના સાચા કદરદાન છે. ભારતના સર્વોત્તમ ઝવેરીઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને, આગામી લગ્નની સિઝન માટેની નવવધૂઓ, લગ્નવાળા પરિવારો અને દાગીનાના શોખીનોને ખરીદીનો એક અદ્ભુત અને અવિસ્મરણીય અનુભવ આપતા અમને અત્યંત આનંદ થાય છે.

    આ વર્ષે અમદાવાદની આ એડિશનમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, પચ્ચીગર જ્વેલર્સ, સુવર્ણમ જ્વેલ્સ, હરિત ઝવેરી જ્વેલર્સ, ગેહના જ્વેલર્સ, વિનાયકા જ્વેલર્સ, તાતીવાલાઝ ગેહના, કેલ્વી જ્વેલ્સ, શ્યામા જ્વેલ્સ, રામ ધનુ પોલકી, ક્રિષ્ણા જ્વેલર્સ, ઓરિના જ્વેલ્સ, ઝેવા અને ઇમારા જ્વેલ્સ જેવા દેશના ખ્યાતનામ જ્વેલરી હાઉસીસ ભાગ લઈ રહ્યા છે, જેની સાથે દેશભરના અન્ય ઘણા પ્રતિષ્ઠિત ઝવેરીઓ પણ આ પ્રદર્શનની શોભા વધારી રહ્યા છે. અહીં મુલાકાતીઓ દરેક પ્રસંગ અને સ્ટાઈલને અનુરૂપ ખાસ તૈયાર કરાયેલું અદભુત કલેક્શન જોઈ શકશે, જેમાં આકર્ષક બ્રાઇડલ જ્વેલરી, ઝળહળતા હીરાના દાગીના, સદાબહાર સોનાના ઘરેણાં, બારીક નકશીકામ ધરાવતી પોલકી અને જડાવ જ્વેલરી, પરંપરાગત ટેમ્પલ જ્વેલરી, આધુનિક ડિઝાઇનર જ્વેલરી, કિંમતી રત્નોનું કલેક્શન તેમજ તહેવારો અને લગ્ન પ્રસંગો માટેના ખાસ એક્સક્લુઝિવ ઘરેણાંનો સમાવેશ થાય છે.

    ભારતના અગ્રણી B2C જ્વેલરી પ્રદર્શનોમાં સ્થાન ધરાવતું ‘જ્વેલરી વર્લ્ડ’ ગ્રાહકોને એક જ જગ્યાએ અગ્રણી ઝવેરીઓના કલેક્શનની સરખામણી કરવાની ઉત્તમ તક આપે છે. આ ઉપરાંત, પ્રદર્શનમાં આવનાર મુલાકાતીઓ ખાસ એક્ઝિબિશન ઓફર્સ અને નવા લોન્ચ થનારા પ્રોડક્ટ્સનો લાભ પણ મેળવી શકશે. હજારો સમૃદ્ધ ગ્રાહકોની અપેક્ષિત મુલાકાત સાથે, જ્વેલરી વર્લ્ડ લક્ઝરી જ્વેલરીની ખરીદી, તહેવારોની ખરીદી અને વેડિંગ કલેક્શન માટેનું સૌથી મનપસંદ સ્થળ બની રહ્યું છે. મુલાકાતીઓને ભારતના શ્રેષ્ઠ ઝવેરીઓ સાથે સીધા સંપર્કમાં આવવાની આ અનોખી તક મળશે, તેથી તમામ રસ ધરાવતા મુલાકાતીઓને આ ખાસ પ્રદર્શનમાં હાજરી આપવા આમંત્રણ છે.

    આ પ્રદર્શનમાં પ્રવેશ તમામ માટે ખુલ્લો છે અને ત્રણેય દિવસ (10 થી 12 જુલાઈ) દરમિયાન મુલાકાતનો સમય સવારે 11:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધીનો રહેશે. ભીડથી બચવા અને સરળ ખરીદીના અનુભવ માટે મુલાકાતીઓને વહેલા આવવાની સલાહ આપવામાં આવે છે. વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન વિગતો માટે, મુલાકાતીઓ ઓનલાઈન જ્વેલરી વર્લ્ડના ઓફિશિયલ અપડેટ્સ ફોલો કરી શકે છે અથવા આયોજકોનો સીધો સંપર્ક કરી શકે છે. ઇન્સિગ્નિયા એક્ઝિબિશન્સ એન્ડ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘જ્વેલરી વર્લ્ડ’ એ ભારતનું અગ્રણી પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશન પ્લેટફોર્મ છે, જે દેશના પ્રમુખ શહેરોમાં લક્ઝરી પ્રદર્શનો યોજીને દેશના નામાંકિત ઝવેરીઓને ઉચ્ચ ગુણવત્તાના આગ્રહી એવા ગ્રાહકો સાથે જોડે છે.

    ]]>
    https://khabarpatri.in/jewellery-world-commences-in-ahmedabad/feed/ 0