5 Jun 2026, Fri

“સ્માર્ટ ફેક્ટરી ઓટોમેશનથી કાર્યક્ષમતા વધારવી અને ડાઉનટાઈમ ઘટાડવો”

આધુનિક મેન્યુફેક્ચરિંગ ઝડપ, ચોકસાઈ અને નિર્વિઘ્ન કામગીરીની માંગ કરે છે. જ્યારે વ્યવસાયો વધારે પ્રમાણમાં મેન્યુઅલ પ્રક્રિયાઓ પર નિર્ભર રહે છે, ત્યારે તેઓ વારંવાર વિલંબ, ભૂલો અને વધતા ઓપરેશનલ ખર્ચનો સામનો કરે છે. અહીં સ્માર્ટ ફેક્ટરી ઓટોમેશન મહત્વપૂર્ણ બની જાય છે- માત્ર સુધારણા તરીકે નહીં, પરંતુ કાર્યક્ષમતા અને વધુ નિયંત્રણ તરફના આવશ્યક પગલા તરીકે.

ગુજરાતમાં આવેલી એક મધ્યમ કદની ઓટોમોટિવ કમ્પોનન્ટ ઉત્પાદકે આ પડકારોનો અનુભવ કર્યો. 300થી વધુ કર્મચારીઓ અને પાંચ પ્રોડક્શન લાઈનો સાથે, કંપનીનો વિસ્તાર તો થઈ રહ્યો હતો, પરંતુ તેની પ્રક્રિયાઓ સાથે ચાલી શકતી નહોતી. વારંવાર ડાઉનટાઈમ, મેન્યુઅલ ડેટા હેન્ડલિંગ અને રિયલ-ટાઈમ વિઝિબિલિટીનો અભાવ ઉત્પાદનક્ષમતાને અસર કરી રહ્યો હતો અને કુલ કામગીરી ધીમી પડી રહી હતી.

મૂળ સમસ્યા
કંપની પાસે ઉત્પાદનનું મોનીટરીંગ કરવા માટે કોઈ સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ નહોતી. મેન્ટેનન્સ શેડ્યૂલ સુવ્યવસ્થિત નહોતા, જેના કારણે મશીનમાં ખામી આવતી હતી. કર્મચારીઓને ડેટા મેન્યુઅલી નોંધવો પડતો હતો, જેના કારણે માનવીય ભૂલોની સંભાવના વધતી હતી. પરિણામે, ઉત્પાદનના લક્ષ્યો ઘણીવાર પ્રાપ્ત થતા નહોતા અને કુલ કાર્યક્ષમતા ઓછી જ રહેતી હતી.

અભિગમ
આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે QeMatic એ વિગતવાર Time and Motion Study થી શરૂઆત કરી. આ દ્વારા કામદારો કેવી રીતે કામ કરે છે, મશીનો કેવી રીતે કામગીરી કરે છે અને ક્યાં સમય બગડે છે તેનું વિગતવાર વિશ્લેષણ કરવાની મદદ મળી.

RPA (Robotic Process Automation) અને IoT (Internet of Things) ના સંયોજનનો ઉપયોગ કરીને, ટીમે ઓટોમેશન અને ડેટા ટ્રેકિંગમાં રહેલી મુખ્ય ખામીઓ ઓળખી. તેના આધારે એક સ્પષ્ટ રણનીતિ તૈયાર કરવામાં આવી:

  • ઉત્પાદન મોનીટરીંગને ડિજિટલ બનાવવું
  •  શિફ્ટ મુજબ ડેટા કલેક્શનને ઓટોમેટ કરવું
  • પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ રજૂ કરવું
  • વધુ સારા નિર્ણય માટે રિયલ-ટાઈમ ડેશબોર્ડ ઉપલબ્ધ કરાવવું

નિરાકરણ
આ પરિવર્તનનો મુખ્ય હેતુ ફેક્ટરીને વધુ સ્માર્ટ અને કનેક્ટેડ બનાવવાનો હતો.

પ્રોડક્શન લાઈનો પર IoT સેન્સર્સ અને Siemens PLC સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી, જેથી રિયલ-ટાઈમ ડેટા મેળવવો શક્ય બન્યો. મેન્યુઅલ નોંધણીને બદલે ઓટોમેટેડ RPA વર્કફ્લોઝ લાગુ કરવામાં આવ્યા, જેનાથી ડેટા સંગ્રહ વધુ ચોક્કસ અને સચોટ બન્યો.

AI આધારિત ઇન્સાઈટ્સ દ્વારા પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ રજૂ કરવામાં આવ્યું. હવે મશીન ખરાબ થયા પછી પ્રતિક્રિયા આપવાને બદલે, સિસ્ટમ પહેલેથી જ સમસ્યાની આગાહી કરી શકે છે અને ડાઉનટાઈમ અટકાવી શકે છે.

મેનેજર્સને રોલ-આધારિત નિયંત્રણ સાથે રિયલ-ટાઈમ ડેશબોર્ડનું ઍક્સેસ આપવામાં આવ્યું. જેના કારણે ઓપરેશન્સમાં વધુ સ્પષ્ટતા આવી અને ઝડપી નિર્ણય લેવામાં મદદ મળી. ઓટોમેટેડ રિપોર્ટ્સ અને તરત મળતા ક્વોલિટી એલર્ટ્સ દ્વારા ભૂલો ઘટી અને જવાબદારીમાં સુધારો થયો.

પરિણામ
આ પરિવર્તનનો અસરકારક પ્રભાવ જોવા મળ્યો. ઉત્પાદન કાર્યક્ષમતા 40% સુધી વધી, ડાઉનટાઈમમાં ઘટાડો થયો અને ઓપરેશન્સ વધુ પારદર્શક અને વિશ્વસનીય બન્યા. કંપની સતત તેના ઉત્પાદન લક્ષ્યો પ્રાપ્ત કરવા સક્ષમ બની અને સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરી શકી.

નિષ્કર્ષ
આ કેસ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે સ્માર્ટ ઓટોમેશન માત્ર ટેકનોલોજી વિશે નથી- તે ફેક્ટરી કેવી રીતે કાર્ય કરે છે તે સુધારવા વિશે છે. QeMatic દ્વારા અમલમાં મૂકાયેલા સોલ્યુશન્સ સાથે, મેન્યુફેક્ચરર્સ ડેટા, ઓટોમેશન અને રિયલ-ટાઈમ ઇન્સાઈટ્સને જોડીને વધુ કાર્યક્ષમતા, વધુ સારું નિયંત્રણ અને લાંબા ગાળાનો વિકાસ મેળવી શકે છે.

સ્પર્ધાત્મક રહેવા ઈચ્છતા વ્યવસાયો માટે હવે પ્રશ્ન એ નથી કે ઓટોમેશન અપનાવવું કે નહીં- પરંતુ તેઓ કેટલા વહેલા તેનો પ્રારંભ કરી શકે છે.

રૂષિકા શાહ

અમદાવાદ