10 Jun 2026, Wed

બુક લોન્ચ: અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું વિમોચન કરાયું

ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આ જ રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત  અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદના આદરણીય ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મંચ પર આદરણીય લેખિકા, મૂવી સ્ક્રીનરાઈટર, આર્ટિસ્ટ અને ‘હાર્ટિએસ્ટ આર્ટ ગ્રુપ’ના ફાઉન્ડર શ્રીમતી સોનલબેન ઓડેદરા તેમજ આદરણીય એઆઈ અને ટેક એક્સપર્ટ, વિઝિટિંગ પ્રોફેસર અને ‘સાહિત્ય મંચ’ તથા ‘વી-પબ્લિશર્સ’ના ફાઉન્ડર શ્રી વિઝનભાઈ રાવલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

 

આ નવલકથાની વાર્તા એક રહસ્યમય કાવતરા, વેરની ભાવના અને ભૂતકાળના કાળા રહસ્યોની આસપાસ ફરે છે. પુસ્તકની શરૂઆતથી જ વાચક વાર્તાના મુખ્ય પાત્રો મીઆ પોર્ટર અને ડિટેક્ટિવ મીરા પટેલની રહસ્યમય દુનિયામાં ખોવાઈ જાય છે. એક ત્યજી દેવાયેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ મીડિયા સ્ટાર જુલીયા મોન્ટગોમરીની લાશ મળવાથી શરૂ થતો આ સિલસિલો વાચકને સેન્ટ હેલેના ઓર્ફનેજના દાયકાઓ જૂના કાળા ઇતિહાસ તરફ દોરી જાય છે.

 

દરેક હત્યાના સ્થળે મળતા વાળના ગુચ્છા, રહસ્યમય લોકેટ અને ‘ધ ફેરીમેન’ નામનું અજાણ્યું પાત્ર વાર્તામાં એવા વળાંકો લાવે છે જે વાચકને અંત સુધી જકડી રાખે છે. વાર્તામાં લોગન નામના પાત્રના પ્રવેશ સાથે સસ્પેન્સ વધુ ગાઢ બને છે. “તે ભૂતકાળને જેણે મને તોડવાનો પ્રયત્ન કર્યો- હું આશા રાખું છું કે તમે જોઈ રહ્યા છો.” જે દર્શાવે છે કે આ માત્ર એક સામાન્ય મર્ડર મિસ્ટ્રી નથી, પરંતુ તેની પાછળ એક ગાઢ વ્યક્તિગત લડાઈ છુપાયેલી છે.

 

વિમોચન પ્રસંગે લેખિકા દીક્ષા પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું હંમેશાથી માનવ મનની જટિલતાઓ અને છુપાયેલા રહસ્યો પર લખવા માંગતી હતી. ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ એ માત્ર એક કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વાચકોના મનને વિચારતા કરી દે તેવો એક પ્રયોગ છે. મને આશા છે કે સસ્પેન્સ પ્રેમીઓને આ પુસ્તક ખૂબ ગમશે.”

 

દીક્ષા પટેલની લેખનશૈલી અદભુત છે. પ્રકરણ દર પ્રકરણ જે રીતે સસ્પેન્સ બિલ્ડ થાય છે, તે વાચકોને વધુ રોમાંચિત કરે છે. ઉપસ્થિત મહાનુભાવોએ પણ લેખિકાની આ કળાને બિરદાવી હતી અને ગર્વ વ્યક્ત કર્યો હતો કે તેઓ આવા શાનદાર પુસ્તકને વાચકો સમક્ષ લાવી શક્યા છે.

 

આ નવીનતમ નવલકથા હવે તમામ મુખ્ય બુકસ્ટોર્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર વાચકો માટે ખરીદી અર્થે ઉપલબ્ધ થઈ ચૂકી છે. વધુ માહિતી કે પુસ્તકની રિવ્યૂ કોપી મેળવવા માટે V-Publishers ની ઓફિસ, ઓર્કિડ મોલ, થલતેજ, અમદાવાદનો સંપર્ક કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *