પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવ ભક્ત અને દરેક હિન્દુઓ ભક્તિમય અને આનંદ સાથે આ પવિત્ર માસ ઉજવે છે.’
મંદિર માં થતા ઉત્સવ , પૂજા પાઠ , યાગ આદિ અને અનુષ્ઠાન ચાલતા હોય છે. ભગવાન શિવની આરાધના સૌથી શ્રેષ્ઠ છે સંસાર ની દરેક ઈચ્છા ભગવાન આસુતોષ પૂર્ણ કરે છે આ પવિત્ર માસ દરમિયાન એવું તો શું કરીએ કે ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય..?? શાસ્ત્રો માંપાર્થિવ પૂજન, શિવલિંગ અર્ચન, રુદ્રાભિષેક, આદિ ઘણા માધ્યમ છે જેથી શિવ કૃપા પ્રાપ્ત કરી શકાય છે પણ કળિયુગ માં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે શિવ મહાપુરાણ , સ્કંદ પુરાણ આદિ પુરાણો માં એક વિશેષ મંત્ર છે ભગવાન શિવજી નો જેનો જાપ સ્ત્રી પુરુષ ચાંડાલ આદિ બધા જ કરી શકે છે બીજા બધાં મંત્ર માં દીક્ષા લેવું જરૂરી છે વગર દીક્ષા એ જપ કરે એને માત્ર હાનિ ને હાનિ જ થાય છે એટલે ગુરુ ની જરૂર પડે છે પણ ભગવાન શિવ એટલા સરળ અને કરુણામય છે કે એમનો પંચાક્ષર મંત્ર માં એમણે એવો કોઈ નિયમ નથી રાખ્યો બધાં જ એ જપ કરીને શિવ કૃપા પ્રાપ્ત કરી શકે છે આપણે બધા એ મંત્ર ને જાણીએ છે પણ એ મંત્ર છ અક્ષર વાળો છે ૐ નમઃ શિવાય પણ આ મંત્ર માટે દીક્ષા આવશ્યક છે પણ આ મંત્ર ને “શિવાય નમઃ” આ રીતે જપવા માં આવે તો વગર દીક્ષા એ પણ જપ કરી શકાય છે આ શિવ પંચાક્ષર મહાવિદ્યા છે જે કલ્પવૃક્ષ સમાન છે ઇચ્છિત ફળ આપનારું છે પંચ તત્વ જળ આકાશ અગ્નિ પૃથ્વી અને વાયુ આ તત્વો આ પાંચ અક્ષર માં સમાયેલી છે..
આ મંત્ર ના જાપ માત્રથી શિવગણ સિદ્ધ થઈ જાય છે, યોગિનીઓ રક્ષા કરે છે, સિદ્ધો ની કૃપા પ્રાપ્ત થાય છે, સંપૂર્ણ દેવતા , કુલ દેવી આદિ સહજ પ્રસન્ન થઈ જાય છે, જેનો ચન્દ્ર પીડિત હોય, કાલસર્પ દોષ , શ્રાપ, પિતૃ દોષ આદિ આ જપ થી નષ્ટ થઈ જાય છે “શિવાય નમઃ” આ મંત્ર ના જાપ માત્ર થી યોગ્ય પત્ની અને પતી પ્રાપ્ત થાય છે, રોગથી મુક્તિ મળે છે, શાસ્ત્ર માં છે કે માતા અંજલી આ જ મંત્ર જપ થી હનુમાન જી ને પુત્ર રૂપ માં પ્રાપ્ત કરે છે.. ૐ નમઃ શિવાય આ મંત્ર માં બીજ છે જે માત્ર સંન્યાસીઓ માટે છે બધા જપવા ના અધિકારી નથી એવું શિવ પુરાણ માં ઉલ્લેખ છે પણ શિવાય નમઃ આ મંત્ર કોઈ પણ જપ કરી શકે છે ,મંત્ર દોષ આદિ નથી લાગતું.. આ મંત્રનું પુરચ્ચરણ પાંચ લાખ નું છે ગ્રહણકાળ માં જપ કરવાં થી પણ મંત્ર સિદ્ધ થઈ જાય છે યોગ્ય આસન પર બેસી, માળા થી આ પંચાક્ષરી મહાવિદ્યા નુ જપ કરવું જોઈએ પવિત્ર શ્રાવણ માસ ને દિવ્ય અને શિવમય બનાવવા માટે જરૂર શિવ ઉપાસના કરવી જોઇએ….
~: લખન પોનિકર

